લવ ની ભવાઈ - 13 Dhaval Limbani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ ની ભવાઈ - 13

? લવ ની ભવાઈ - ૧૩ ?

અરે અવની શુ તારીફ કરું એ ગર્લ ની ?એની એ મસ્ત મજા ની ચાલ , કોમળ કોમળ હાથ , હાથ માં મહેંદી , એના હવા માં ઉડતા ખુલ્લા વાળ અને ખાસ તો એની કાતિલ સ્માઈલ આહ હા શુ વાત કરું અવની તને એની !!! એને હા પાડી હોત તો કાલે જ હુ સગાઈ કરી લેત એની જોડે.

એટલું સાંભળતા જ અવની નીલ ને એક પેટ માં મુક્કો મારે છે એને ત્યાંથી એ પોતાના કામ પર લાગી જાય છે..

બસ આમ જ દિવસો ચાલતા રહે છે.બંને પોતપોતાનું કામ કરે છે , સાથે રહે છે અને આગળ વધે છે.

એક દિવસ બંને પ્રેમી પંખીડાઓ પ્લાનિંગ કરે છે કે આજે આપણે ઓફિસ થી છૂટીને બાર લંચ પર જઈશું .અવની ને પિઝા બહુ જ ભાવતા અને એ પણ સૌથી વધારે પીઝા ડોમીનોઝ ના જ ભાવતા. તો નીલ અને અવની દર વખતે ત્યાં જ જતા.હવે તો ડોમીનોઝ વાળા પણ આ બને ને ઓળખવા લાગ્યા હતા.બને જણા આજે ડોમીનોઝ માં મળે છે પીઝા ઓર્ડર કરે છે સાથે જ પેપ્સી પણ મંગાવે છે.અવની પોતાના હાથ થી નીલ ને પીઝા ખવડાવે છે અને નીલ દર વખતે ની જેમ નોટંકી કરે છે.બંને જણા હસતા હસતા લંચ કરી લે છે..


અવની - યાર નીલ એક વાત કહેવી છે તને !

નીલ - અરે મારા દિકા. બોલ ને શુ વાત છે અને હા એક નહીં દસ વાત કહે.

અવની -યાર નીલ હવે આપડે આપણાં કરિયર પર ધ્યાન દેવુ જોઈએ. કારણકે આપણે બંને હજુ પ્રાઇવેટ જોબ કરીયે છીએ. કાલ ભવિષ્ય માં આપણે આપણા ઘરે કહેવાનું થશે તો શું કહીશું ??

નીલ - અરે અવની. તને તો ખબર જ છે ને કે હું તૈયારી કરું જ છુ , વાંચુ પણ છુ અને exam ભી આપુ છુ. તો એવી ચિંતા ના કર જોબ તો સારી મળી જ જશે ઓકે મારા દિકા.

અવની - હા નીલ. પણ હવે મારે પણ તૈયારી ચાલુ કરી દેવી છે અને મારે પણ Government Job લેવી છે અને કઈક બનવું છે.

નીલ - અરે મારા વ્હાલા એ કઈ કેવાની વાત છે. તારે જે કરવું હોય એ કહે , જે જોઈતું હોય એ કહે . હુ હંમેશા તારી સાથે જ છુ અને રહીશ.

અવની - હા પણ સાંભળ હું તને ટાઈમ નહીં આપી શકુ ! મારે હવે બધુ ફોકસ કરિયર પર રાખવુ છે અને કંઈક બનવું છે. એટલે નીલ વાત અને મળવાનું આપણે બંધ કરી દઈશુ. હુ જસ્ટ સાંજે જ તને મેસેજ કરીશ સૂતી વખતે બસ. બાકી આખો દિવસ માં એક પણ મેસેજ નહિ કરું.

નીલ - ( આશ્ચર્ય સાથે ) અવની એટલે હું કઈ સમજ્યો નહીં. વાત કરવાનું બંધ અને મળવાનુ બંધ એટલે. તું એમ કહેવા માંગે છે કે હવે થી આપણું મળવાનુ બંધ અને વાત પણ બંધ ?

અવની - હા નીલ. કારણ કે મને ટાઈમ નથી મળતો .. અવની બોલતા બોલતા ચૂપ થઈ જાય છે.

નીલ - અરે કહી નહિ અવની આમ ચૂપ ના રહે. તારે જેટલો ટાઈમ જોઈતો હોય એટલો લે બસ. આમ પણ આપણે આખો દિવસ સાથે જ હોઈએ છીએ ને. રાત્રે કદાચ વાત ન થઈ તો કઈ વાંધો નહીં. ખાલી રાત્રે મને દસ મિનિટ નો ટાઈમ આપજે..ઓકે.

