પ્રેમ જ્યોતિ

મી.રોનક આ ફોર્મ પર સહી કરી દો અને કાઉન્ટર પર બેલાખ રૂપિયા જમા કરાવી દો, રોનક પટેલ ના હાથમાં ફોર્મ આપતા નર્સ બોલી,  સાબરકાંઠા જિલ્લા ના માલપુર પાસે ના નાનકડા ગામ માં જન્મેલો, ભણેલો અને આજેય એજ ગામ માં શિક્ષક ની નોકરી કરતો રોનક, આંખમાં આંસુ સાથે અમદાવાદ ની નામાંકિત હોસ્પિટલ માં આમથી તેમ આંટા મારી રહ્યો છે.  ત્રણ દિવસ પહેલા એના દીકરા પ્રેમ ને મોડાસા જતા અકસ્માત નડ્યો હતો અને માથા માં ગંભીર ઇજાઓ આવી હતી. એ જમાના માં બે લાખ રૂપિયા ઘણી મોટી રકમ હતી, રોનક ના બધા સગા સંબંધીઓ પાસે થી ભેગા કરતા પચીસ ત્રીસ હજાર રૂપિયાનો મેળ પડ્યો હતો. આજે એ પોતાની જાત ને લાચાર નિઃસહાય  ઘણી રહ્યો હતો. પ્રેમ નું ઓપરેશન કરવા માટે બહાર થી ડૉ બોલાવવામાં આવ્યા હતા. આજે ડૉ આવી જાય એટલે દીકરા નું ઓપરેશન હતું, પણ હજી રૂપિયા નો બંદોબસ્ત થયો નૉહતો.
                         ઓપરેશન કરવા ડૉ જ્યોતિ ને બોલાવ્યા છે, ભારત ના શ્રેષ્ઠ સર્જન ડૉ માં ડૉ જ્યોતિ નું નામ આવતું, જ્યોતિ નામ સાંભળતા જ રોનક પટેલ ભૂતકાળ માં ખોવાઈ ગયા, જ્યાં એમની મિત્ર નું નામ જ્યોતિ હતું, નજર સામે પચીસ વર્ષ પહેલાં એમની કોલેજ નો સમયગાળો યાદ આવવા લાગ્યો. 
જ્યારે ગામડું છોડી પેહલી વખત શહેર ની કોલેજ માં બીએસસી કરવા ગયો હતો. એના પેહલા વર્ષ ની પરીક્ષાના પરિણામ નો દિવસ હતો.
              કોલેજ ની બહાર નોટીસબોર્ડ પર રિજલ્ટ લાગી ગયું હતું, બધાજ જાણતા હતા કે એમણે કેટલી મેહનત કરી છે, છતાં પણ સૌ કોઈ રિજલ્ટ જોવા આતુર હતા. ભીડ ઓછી થતા જ રોનક  નોટીસબોર્ડ તરફ આગળ વધ્યો. એને એનું નામ શોધતા વાર ન લાગી કારણ કે એના નામથી જ લાઈન શરૂ થતી હતી, એના આનંદ નો પાર ન હતો.  કોલેજના પ્રથમ વર્ષ માં રોનક આખા વર્ગ માં પ્રથમ આવ્યો હતો. હવે તેને એસટીડી પીસીઓ પર જવાની ઉતાવળ હતી, ઘરે પપ્પા ને ફોન કરી જણાવવા માંગતો હતો કે કૉલેજ માં ડીસ્ટિકશન સાથે પ્રથમ આવ્યો છે.
           બાર સાયન્સ કર્યા પછી રોનક ની ઈચ્છા ડોકટર થવાની હતી પરંતુ મેરીટ માં ન આવતા, સેલ્ફફાઈનાન્સ ની ફી પરિવાર ભરીશકે એમ ન હોઈ બી.એસ.સી માં એડમિશન લઇલીધું હતું. કૉલેજથી થોડા દૂર આવેલા પીસીઓ પર અજય ફૉન કરવા માટે ગયો, ગામડે ચંપક વાણીયા. ની દુકાને ફોન જોડ્યો,"કાકા હું રોનક બોલું છું! કોઈ છોકરો હોય તો મોકલો ને ઘરે મારા પપ્પા ને બોલાવી લાવે " હા! રમલા ને મોકલું છું બેટા દસ મિનિટ પછી કૉલ કર,  કહી ને ચંપક કાકા એ ફૉન મુક્યો.  રોનક પીસીઓ બૂથ માં જ ઉભો રહ્યો, ત્યાં બહારથી એક છોકરીએ પીસીઓ નો કાચ ખખડાવ્યો, "તમારે ફોન થઈ ગયો હોય તો બહાર આવશો? મારે અરજન્ટ છે," આટલું કેહતા રોનક બહાર આવી ગયો અને પેલી યુવતી અંદર ગઈ. થોડી વાર એસટીડી પીસીઓ પાસે આંટા માર્યા પણ પેલી છોકરી બહાર આવતી નોહતી. રોનક અકળાયો, ચંપક કાકા ની દુકાને પપ્પા આવી ને બેસી રહ્યા હશે, બાજુમાં રહેલી ચાની લારી પરથી એણે એક કટિંગ ચા લીધી, ચા પીધી પણ પેલી છોકરી બહાર આવતી નૉહતી. રોનક કંટાળ્યો પોણો કલાક ઉપર થઈ જવાયો , એસટીડી ની આસપાસ જ ફર્યા કરતો, કંટાળી ને એણે પીસીઓ ના બારણે ટકોરા પાડ્યા, પેલી છોકરી ને કહ્યું "મને પાંચ મિનિટ વાત કરી લેવાદ્યો, મારા પપ્પા બીજનને ત્યાં ફોન ની રાહ જોતા ઉભા હશે. કાલે ફોન કરીશ આટલું કહી ને તેણે ફોન મૂકી દીધો અને તે બહાર આવી એસટીડી વાળા ભાઈ ને પૈસા આપવા ગઈ. રોનકે ફોન જોડ્યો એના પપ્પા સાથે વાત કરી. અને હોસ્ટેલ પર આવ્યો.
               હોસ્ટેલ પર આવ્યા પછી રોનક નું મન વારંવાર એ છોકરી ના ચેહરા ને યાદ કરતું હતું. કોણ હશે તે? કેટલી સુંદર લાગતી હતી! રોનક વારંવાર તેને યાદ કરવા લાગ્યો, બીજા દિવસે સાંજે એસ.ટી.ડી પી.સી.ઓ પર રોનક પહોંચી ગયો, ચાની લારી પાસે ઉભો ઉભો એ છોકરીના આવવાની રાહ જોવા લાગ્યો ,થોડી વાર થઇ હશે અને એ છોકરી આવી. આજે મરૂન ડ્રેસ માં એ ગઈકાલ કરતા વધુ સુંદર લાગતી હતી. પીસીઓ માં ફોન કરતા કરતા એના ચહેરા ના હાવભાવ બદલાવા લાગ્યા, થોડી ક્ષણો પેહલા હસતો ખીલતો ચેહરો અચાનક ઉદાસ થઈ ગયો હતો. ફોન મૂકી એ એસટીડી વાળા કાકા ને પૈસા ચૂકવી ચાલવા લાગી. રોનક પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. વિચારતો હતો કે એને બોલાવું કે ન બોલાવું, હિંમત એકઠી કરી ને રોનકે એ છોકરી ને સાદ કર્યો, એ છોકરીએ પાછું ફરીને જોયું, એજ છોકરો એને બોલાવી રહ્યો હતો જેણે ગઈકાલે એને ફોન પર સરખી વાત કરવા દીધી નૉહતી, ગુસ્સો તો આવ્યો છતાંય ગુસ્સો દબાવી ને બોલી, "કોણ છો તમે? શું કામ છે?" હવે જવાબ આપવાનો વારો રોનક નો હતો " મારૂ નામ રોનક છે, કેમ્પસ માં આવેલી બીએસસી કોલેજ ના ફર્સ્ટયર માં અભ્યાસ કરૂ છું, તમારૂ નામ શું છે? તમે પણ કૉલેજ કરો છો? તમારો પ્રફુલ્લિત ચેહરો અચાનક ઉદાસ કેમ થઇ ગયો?" એકી શ્વાસે રોનકે બધા પ્રશ્નો પૂછી નાખ્યા.
