Swarchit/Gazal VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Swarchit/Gazal

સ્વરચિત

સેતા દક્ષા અશોકભાઇ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

સેતા દક્ષા અશોકભાઇ

‘‘દિશા’’

શિક્ષણઃ પી.ટી.સી., બી.એ., એમ.એ.

નોકરીઃ શિક્ષક

જન્મતારીખઃ ૧૦ નવેમ્બર, ૧૯૮૯

ગામઃ ભાવનગર

ઇ-મેઇલઃ દઅકસહઅસઇતઅ૯રુગમઆલ.ચદ્વમ

અનુક્રમ

માંરે કંઇક કહેવુ છે...

ન ફાવે...

સલામ છે

હવે, કેમ લાગે છે?

એ જિંદગી છે.

જિંદગી નાટક લાગે છે.

દોસ્તીની મહેરબાની ગમે છે.

લોકો કેમ રહે છે ઉજાગર?

ખસતો ગયો

બંગલો

પરંતુ

મનુની સફર

માનસ ચિત્રાયો છે

રાજકારણ

માનવ બદલાયો છે

માં

મનની વ્યથા

વાતો કરાય છે

પ્રેમ દીલથી થઇ જાઇ તો એમ બને

રમત રમી ગયા

ફુલો દેખતો જાવ છું

શુ એ લાગણી છે?

શાંત સમીરે

વિદાયનો સમય આવી ગયો છે

દોસ્ત તારા માનમાં

અહી મુકી ગયો

યાદ આવે છે

ખુદને ગળે આવી ગયો છું

કેમ આવુ બનતુ હશે

તો વ્યક્તી ભુલાય જશે

એ વાત મને ગમે છે

કંઇક તો છે જ

થઇ જશે

છે ને નિરાલી છે

લિજ્જત છે

નિરાલી ઓછી પડી

આજે ઘર આંગણ ગરીબ બની આવ્યા છો

૧. માંરે કંઇક કહેવુ છે...

લોકોની વાતો કે મહેલોની મહેફિલો જામી,

ના સાંભળે વાત કે માંરે કંઇક કહેવુ છે.

સાગરના કિનારાને ઉછળતા માેંજાની માેંજ,

ના જાણે કોઇ કે માંરે કંઇક કહેવુ છે.

રમતમાં રમતને હારની હારને કોઇના સમજયુ,

ના મનાવ્યા મન કે માંરે કંઇક કહેવુ છે.

ચમનને વળી બગીચા શા ખીલ્યા છે,

ના મન માંન્યુ કે માંરે કંઇક કહેવુ છે.

દુર દુર જઇને રહેવુ છે,

કોઇને ન ગમે કે માંરે કંઇક કહેવુ છે.

૨. ન ફાવે...

આમ તો બધુ જ ફાવે ને ભાવે,

પણ દુનિયાની દાદાગીરી ન ફાવે.

આમ તો ઘણી જ વાતો ગમેને ચાલે,

પણ દુનિયાની રમતો ન ફાવે.

આમ તો બધુ જ ગમે ને દોડે,

પણ સમાંજના રીતરિવાજો ન ફાવે.

આમ તો દોડે ચાલે ભાવે ને કુદે,

પણ દિલની નફરતો ન ફાવે.

આમ તો કોયલના ટહુકા ગમે,

પણ કાગડાની કપટ ન ફાવે.

૩. સલામ છે

દોસ્ત! તને સલામ છે

દુશ્મન! તને સલામ છે

દોસ્તી ખૂબ નિભાવી

તેથી દોસ્ત! તને સલામ છે

સમયની સાથે રહ્યો

દિલને દિલાસો આપ્યો

મનની વાતોમાની તે

તેથી દોસ્ત! તને સલામ છે

ખબર પડી કયામત કેવી છે?

હિંમતની કેટલી જરુર છે?

કેટલી માંરી આબરુ છે?

દુશ્મન! તેથી તને સલામ છે

વાણીના ‘ઘા’ સમજયા

વાણીના ‘મરમ’ સમજયા

તલવારના ‘ઘા’ સમજયા

દુશ્મન! તેથી તને સલામ છે.

૪. હવે, કેમ લાગે છે?

ઉડતા નયનોને ઉડતા મનનુ છે ગમન,

આ કેવી રમત કે વિચારે કેમ લાગે છે.

સલામ ઇશને કરુ, કોઇને કરુ નમન,

આ કેવી વાત કે કહે કેમ લાગે છે.?

વરસાદી માહોલને, સુસવાટાનો છે પવન,

આ કેવુ છે સરનામુ કે પુછે કેમ લાગે છે?

કિંમત વળી ફુલની કે કિંમતમાં છે મન,

આ તે કેવી સજા કે બોલે કેમ લાગે છે?

