Spandan books and stories free download online pdf in Gujarati

સ્પંદન

સ્પંદન

(1)

ચલો સમાજમાં એક એવો રિવાજ બનાવીએ

એકમેકના પ્રેમને માન્યતા આપવાનો

(2)

જયારે ઘરમાં પંખા નીચે બેઠા બેઠા વાંચતા હોઈએ ને...

કોઈ પ્રિયજનની યાદ અક્ષરે અક્ષરે આવે ને વા'લા એ જ

ખરા અર્થમાં પુસ્તકો .

(3)

પ્રેમ અને સમજણ વિશે ઘણાય પુસ્તકો લખાય છે

પણ

સમજાય બહુ ઓછા ને !!!!

(4)

સંબંધોને અધૂરા છોડવા મારા વા'લા

ક્યારેક જરૂર પડ્યે કૂપળ ફૂટશે

(5)

સંબંધો આપણી અંદરની મજબૂતી માટે હોય છે

મારા વા'લા

મજબૂરી માટે નઈ

(6)

હજારો પુસ્તકોમાં પ્રેમ ભરેલો છે

પણ

સમજણ વગર તે નકામો છે

(7)

પેલો પ્રેમ મને કરું છું

તેમ છતાં કેવાય જાય છે

મારી જાત કરતા વધુ ચાહું છું

(8)

ચલ આજે દુનિયાના રિવાજને ભૂલી દિલથી એક થઈએ

દુનિયાને નહીં બદલવી આપણે ચલ

આપણે જ બદલી જઈએ ..

(9)

તું મને વિચારી શકે એટલી સરળ નથી હું

તું મારી સાથે વાત ન કરી શકે એટલી અઘરી નથી હું

(10)

મારા વા'લા જીવતો જાગતો

બોલતો ચાલતો ધબકતા હદય નો

માણસ ફરી જાય છે

એટલે તો સીસી ટીવી ફૂટેજ ની જરૂર પડે છે

(11)

ખરેખર;

મને આજ સુધી નથી સમજાયું

પ્રેમમાં દગો બે માંથી એક પણ

નથી કરતા તો

દગો કરે છે કોણ

''ત્રીજું''

(12)

પરિસ્થિતિ સામે લડતા તો

પોતાના જ શીખવે છે

મારા વા'લા

પારકાને ક્યાં ખબર હોય છે

આપણી દુખતી નસની ....

(13)

હું તને એવી રીતે પ્રેમ કરીશ કે

કાચમાં તું જોઈશને હું દેખાઈશ

(14)

વાતચીત ન થવાથી કે દૂર હોવાથી કોઈ ભુલાય નથી જતું

ઉલટું યાદ બહુ આવે છે

(15)

ઉપયોગ કરવા તો વસ્તુ હોય છે

મારા વા' લા

સંબંધ તો સાચવવાના હોય છે

(16)

માર્ચ એન્ડિંગ છે

તારા વિશે મેં પ્રતિભાવો આપ્યા

હવે તું

મારા માટે

તારી માન્યતાઓ કહે

(17)

લોહી તો વહે છે પણ દુખાવો નથી

એ ક્યાં ખબર હતી

સમજણ તો છે જ પણ સમજવું નથી

એ ક્યાં ખબર હતી

મિત્રો તો ઘણા છે મારે

પણ મારા દર્દ માં

એમનો સાથ નહિ હોય

એ ક્યાં ખબર હતી .

(18)

હું તને એવી રીતે છોડીશ કે

ફરીવાર તું સામે આવીશ તો

હું રસ્તો બદલી નાખીશ

(19)

મેં મારા ખ્વાબોને

ઊંચું આકાશને મેહનત આપી છે

એ જરૂર સકસેસ લઇ ને

આવશે

(20)

તારો હાથ પકડવાથી

જે 'હાશકારો' થાય છે

મારા વા'લા

એ કરોડો કમાવ છું

છતાં થતો નથી

(21)

સુંદરતા દિલથી હોવી જોયે

મારા વા' લા

ધોળું તો ગધેડું પણ હોય છે

(22)

સફળતા સસ્તી નથી મારા વા'લા

ફેમસ થવા જાતને ઘસવી પડે છે

(23)

ભગવાન અનેક હાર આપે છે

એક જક્કાસ જીત માટે

(24)

તું સાથે હોય એટલે રોજ મેળો રોજ દિવાળીને રોજ ધુળેટી

(25)

જિંદગીમાં ગૂંથ તો ઘણીય વાર પડે છે

મારા વા'લા

એ ઉકેલવાની હોય

આત્મહત્યા એ વિજય નથી

હારની એક માત્ર નિશાની છે

(26)

મારી ડાયરીના પહેલાથી છેલ્લા પેઈજ સુધી તું

(27)

દરિયાના મોજાની

માફક તારો પ્રેમ

સતત

દિલમાં

ઉછળ્યા કરે

(28)

તારી સાથેનું દરેક

કદમ

મંજિલ સુધી પહોંચે છે

(29)