                          હું જ્યોતિ છું જૂનાગઢ થી આવું છું, અને એમબીબીએસ ફર્સ્ટયર માં છું, જ્યોતિએ ટૂંક માં ઉત્તર આપ્યા. "ઓહ તો મેડમ ડૉકટર થાવ છો એમને! સરસ સરસ અમારે પણ થવું હતું પણ નસીબ માં નૉહતી મેડિકલ ની સીટ" તો ડૉ મેડમ ને બીએસસી ના સ્ટુડન્ટ ની કંપની સામે વાંધો ન હોય તો ચાલો વડાપાઉં ખાઈએ. આમ જ્યોતિ ને રોનક બંને સામે રહેલી કર્ણાવતી વડાપાવ ની લારી પાસે ગયા. બીજા દિવસે અહીંયા જ મળીશું કહી બંને વિખુટા પડ્યા.
            રોનક અને જ્યોતિ વચ્ચે મિત્રતા નો તાર ગૂંથાઈ ગયો હતો, પરંતુ જ્યારે પેહલી વખત જ્યોતિ ને જોઈ ત્યારથી રોનક એને દિલ દઈ બેઠો હતો.પરંતુ દિલ ની વાત એણે હોઠ પર આવવા દીધી નોહતી. બીજા દિવસે જ્યારે બંને મળ્યા રોનકે જ્યોતિ ને કહ્યું "તારે શી તકલીફ છે? કેમ રડતી હતી? જ્યોતિએ કહ્યું મારા પપ્પા વર્ષો પહેલા જ મારી મમ્મી ને છોડી ને ક્યાંક ચાલ્યા ગયા છે, આજસુધી પાછા નથી ફર્યા, અને મારા કાકા મને ભણાવે છે, એમને પણ બે છોકરા છે. કાકા મારી પાછળ ખર્ચો કરે કાકી ને બિલકુલ ન ગમે, હું પણ પરિસ્થિતિ જોઈને તમારી જેમ બીએસસી જ કરવાની હતી, પરંતુ કાકા ની જીદ ને કારણે અહીંયા એડમિશન લીધું. હવે કાકીએ મારી મમ્મી સાથે મોટો ઝઘડો કર્યો છે, અને અહીંયા મારી ફી ભરવાના રૂપિયા હતા એ કાકીએ લઈ લીધા છે, એટલે હું ફી નઈ ભરી શકું તો કૉલેજ માં મને મુશ્કેલી પડશે એટલે હું ઉદાસ થઈ ગઈ હતી આટલું કેહતા જ્યોતિ ફરી રડવા લાગી.
                      રોનકે જ્યોતિની મદદ કરવાનું નક્કી કર્યું, રોનકે જ્યોતિ ને મદદરૂપ થવા માટે ટ્યુશન કરાવવાનું શરૂ કર્યું. જ્યોતિ ખૂબ ખુશ હતી એને રોનક જેવો સારો મિત્ર મળ્યો હતો. જ્યોતિ પણ મનોમન રોનક ને ચાહવા લાગી હતી. આ વેલેન્ટાઈન ડે પર  જ્યોતિ ને પ્રપોઝ કરીશ એવું એણે નક્કી કરી લીધું હતું.
           અને અચાનક છેલ્લા દસ દિવસ થી રોનક દેખાતો બંધ થઈ ગયો, જ્યોતિ પાસે રોનક ના ગામ નું એડ્રેસ પણ નૉહતું, એણે હોસ્ટેલ પર જઈ તાપસ કરવાનું વિચાર્યું પણ બોયઝ હોસ્ટેલ જતા એની હિંમત ન થઈ. બીએસસી કોલેજ માં જઈ ને પણ એ તપાસ કરી શકે એમ નોહતી, દરેક સમયે એને રોનક સાથે પસાર કરેલા દિવસો ની યાદ આવતી હતી, બંને એકબીજા સામે પ્રેમ નો એકરાર નૉહતો કરી શક્યા પણ બંને ના હૈયા એકમેક માટે ધબકતા હતા એ અનુભવી શકતા હતા. રોનક અને જ્યોતિ છેલ્લે મળ્યા ત્યારે બંને માંથી કોઈને પણ ક્યાં ખબર હતી કે આ એમની છેલ્લી મુલાકાત હશે. જ્યોતિ રોનક ને યાદ કરતા કરતા દિવસો પસાર કરવા લાગી, સમય પસાર થતો ગયો રોનક હવે એને ફરીથી મળશે આશા છોડી દીધી હતી. અને એણે એના અભ્યાસમાં જ મન લગાડી દીધું હતું.
                 આજે ડૉ જ્યોતિ નું નામ સાંભળતા રોનક ને આ બધું યાદ આવતું હતું. ડૉ જ્યોતિ આવી ગયા હતા, રોનક પટેલ ડૉ ને મળી આવ્યા અને કહ્યું ડિસ્ચાર્જ લેતા પહેલા એ બધા રૂપિયા જમા કરાવી દેશે. ડૉ જ્યોતિ ઓપરેશન થિયેટર માં જવા લાગ્યા એમણે ઓપરેશન માટે નો ડ્રેસ પહેર્યો હતો અને મો પર માસ્ક, એમની નજર રોનક ના માયુસ ચેહરા પર પડી, ચેહરો પરિચિત લાગ્યો એ ફટાફટ ઓપરેશન થિયેટર માં ગયા. પ્રેમ ને જોતા જ પચીસ વર્ષ પહેલાં નો રોનક એમની નજર સામે ફરવા લાગ્યો. જ્યોતિ ને ખ્યાલ આવી જ ગયો હતો કે આ રોનક નો જ દીકરો છે. ઓપરેશન થઈ ગયું. પ્રેમ નો જીવ બચી ગયો હતો. હોસ્પિટલ ના ડૉ પાસેથી ડૉ જ્યોતિએ બધી માહિતી મેળવી. અને રોનક ને મળ્યા વિના ડૉ ને એક ચિઠી આપી નીકળી ગયા. દસ દિવસ પછી પ્રેમ ને ડિસ્ચાર્જ મળવાનું હતું. રોનકે બધી બચત, ઘર, પત્નીના દાગીના વેચી ઉછીના રૂપિયા લઈ ને રૂપિયાની સગવડ કરી હતી, તે રૂપિયા જમા કરાવવા ડૉ ની ઓફિસ માં ગયો. ડોક્ટરે ડિસ્ચાર્જ ફાઇલ આપતા કહ્યું. તમારું પેમેન્ટ થઈ ગયું છે. રોનક આશ્ચર્ય માં પડી ગયો. સાહેબ મારુ બિલ કોણે ચૂકવ્યું? ડૉ એ પેલી ચિઠ્ઠી આપી જેમાં લખ્યું હતું, " રોનક તારી મદદ ન મળી હોત તો હું ક્યાં ડૉકટર થઈ શકવાની હતી? તારૂ બિલ ચૂકવાઈ ગયું છે. હું તને મળવા રહેતી નથી, કારણ કે તું પણ ક્યાં મને મળવા રહ્યો હતો? દીકરો પ્રેમ તારા જેવોજ દેખાય છે. એનું ધ્યાન રાખજે. જ્યોતિ"
           રોનક રડી પડ્યો એને ઘણું કહેવું હતું? ઘણું પૂછવું હતું પેલા પીસીઓ ની સામે પૂછ્યું તું એમજ પણ આજે જ્યોતિ એનાથી દૂર નીકળી ગઈ હતી.
           મેહુલ જોષી (પ્રા શિક્ષક) અમરેલી
         વતન  :- બોરવાઈ મહીસાગર

***

રેટ કરો અને રિવ્યુ આપો

Rekha Patel

Rekha Patel 5 માસ પહેલા

Bharat Saspara

Bharat Saspara 9 માસ પહેલા

SAV

SAV 9 માસ પહેલા

divyesh mehta

divyesh mehta 9 માસ પહેલા

Disha Jhaveri

Disha Jhaveri 9 માસ પહેલા