અવની - હા હુ જોઇશ.

આમ પોતાના કરિયર ની બાબત માં સિરિયસ બની બંને કપલ પોતપોતાની તૈયારી માં લાગી જાય છે. બને જણા આમ તો ઓફીસ માં સાથે હોય છે, વાતો કરે છે , મસ્તી કરે છે અને પોતાને ના સમજતા એક બીજા ને પ્રશ્નો પૂછે છે.

એક દિવસ અવની એ નીલ ને વાત કરી કે નીલ મારે હવે અહીં જોબ નથી કરવી. હું જ્યાં રહુ છું ત્યાં બાજુમાં જ એક ઓફીસ છે ત્યાં હુ ઇન્ટરવ્યુ આપી આવી છુ અને મારે ત્યાં જોબ કરવી છે.

નીલ - અરે પાગલ એમાં શુ ? તને જ્યાં ફાવે ત્યાં જોબ કર.પણ તું મને મૂકીને અહી થી જતી રહીશ ને ? એક તો આમ પણ આપણે વાત કરવાનું ઓછુ કરી દીધુ છે અને હવે તું પણ અહીં થી જઈશ પછી તો સાથે રહેવાનું પણ બંધ થઈ જશે અને વાત નું તો......

અવની - ( ગુસ્સામાં ) અરે નીલ તું શું સાવ મને સમજતો જ નથી. એક તો હુ ડેઇલી અહીં અપ ડાઉન કરી ને આવું છુ , ઘરે પહોંચીને થાકી જાવ છુ. ઘર નુ કામ હોય તો કેમ ?

નીલ - અરે અવની ગુસ્સે ના થા. મેં તને જોબ કરવાની ના નથી પાડી. મેં જસ્ટ મારા મન માં રહેલી ફીલિંગ કીધી.
આપણે કેટલાય મહિનાથી સાથે છીએ અને અચાનક તું આમ જતી રહે તો મને દુઃખ તો થાય જ ને એટલે કીધુ..

અવની - સારું મને ખુબ જ ઊંઘ આવે છે અને હુ સુઈ જાવ છુ. બાય tc..

આમ અવની પોતાના શહેર માં જોબ કરવા લાગે છે. નીલ જ્યાં હતો ત્યાંજ પોતાની જોબ continue રાખે છે. બને જણા પોતપોતાની રીતે આગળ વધે છે પણ જાણે અંજાણે એક બીજા થી દુર પણ થઈ રહ્યા છે. નીલ વિચાર કરે છે કે અમે બંને પોતાના સારા ભવિષ્ય માટે મહેનત કરી રહ્યા છીએ એ અમારા બનેં માટે સારું જ છે પણ થોડો ડર પણ લાગી રહ્યો છે કે અમે બંને પોતાના કામ પાછળ એટલા બધા ખોવાઈ ગયા છીએ કે એક બીજા ને ટાઈમ નથી આપી શકતા.ભગવાન બસ તારા પાસે એટલી જ પ્રાર્થના છે કે અમારા માટે જે કર એ સારું કરજે..

આમ જ ઘણા દિવસો વીતી જાય છે .એક દિવસ બનેં જણા રાત્રે વાતો કરી રહ્યા હોય છે અને એમાંથી નીલ અવની ને એક પ્રશ્ન પૂછે છે.

નીલ - યાર અવની તને નથી લાગતુ કે આપણે બંને દૂર થઈ ગયા હોઈએ ? કારણ કે તારા મેસેજ પણ આવતા હમણાં બંધ થઈ ગયા છે. પહેલા તું મને સવારે કોલ પણ કરતી અને મેસેજ પણ, ક્યારેક ક્યારેક સાંજે પણ મેસેજ કરતી અને હવે તારા કોલ તો ઠીક પણ મેસેજ આવતા ભી બંધ થઈ ગયા છે.હું શું કહુ છુ અવની આપણે મળી એ તો ? તું ઓફીસ થી છૂટ ત્યારે મને કહેજે હું મળવા માટે આવી જઈશ.

અવની - યાર નીલ શુ પણ સાવ. મેં તને પહેલા જ કિધુ હતુ કે આ બાબત પર આપણી વાત-ચીત નહીં થાય આગળ. અને શું વાર વાર મળવાનું કહે છે ! મારા પાસે ટાઇમ નથી.

નીલ - ( પોતાના મન ને માનવીને ) અવની તું થાકી ગઈ હશે સુઈ જા. કાલે તારે પછી ઓફીસે પણ જવાનુ છે.. શાંતિ થી સુઈ જા.

