તણખા VANDE MATARAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તણખા

તણખા

૧] જો તમે સમયનો ઉપયોગ નહી કરો તો સમય તમારો ચોક્કસ ઉપયોગ કરશે.

૨] નિરશાવાદી લોકોની વચ્ચે જીવવા કરતા નિષ્ફળ છતા આશાવાદી લોકોની સાથે જીવવુ વધુ ફાયદાકારક છે.

૩]સંત બનીને ભગવાન મેળવવા કરતા

સંસારના લોકોની સાથે રહીને ઇશ્ર્વર

વધારે સરળતાથી મળે છે, કેમ કે જો સંસારીક

સુખ અને શરીર સુખ મેળવવાથીભગવાન ન મળતા હોત તો નરસિંહ અને સુદામા

એ સંસાર માંડ્યો જ ન હોત.

૪] માતાનું હાલરડુ એ ભગવાન શ્રી કૃષ્ણનો ૧૧ મો અવતાર છે કેમ કે બાળક ભગવાનની સાક્ષાત અનુભૂતી કરતા નિરાંતે સૂઇ જાય છે.

૫] માતા પિતાની સેવા કરવામા ભલે શ્રવણ ન બની એ

પણ શ્રવણ જેવા બનવાનો પ્રયત્ન તો કરીએ.

6] જ્યા આપણુ કશું ચાલે તેમ ન હોય ત્યા કાગડાની જેમ કો-કો કરવા કરતા

કોયલની જેમ ટહુકો કરી આપણી હાજરી નોંધાવવી વધુ હિતાવહ.

૭] મહાન બનવાના પ્રયત્નમાં કયાંક રાવણ ન બની જઇએ તેનું ધ્યાન રાખવું જોઇએ.

૮] પ્રસિધ્ધ થવા કરતા જિંદગીમા સિધ્ધ થવું સારુ અને સાચું છે.

૯] કોઇ માણસ કશું ન બોલે તેનો અર્થ એ ન સમજવો કે... એ ગાંડો છે કે તેને કશી ખબર પડતી નથી.

૯] કોઇ વ્યક્તી જ્યારે પોતાની જાત વિશે ફાંકા મારતુ હોય ત્યારે આપણે સજ્જન બની તેની , હકીકત તેને સંભળાવ્યા વગર ચુપચાપ સાંભળવાથી એ વ્યક્તી કેટલામાં છે તેનો ખ્યાલ આવી છે.

૧૦] મહાન બનવાના પ્રયત્નમા ક્યાંક રાવણ ન બની જઇએ તેનુ ધ્યાન રાખવુ જોઇએ.

૧૧]દુ;ખનો દેખાડોને વિચાર કરવાને બદલે

આપણા દુ:ખનો નિવેડો લાવવાનો પ્રય્તન કરવો જોઇએ.

૧૨] ધોળી ચામડીવાળા કુબુધ્ધિના માણસની સંગત કરવા કરતા કાળી ચામડીવાળા સદબુધ્ધિવાળા માણસની

સંગત ચંદન સમાન છે.

૧૩] સ્ત્રીની સૌથી પહેલી અને છેલ્લી સૌથી મોટી અને નાની,સૌથી વધારે ઇર્ષાવાળી અને અભિમાની સમસ્યા એ છે કેબીજી સ્ત્રી તેના કરતા વધારે સુંદર ન હોવી જોઇએ.

૧૪] પાડોશીને રુપિયાવાળો થતા જોઇ દુ:ખી થવાને બદલે ખુશ થવુ જોઇએ.

કેમ કે તે આપણી પાસે ઉછીના લેવા કે ચોરી કરવા નહી આવે.

૧૫] આપણા વિચારો આરસની તખતી ઉપર ત્યારે જ ખાય છેજ્યારે તે સારા કરતા સાચા વધારે હોય.

૧૬] આપણી ઇર્ષા અને અભિમાનથી મનને દુ:ખી કરવા કરતા મીઠી બોલીથી મનને પવિત્ર રાખવુ જોઇએ.