આભાર કે નિરાધાર, કંટકો મહી છે ચમન,

આ તે કેવુ ચમન કે કહે કેમ લાગે છે?

ખુશીમાં ગમને વળી ગમમાં ન આધાર,

આ તે કેવી ખુશી કે કહે કેમ લાગે છે?

સુંદર સ્વપ્નો એમાં કેવી મજા હોય,

મજાની સજા કે પુછે કેમ લાગે છે?

સાચા ખોટાનો સરવાળે એ હિસાબ માંંગે,

પાપ કરી જિંદગી પુછે હવે, કેમ લાગે છે?

૫. એ જિંદગી છે.

જે જીવાય છે ને જે ગવાય છે,

જે જીરવાય છે ને જે નરમાંય છે એ જિંદગી છે.

જેમાં ન સહેવાયને ના કહેવાય છે,

જેમાં દરદનો સામનો કરાય છે એ प्रेम છે.

જેમાં અંતરના શબ્દોને અંતરની અભિલાષા,

મહેકતી વાણીને સમજણની વણજાર એ લેખન છે.

જેમાં વિસ્મયને લેખનના જુદા પાડતા અરથ ,

જેમાં દિલ ઠાલવી વાત કરાય છે એ કવિતા છે.

જેમાં ક્રઇયા છે કંઇક કરવાની મહેચ્છા,

જેમાં બલિદાનને અરપણની તૈયારી એ યુવાની છે.

જેમાં સાથને સહકાર છે એકમેકની માંયા,

જેમાં લાગણી નફરત ભાવને એકતા છે એ પરિવાર છે.

જેમાં હારને જીતને નિયમના મહેલ છે,

જેમાં ડરને વિશ્વાસ છે એ રમત છે.

૬. જિંદગી નાટક લાગે છે.

નથી મન માનતુને ઘણુ જ વળગણ લાગે છે,

બસ, ઘણા છે સંબંધી કે માંયા લાગે છે.

નથી અભિલાષા ઘણુ જ સુંદર લાગે છે,

બસ, રમત છે જિંદગી કે એક ખેલ લાગે છે.

નથી આવડતને ઘણુ જ ગૂઢ રહસ્ય લાગે છે,

બસ, વાત છે प्रेम કે એક ગમ્મત લાગે છે.

નથી અભિમાનને ઘણુ જ અગોચર લાગે છે,

બસ, દ્રષ્ટિ છે મનોહર કે ઇશ લાગે છે.

નથી દુષ્કાળને ઘણુ જ હરિયાળુ લાગે છે,

બસ, કૃપા છે એની કે જિંદગી નાટક લાગે છે.

૭. દોસ્તીની મહેરબાની ગમે છે.

સરિતાની સહેલાણીને આનંદની મસ્તી કરે છે,

દોસ્ત! આમ કેમ એકદમ તુ વાત કરે છે.

દુનિયાનો છેડો કે દુનિયાના છેડે મરે છે,

દોસ્ત! આવી નિભાવવી હતી દોસ્તી કે મરે છે.

મુલાકાતની મહેફિલ જમાંવીને તુ વાત કરે છે,

દોસ્ત! આ તે કેવી વાત તુ આમ કહે છે.

નિરાશાની અણી પર તુ વિશ્વાસ મુકે છે,

દોસ્ત! તુ આ કેવા મિત્ર પર વિશ્વાસ મુકે છે.

પર્વતને ઝરણાની શોભાને તુ પ્રેમથી નમે છે,

દોસ્ત! તુ કેમ આમ દોસ્તીને નમે છે.

આદર્શ અને સંસ્કારોની સરિતા વહે છે,

દોસ્ત! તુ કેમ ખોટા વિચારમાં વહે છે.

સજાને મજાની મસ્તીનો આનંદ ગમે છે,

દોસ્ત! તારી આ દોસ્તીની મહેરબાની ગમે છે.

૮. લોકો કેમ રહે છે ઉજાગર?

મજાક મસ્તીને પ્રમને ક્યા હોય છે ઘર?

જે જાણે છે તેને માન હોય છે ભીતર

આકાશી વાદળીને મેઘધનુસ્ય છે અધર

માનવ આમ કેમ ચાલે છે દોસ્તી વગર?

ચાલે છે લહેરોને છે સોહામણા સાગર

નથી ચાલતુ દોસ્ત તુ કેમ રહે છે દુર?

ઘણી વાતોને ઘણો પ્રેમ હોય છે અન્દર

ખોટા પ્રમના દેખાડા કરે માનવ કેમ બહાર?

જગતનુ ખાબોચિયુને શુસ્ક છે આ ઠાર

મિલનસાર બનવા લોકો કેમ રહે છે ઉજાગાર?