અવની - હા બાય.

બસ હવે જેમ જેમ સમય આગળ વધે છે તેમ તેમ આ બને ના રિલેશનમાં પ્રેમનો પણ ઘટાડો થતો જાય છે. આખો દિવસ તો વાત થતી નથી. સાંજે થોડી ઘણી વાત થાય છે એ પણ પાંચ થી દસ મિનિટ.

એક દિવસ નીલ પોતાની ઓફીસમાંથી રજા લઈને અવની ના શહેરમાં જાય છે બે કલાક વહેલા પહોંચી જાય છે અને અવની ની ઓફીસ ની બહાર અવની ની રાહ જોવે છે ( મન માં ડર છે એકબીજા થી દુર જવાનો , એક બીજા ના પ્રેમ માં ઘટાડો ના થાય એમનો ) ત્યાં જ અવની ઓફીસમાંથી બહાર આવે છે અને નીલ ને પોતાની સમક્ષ જોવે છે. થોડી વાર તો અવની ને સપના જેવું લાગે છે. નીલ અવની ને પોતાની બાઈક પર બેસાડી ને અવની ને ડોમીનોઝ માં લઇ જાય છે. બપોર નો સમય હોવાથી બને જણા થોડો નાસ્તો કરે છે અને વાતો કરે છે..

અવની - શુ વાત છે નીલ આજે અચાનક ?

નીલ - શુ કરવું ? કોઈક નેતો આ રિલેશન જાળવી રાખવું પડશે ને ?!!!!!

અવની - યાર નીલ .....તું........

નીલ - અરે મસ્તી કરું છુ. લે.. આ તારી ફેવરીટ ગારલીક બ્રેડ.

અવની - યાર નીલ તું મને આમ ટોન ના માર પ્લીઝ. મને ખબર છે તું મને શું કહેવા માંગે છે. પ્લીઝ તું મને કોઈપણ જાતનો ફોર્સ ના કર.

નીલ - અરે અવની એવું કશું જ નથી. જસ્ટ મેં વાત કરી.

અવની - નીલ તારા મન માં જે કહી પણ હોય એ કહી દે પ્લીઝ..

નીલ - અવની...

મને ખબર છે તું જે પણ કરી રહી છે એ આપણા સારા Future માટે જ કરી રહી છે અને એમાં પણ હું તારી સાથે જ છુ. પણ ઘણી વાર એવું મને થાય છે કે આપણે એક બીજા થી દુર થઇ રહ્યા છીએ. ચલ હું માનું છું કે હું તને વારંવાર કહુ છુ મળવા માટે , વાત કરવા માટે કારણ કે મારે આપણા રિલેશન ને બચાવવું છે..

અવની - ( વચ્ચે થી બોલતા ) તો શું હુ નથી બચાવતી આપણા રિલેશનને ? તું કેમ નથી સમજતો ?

નીલ - અવની હું એમ નથી કહેતો એટલુ જ કહેવા માગું છુ કે થોડોક તો ટાઈમ આપ આપણા આ રિલેશન ને..
તું જસ્ટ મને એ કહે કે આપણે લાસ્ટ કેટલા સમય થી સરખી રીતે વાત નથી કરી ? ખાલી સાંજે આપણે એક બીજા ને ગુડ નાઈટ ના જ મેસેજ મોકલીએ છીએ. અને ક્યારેક વાત થાય ત્યારે પાંચ જ મિનિટ માં તું એવું કહે છે કે મને ઊંઘ આવે છે અને મારે સુઈ જવું છે. ક્યારેક ક્યારેક સાંજે આવેલા તારા એક મેસેજ નો રાહ જોતો હોવ છુ પણ બીજે દિવસે મને જાણવા મળે છે કે મને વાત કરતા કરતા જ નીંદર આવી ગઈ.
ચાલ મને એમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી કે તું દરરોજ વાત કર પણ ખાલી દિકા એટલું તો રાખ કે ક્યારેક આજે મારા નીલ જોડે વાત કરું.

અવની - હા સારું હવે હું ધ્યાન રાખીશ અને ચાલ હવે. મારે મોડું થાય છે ઘરે જવા માં..

નીલ - હા સારું ચાલ.

બને જણા બાઈક પર જાય છે. બનેં જણા એક દમ ચૂપ છે.નીલ અવની ને તેની ઘર ના ખૂણા પર ઉતારે છે અને બાય બોલીને ત્યાં થી જતો રહે છે..

