લવ ની ભવાઈ - ૧૨ Dhaval Limbani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

લવ ની ભવાઈ - ૧૨

? લવ ની ભવાઈ - ૧૨ ?

જેમ દરરોજ સવારે અવની અને નીલ એક બીજા ને મેસેજ કરે છે એમ એક દિવસ સવાર માં અવની નીલ ને મેસેજ કરે છે પણ નીલ નો કઈ રીપ્લાય આવતો નથી. અવની ને થાય છે કે નીલ કદાચ કામ માં બિઝી હશે એટલે મેસેજ નહીં કરતો હોય, એમ વિચારીને અવની કામ માં લાગી જાય છે.

ઘણો સમય વીતી જાય છે પણ અવની ને જે મેસેજ ની રાહ છે એ મેસેજ હજુ આવ્યો નથી. અવની એ હવે ચિંતા થાય છે અને એ નીલ ને કોલ કરે છે પણ નીલ કોલ રિસિવ નથી કરતો . અવની નીલ ને ઉપરાઉપર છ થી સાત વાર કોલ કરે છે પણ નીલ કોલ રીસીવ નથી કરતો.આમ ઘણો સમય પસાર થઈ જાય છે અને નીલ નો મેસેજ આવે છે.

" સોરી અવની તારો કોલ રીસીવ ના કર્યો એ માટે. Actully ઘરે અત્યારે મહેમાન આવ્યા છે તો કોલ પર ધ્યાન ના રહ્યું.
અને હા અવની મને જાણ ના થાય એમ પાપા એ એમના એક ફ્રેન્ડ ને બોલાવ્યા છે અને સાથે જ એમની વાઈફ પણ આવી છે અને નવીન વાત એ છે કે એમની એક ની એક છોકરી પણ આવી છે.

So મને લાગે છે કે કદાચ પાપા મારુ એ પેલી છોકરી જોડે નક્કી કરી નાખશે..

અવની - ( પોતાનુ બધુ કામ છોડી ઓફીસ ની બહાર આવે છે ) નીલ ને ફોન કરે છે.( ગુસ્સામાં ) અરે આ તું શુ વાત કરે છે ? નક્કી કરી નાખશે એટલે ?એમ કેમ નક્કી કરી નાખશે પાપા ? જો નીલ હું કઈ પણ નથી જાણતી ઓકે. તું બસ મારો છે અને મારો જ રહીશ. હુ બીજા કોઈપણ સાથે લગ્ન નહીં કરું અને ના તારા બીજા કોઈ જોડે થવા દઈશ સમજ્યો.

અને બીજું તું સાવ કેવો છે યાર. સાવ નૉર્મલ થઈને મને કહે છે કે પાપા મારુ પેલી ગર્લ જોડે ફિક્સ કરી નાખશે.તને જરાય પણ વિચાર ના આવ્યો મારો ? કે હું શું કરીશ ? ક્યાં જઈશ ? એ તો બધુ સાઈડ માં મુક અને સૌથી પહેલા મને એ કહે કે તે શા માટે છોકરી વાળા ને બોલાવ્યા ?
(નીલ વચ્ચે વાત અટકાવતા ના ના કહે છે પણ અવની કશુ પણ સાંભળતી નથી)

હવે મને એમ તો ના જ કહેતો કે મને ખબર ના હતી અને પાપા એ બોલાવી લીધા અને મને કીધું પણ નહીં..

યાર નીલ તે મને પણ સાવ કેવા Tention માં નાખી દીધી..અને હા મારે બીજું કાંઈ પણ નથી સાંભળવું.મને બસ એટલી ખબર છે કે તારે પહેલી છોકરી ને ના પાડી દેવાની છે અને એવુ લાગે તો કહી દેજે કે મારે Girlfriend છે અને તો પણ ના માને તો એ ચુડેલ જોડે મારી વાત કરાવ જે હું અને જોઈ લઈશ..