૯. ખસતો ગયો

જીત અને હારના ખેલમાં રમતો ગયો

ના પુછ્યો કોઇએ ભાવ કે ખસતો ગયો

મુસિબતને મુસ્કેલી સાથે લડતો ગયો

ના આપ્યો કોઇએ સાથ કે ખસતો ગયો

ઇંતજારને ઇન્કારની વાતો કરતો કે ગયો

ના ટેક્યો કોઇએ હાથ કે ખસતો ગયો

આધારને નિરાધારને દુઃખમાં મળતો ગયો

ના સામે જોયુ કોઇએ કે ખસતો ગયો

પત્થરને ફુલની જીંદગી જીવતો ગયો

ના કબરની નોધ લીધી કે ખસતો ગયો

જંગલોને ડુંગરોને મળી ફરતો ગયો

ના મળ્યો ભગવાન કે ખસતો ગયો

કબરને વળી ખબર બધાની લેતો ગયો

ના જણ્યો કોઇએ કે ખસતો ગયો

૧૦. બંગલો

હું રાજકારણી,

માંરુ એક કામ ભ્રષ્ટાચાર છે,

માંરી એક ખુશી બીજાનુ દુઃખ છે,

માંરી એક જલક અબજો ખર્ચો,

માંરી બેવફાનો બંગલો જોયો,

માંરી બગલના બચકા જોયા,

નવો બંગલો માંરો ભ્રષ્ટાચારનો,

હું રાજકારણી,

તમે, મને ઓળખ્યો...

૧૧. પરંતુ

દરેક વાતમાં, દરેક રાહમાં પરંતુ;

દરેક સહકારમાં, દરેક સંઠનમાં પરંતુ.

દરેક પ્રેમમાં, દરેક સુખમાં પરંતુ;

દરેક લાગણીમાં, દરેક સફરમાં પરંતુ.

દરેક કાર્યમાં, દરેક ગમમાં પરંતુ;

દરેક દેશમાં, દરેક ધીરજમાં પરંતુ.

દરેક આત્મામાં, દરેક શરીરમાં પરંતુઃ

દરેક વિશ્વાસમાં, દરેક શ્રધ્ધામાં પરંતુ.