જેમ સમય પોતાનો રંગ બદલે છે તેમ આપણા જીવન માં ઘણો ફેરફાર થાય છે. અવનીનો મોટો ભાઈ હવે એમની ઘરે પાછો આવી ગયો છે ( પહેલા બહાર રહેતો ) એટલે હવે ઘર પર કોલ કરવાની તો વાત આવી જ નહીં અને મેસેજ તો .....ક્યારેક ક્યારેક...

આમ જ દિવસો પસાર થવા લાગ્યા. એક -બે મહિના સુધી આવું ચાલ્યુ. ના કોઈ કોલ. બસ સાંજે ખાલી ગુડ નાઇટ ના મેસેજ અને ક્યારેક પાંચ દસ મિનિટ ની વાત. હવે અવની ને આગળ ભણવાનું હોવાથી તે માસ્ટર ડીગ્રી માટે ભણવાનું ચાલુ કરે છે.સવારે અવની ની ઑફિસ હોય છે અને અઠવાડિયામાં માં ત્રણ વાર કોલેજ જવાનું હોય છે. અને જ્યારે ઘરે પાછી આવે છે એટલે ઘર નું કામ.ક્યારેક ક્યારેક નીલ જોડે વાતો.

એક દિવસ સાંજે બંને વાતો કરતા હોય છે ત્યાં જ નીલ કહે છે કે અવની મેં તને લાસ્ટ બે મહિનાથી નથી જોઈ અને આપણે સરખી વાત પણ નથી કરી તો કાલે આપણે મળી શકીએ ?

અવની - ના નીલ મારા પાસે હમણાં જરાય ટાઈમ નથી.જો કઇક ટાઈમ મળશે તો કહીશ તને.. ઓકે અને હા મને હવે ઊંઘ આવે છે આપણે કાલે વાત કરીયે ઓકે નીલ.

નીલ - Ok અવની..તારું ધ્યાન રાખજે અને સમય સર જમી લેજે..

☺️ ક્રમશઃ ☺️

પેહલા તો સોરી કે આ પાર્ટ માટે તમારે બોવ જ બધી રાહ જોવી પડી એ બદલ..

ખાસ તો મારા તમામ વાંચકોને ખૂબ ખૂબ ધન્યવાદ. કેમ કે આ વખતનો મારો જન્મદિવસ ખૂબ જ યાદગાર બનાવી દીધો.
ઘણા લોકોના કોલ આવેલા અને મેસેજ પણ. ખૂબ જ પ્રેમ મળ્યો તમારા તરફ થી.... એ જાણી ને ખૂબ જ ખુશી થઇ કે મારા જેવા નાના લેખક ને કોઈ એટલું ઓળખતુ નથી , ના ક્યારેય મળ્યા તો પણ ઘણા લોકો મને નિસ્વાર્થ પ્રેમ કરે છે.
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો...

જેમ ઉપર સ્ટોરી માં જોયુ તેમ બંને જણા પોતપોતાની રીતે આગળ વધી રહ્યા છે પણ સાથે જ એક બીજા થી દૂર પણ જઇ રહ્યા છે. શુ કોઈ પણ જગ્યાએ આગળ વધતી વખતે પોતાના પ્રેમ ને ભૂલી જવો જોઈએ ? એમને ટાઈમ આપવાનું બંધ કરી દેવું જોઈએ ?

મિત્રો ઘણા એવું કહેશે કે હા જ તો પ્રેમ તો થયા રાખે પહેલા કરિયર. હું પણ એમાં જ માનું છુ કે સારી રીતે સેટલ થઈ પ્રેમ માં પડાય પણ જે લોકો ઓલરેડી પ્રેમ માં છે તો શું એના પોતાના પ્રેમ ને છોડી ને આગળ વધી શકાય. ઉપર નીલ અને અવની આગળ તો વધી રહ્યા હતા પણ એક નજરે એ બંને પોતાના પ્રેમ ને ગુમાવી પણ રહ્યા હતા.. નીલ પોતાની દ્રષ્ટિએ સાચો હતો અને અવની પોતાની દ્રષ્ટિએ....

U Can Also Give Ur Comment On Your View

બધા ના પોતપોતાના વિચારો છે.કોઈ કહેશે અવની સાચી છે અને કોઈ કહેશે નીલ..

એક તરફ અવની ને કરિયર માં આગળ વધવુ છે અને નીલ ને પોતાના પ્રેમ ને બચાવવો છે

શુ થશે આગળ એ જોઈશું લવ ની ભવાઈ - 14 માં.

Thank U So Much All The Readers.
I really Thankful All Of You

? Mr.NoBody.?
for More Updates..
My Instagram Id - i_danny7
Facebook page - Mr Danny
Facebook Id - Danny Limbani