ખોફનાક ગેમ - 8 - 3 Vrajlal Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખોફનાક ગેમ - 8 - 3

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

માનવભક્ષી આદિવાસીના પંજામાં

ભાગ - 3

સૂર્ય આથમી જતાં જ ટાપુ પર ઘોર-અંધકારનું સામ્રાજ્ય છવાઇ ગયું. ધુમ્મસે આખા ટાપુ પર કબજો જમાવી દીધો. રાત્રીના ચિર શાંતિભર્યા ખોફનાક વાતાવરણમાં નિશાચર પ્રાણીઓની ત્રાડો ગુંજવા લાગી. જંગલ ધીરે-ધીરે જાગી રહ્યું હોય તેમ વાતાવરણ ભયાનક બનતું જતું હતું.

ગુફા અંદરથી ઊંડી અને પહોંળી હતી. જંગલીઓ આસપાસથી સૂકાં લાકડાં શોધી લાવ્યા અને ચકમક પથ્થરથી ગુફાના મોં પાસે તાપણું સળગાવ્યું.

અરે...અચાનક કાંઇક યાદ આવતાં કદમે પોતાનું જાકીટ ઉતાર્યું અને જાકીટના અંદરના ભાગમાં આવેલ ચેનવાળા ખિસ્સામાંથી એક પ્લાસ્ટિકની થેલી બહાર કાઢી તેના ચહેરા પર આનંદ છવાઇ ગયો.

પ્લાસ્ટિકની થેલીમાં તેણે સિગારેટનું એક પાકીટ છુપાવીને રાખ્યું હતું. જે તેને અચાનક યાદ આવી જતા તે આનંદમાં આવી ગયો અને પાકીટમાંથી એક ગોલ્ટ ફ્લેક સિગારેટ બહાર કાઢી તલ્લીનતાથી પીવા લાગ્યો.

તે આખી રાતે તેઓ ગુફામાં આરામથી સૂતા રહ્યાઅને જંગલીઓ વારાફરતી ચોકી કરતા રહ્યા.

સવાર ખુશનુમા હતી. પક્ષીઓના કિલ્લોલને ઝરણાંના ખડખડાટથી સૌ જાગી ઊઠ્યાં. સવારની ક્રિયા પતાવી ઝરણાના પાણીમાં ધરાઇને નાહ્યા. જંગલીઓએ લાવેલ મધુર મીઠા ફળો ખાઇ, ઝરણા પાસે આનંદની વાતો કરતા-કરતા બેઠા, સૂર્યનો મધુર કિરણો ગીચ ઝાડીમાંથી ગળાઇને આવતા હતાં ખૂબ જ અલ્હાયદક વાતાવરણ હતું. થોડીવાર પછી તેઓ આગળ મંજિલ તરફ વધી ગયા.

આમ ને આમ બીજા બે દિવસ નીકળી ગયા.

સતત ચાલતાં રહેવાથી તેઓ સૌ થાકી ગયા. તેઓના ચહેરા લાલ અને સુક્કા થઇ ગયા હતા. છેલ્લે તો તેઓ એકબીજા સાથે વાતો કર્યા વગર ચૂપચાપ ચાલતા રહ્યા. જંગલમાં કેટલીયવાર વાઘ, ચિત્તા અને અજગરનો તેઓને ભેટો થતો હતો. પણ તેઓ ચૂપચાપ બંધાથી છુપાઇને પોતાની મંજિલ તરફ આગળ વધતા રહ્યા. તેઓને જંગલી પ્રાણીઓથી કોઇ દુશ્મન ન હતી. વળી ટાઇમ અને બંદૂકની ગોળીઓનો દુરુપયોગ તેઓને કરવો ન હતો. રાત્રીના કોઇ મોટા ઝાડ પર ચડીને કે કોઇ પર્વતની ગુફામાં તેઓ રાતવાસો કરી લેતા.

સતત ત્રણ દિવસ ચાલ્યા પછી તેઓની સામે એક વિશાળ ખૂબ જ ઊંચી અને લીસી દીવાલ જેવી શિખા તેઓના રસ્તા પર અવરોધ બનીને ઊભીરહી.

જંગલીઓ આ તરફ આવતાં ડરતા હતા. શિખા નજદીક આવતાં જંગલીઓને પ્રલયની રજા લીધી અને ડરના માર્યા ખૂબ ઝડપથી પોતાના કબીલા તરફ પાછા વળી ગયા.