૧૨. મનુની સફર

જીવન

વ્યોમ કેરી જંજાળ, કુટીર થકી એ સમણું

કલબલાટ તિતલીનો, નિશા થકી એ પોઢી

સ્વર્ગ

રેણુ સરીતાની મોજ, અમ્બર હેઠળ હોય

ઉઠી જાગી મોજ ચારુ ફોગટ નહી હોય

ભગવાન

અગોચર તત્વ થકી, મનુ હડી કાઢે

ભાગોળ સેતુ પ્રમાંદ, એ ગડમથલ કરેન

નેતા

કરમનુ કથીર જિદ્દીનુ દામ કાયર

નિદર્શક ફાડ સંકટની નાખે નીંદર

ભોગવવું

વિપ્ર ધોરી ધોરીયો ધાર્યુ એ કરે

કસર ન છોડી કારમાં ઘા મનુને

મૃૃત્યું

નઠારા એ કાજ ઇસુ ન મલે જ

મનુ પોઢયા ચીર નીંદર થકી એ આજ

૧૩. માનસ ચિત્રાયો છે

પાચ સાત માનસોની વચ્ચે ગુચવાયો છે

રહેવા દો સંઘર્શની વાતો તુ કચવાયો છે

જીવનની આ તારી જુદી રીત છેતારી

એ રીતમાં તુ અટ્‌વાયો છે

તારા કુટુમ્બમાં તુ જ રઘવાયો છે

ખુદા એ તને જ અજમાંવ્યો છે

જીવન એવુ જિવી જાતુ

જાણે માનવી તારી કદરમાં જ તુ ગંથાયો છે

મહેક નથી માનસની જીંદગીમાં

અફવાઓમાં માનસ ચિત્રાયો છે

૧૪. રાજકારણ

ભલે હોય દેશ રાજકારણનો

પણ આ રંગનુ વિશ્વ અમાંરુ

ભલે આ રંગનુ વિશ્વ અમાંરુ

પણ આ લાગણીની દુનિયા અમાંરી

ભલે હોય દેશ સ્વાર્થનો

પણ આ પ્રેમનુ જગત અમાંરુ

ભલે હોય દેશ ખરાબ વ્યક્તિનો

પણ આ સાચા વ્યક્તિનો ભારત અમાંરો

ભલે હોય દેશ અમીરોનો

પણ આ ગરીબોની દુનિયા અમાંરી

ભલે હોય દેશ જીંદગીનો

પણ આ શ્વાસનુ વિશ્વ અમાંરુ

ભલે હોય દેશ વિચારોનો

પણ આ પુસ્તકોનો દેશ અમાંરો

૧૫. માનવ બદલાયો છે

તમે તમાંરો જિવનનુ લક્ષ્ય રાખજો,

આગળ વધો એવુ વર્તન રાખજો

મહેનત તમાંરી જીંદગીનુ મહત્વ છે,

કોઇ કામ આપે એવા સંબંધ રાખજો

પાછળ જવા માંટે એક જ વેણ કાફી,

કુવામાંથી બહાર કાધે એવો મિત્ર રાખજો

લોકોમાં આજે માનવતા મરી ચુકી,

પણ તમે પ્રભુને સાથે રાખજો

લોકો કહે છે આજે જમાનો બદલાયો,

માનવ બદલાયો તેમ કહે તેવો માનસ રાખજો

૧૬. માં

માં

પ્રેમનો સાગર

ગુણનો ભંડાર

માં

લાગણીની દુનિયા

પ્રભુની મૂર્તી

માં

સોનાનો ખજાનો

ચાંદીનો રણકાર

માં

જીંદગી બક્ષનાર

જીવ આપનાર

માં

સુખની દુનિયા

સ્વર્ગનો માંર્ગ

માં

વિશ્વાસને પાત્ર

શાહીનો ખડિયો

માં

દુઃખ સહન કરનાર

આનંદ આપનાર

માં

ફુલની સુગંધ

અમૃતનો પ્યાલો

માં

સંસારની મિઠાઇ

આપત્તિ હરનાર

૧૭. મનની વ્યથા

અમાંરા હસતા ચેહરા તમે જોયા છે

અમાંરી હસી બહારનો દેખાવ હોય છે

દીલની ભીતર આર્ત ખજાનો છુપાયો

દીલને ચીરીને ક્યા કોઇએ જોયુ છે?

હસતો ચહેરો ભીતર આર્ત સમાંયા

હસીને અમે રડનારા ચહેરા છીએ

મનની વ્યથા કોઇએ ક્યા અજાણી છે

ખુદાએ પણ અમાંરા આર્ત જાણે છે.

રડનારા બહાર નથી હોતા ક્યારેય

દીલમાંથી ધારા વહ્યા જ કરે છે.

૧૮. વાતો કરાય છે

જ્યારે સચ સામે મીટ મંડાય છે

ત્યારે જુથના સો ખેલ ભુસાય છે

જ્યારે આયના સામે મીટ મંડાય છે

ત્યારે અન્ધારાની વાત મહેકાય છે

જ્યારે દીલની વાત સાથે મીટ મંડાય છે

ત્યારે ખુશી સાથેની વાતો કરાય છે

જ્યારે એક તરફી મીટ મંડાય છે

ત્યારે ખેલોની જીંદાદલી જોવાય છે

જ્યારે મુલાકાતની મીટ મંડાય છે

ત્યારે વાતોના વાવડો ખંખેરાય છે

૧૯. પ્રેમ દીલથી થઇ જાઇ તો એમ બને

આયનો પત્થરથી ના તુટે એ કેમ બને?

મુકવામાં આવે પ્રેમથી તો એમ ના બને.

મનની વાતો સાંભળી શકાય એ કેમ બને?

જોરથી બોલવામાં આવે તો હોથોથી તો એમ બને

ચહેરો દેખાવડો રહે વૃધ્ધે એ કેમ બને?

મળે જો ફરી અઢારનુ વર્ષ તો એમ બને.

બાળક મારથી માને એ કેમ બને?

પ્રેમથી મારવામાં આવે તો એમ બને.

પ્રેમની રાહ વર્ષો સુધી જોવી એ કેમ બને?

પ્રેમ હોય તો પ્રેમ રાખવામાં આવે તો એમ.

બંને નજરથી નજરના ઝુકે એ કેમ બને?

શરમથી શરમ આવે તો એમ બને.

અન્યના દીલની રાહ જોવી એ કેમ બને?

પ્રેમ દીલથી થઇ જાય તો એમ બને.

૨૦. રમત રમી ગયા

વિજળીના ચમકારાની મંફક આવ્યા દીલમાને

ખબર પણના પડી કે દીલ સાથે રમત રમી ગયા

આકાશી ઉંચા વાદળોના સ્વપ્નો આપી ગયાને

ન સમજાણુ એ પેલી વાતમાં રમત રમી ગયા

સુકી ધરતી પર માેંસમની સાથે વરસી ગયા

હરિયાળી ધરતી બનાવી મન સાથે રમત રમી ગયા

ના ઓળખ્યા ના જાણ્યાને પાછા ચાલ્યા ગયા

શુ વાત કરુ કે નયનો સાથે રમત રમી ગયા

દીલાસા આપ્યાને અમે વધારે આપતા ગયા

રાહ જોઇ તમાંરીને રસ્તા સાથે રમત રમી ગયા

ઘણા મળ્યાને ઘણી વાતો બે ઘડી કરતા ગયા

મનાવી લીધુ દીલ કે પ્રેમમાં રમત રમતા ગયા

શુ ખબર કે આપી આપીને દર્દ આપતા ગયા

આવ્યા તરસ્યા દીલે અમ જોડે રમત રમતા ગયા

ચાન્દનીની રોશનીમાં વાતેવાતમાં ચમકતા ગયા

ખ્વાબો દેખાડી ખ્વાબ સાથે રમત રમતા ગયા

પેન ઉપાડી પ્રેમથી દીલ પર નામ લખતા ગયા

ન ખબર પડી કે ખાણથી ગહન ઘા ની રમત રમતા ગયા

૨૧. ફુલો દેખતો જાવ છું

ચહેરાઓના સ્મિતમાં અટવાતો જાવ છું

કેમ આમ બને છે કે ખુદને ભુલતો જાવ છું

નસીબને સન્માન આપી વધતો જાવ છું

કેમ આન બને છે કે પાછેળ હટતો જાવ છું

ઘણા દોરાધાગા કરી બીજાને હેરાન કરતો જાવ છું

કેમ આમ બને છે કે જાતને માંરતો જાવ છું

કાયમ માંટે કળીને ફુલ જોતો જાવ છું

કેમ આમ બને છે કે સીધા ફુલો દેખતો જાવ છું

સાગર કિનારે નૌકા લાંગરતો જાવ છું

કેમ આમ બને કે મધદરીયે રહી જાવ છું

કફન કબરને રોજરોજ મળતો જાવ છું

કેમ આમ બને છે કે યમરાજને મળતો જાવ છું

અપમાન સાથે વાતોને કાઢ તો જાવ છું

કેમ આમ બને છે કે દીલથી યાદ કરતો જાવ છુંં

૨૨. શુ એ લાગણી છે?

દીલથી બોલી આવજો, ઘરે બોલાવે છે

ન માન સંમાન આપે તો શુ એ લાગણી છે?

સમયને સાચવવા માંટે હા પાડે પ્રેમથી

બહાનુ કાઢી પાછા કાઢે શુ એ લાગણી છે?

નસીબને દોશ દેતા પ્રેમ બતાવે છે

ન બોલાવે તો શુ એ લાગણી છે?

નજીકમાં જ રહે કહી દરવાજા સુધી બોલાવે છે

આંગળી પણ ના ચીંધી શકે શુ એ લાગણી છે?

પોતાની દુનિયામાં મલકતા ભટકતા રહે છે

બીજાને ના સમજી શકે તો શુ એ લાગણી છે?

૨૩. શાંત સમીરે

શાંત સમીરે માનસ કેટલો નરમ હોય છે?

કોને ખબર વાતો કેટલી ગરમ હોય છે?

ઉપડે છે માનસ એકાદ ત્યારે કલમ હોય છે

બાકી છે ઘણુ સઘળુ ત્યારે મરમ હોય છે

દેખાતુ નથી ત્યારે બધુ જ ખતમ હોય છે

સમજાતું નથી એક યાદ સનમ હોય છે

ભલે હોય છે સુસવાટા, સંગમ હોય છે

શોધાય છે શાંત પલ ત્યારે નગમ હોય છે

ઉડતી નજર હોય છે ત્યારે સંગમ હોય છે

શાંત સમીરે યાદ જ્યારે લગામ હોય છે

૨૪. વિદાયનો સમય આવી ગયો છે

અંતરની વાતોના અંતનો સમય આવી ગયો છે

હવે,ચહેરાઓની વિદાયનો સમય આવી ગયો છે

અંતરના વહાલને છોડવાનો સમય આવી ગયો છે

હવે,લાગણીની વિદાયનો સમય આવી ગયો છે

અંતરમાં રહેલ દીલથી દુર થવાનો સમય આવી ગયો છે

હવે,હૈયાની વાતોની વિદાયનો સમય આવી ગયો છે

સંજોગોના સાથમાં સહેવાનો સમય આવી ગયો છે

હવે,વિયોગમાં વિરહની વિદાયનો સમય આવી ગયો છે

સલામ સન્માન સાથનો સમય આવી ગયો છે

હવે,વમળમાં વહેવાની વિદાયનો સમય આવી ગયો છે

સાથ આપી સાથ લેવાનો સમય આવી ગયો છે

હવે,વચ્ચે જ વિવાદની વિદાયનો સમય આવી ગયો છે

અંતરની અમાનત બહર કાઢવાનો સમય આવી ગયો છે

હવે,અમાનતને સોપી વિદાયનો સમય આવી ગયો છે

૨૫. દોસ્ત તારા માનમાં

જેમ મળે છે બે રાસ્તા તેમ મળ્યાતા વાટમાં

ન્હોતી ખબર કે સમાંવશુ એક્બીજાને હૈયામાં

હતી દોસ્તીની શરુઆત એકબીજાના વાક્યમાં

ભુલા પડેલાને કેમ રસ લાગ્યો એકબીજાના ફકરામાં

શરુઆતમાં થઇ હશે બે ચાર વાત એકબીજાની મુલાકાતમાં

ન્હોતી જાણ કેમ આમ થવા લાગ્યુ છે એક્મેકના મનમાં

જ્યારે હોય છે દોસ્તી એકબીજાના રંગની તનમાં

ત્યારે લોકો કેમ જુદા પાડવાનુ વિચારે છે વાતે વાતમાં

તોડે છે જેમની ખુશીઓ ખુદ રોળાય જાય છે

જ્યારે કોઇની દોસ્તી ખુદ બરબાદ થાય છે

તોડવા કોઇ આવશે દોસ્તી તો છીએ નશામાં

પછીના કહેતા કે કેમ આવુ બને છે નિશામાં

ટહુકામાં સમ્ભળાય છે જો ને કોયલના સવારમાં

તિમિર ઝાખુ દેખાતુ મહેફિલ જામે છે દોસ્તીની સાંજમાં

સજાવેલ છે કેટલાય શમણાઓ નવરંગમાં

દોસ્તીનો પેગામ ભેજ્યો છે દોસ્ત તારા માનમાં.

૨૬. અહી મુકી ગયો

બસ, હું જીવનમાં એક વ્યવહાર ચુકી ગયો

ત્યારથી હું જીંદગીની મોજ મુકી ગયો

રહી જશે યાદ તો એ પલ લુટી ગયો

દર્દ થશે યાદનુ તો દીલથી તુટી ગયો

જીવનમાં આવેલ દરેક કંટકો હુ ચુટી ગયો.

કોણ કહે છે હું મખમલી પુષ્પોને ચુમી ગયો

જીંદગીમાં આવેલ દરેક ખિશીને હું થુકી ગયો

ઉડતા આવેલ કોઇના ઘા થી હું રુકી ગયો

૨૭. યાદ આવે છે

ચાંદ અને સિતારાની દોસ્તી યાદ આવે છે

બે ઘડી મિલનની વાતો યાદ આવે છે

અમાંસ અને પૂનમની દોસ્તી યાદ આવે છે

આપેલી પ્રેમની મુસ્કાનો યાદ આવે છે

ધરતી અને આકાશની ક્ષિતિજ યાદ આવે છે

ખેતરોની હરિયાળીની પળો યાદ આવે છે

ઉનાળો અને ચોમાંસાની સુરભી યાદ આવે છે

જીંદગીભરની બે ઘડીની ખુશીઓ યાદ આવે છે

નયન અને નજરની કમાલ યાદ આવે છે

કમાલની બનેલી ધમાલ યાદ આવે છે

વસ્તુ અને ભાવની મસ્તી યાદ આવે છે

અન્ધારામાં ડરની વાતો યદ આવે છે

અણધાર્યા બનેલા બનાવોની યાદ આવે છે

વિખુટા પડ્યા એ દિવસ યાદ આવે છે

૨૮. ખુદને ગળે આવી ગયો છું

એમ તો કેમ માનુ કે દોસ્તી મેળવી ગયો છું

જુદા પડ્યા ત્યારથી ખુદને ભુલી ગયો છું

એમ તો કેમ કહી શકુ કે દોસ્તી જમાંવી ગયો છું

દીલના દર્દમાને દર્દમાં ખુદને નિભાવી ગયો છું

એમ તો કેમ વિચારુ કે દોસ્તી ધપાવી ગયો છું

દોસ્ત એકએક વાતમાં હું મુજને નચાવી ગયો છું

એમ તો કેમ વાત કરુ કે દોસ્તી મનાવી ગયો છું

દોસ્ત ગમમાને ગમમાં ખુદને વિતાવી ગયો છું

એમ તો કેમ જોવ કે દોસ્તી રિઝાવી ગયો છું

દોસ્ત દોસ્તીમાને દોસ્તીમાં ખુદને ગળે આવી ગયો છું

૨૯. કેમ આવુ બનતુ હશે

હોય છે કેટલીય યાદો રંગમાં

કેમ આવુ બનતુ હશે સંગમાં?

ગગનનો અંધકાર રહે છે આંખમાં

કેમ આવુ બનતું હશે તહેવારમાં?

આવતી હોય છે દીવાળી વર્ષમાં

કેમ આવુ બનતું હશે તહેવારમાં?

સ્ફુર્તી વધે છે જ્યારે અંગમાં

કેમ આવુ બનતું હશે પ્રસંગમાં?