૧૭] સાચા મિત્ર જેવો કોઇ સાથીદાર નથી અને સાચા મિત્ર જેવો કોઇ દગાવબાજ નથી.

૧૮] આપણા દોષોને રોજ મન વડે વાચવાથી આપણા દોષો ઓછા થઇ જાય છે

૧૯] કેરી જેવા મિઠા ન બનીએ તો કાઇ નહી પરંતુ

વડલા જેવા ઘટાદાર બની બીજાને છાયા આપીએ.

૨૦] અત્યારે લોકોના મકાન સ્વચ્છ છે અને ઘર શણગારેલા છે પણમન અસ્વચ્છ અને દીલ બેહાલ છે.

૨૧]કોઇ વ્યક્તિ કે કોઇ વ્યક્તિના જીવન ચરિત્રને સમજતા કે વાંચતા પહેલા પોતાની જાતને સમજવી અને વાંચવી જોઇએ.

૨૨] અન્ય લોકોની ઇર્ષા કરવા આપણે જ્યા ખોટા હોઇએ

ત્યારે પોતાની જાતની જ ઇર્ષા કરવી જોઇએ તે સુધરવાનોસરળ ઉપાય છે.

૨૩] ઘણું વાચવા કરતા થોડું અને સમજીને વાંચવુ જોઇએ.

૨૪] દોડીને પડી જવા કરતા ચાલીને મુકામે સરળતાથી પહોચી શકાય છે.

૨૫] છેતરપિંડી કરનારને એ ખબર નથી કે પોતે પણ પોતાની જાતને છેતરીને જ બીજાને છેતરાવે છે.

૨૬] જીવન વ્યર્થ કરવા કરતા રોજ એક જીવને મદદ કરવાથી પણ પુણ્ય મળે છે.

૨૭] આજે આપણી જરુરિયાત એટલી બધી વધી ગઇ છે કે આપણી જાતની કિંમત કરતા જરુરિયાતની વસ્તુની કિંમત વધારે છે.

૨૮] કોઇ માખણ લગાવીને છેતરે તેના કરતા મોઢે કહી દે ‘તુ નથી સારો’ એ માણસ શ્રેષ્ઠ છે.

૨૯] સતત કોઇ સ્વતંત્ર વ્યક્તિને આદેશ આપવામાં આવે તો એ રીઢો ગુનેગાર બની જાય છે.

૩૦] જે ખૂબ જ જડપથી ગુસ્સે થાય છે તે વ્યક્તિ પોતાના સારા કામને પણ ખરાબ કરી દે છે.

31] શિક્ષણ એક એવી પ્રક્રિયા છે જે સમાજના લોકોને બાળકોને સ્ત્રીને પુરુષને સામાજીક આર્થીક અને વ્યવહારીક રીતે સક્રિય બનાવે છે.

૩૨] માનવીને ઉચ્ચ વિચારો તેને સફળતા અપાવે છે જ્યારે નિમ્ન વિચારો નિષ્ફળ બનાવે છે આથી ધ્યેય ઉચ્ચ રાખી સારું વિચારવુ જોઇએ.

૩૩] આત્માને શુધ્ધ રાખવા પૂજા અર્ચનાની નહી પરંતુ ઇર્ષા દ્વેષ દૂર કરવાની જરુર છે.

૩૪] ઉત્સાહી માણસ બીજાને ૧૦૦ ઉત્સાહ જગાડે છેઆળસુ માણસ એક ઉત્સાહને પણ નિષ્ફળ બનાવે છે

૩૫] જો સારી નિંદર કરવી હોય તો આપણે સત્કર્મ કરતા રહેવુ જોઇએ.

૩૬] મૌન રહેવુ એ ઉત્તમ ગુણ છે પરતું મૌન રહી જાતને નુકસાન પહોચાડવા જેવો બીજો કોઇ અવગુણ નથી.

૩૭] સંપતિ વસ્તુ ચોક્કસ આપે છે પરંતુ સંપતિ સુખ શાંતિ અને પ્રેમ આપે એ વાતમા માલ નથી.

૩૮] અન્યની નિંદા કરવાથી આપણા પુણ્યનો ખજાનો ખૂટે છે સાથે સાથે જેની નિંદા કરીએ તેના પાપ પણ ધોવાય છે.

૩૯] જે કાર્ય કરતા પહેલા એમ થાય કે આ ખોટુ થાય છે તે કામ ન જ કરવુ.

૪૦] બગીચાના સુંદર પુષ્પો મનમાં વસી ગયા બીજાની લાગણી દુભાવતા પહેલા ત્યાથી ખસી ગયા

૪૧] શિક્ષક દરિયા સમાન છે જો તેને માન સમ્માન ઇજ્જત આપવામા આવશે તો એ કોહિનૂર ઉભા કરશે.

૪૨] સુંદર વસ્તુને સર્વ શ્રેષ્ઠ માની લેવાની ભૂલ ન કરવી

એ મેનકા જ હતી જેણે વિશ્વામિત્રની તપસ્યા ભંગ કરાવી.

૪૩] જિંદગીમા ચાહે ગમે તેટલી મુશ્કેલી આવે પણ એ મુશ્કેલીઓ એવી નથી હોતી કે જેનો કોઇ ઇલાજ ના હોય .

૪૪] કામ વગર ના દિવસો ન કામા છે શ્વાસ વગરની જિંદગી ન કામી છે.

૪૫] હંમેશા મુશ્કેલી જોય હારી જવા કરતા એ વિચારવુ કે ખોરાક મેળવવા કરોળિયાને રોજ નવું જાળુ બનાવવું પડે છે.

૪૬] મને એવુ લાગે છે કે લોકો વ્યર્થ બીજાને સમજવાનો પ્રયત્ન કરે છે એકવાર પોતાની જાત ને પ્રેમ કરી સમજવી જોઇએ.

૪૭] નસીબ ત્યા જ કામ કરે છે જ્યા પરિશ્રમ આશા અને શ્રધ્ધા હોય છે.

૪૮] શાંતિ પામવા માટે કુદરતની રચના નિહાળવી જોઇએ.

૪૯] માણસ જ્યારે લાંબી મુસાફરી કરે ત્યારે થાકે છે પણ એ મુસાફરીમાં જો ઇર્ષા ભળે તો ફ્રેશ થઇ જાય છે.

૫૦] જે માણસને મનની શાંતી છે તે દુનિયાનો રાજા છે.

૫૧] જો મનને અંકુશમા રાખવામા નહી આવે તો

એ બ્રેક વગરના વાહન જેવુ બની જાશેતે ઍક્સિડન્ટ કર્યા વગર નહી રહે.

૫૨] ઉચાઇ એ પહોચ્યા પછી ડુંગરો પણ નાના લાગે છે અને મન ગર્વ થી ઉભરાય છે હુ જ જગતમા મોટો છુપણ એ જ ખ્યાલ ખોટો છે.

૫૩] જે માણસ ગ્નાની છે તે દરેક બાબતને પ્રેમથી શાંતીથી અને દીલથી વિચારી ડગલુ ભરે છે.

૫૪] હાસ્ય એ જીવનનો એક રંગ છે જે દરેક દુ;ખમા ભળ્યા પછી મન અને દિલ હળવા કરી દે છે.

૫૫] અહિંસા માર્ગ શ્રેષ્ઠ છે .. પણ કોઇ વ્યક્તિને બોલી બોલીને બાળવું એ એક હત્યા જ છે.

૫૬] ખુશીથી જિંદગી છલકાય છે જિંદગીથી માણસ મલકાય છે.

૫૭] શાંતિના મિઠા મધુરા ફળ પામવા મૌન રહેવુ જરુર છે.

૫૮] પ્રેમ કરવો એ ગુનો નથી કેમ કે પ્રેમ એ ઇશ્વરનુ અર્પણ કરેલુ સોપાન છે જે દુઃખમા લોકોને જોડે છે.

૫૯] સાચો કલાકાર એ જ છે જે જિંદગીના બધા જ કંટકોને ઉખાડી ત્યા ફૂલ બીછાવે છે.