બે કલાકના સમય પછી પ્રલય, કદમ અને વિનય તે દીવાલ પાસે પહોંચી ગયા.

તે અદ્દભૂત કુદરતી પહાડની બનેલી એકદમ સીધી દીવાલ હતી. તેના પર ચડીને પાછળના ભાગમાં જવું મુશ્કેલ નહીં અશ્કય જ લાગતું હતું.

‘પ્રલય...શિખર એકદમ સીધુ છે. આના પર ચડીને પેલે પાર જવાનું અશક્ય છે...’ શિખરનું નિરીક્ષણ કરતા કદમ બોલ્યો.

‘હા...યાર થોડો ઢોરાવ હોત તો ગમે તેમ કરી ઉપર ચડી જાત પણ આતો એકદમ સીધો અને લીસો પહાડ છે...’ પ્રલયે ક્હયું

‘આની ઉપર ચડવા માટે આપણી પાસે કોઇ સાધન નથી. તેથી ઉપર ચડવાને બદલે આપણે આ શિખરને ફરતો રાઉન્ડ લઇએ, ક્યાંક ને ક્યાંક સામે પાર જવાનો રસ્તો મળી જશે...’ વિચારવશ હાલતમાં ચારે તરફ નજર ફેરવતાં વિનયે કહ્યું.

ત્રણે જણા એક મોટી ચટ્ટાન પર બેસી ગયાં અને ઉપાય વિચારવા લાગ્યા.

‘આમ ને આમ બેસી રહેવાથી કાંઇ જ નહીં વળે, વિનયની વાત સાચી છે. એના કરતા આપણે શિખરની ચારે તરફ ફરતો રાઉન્ડ લઇએ. કદાચ કોઇ ઉપાય મળી રહે.’ ઊભા થતાં પ્રલયે કહ્યું.

‘ચાલો...’ કદમ અને વિનય પણ ઊભા થયા.

‘એક કામ કરીએ...પ્રલય તું અહીં જ રોકાઇને વેલાઓના રેસા ભેગા કરીને દોરડા બનાવ, જે આપણને ક્યાંક કામ લાગશે, હું શિખરની જમણી તરફ તપાસ કરવા આગળ જાઉં અને વિનય તું શિખરની ડાબી તરફ તપાસ કર. આપણે ત્રણે જણા અલગ-અલગ પ્રયત્ન કરશું તો જરૂર કોઇ ઉપાય મળી જશે.’

‘ઠીક છે...તમે બંને શિખરને રાઉન્ડ લગાવો, હું અહીં કોઇ આઇડિયા વિચારતાં-વિચારતાં થોડાં દોરડાં બનાવી નાખું, પણ હા...તમે બંને સાંજના સમય સુધી અહીં પાછા આવી જજો...’

ફળનો આહાર કરી નક્કી કર્યા પ્રમાણે કદમ અને વિનય શિખરને ફરતા વિરુદ્ધ દિશામાં આગળ વધ્યા. પ્રલય જંગલમાં ઘૂસી જઇ મોટા-મોટા વેલાઓ તોડવા લાગ્યો. થોડીવારમાં જ વેલાઓના ઢલગા થઇ ગયા પછી પ્રલયે તે વેલાઓને ઢસેડીને પહાડી પાસે લાવ્યો અને ત્યાં બેસી વેલાઓ ગૂંથીને દોરડું બનાવવા લાગ્યો. થોડ-થોડે અંતર કસીકસીને તે ગાંઠો મારતો ગયો.

સૂર્ય માથા પર આવી ગયો હતો. બપોર સુધીમાં પ્રલયે એક મોટું દોરડું તૈયાર કરી નાખ્યું. તેનું ફિડલું બનાવી એક તરફ મૂક્યું, ત્યારબાદ આજુબાજુ જંગલમાંથી ફળો ઉતારી લાવી ખાધાં, પછી એક મોટી ચટ્ટાન પર બેસીને તે પહાડીનું નિરીક્ષણ કરવા લાગ્યો.

કદમ બપોર સુધી ચટ્ટાનની દીવાલે-દીવાલે જંગલમાં આગળ વધતો રહ્યો. પણ ઉપર ચડવા માટે ક્યાંય કોઇ માર્ગ દેખાતો ન હતો. આગળ જતાં તે પહાડી દીવાલ રાઉન્ડ આકારમાં ટર્ન લઇને ગળ વધતી હતી. આગળ એકદમ ગીચ જંગલ હતું અને પહાડીનો આગળ કોઇ જ અંત આવતો નજરે ચડતો ન હતો. ગીચ જંગલમાં થોડે સુધી તે આગળ વધતો રહ્યો. પણ પછી નિરશ થઇને પાછો વળ્યો. આગળ દૂર-દૂર સુધી તે ઊંચા શિખર જ દેખાતાં હતાં.

રખડી-રખડીને તે થાકી ગયો હતો, અને પૂરું શરીર પરસેવાથી રેબઝેબ થઇ ગયું હતું. જંગલમાં આગળ તેને ક્યાંક કોઇ ફળોનાં વૃક્ષો નજરે ન ચડ્યાં. તેને સખત ભૂખ અને તરસ લાગી હતી. તે પાછો વળ્યો. થોડો રસ્તો કાપ્યા બાદ એક નાનું ઝરણું તેની નજરે ચડ્યું. ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલા જંગલમાં અંદરની તરફ તે વહેતું હતું. કદમ તે ઝરણા પાસેપહોંચ્યો અને કિનારે બેસી ધરાઇ-ધરાઇને પાણી પીધું, ત્યારબાદ હાથ મોં ધોઇ એક મોટા પથ્થર પર તે થોડીવાર થાક ખાવા બેસી પડ્યો.

અચાનક તેન સુરરર...સુર-સુરાટનો અવાજ સંભળાયો.

કદમ ચોંકી ઊઠ્યો. તેના દિમાગમાં ખતરાની ઘંટી વાગવા લાગી.

તે બેઠો હતો ત્યાં ચારે તરફ આસમાનથી ધરતી સુધી લંબાયેલા પુષ્કળ વેલા હતા.

સર...સરરરર...સર સરહાટનો અવાજ ફરીથી આવ્યો.

કદમ એક ઝાટકે ઊભો થઇ ગયો અને ચારે તરફ જોવા લાગ્યો.

ઊભો થયેલ કદમ કાંઇ કરે, કાંઇ વિચારે તે પહેલા જ અચાનક તે જ ગતિ સાથે સુરસુરાહટના અવાજ સાથે એક મહાકાય ભયાનક અજગર તેના ગળાથી તેની કમર સુધી વીંટળાઇ વળ્યો. અજગર ત્યાં એક મોટા વૃક્ષની ડાળ પર લટકતો હતો.

કદમના શરીર પર ભીડો લઇ તે અધ્ધર થયો અને તે સાથે કદમ પણ અધ્ધર ઊંચકાયો. અચાનક થયેલા હુમલાથી કદમ હેબતાઇ ગયો. તેને પોતાની બેદરકારી પર પસ્તાવો થયો, જો પોતે જરા સાવધાન હોત તો આ દશા ન થાત.

કદમનું શરીર અજગરની સાથે લગભગ વીસ ફૂટ જેટલું ઊંચું થયું હતું. તેનો એક હાથ પર અજગરના ભરડામાં હતો કદમનાં શરીર કરતાં લીધેલા ભરડાની ભીંસ વધતી જતી હતી. તેની છાતી પેટ પર દબાણ વધતું જતું હતું.

કદમે તેના એક ખુલ્લા હાથે છૂટવાની કોશિશ કરી, પણ અજગરનો ભરડો એટલો સખ્ત હતો કે તેની બધી કોશિશ નિષ્ફળ નીવડી, અજગર તેને જરાય મચક આપતો ન હતો. કદમ પરસેવાથી રેબઝેબ થઇ ગયો. તેને પોતાનું મોત સાવ નજદીક હોય તેવું લાગતું હતું.

પોતના શિકારને રહેંસી નાખવા ધીમે-ધીમે અજગર ભરડો વધારતો જતો હતો. જાણે હમણાં છાતીની પાંસળીઓ તૂટી જશે અને પેટનાં આંતરડાં મોં વાટે બહાર આવી જશે તેવું લાગતું હતું.

હવે ફક્ત બે-ચાર મિનિટનો ખેલ હતો.

અચાનક અજગરે પોતાનું માથું ઊંચુ કર્યું અને કદમના માથા પર ગોઠવ્યું.અને ખૂની આંખે કદમને જોઇ રહ્યો.

કદમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેનું શરીર ચક્કીના બે પડ વચ્ચે પિસાઇ રહ્યું હોય તેવું લાગતું હતું. કારમી પીડાથી તેનો ચહેરો તરડાઇ ગયો અને આંખમાંથી આંસુ ધરી આવ્યાં. તે બંને પગને ઊંચા નીચા કરી પછાડતો, બચવાની નાકામ કોશિશ કરવા લાગ્યો. જીવવાની તીવ્ર વૃત્તિ તેના દિલમાં જાગી ઊઠી. પીડા ભર્યા ચહેરે તેણે ઉપર આકાશ તરફ નજર ફેરવી ઇશ્વરને છેલ્લી યાચના કરી.

અને ઉપર નજર ફેરવતાં જ તે ધ્રુજી ઊઠ્યો. તેના માથા પર જડબું ફાડીને અજગર તેનું માથું મોંમા લઇ લેવાની તૈયારી કરતો હતો. બસ...બે-પાંચ પળોમાં જ તેનું મોત નિશ્ચિત હતું.

‘‘હે મા ભવાની...’’ તેના હૈયામાંથી ચિક્કારો નીકળ્યો અને અચાનક તેના દિમાગમાં લાઇટ થઇ.’’ અરે...મારા બૂટના તળિયામાં તીક્ષ્ણ ધારવાળો છૂરો છુપાવેલો છે. જો તે હાથમાં આવી જાય તો...? તો...તો...’’

અને પીડાથી તરફડતા તેના શરીરમાં નવું જોમ ઊભરાયુ. શખ્ત પીડા વચ્ચે કદમે પોતાનો ખુલ્લો હાથ ધીમે-ધીમે નીચેની તરફ સેરવ્યો અને બંને પગને પાછળના ભાગ તરફ વાળવા લાગ્યો.

અજગરની સળગતા કોલસા જેવી બંને આંખો પર તેના પર મંડાયેલી હતી. તેની એક-એક હરકત તે નિહાળી રહ્યો હતો. કદમની હરકત સાથે તેનું ડોકું પણ હાલતું હતું અને પોતનો ભીડો પણ વધારતો હતો.

અજગરના વધતો જોરને લીધે કદમને ચકકર આવતા હતા અને તીવ્ર પીડાથી આંખમાં અંધારા છવાયા જતાં હતાં. છાતી પેટ હમણાં જ તડ તડાક કરતાં તૂટીને ભુક્કો થઇ જશે તેવું લાગતું હતું.

અને માથે...માથા પર અજગરનું પહોંળુ થયેલું મોં...અજગર મોં પહોળું કરીને કદમના માથાને પોતના મોંની અંદર સમાવી લેવાની તૈયારી કરતો હતો.

હાથ અને પગની પેંડી વચ્ચે લગભગ બે ઇંચનું અંતર રહ્યું હતું. હવે ગપ પાછળની તરફ વધુ વળતા ન હતા. કદમ મોતના મોંમાંથી છૂટવા મરણિયા પ્રયત્નો કરતો હતો.

કદમે તીવ્ર પીડા વચ્ચે એક લાંબો શ્વાસ લીધો અને શરીરનું પૂરું જોર લગાવ્યું અને તેના પગની પેંડીને હાથની આંગળીઓ ટચ થઇ ગઇ. વગર જોયેતેની આંગળીઓ બૂટના પાછળના ભાગમાં આવેલ બટનને શોધતી હતી. જે બટન દબાતા જ તે છૂરી બુટના તળિયામાંથી બહાર આવી જતી હતી. અંતે તે સફળ થયો. તે બટન પર તેની આંગળીઓ ફરી. કદમે આંગળીના જોરથી બટન દબાવ્યું.

ખટ...અવાજ સાથે બૂટની પેંડીના પાછળના ભાગમાં એક છૂરીનો ફણ બહાર નીકળી ગયો. હાથના પંજાની છૂરીને ગોળ-ગોળ ફેરવીને થોડા પ્રયત્ન પછી બૂટની પેંડીથી છૂટી પાડી અને આંગળીઓની મદદથી હાથમાં ગોઠવી.

આટલું કરવામાં તો તેના આખા શરીરમાંથી પરસેવો નીતરતો હતો, તેનાં હાથ ધીરે-ધીરે ઊંચો થયો.

પણ...ઘણું મોંડુ થઇ ગયું હતું.

અજગરની સળગતા કોલસા જેવી આંખો તેના હાથ તરફ મંડરાયેલી હતી. જેવો હાથ ઊંચો થયો કે તરત અજગરનું મોં એકદમ પહોંળું થયું.

અજગરે ઝાપટ મારી અને ખૂબ જ ઝડપથી પોતાના પહોળા થયેલા મોંની અંદર કદમનું માથું લઇ લીધું.

કદમનું શરીર તરફડવા લાગ્યું તેનો શ્વાસ રૂંધાતો હતો.

બસ...ક્ષણ...બે...ક્ષણ

તે મોતના મોંમાં જઇ ચૂક્યો હતો.

જિંદગી જીવવાની તીવ્ર લાલસા તેના દિલમાં જાગી ઊઠી.

પોતે દુનિયાના મહાન જાસુસ લેખાતા સોમદત્તનો સાથીદાર છે, સોમદત્તજીના શબ્દો તેને ક્ષણમાં યાદ આવ્યા.

સોમદત્તજી કહેતાં....

મોતના મોંમાં જઇને પાછો આવનાર જાબાંઝ ઇન્સાન જ જીવી શકે છે.

તમારામાં જોશ અને તાકાત હોય તો મોતને પણ પાછું હટી જવું પડે છે.

કદમના કાનમાં સોમદત્તના શબ્દોના પડઘા પડતા હતા.

અજગરના જડબામાં ફસાયેલ તેના મોં તથા કાનમાં અજગરના મોંની અંદર રહેલો ચીકણો પદાર્થ ઘૂસતો જતો હતો. અજગર ધીરે-ધીરે તેને ગળી જવા માટે મોંની અંદર સમાવી રહ્યોહતો.

કદમથી શ્વાસ લેવાતો ન હતો. ઓક્સિજનની ખામીને લીધે તેના પૂરા શરીરમાં ખેંચ ઊપડતી હતી. ફેફસાં હમણાં જ ફાટી જશે તેવું લાગતું હતું.

કદમે છેલ્લા શ્વાસ લેવાની જોરથી કોશિશ કરી રહ્યો સહ્યો ઓક્સિજન ફેફસાંમાં ભરી તાકાત કરીને હાથને ઉપર ઉઠાવ્યો અને તેના હાથમાં સખત રીતે જકડાયેલી છૂરીથી અજગરના મુલાયમ શરીર પર ઘસવા લાગ્યો.

અને પછી એક-બે ક્ષણમાં જ તેની ચેતના લુપ્ત થઇ ગઇ. તેનું શરીર ઠંડુ પડવા લાગ્યું અને સ્થિલ થવા લાગ્યું.

ધારદાર છૂટી ઘસાવાથી અજગરનું શરીર કપાઇ ગયું. તેના બે ટુકડા થઇ ગયા.

શરીર કપાતા જ અજગરની તમામ તાકાત મંદ પડી ગઇ, અને તે તરફડવા લાગ્યો. તેણે પોતાના જડબામાંથી કદમનું માથું બહાર કાઢ્યું અને ઝાડ પર વીંટળાયેલો તેનો પાછળની પૂંછડી તરફનો ભાગ સરતો-સરતો નીચે પછાડ્યો. તેનો ઉપરનો ભાગ જે કદમના શરીર ફરતે વીંટળાયેલો હતો તે પણ ઢીલો થયો.

ધડામ...કરતો અજગર નીચે જમીન પર પટકાયો તે સાથે કદમનું શરીર પણ ધરતી પર પછડાયું.

આખરે મોત પર જિંદગીની જીત થઇ.

નીચે જોરથી પછડાતા કદમના શરીરમાં ચેતનાનો સંચાર થયો, છેલ્લો શ્વાસ લેતાં તેનાં ફેંફસાં ધીરે-ધીરે મંદ ગતિથી શ્વાસ લેવા લાગ્યા. બંધ પડવાની તૈયારીમાં રહેલું, તેનું હાર્ટ ધીરે-ધીરે ધબકલા લાગ્યું, તેનું ખેંચાતું શરીર નોર્મલ થવા લાગ્યું.

કેટલોય સમય તે એમ ને એમ પડ રહ્યો.

લગભગ વીસ મિનિટ સુધી બેહોશ રહ્યો પછી ધીરે-ધીરે તેનું શરીર સળવળ્યું તે ભાનમાં આવતો જતો હતો.

ભાનમાં આવતાં તે જીવતો છે કે મરી ગયો તે પણ તે નક્કી કરી શકતો ન હતો. થોડીવાર તે જમીન પર એમ ને એમ પડી રહ્યો. ધીરે-ધીરે તેનો શ્વાસ અને ધબકારા નોર્મલ થયાં. તેનું આખું શરીર તૂટતું હતું. તેને એકદમ અશકિત જણાતી હતી. ઉબકા આવતા હતા. વાતા ઠંડા શીતળ પવનને લીધે તેને થોડી રાહત થઇ. પછી તે ધીરેથી બેઠો થયો.

પોતાને અજગરના મૃતદેહ પર પડેલો જોયો.

તેના મોં પર વિજ્યયુક્ત સ્મિત ફરકી રહ્યું, આજ ફરી એ મોતને હાથતાળી આપી છટકી ગયો હતો.

તે ઊભો થયો અને પાસે જ વ્હેતા ઝરણામાં પોતાનું ચીકણું મોં સાફ કરી હાથ-પગ ધોય અને ધરાઇને પાણી પીધું.

હવે તે સ્વસ્થ હતો. મારે જલદી પ્રલય પાસે પહોંચવું જોઇએ...તેણે વિચાર્યું બાદમાં તે આગળ ચાલવા લાગ્યો.

બીજા તરફ વિનય ઝડપથી આગળ વધી રહ્યો હતો. પણ શિખર પાર કરીને જવાનો કોઇ રસ્તો તેને દેખાતો ન હતો. તે તરફ પણ આગળ ગાઢ જંગલ ફેલાયેલું હતું અને ઊંચી પર્વતમાળા દૂર-દૂર સુધી આગળ ફેલાયેલી હતી.

ચાલી ચાલીને તે થાકી ગયો હતો. માથા પર તપતા સૂર્યનો પ્રકાશ ઘટાદાર વૃક્ષોના ઝુંડમાંથી ગળાઇને તેના માથા પર પડતો હતો.

અચાનક કોઇ પ્રાણીઓ ભાંભરવાનો ભયાનક અવાજ પાછળથી આવ્યો.

વિનય ખૂબ જ સ્ફૂર્તિથી પાછળ ફરી ગયો.

પાછળ નજર પડતાં તે ધ્રુજી ઊઠ્યો.

પોતાની આઠ-દસ ફુટ દૂર એક મહાકાય ગેંડો (રાયનો સોરાશ) ધસમસતો આવી રહ્યોહતો. ગેંડાના માથાની વચ્ચેના ભાગમાં ખતરનાક શિંગડું ધારદાર છૂરીની જેમ ચમકતું હતું. માથું નીચું કરી વિનયને પોતાના શિંગડા વડે ચીરી નાખવાના ઇરાદા સાથે તે દોડ્યો.

વિનય ખૂબ સ્ફૂર્તિથી એક મોટા ઝાડ પાછળ ફરીગયો. જો બે-ચાર સેકન્ડ પણ તે મોડો પડ્યો હોત તો તેની આવરદા પૂરી થઇ ગઇ હોત.

ગેંડો દોડીને સીધો જ આગળ નીકળી ગયો. પોતાનો શિકાર છટકી જતાં તે વધુ ક્રોધે ભરાયો. ગોળ ટર્ન લઇ તે પાછો વિનય તરફ ધસ્યો.

હાથીને પણ શરમાવે તેવો વિશાળ કાયવાળો તે ગેંડો છીકોટા નાખતો ક્રોધથી નસકોરા ફુલાવતો પોતાના શિકાર તરફ ધસી ગયો.

ગેંડો હંમેશા સીધો જ દોડી શકે છે. છૂરા જેવું ભયાનક સીંગ તેના માથા પર એવી રીતે બનેલું હોયછે. કે પોતાનું માથું સાઇડમાં ફરાવે તો તેનું સીંગ પોતાને જ લાગે છે. તેથી તે આજુબાજુ કે પાછળ તરત વળી શકતો નથી. પાછળ વળવા માટે પણ તેને લાંબું ચક્કર ફરીને દોડવું પડે.

***