હાઈકુ
ભાગ - ૨
સેતા દક્ષા અશોકભાઈ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
સેતા દક્ષા અશોકભાઈ
દિશા
શિક્ષણ : પી. ટી. સી., બી. એ., એમ. એ.
નોકરી : શિક્ષક
જન્મ તારીખ : ૧૦ નવેમ્બર, ૧૯૮૯
ગામ : ભાવનગર
ઈ-મેઈલ : dakshaseta9@gmail.com
શોખઃ ફિલ્મ સ્ટોરી લખવાનો.. કાવ્ય વાર્તા હાઈકુ શાયરી લખવાનો
વિગતઃ આમારી જાતે બનાવેલી રચના છે.
૩/૫/૭/૯/૧૧ અક્ષર એમ બે વાર આવે છે બધાથી થોડુ અલગ કરવાનો મારો પ્રયત્ન રહે છે.
જે જોવા મળે છે ઈબૂક દ્વારા મને તક મળી છે લેખિકા બનવાની. જે માટે તેમની આભારી છુ.
૧
તમે હસ્યા
જગ હસ્યુ,રડયા
જગ હસ્યુ
૨
દિશા નકકી
તો જિંદગી નકકી
તમારી ખુશી
૩
જે ચુંટાય છે
તે દેશને લુંટે છે
એ સિવાય શું?
૪
ગંદકી પાસે
મચ્છર અને માખી
બણબણેછે
૫
લાગણીની છે
આ દુનિયા સુંદર
નફરત છે
૬
જિંદગી ખેલ
કરે છે આપણે તો
નાચવાનુ છે
૭
કયાંથી કયા
આ જિંદગી આવીને
ઉભી રહે છે
૮
સફર તમે
એવી ખેડો કે બને
નવો રસ્તો
૯
આગળ વધો
આંધળા બની નહી
વિશ્વાસથી
૧૦
જીવન સદા
ખેલ ખેલતુ રહે
તમે જોવોને!!!
૧૧
રાજકારણી
ઓ ખાય છે પ્રકુતિ
કશુ તો કરો?
૧૨
વસ્તીવધારો
અખુટ સાગર છે
મુત્યુ દવાર
૧૩
જે કહેવુ છે
તે કહી નહી શકુ
સ્નેહની કડી
૧૪
ન દઈ શકો
તો ન છીનવી શકો
જગનો નિમ
૧૫
અખબારોના
અક્ષરો ટોળાઓમા
વિટળાય છે
૧૬
ભુંડા ભુખરા
ભૂતળમાં માણસો
વાગી રહયા
૧૭
વાહનો આજે
જગમા ભરપુર
છે પ્રદુશણ
૧૮
મન છે કેદ
આજે આધુનિકતા
ના વિચારોમા
૧૯
દુઃખ થકી જ
સુખ ઉપજે દીલ
થકી પ્રણય
૨૦
અંતિમવાર
ઈષ્ટ માંગુ દુઆ તું
સાંભળ ખરો?
૨૧
નિયમ તારો
અનોખો જગતમાં
ઈજા થાય છે
૨૨
જીવન વહે
આગળ ધપે પથે
સુખ દુઃખમાં
૨૩
માત્ર ઈર્ષાથી
દિલને મનાવવા
એ प्रेम નથી
૨૪
એક જ વાત
એક જ મંત્ર દીપ
ઉજજવળ
૨૫
ઉદારતા છે?
રક્ષણ ભક્ષણ છે
નવાયુગમાં
૨૬
પરવાનગી
છે કોઈને જિંદગી
હરામ કરે
૨૭
દુઃખ રહિત
જિંદગી સંભવે છે
કોઈ મનુની
૨૮
વ્યોમ ખુશ
સવિતાના રંગથી
કવિ ખુશ છે
૨૯
વીર પુરૂષો
ભારતની ધરાને
પાવન કરે
૩૦
માર્ગશોધ, છે
અનેક રૂપ प्रेम
રૂપીબાગમાં
૩૧
જીવન મુલ્ય
અધિકતમ કર્મ
કરવાનો છે
૩૨
જીવન સુખ
મદદ કરનાર
ને જ મળે છે
૩૩
જયારે દેશ
પાટા મારનારની
પાસે વિનાશ
૩૪
નિશાની મળે
ઈશ તારી એક જ
ધન્ય થાઉં
૩૫
વર્ષાની સાંજ
સુંદર પવનથી
ભરેલી છે
૩૬
બપોરે રેવા
કિનારે ખુશ્બુ છે
અનેરો प्रेम
૩૭
કોઈ દિવસ
ભાગ્યની રેખાઓ
અવળી પડે