સુસવાટા હોય છે જ્યારે પવનમાં

કેમ આવુ બનતું હશે પળવારમાં?

મેઘધનુશ્ય બનતું રહે છે આકાશમાં

કેમ આવુ બનતું હશે વરસાદમાં?

ગાડી પાટા પરથી ઉતરે છે ચર્ચામાં

કેમ આવુ બનતું હશે નયનમાં?

સુન્દર વળાકો મુકાય છે હાથમાં

કેમ આવુ બનતું હશે મહેન્દીમાં?

અનેક આફતો આવે છે જગતમાં

કેમ આવુ બનતુ હશે સંસારમાં(રમતમાં)?

નેતાઓ રૂપિયા આપે છે ખાનગીમાં

કેમ આવુ બનતુ હશે રાજકારણમાં?

અનેક મસાલા નખાય છે ભોજનમાં

કેમ આવું બનતું હશે સ્વાદમાં?

૩૦. તો વ્યક્તી ભુલાય જશે

જો જુઠને પકડશો તો સચ્ચાઇ રહી જશે

જો વિચાર કરશો તો વાત રહી જશે

તલવારના ઘા જીકવામાં આવે છે વારંવાર

જો હદયને નરમ પાડશો તો ધડકન રહી જશે

સાગરમાંં નાવ ચાલતી હોય છે પોતાની ગતીએ

જો ગતી રોકશો તો મધ દરેયે રહી જશે

કંગાળ્‌ મેહનત કરે છે માંટે અમીર ટક્યા

જો કંગાળ બેસી જશે તો અમીર લુટાય જશે

રાત પછી અચુક દિવસ આવે છે

જો પૃથ્વી રોકાશે તો રાત રહી જશે

વહેતા ઝરણામાં હોડીઓ મુકવામાં આવેજો

ઝરણા બંધ પડશે તો હોડીઓ તુટી જશે

જગતમાં માનવ મહેરામણ ઉમટી પડે છે

જો માનવ નાશ પામશે તો જગત ખાલી થઇ જશે

વાતોના વાવડો આમતેમ ઉડ્યા કરે છે

જો જુથ દેખાય જશે તો સત્ય બહાર આવી જશે રહે છે

એક યાદ દીલમાં કાયમ માંટે

જો યાદ વિસરાશે તો વ્યક્તિ ભુલાય જશે

૩૧. એ વાત મને ગમે છે

દોસ્ત વાત મને ગમે છે

વાત તને પણ ગમે છે

સંબંધોથી આમ તુ નમે છે

એ વાત મને ગમે છે

વતવાતમાં રમત રમે છે

લાગણીના ચીલા પાડે છે

સાચવે છે અનેક યાદોને

એ વાત મને ગમે છે

સામનો કરે છે મુસિબતોનો

વધે છે કંટકો મહિ આગળ

હાર તો નથી તુ હિમ્મત

એ વાત મને ગમે છે

રઝળે છે દુનિયામાં લોકો

આધાર આપે છે બાળને

ખુશીઓ આપે છે તારા ભાગની

એ વાત મને ગમે છેરહે છે

કાયમ ગમની આગળ

ખુશીઓ તારી રહે છે પાછળ

કહે છે ખુશ છુ દરેક વખતે

એ વાત મને ગમે છે

૩૨. કંઇક તો છે જ

આમ વાતો કરે છે,

તેમ વાતો કરે છે

આમ વાતોમાં તુ રુઠે છે

કંઇક તો છે જ

કોઇનો મનથી વિચાર કરે છે,

વિચારોમાં ખોવાયેલ રહે છે,

કેમ આમ એકાંત શોધે છે,

કંઇક તો છે જ

નવી ધરતી નવી દુનિયા,

વિશાળ પટ સેંકડો મનુ

હેરાન કરે છે બીજાને,

કંઇક તો છે જ

રહેતો હતો સાથે,

દીલથી દીલની વાતો થતી

આજે દુર છે વાતો,

કંઇક તો છે જ

વ્યોમની થાળી ભરી છે,

અગણ્ય તારાઓની

આજે નથી ટમટમતા તારલા,

કંઇક તો છે જ

ૠતુમાં વરસે છે વર્ષા,

કિસાનને મદદ કરે છે

રુઠે છે વર્ષાની રાણી

કંઇક તો છે જ

અમીરીની માેંજ ઘણી લીધી,

તનની મેહનત કરો હવે

આમ, અમીર પરસેવો પાડે

કંઇક તો છે જ

૩૩. થઇ જશે

જીંદગીમાં રચેલી અનેક મુલાકાતોમાં

સાથે રહેવાથી વિશ્વાસ થઇ જશે

યાદમાં મળી જશે મહેફિલોનો સાથ

તો જીવનનો અજવાસ થઇ જશે

તલપાપડ બને છે હદયને જાણવા

એથી વાતનો આભાસ થઇ જશે

સલામત નથી આ દુનિયામાં જીવન

એ વાતનો બકવાસ થઇ જશે

મળે છે જ્યારે બે પારેવા આમને સામને

સમય વીતી ગયા પછી આવાસ થઇ જશે

જીંદગીનો આધાર માને છે દુનિયા જેને

એ જિન્દગને સમજી કૈલાસમાં થઇ જશે.

૩૪. છે ને નિરાલી છે

હવે, જીંદગીમાં મમતા છે તમાંરી મન્નત છે

મસ્તી છે મજાકત છે માૈંન છે ને માેંત છે

હવે, જીંદગીમાં મુરત છે ખુદાની મજાકત છે

મમતા છે મસ્તી છે મજાકત છે ને માેંત છે

તમાંરી સ્મૃતિ છે દર્પણ છે ચાંદની છે

ચહેરા પર મુસ્કાન છે દીલમાં રોશની છે

મને જીંદગી પર વિશ્વાસ છે, ઇશનો આભાસ છે

બકવાસ છે અવસર છે અજવાસ છે ને ને આધાર છે

તમે અમાંરી મિલકત છો દીલની હરકત છો

દિક્કત છો ઇજ્જત છો ઇબાદત છો ને ઇબાદત છો

આપનો જીંદગીમાં દિલાર છે તમાંરો પ્યાર છે

ઇતબાર છે ખુમાર છે ધબકાર છે ને સદાબહાર છે

આપની યાદની પ્યાલી છે અમને ખુશાલી છે

ગુલાલી છે મિતાલી છે ને નિરાલી છે

૩૫. લિજ્જત છે

વિરહની વેદનાને નિભાવી જણવામાં લિજ્જત છે

સુમધુર રંગમાં પ્રેમથી માની જવામાં લિજ્જત છે

વાતાવરણની સહેલ ખુશ્નુથી માનવામાં લિજ્જત છે

અષાઢી વાતાવરણમાં મયુરને નાચતો જોવામાં લિજ્જત છે

યાદોને રોકાય જે તે યાદો તાજી રાખવામાં લિજ્જત છે

સમયને સંજોગોને વશમાં રાખી ચાલવામાં લિજ્જત છે

મહેફિલોમાં રંગતને પ્રેમથી માનવામાં લિજ્જત છે

રિસાયેલાને પ્રેમથી સમજાવી મનાવવામાં લિજ્જત છે

વ્યોમ કેરી જંજાળને મિટાવવામાં લિજ્જત છે

રોશની સિતારાઓની નિહાળવામાં લિજ્જત છે

બાનાઓ આપી નિયમાેંને પાળવામાં લિજ્જત છે

વચનને વશ થઇ સમય સાચવવામાં લિજ્જ્‌ત છે

જીંદગીની હરેક પલમાં હસતા રહેવામાં લિજ્જત છે

જીંદગીમાં પલેપલમાં અન્યને હસાવવામાં લિજ્જત છે

૩૬. નિરાલી ઓછી પડી

નસીબને શો દોશ દેવો નવા રુપમાં

સામે ઉભી છે મુશ્કેલી નવા રંગમાં

સાગરમાં ઉછળે શી આકાશી ઉંચી લહર

મળ્યા છો તમે કેવી રુડી છે આ સફર

ચાલ્યા ગયા રસ્તા પરથી ઓ રાહબર

જુએ છે એ રસ્તાઓ વાટ તમાંરી ઉમ્રરભર

દીલ અને હદય વચ્ચે કોઇ છેડી નથી

એટલે જ કહે બધા તેની કોઇ કેડી નથી

બે ઘડી કે બે પલમાં આપેલી ખુશાલી ઓછી પડી

કે આપેલી એ ખુશીઓની નિરાલી ઓછી પડી

૩૭. આજે ઘર આંગણ ગરીબ બની આવ્યા છો

આમ તો ક્યારેય અમારી કદર કરી ન્હોતી તનમાં

આજે આટલી દીલથી ખુશીઓ આપો છો શેના માનમાં

સમયને સથવારે ક્યારેય ચાલવાની હિમ્મતના કરી વાતમાં

આજે સમયસર આવી વાત કરો છો શેના માનમાં

ખુશીઓ આપવાનો વિચાર ક્યારેય આવ્યો ન હતો મનમાં

અચાનક દામનમાં આકાશી ખુશી આપી શેના માનમાં

ફરો છો કાયમ એકલા અટુલા આમતેમ બજારમાં

આજે અમાંરી સાથે રહેવાનો વિચાર આવ્યો શેના માનમાં

રહો છો કાયમ અમીરીના દબદબામાં

આજે ઘર આંગણ ગરીબ બની આવ્યા છો શેના માનમાં