તારી આંખોમાં

સપનું હું છું

તારા કાજલનું

પાણી હું છું

કદમ કદમ પર

સાથ

તારો હું છું

(30)

હર તકલીફમાં

તારી સાથે છું

દર્દમાં આંસુ હું છું

ખુશીમાં સ્મિત છું

હું

હમેશા તારી સાથે છું

(31)

સફર ભલે નાની હોય

પણ

તું હમેશા મારી સાથે હોય

(32)

જિંદગીનો એક એક દિવસ ઉડતો રહે છે

મારા વા'લા

સલામત મહોબ્બ્ત રહે છે

શ્વાસ નહિ

(33)

મારા વા'લા

દિલના દર્દ ના કહેવાય

ના વહેંચાય

óñly ૪ સહેવાય

(34)

તારી મહોબ્બ્ત ઘણી સહેલી ;

નથી જાગી ગોખવા વહેલી .

(35)

દોસ્ત અને પ્રેમીની દુનિયામાં

'બેન' શબ્દ જાણે

'અલિપ્ત' થઈ ગયો છે

(36)

હું ક્યા તમારો વિરોધ કરું છું

હું તો એમ કહું કે

આ રીત પણ સરળ પડે

(37)

થોડું હસવાનું જાજુ રડવાનું

એ તો જિંદગી છે

(38)

કિંમત તો માણસ કરે છે

જેમ કોઈ વસ્તુ વેચવા નીકળયા હોય

મારા વા'લા બાકી

સંબંધ તો અનમોલ હોય છે

(39)

જિંદગી પરપોટા જેવી છે

દૂરથી સુન્દરને

હાથમાં લ્યો તો

વેર વિખેર ...

(40)

આંખો નું છલકાવું તારા નામનું

પ્રેમ નું મલકાવું તારા નામનું

યાદ નું રેહવું તારા નામનું

આ બધામાં દર્દ સહેવું

મારા નામ નું

(41)

હું અને તું એક હસ્તી છીએ

જ્યાં સુધી પાસે એક વસ્તી છે

(42)

મારા વા ' લા

આંસુ ની કિંમત ક્યાં થી હોય

તેને લુછવા

ટીસ્યુ પેપર વપરાય છે

(43)

મારા વા'લા

ગુલામી તો શ્વાસ ની છે

હદય તો સતત ધબકતું રહે છે

(44)

''જીદ બોવ કરી હવે ભાન માં આવો''

આમાં કવિ તમારી વાત કરે છે

(45)

પતંગ ઉડાવજો

વેર ઝેર પણ ઉડાવજો

પ્રેમ ભરી ઉડાવજો

કે ફરી પાછા ઘર તરફ ના જુઓ

(46)

જોઈ પંખો અને ઝરણું

એક જ વિચાર આવે

મારા વા ' લા

માણસ ફરે છે

સમય વહે છે

જિંદગી બને છે ...

(47)

હું તારો છું

જિંદગીભર

શ્વાસ તારો છું

તું મારી

હું તારોં

એ જ આપનો

વિશ્વાસ છે

હું તારો

(48)

આજે ફરી પાછો

જિંદગી એ સવાલ બદલી નાખ્યો

તારી પાસે શું છે?

જયારે મારી પાસે બાદબાકીની શૂન્ય ને ભાગાકારની શેષ છે ....

(49)

તું જયારે જયારે મારો હાથ પકડે છે

ત્યારે ત્યારે

'તું મને છોડીને જવાનો છે તેની ગજબ યાદ મળે છે'

(50)

તારા એહસાસમાં જીવું છું

તારા શ્વાસમાં જીવું છું

કાના સંભાળ તું એકવાર

હું તારા વિના

તારી યાદમાં જીવું છું

(51)

નોટ બદલાવવા બેન્કની સામે લાઈન જોય

એક જ વિચાર આવે

ઈશ્વર

એક દિવસ દિલની વાતો સાંભળવા આમ મારી સામે આવે

(52)

સૂરજ આડે વાદળ ન આવે તો ધૂંધળું કેમ થાય

પ્રેમીઓ બધા સક્સેસ જાય તો

પ્રેમકહાની કેમ થાય

(53)

કોઈ એ મને પૂછું

મારી ખુશી માટે તું શું છોડી શકે

મેં કહ્યું

મારી પાસે વધારામાં શ્વાસ છે

એ છોડી શકું છું

(54)

માઘોદાટ ઝુલો જોય ને

મારુ બચપણનુ

ઘોડિયુ યાદ આવે છે

મને મારુ બચપણ યાદ આવે છે

(55)

રિસાય તો શ્વાસ ભલે રિસાય

તું મારાથી ના

રીસાઈશ

(56)

તારા જવામાં ને મારા આવવામાં

એક જ ફર્ક છે

એક ધબકાર ના સમય નો

(57)

જે લોકો દિલમા રેહતા હોય એ

યાદ નથી આવતા

ફરી ફરી યાદ આવે છે…

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED