એક દી તો આવશે... - ૧૨ Mewada Hasmukh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક દી તો આવશે... - ૧૨

અથડાઇ ગયા અચાનક એ રસ્તામાં,
એ ચાલ્યા ગયાને હું ખોવાયો એ રસ્તામાં..

એક દી તો આવશે..!
ભાગ-૧૨

એ નાદાન એવું સમજ્યો હશે કે દરિયો એની પાછળ પડ્યો છે...!!

અમુ આ જન મેદની માં ટેમ્પો..ભૂલી જ ગયો હતો..સાથોસાથ...શેઠ...શેઠાણી અને લોકો સુધી પહોચવાની આશા..!
અમુ ભીડ માં ફસાઈ ગયો....એ ગળું ફાડી ફાડીને બૂમો પાડી રડી રહ્યો..પણ આ વિશાળ મેળા માં કોઈ એનો અવાજ સાંભળી શકે તેમ નહોતું...ઢોલ નગારાં અને વાજિંત્રો નાં ઘોંઘાટ માં અમુ નો આવાજ અમુ સુધી પણ પહોંચવા માં નિષ્ફળ રહ્યો...અમુ ટેમ્પા નાં પાર્કિંગ ની દિશા ભૂલી ઉલ્ટી દિશા માં દોડતા દોડતા એકાદ બે કિલોમટર આઘે આવી ગયો હતો..એ એકદમ ગભરાઈ ગયો હતો..એની આવાજ કોઈ સુધી પહોંચતી નથી.... મરાઠી અને હિંદી ભાષી લોકો નાં ટોળા માં એવો તો ફસાઈ ગયો..કે નાં એ કોઈની ભાષા સમજી શકતો હતો...કે નાં કોઈ એની ગ્રામીણ મારવાડી તળપદી ભાષા કોઈ પર પ્રાંતીય સમજી શકતું હતું...

એ મોટે થી બૂમો પાડી રડી જ રહ્યો હતો..
રાત્રી નો અંધકાર લાઇટ નાં ઉજાસ માં વધુ ડરામણો લાગી રહ્યો હતો...એ માસૂમ નાં ચહેરા ની પરિભાષા કોઈ સમજી નહોતું શકતું...સહુ પોતપોતાના બાપ્પા ની મૂર્તિ વિસર્જન નાં મહા ઉત્સવ માં લીન હતા...કોઈને પોતાના બાજુ પર થતી હલચલ પર સુધ્ધાં નજર નહોતી..
અમુ એ ભીડ માં એવો ફસાઈ ગયો હતો કે એને મહા મહેનતે એક એક ને હડસેલી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો..પણ વિશાળ જન મેદની માં એના પ્રયત્નો નાકામયાબ રહ્યા...એ હારી થાકી ને લોથપોથ થઈ એક પંડાલ નાં મેજ નીચે જઈ પડી ગયો...વાજિંત્રો...બેન્ડ વાજા અને લાઉડસ્પીકર નાં કાન નાં પડદા ફાડી નાખે તેવા ઘોંઘાટ માં અમુ ની ચીસ ક્યાંય દબાઈ ગઈ...

બીજી બાજુ શેઠ શેઠાણી અને સહુ મંડળ નાં લોકો પોતાના ટેમ્પા પાસે આવતા ખુશી અનુભવી રહ્યા હતા...પ્રભુ ને આવતા વર્ષે ફરીથી પોતાના ઘરે આવવાનું મહામૂલું આમંત્રણ આપી ને વિદાય સુખ પૂર્ણ કરી એની અનહદ ખુશી એમના ચહેરે જણાઈ આવતી હતી...

તેઓ..ટેમ્પા માં આવતા જ પોતાના છોકરાઓ ને શાંત રાખી...સહુ ને માટે રસ્તા માં થી મળેલી પ્રસાદ આપી...શેઠ અને શેઠાણી ની નજર અમુ ની ખાલી જગ્યા પર જતા છોકરાઓને પૂછ્યું...તો જવાબ મળ્યો એ તમને શોધવા માટે ગયો છે...!!

શેઠ અને શેઠાણી દંગ રહી ગયા..!!
આટલી વિશાળ જન મેદની માં અમુ .. અમને શોધવા ગયો છે..??
એણે ગામડે થી આવ્યા પછી એકલાએ નાં ક્યારેય ફ્લેટ નું એક પગથિયું પણ દેખ્યું છે...ને આજે અહીં...!

શેઠ વિમાસણ માં પડી ગયા...એમના ચહેરે ચિંતા ની રેખાઓ ઘેરાવા લાગી...શેઠાણી પણ બાપ્પા ને મનોમન પ્રાર્થના કરવા લાગ્યા...

અને તરત જ જે રસ્તે અમુ ગયો હતો..એજ રસ્તે શેઠ અને બીજા લોકો નીકળી પડ્યા....
શેઠ મોટે થી બુમો પાડે છે...પણ એમનો અવાજ વરઘોડા માં વાગતા ઉતાવળા લાઉડસ્પીકર માં અથડાઈ ને પાછો પોતાના સુધી આવી અસ્ત થઈ જાય છે..
શેઠ બેબાક બની દરિયા સુધી દોડી જાય છે...બીજા લોકો પણ પોતપોતાની રીતે આજુબાજુ માં લારીઓ અને પાથરણા પથારી ને નાસ્તા,રમકડાં નાં સ્ટોલ લગાવી બેઠેલા સહુ ને અમુ વિશે પૂછે છે...પણ ક્યાંય અમુ ની ભાળ મળતી નથી ..

શેઠ ત્યાં ની સુરક્ષા અને મદદ સમિતિ માં જઈ ખબર આપે છે..અને ઉતાવળે અવાજે લાઉડસ્પીકર દ્વારા જાહેરાત કરે છે..
પણ એ અવાજ પણ અમુ સુધી પહોંચતા પહોંચતા વચ્ચે જ અલોપ થઈ જાય છે...

શેઠ પોતે..એકવાર માઈક્રોફોન લઈ પોતે ગામડાની એ તળપદી ભાષામાં અમુ ની બૂમો પાડીને એને જ્યાં હોય ત્યાં થી આવકારવા પ્રયત્ન કરે છે..પણ..વ્યર્થ .!!

શેઠાણી પણ ચિંતિત બની જાય છે...અમુ ને શોધવા ના પ્રયાસ રૂપ ટેમ્પા ની આજુબાજુ લારીઓ..અને નાની નાની સ્ટોલ લગાવી બેઠેલા લોકો ને નાનકડા છોકરા વિશે પૂછતાં પૂછતાં પોતાના ચહેરા અને અવાજ પર સંવેદના વ્યક્ત કરે છે..
પોતે પણ બેબાકળા બની જાય છે...પોતાના છોકરાઓ ને ધમકાવે છે.. કે કોઈને ટેમ્પા થી નીચે ઉતરવાનું નહોતું કહ્યું તો કેમ અમુ ને જવા દીધો...
શેઠાણી નાં ઉગ્ર રૂપ થી છોકરા ઓ કહી દે છે..

દાદી...અમે રડતા હતા તો અમુ તમને બોલાવવા માટે નીકળ્યો હતો..એ નહોતો જતો ..તો પણ અમે જીદ પકડી ને મોકલ્યો..



આભાર .

બસ કર યાર..જરૂર વાંચજો
હસમુખ મેવાડા.