૬૦] બીજાને પાપી કહેતા વિચારવું કેમ કે કોઇને પાપી કહેવું એ પણ એક પાપ જ છે.

૬૧] ધ્યેય મેળવવા માટે પરિશ્રમ કરવો એ શ્રેષ્ઠ બાબત છે અને ધ્યેય મેળવી અભિમાન ન કરવુ એ સર્વશ્રેષ્ઠ બાબત છે.

૬૨] ભૂલો પડતી જાય તેમ માણસ શીખતો જાય શીખતો જાય તેમ અનુભવ થાતો જાય અનુભવ થાતો જાય તેમ માણસ ધ્યેય ને પહોંચતો જાય.

૬૩] માણસ રહે છે તો ઘરમાં પણ મનથી એ છે સપનામાં.

૬૪] પક્ષીને માળો કરોળિયાને જાળુને માણસને ઘર મળી રહો...

૬૫] એક્ની પાછળ જેમ શૂન્ય વધતા જાય તેમ માણસની લાગણી પણ શૂન્ય બનતી જાય છે.

૬૬] સૌથી મોટી મૂડી બીજાના સુખને પાટું ન મારવું એ જ છે.

૬૭] જિંદગીમાં આપણે યોગ્ય તક ક્યારેક ઉભી થાય છે જેથી કોઇ પણ સંજોગોમાં તેનો લાભ ઉઠાવવો જ જોઇએ.

૬૮] ફૂલો ચુંટવા જતા કાટા વાગે છે ધ્યેય મેળવવા જતા આફત આવે છે.

૬૯] ક્ષમા એ હદયમાંથી પસાર થતી એવી કે કેડી છે જ્યા ફૂલો સિવાય કશું દેખાતુ નથી.

૭૦] કુદરત અવસર આપે ત્યારે સવાલો ઉભા કરવા કરતા પરિશ્રમ કરવો જોઇએ.

૭૧] ખુશ રહેવાથી જિંદગીનો એક દિવસ ચોક્કસ વધશે.

૭૨] હસોને સામેવાલાના હદય સુધી પહોચો.

૭૩] હું કોઇના પણ વિચારો સાથે બંધાયેલ નથી કેમ કે કોઇના વિચારો બીજા માટે શ્રેષ્ઠ જ હોય તે જરુરિ નથી.

૭૪] સાચું કહેનાર દુશ્મન હોય તો પણ તેનો આભાર માનવો કેમ કે તેણે સત્યનો માર્ગ બતાવ્યો.

૭૫] મનનુ ગમવુ અને દીલને નમવુ એ બાબત જ પ્રેમ છે.

૭૬] મનને ગમવુને અને દીલને ગમવુ એ બાબત ઉતર દક્ષિણ જેવી છે

કેમ કે મનને ગમતી બાબત દીલ સ્વીકારતું ન પણ હોય તેવું બને.

૭૭] સાદાઇથી જીવવુ એ એક ગુણ છે પણ આજે ફેશન સામે જુકવુ એ જ અવગુણ છે.

૭૮] માનવી એ બધી જ શોધ કરી પરંતુ માણસને કેમ જીવાય એ શોધ કરવાનુ રહી જ ગયુ.

૭૯] કેવળ સુખ મેળવવા માટે બીજાના આત્માને તડપાવવો ન જોઇએ

૮૦] એક દિવસ બગડે તેનો અર્થ એ નથી કે જિંદગી બગડી.. એમ એક વખત નિષ્ફળતા મળે તેનો અર્થ એ નથી કે આપણાને નિષ્ફળતા જ હાથ લાગ્યા કરશે.

૮૧] આશા કદી છોડવી નહી અનેશ્રધ્ધા કદી ડગાવવી નહી એ જ

પૃથ્વી પરનો સાચો કલાકાર .

૮૨] કોઇ સાચી સલાહ આપતું હોય ત્યારે પાત્રનહી પરંતુ તેના શબ્દોની પાત્રતા જોવી જોઇએ.

૮૩] પરિશ્રમ વગર તો રામ અને શ્યામને પણકશું ન તું મળ્યુ તો આપણે તો કાળા માથાના માનવી છીએ.

૮૪] મનુષ્ય જો મનુષ્ય ની જેમ જીવતા શીખે તો મૃત્યુ પેલા સ્વર્ગ ની કલ્પના કરવાની જરુર જ ન પડે.

૮૫] માતૃભાષા એ માતાના ધાવણ જેટલી જ કિંમતી છે કેમ કે બાળક ની કિલકારી માતાના અવાજ થી જ ગૂંજી ઉઠે છે.

૮૬] અભિમાન કરવાથી માન મળતું નથી કે સ્વમાન.

૮૭] સ્વામાન જેવું બીજું કોઇ માન નથી.

૮૮] આખા વર્ષમાં ૧૦ પેઇજ વાંચવાથી પણમનુષ્ય વર્ષ જ્તા એક સંસ્કાર શીખે છે.

૮૯] હિમ્મતથી કામ લેવું જોઇએ પણ કામમાં બળ નહી કળ પણ કામ આવે એ યાદ રાખવુ જોઇએ.

૯૦] માતાનો પ્રેમ એ પારસમણી છે.

૯૧] દરેક વાતમાં પોતાનો મત આપતા પહેલા વિચાર કરો કે કેવા લોકોની વચ્ચે ઉભા છીએ.

૯૨] જો મન પ્રસન્ન હશે તો તનમાં પ્રસન્નતા આપોઆપ પ્રસરી જશે.

૯૩] દુનિયાની મહાન પાંચ વસ્તુ

માતા માતૃભાષા માતૃભૂમિ માતૃપ્રેમ માતૃહદય

૯૪] બગીચાના ફૂલો હસીને સંદેશો આપે કરમાય ભલે જાવરોજ સવાર ખીલવા માટે જ પડે છે.

૯૫] વૃક્ષ એ દુનિયાની અદભૂત અજયબી છે.

૯૬] ઉડતા પક્ષી સંદેશો આપી જાય છેપાંખો ફેલાવો હિમ્મત આપોઆપ આવી જાય છે.

૯૭] તમામ દેવોનો વાસ ગાયમાતામાં છે એવુ કેહવાય છેપણ આજે ‘માતા’ જ બેહાલ છે.

૯૮] ખરાબ કામ કરતા પહેલા આંખો બંદ કરી પોતાની જાત પર આવનાર સંકટ ને નિહાળવું જોઇએ.

૯૯] એવી કલ્પના કરવી જે દુઃખ – દર્દ ભૂલાવી એક નવો રસ્તો બનાવવા પ્રેરણા આપે.

૧૦૦] આશા કોહિનૂર સમાન છે જે મનુષ્યને અકલ્પ્ય શક્તિ અનેક વિશ્ર્વાસ આપે છે

૧૦૧] દુઃખ આવે એટલે લાસ્ટ વિકના પન્ના જોવા જોઇએ કશેય કોઇની ઇર્ષા કરેલી કોઇને દુઃખ આપેલુ.

૧૦૨] ખુબ વિચારવુ પછી બોલવુ એવુ બોલવું જે પ્રિય લાગે પ્રિય લાગે તેને ન દુભાવવું.

૧૦૩] દરેક ઇર્ષાળુઓ હંમેશા પોતાની જાતને શ્રેષ્ઠ બતાવવા બીજાને ઉતરતી કક્ષાના બતાવે છે.

૧૦૪] જેનુ મન અડગ છે તે પરિશ્રમ કરે છે જે પરિશ્રમ થકી આગળ વધે તે સફળતા પામે છે.

૧૦૫] જેણે તમારુ સતત ખરાબ કર્યુ છે તેની ઇર્ષા કરતા આપણે બંદ થઇ જાયે તેના પાપનો ઘડો તરત ભરાયને ફૂટી જશે.

૧૦૬] યુધ્ધોની ઉત્તમ રચના એટલે મહાભારત .

૧૦૭] સંસ્કારોની ઉત્તમ રચના એટલે રામાયણ.

૧૦૮] જિંદગીની તમામ સમસ્યાનો હલ એટલે શ્રી મદ્ ભગવદ્ ગીતા.

૧૦૯] જિંદગી જીવવાના ઉત્તમ રસ્તાઓ એટલે ચાર વેદ.

૧૧૦] ભારતનુ સર્વ શ્રેષ્ઠ સાહિત્ય એટલે રામાયણ, મહાભારત ,શ્રી મદ્ ભગવદ્ ગીતા ,ચારવેદ પુરાણ ઉપનિષદ.

૧૧૧] જે સાચા હોય છે તેને પુરાવા આપવાની જરુર નથી ધ્રુવને ક્યારેય કેહવુ નથી પડતુ કે તે ઉતર દિશા મા ઉગ્યો છેતે જ્યા ચમક્યો છે ત્યા જ બીજા એ ઉતર દિશા છે એ માનવુ પડે છે.

૧૧૨] ભાગ્ય પણ બદલાય શ્રધ્ધા થકી સફળતા પણ મળે પરિશ્રમ થકી

૧૧૩] નોટ અને બોટમા એટલો જ ફર્ક

બોટ માણસને દરિયામા ડુબાવે છે નોટ માણસને વગર પાણી એ ડુબાવે છે.

૧૧૪] પાપ નો ઘડો ભરાય પછી ચોક્કસ ફૂટે છે ફૂટે છે ત્યારે હદય ફાટ દર્દ આપે છે.

૧૧૫] વાણી અને પાણીમા એટલો જ ફર્ક

પાણી માણસ નળ ખુલ્લો રાખીને વાપરે છે

જ્યારે વાણી મોં ખુલ્લુ રાખીને વાપરે છે.

૧૧૬] પડવાની બીક રાખવા કરતા ઉભા થવાની હિંમ્મ્ત રાખીએ વાગે નહી તો કાઇ નહી પણ અનુભવ તો મળે.

૧૧૭] સમય પોતાનુ કામ ચોક્કસ કરે છે પણ ક્યારેક આપણે આપણુ કામ જરુર છોડી દઇએ છીએ.

૧૧૮] સંકટ આવે ત્યારે રોદણા રોવા અને રડવુ ન જોઇએહિંમ્મતથી કામ લઇ સંકટનો હલ કરવો જોઇએ.

૧૧૯] મૃત્યુ પછી શુ થશે? એવા વિચારવા કરતા સારા કર્મ કરવાથી એ ડર સતાવતો નથી.

૧૨૦] પૈસા વગર જીવન નિર્થક લાગે છેજીવન વગર પૈસો નિર્થક લાગે છે.

૧૨૧] ખરાબ માણસને ક્યારેય તરછોડવો નહી કેમ કે ક્યારેક નવો રસ્તો બનાવવા તેના હાથ મા પણ ફૂલ હોય શકે છે.પછી એ ફૂલ તેની જરુરિયાતના જ કેમ ન હોય

૧૨૨] માણસ પ્રત્યેક કામમાં એટલો ભય રાખે છે કે તે જીવતો હોવા છ્તા મરેલો જણાય છે.

૧૨૩] શાંત મનથી વિચારીએ તો લાગે આપણે જીવન કેટલુ કિંમતી છેછતા આપણે કેટલી દોડાદોડી કરીએ છીએ.

૧૨૪] ઇર્ષા અહંકાર સ્વાર્થ અને ગર્વ ને મહાપાપ ગણવા.

૧૨૫] પ્રેમ કરુણા કોમળતા મૃદુતા સરળતાને મહા પુણ્ય ગણવા.

૧૨૬] આજના મનુષ્યનુ જીવન કિંમતમાં ગૂંથાયેલુ છેએ દરેક વસ્તુને જોતા પેલા કિંમત અને દુકાનનુ નામ પુછશે.

૧૨૭] ભેગુ કરવુ પણ લોભ કંજૂસાયથી નહીજરુરિયાત થી.

૧૨૮] વિચાર્યા વગર બોલવુ એટલે લોટ બાંધ્યા ને શેક્યા વગર ખાવું.

૧૨૯] જેનું દીલ વિશાળ છે તેને ગરીબ કેમ કહી શકાય

૧૩૦] સાચા માણસને ફળ ન મળે ત્યા સુધી ભગવાન પણ સાંકળ વડે બંધાય જાય છે.

૧૩૧] સ્વર્ગ અને નર્ક કોણે જોયા છે? અહીં તો આપણે ભાઇ પ્રેમથી જિંદગી જીવી ખુશ રહેવાનુ છે.

૧૩૨] જે કામ શ્રધ્ધાથી થાય તે કામ પૈસાથી થતુ નથી જે કામ સમજણથી થાય તે કામ પૂરાવાથી થતુ નથી.

૧૩૩] સતત દુઃખ વિશે વિચારનાર દુઃખિયારો બની જાય છે.

૧૩૪] સજ્જ્ન અને દુજ્જન એટલે કમળ અને કાદવ.

૧૩૫] સતત પ્રશંસા કરનારથી ચેતતા રેહવુ જોઇએ.

૧૩૬] માણસની આંખોની શાંતિ ખીલેલા પુષ્પો મા સમાયેલી છે.

૧૩૭] રોજ દિવસ એટલા માટે જ ઉગે છે કે રોજ નવું વિચારવા મળે.

૧૩૮] નિરોગી સ્વાસ્થ્ય માટે બીજાની ઇર્ષા ન કરવી જોઇએ.

૧૩૯] માણસ પોતે જ પોતાનો ગુલામ છે તેને ફરજીયાત શ્ર્વાસ લેવો પડે છે આથી બીજાની ગુલામી ન કરવી જોઇએ.

૧૪૦] ખરાબ જોવાથી આંખ દુઃખી થાય

ખરાબ સાંભળવાથી કાન દુઃખી થાય ખરાબ વાસથી નાક દુઃખી થાયપણ ખરાબ બોલવાથી દીલ દુઃખી થાય.

૧૪૧] જે માણસ દરેક પળને ખુશીથી જીવે છે તે જ ખરો કલાકાર છે.

૧૪૨] સાચો કલાકાર એટલે...

જે પોતાનુ સારું કરે

જે બીજાનું સારુ કરેજે અભિમાન ઇર્ષા ગર્વ કરતો નથી.

૧૪૩] જ્યાંથી ભૂલની ખબર પડે છે ત્યાથી જ સાચી સમજણની શરુઆત થાય છે.

૧૪૪] ન સમજાય તેવુ મનુષ્યમા ઘણુય હોય છેપરંતુ તે કડાકુટ મા પડ્યા વગર આપણા કામથી જ મતલબ રાખવો જોઇએ.

૧૪૫] નથી મન માનતુ મરુ એ તરફ પગલા માંડવનું મજબુરી છે, બાકી હુ મારા ઘરનો રસ્તો પણ બદલી નાખુ.

૧૪૬] વિચારવુ તો સારુ જઇશ્ર્વર જ કરવાના છે બધુતો વિચારવુ શા માટે નબળુ.???

૧૪૭] દોસ્તી નિભાવવી તો મૃત્યુ સુધી નહિતર કોઇને વહેમ મા ના રાખવુ.

૧૪૮] સ્વમાન ખાતર જીવવુ એ ધ્યેય માટે જીવવા કરતા વધારે મુશ્કેલ છે.

૧૪૯] જે માણસ સફળતા મેળ્યા બાદ પણ અભિમાન નથી કરતો તેની સફળતા કાયમ જળવાય રહે તેવી ઇશ્ર્વર પણ કોશિશ કરે છે.

૧૫૦] બાળક એ પ્રેમનો સાગર અને વહાલનો દરિયો છેતેની પાસે ગયા પછી માત્ર મિઠાશ જ અનુભવાય છે

૧૫૧] બાળક એ ઇશ્ર્વરની અદભૂત રચના છે.