વચ્ચે થી વાત રોકતા નીલ કહે છે " અરે મારી ઓ જગદંબા ચૂપ થા. તારી ગાડી બંધ કર. એમાં જો પેટ્રોલ પણ પૂરું થઈ ગયુ છે. ક્યાર નુ બોલવાનુ ચાલુ જ છે.પેહલા વાત સાંભળ પૂરેપૂરી અને પછી બોલ. પણ નહીં આપડે તો અધૂરી વાત માં ચડી બેસવાનું અને ચાલુ કરી દેવાનુ. પાગલ સાવ.

હવે હુ જે કહુ એ સાંભળ.પહેલી વસ્તુ એ કે મેં નથી બોલાવી પેલી તારી ચુડેલ ને મને જોવા માટે.
બીજુ કે હુ એને હા નથી પાડવાનો બિકોઝ મે હમણાં જ ઘરે આપણી બન્ને ની વાત કરી છે.( જ્યાં એટલુ નીલ બોલ્યો ત્યાં જ વચ્ચે થી નીલ ને બોલતા અટકાવે છે )

અવની - અરે યાર તું શુ વાત કરે છે ?
તે ઘરે આપણા બંને નુ કહી દીધુ ?
(નીલ ફક્ત હા પાડે છે) યાર નીલ તે આ શુ કર્યું ? કઈક થશે તો અને મમ્મી પાપા ને હુ ના ગમી તો?
તને ખ્યાલ જ છે કે આ વસ્તુ માટે આપણે અલગ થી એક વસ્તુ વિચારી હતી અને પછી જ આપણે ઘરે કહેવાના હતા.
તને ખબર જ છે કે જ્યાં સુધી હુ મારી રીતે આગળ નહીં વધુ , કંઈક બની ના જાવ ત્યાં સુધી આપણે ઘરે કહેવાનુ પણ ના હતુ અને લગ્ન પણ નહોતા કરવાના.
તો પણ તે કઈ વિચાર્યા વગર ઘરે કહી દીધુ ?
યાર નીલ શુ કર્યું તે ?
મને ખબર જ છે મમ્મી પાપા એ ના જ પાડી હશે મારા જોડે લગ્ન કરવાની.
હવે હુ શુ કરીશ ?????

નીલ - ( ગુસ્સામાં ) અરે શુ થયુ છે આજે તને ? વાત પૂરી ના થઇ હોય એની પેહલા જ બોલવાનુ ચાલુ કરી દે છે.ક્યાર નો કહું છું કે વાત સાંભળ. પણ નહીં આપણુ તો કશુ માનવાનું જ નહીં ? બસ મન માં આવે એ બોલવા લાગવાનું..

થોડી વાર બંને જણા ફોન પર ચુપ રહે છે.. એક બીજા કઈ પણ નથી બોલતા.નીલ ગુસ્સા માં છે અને અવની પરેશાન છે એટલે એ પણ ગુસ્સામાં. આમ પાંચ સાત મિનિટ નીકળી જાય છે.

અવની - સોરી નીલ. મારી ભૂલ કે મેં તારી વાત સાંભળી નહીં એને મારુ બકબક ચાલુ કર્યું. હવે મને શાંતિ થી બધુ કહે હો મારા દિકા.

નીલ કઇ પણ બોલતો નથી.

અવની - અરે અરે મારુ દિકુ મારા થી નારાજ થઈ ગયુ ? અલે અલે માલુ દિકુ તું માલા થી નાલાજ છે.સોલી હવે હું ક્યાલેય વત્તે નહીં બોલું હો માલા દિકા..
ચલો ચલો હવે મને પુલી વાત તલો..
અવની એમ કહી ફોન મા એક કિસ આપે છે.
નીલ ચાલ હવે તો કે શું થયુ ?
શુ કીધુ મમ્મી પાપા એ ?
મને અહીં Tention થાય છે.

નીલ - પાગલ સાવ. થોડી વાર માં સાવ નાનુ એવુ બાવલુ બની જાય અને થોડી વાર માં મોટી બધી ડાયન.
અને પહેલા જ વાત સાંભળી લેતી હોય તો વચ્ચે વચ્ચે બોલ બોલ કરે સાવ.

હવે સાંભળ. એમાં એવું થયું કે અચાનક એ લોકો આવી ગયા અને મને પછી થી ખબર પડી કે મને જોવા આવ્યા છે. પેલા લોકો અહીં થી નીકળતા હશે તો એમને એમ કે એક વાર પાપા એ એમને મારી વાત કિધેલી તો મળતા જઈએ એમ. તો એ લોકો આવ્યા. પછી મને મમ્મી એ કીધુ કે આ લોકો તને જોવા આવ્યા છે અને પેલી જે ગર્લ છે એના જોડે તારું નક્કી કરવાનુ છે. મમ્મી એ એટલું કીધું ત્યાં તો મારા રામ રમી ગયા.

થોડી વાર પછી મેં પાપા ને મેં એમ કહી ને કિચન માં બોલાવ્યા કે મમ્મી ને તમારું કામ છે. પછી પાપા આવ્યા અને એક પછી એક મેં આપણી બધી વાત કહી દીધી.એ બંને એ ના તો નથી કીધું પણ તને વાત કરવા માટે અહીં બોલાવશે અને તારે અહીં આવવું પડશે.. અને બાકી ની વાતો સાંજે ફોન માં કહીશ એમ કરી ને નીલ ફોન કટ કરે છે.

અવની ના મન માં હવે બસ એક જ વિચાર છે કે હું નીલ ના મમ્મી પાપા જોડે શુ વાત કરીશ અને એ લોકો મને પૂછશે ? બસ આમ વિચારતા વિચારતા અવની દિવસ પૂરો થાય છે.

સાંજે નીલ નો કોલ આવે છે અને દિવસે બનેલી બધી જ વાતો અવની ને કહે છે. બંને જણા થોડી વાર આ ટોપીક પર વાતો કરે છે અને પછી પેલા ની જેમ પોતાની મજાક મસ્તી વાળી વાતો માં લાગી જાય છે.

સવારે અવની નીલ જ્યારે ઓફીસ આવે છે ત્યારે એ પૂછે છે કે પેહલા લોકો ને પાપા એ શુ જવાબ આપ્યો ?

નીલ - હસતા હસતા કહે છે કે પાપા ને કઇ જવાબ આપવો જ ના પડ્યો.

અવની - જવાબ આપવો ના પડ્યો એટલે ?

નીલ - અરે મારુ પાગલ. જ્યારે મેં મમ્મી પાપા ને વાત કરી પછી હું અને પહેલી ગર્લ વાત કરવા ગયેલા. ત્યારે મેં એ ગર્લ ને આપણી બધી વાત કહેલી અને મેં કિધેલું કે પ્લીઝ તમે મને ના પાડી દો. અને એમ કહી દો કે મને છોકરો નથી ગમતો.
એ ગર્લ માની ગઈ.એના પછી અમે લોકો એ બીજી ઘણી બધી વાતો કરી. એ લોકો પછી બપોરે જમીને ગયા.
સાંજે કોલ આવ્યો પાપા ના ફોન પર એમના ફ્રેન્ડ નો કે મારી દીકરી ને નીલ નથી ગમતો એટલે આપણે આગળ નહીં વધી શકીએ.એમ કહી પાપા અને પાપા ના ફ્રેન્ડ બીજી વાતો કરવા લાગ્યા..હા હા હા..

અવની - ઓહ.. વાહ સરસ સરસ..
પહેલી ગર્લ પણ સારી કહેવાય હો કે તને ના પાડી..
હે નીલ એ ગર્લ એ એવું કીધું હોત કે હું ના નહીં કહુ અને તમે મને ગમો છો તો શુ કહેત તુ ?

નીલ -( અવની સાથે મઝાક કરતા ) ઓહ એવું હોત તો હું એ ગર્લ સાથે મેરેજ કરી લેત અને તને મારા મેરેજ માં બોલાવત.
આમ પણ મને એ બોવ જ ગમતી હતી. કેટલી Cute અને Beautiful છોકરી હતી. એની આંખો , એના રેશમીદાર ખુલ્લા વાળ , એના એ લાલ લિપસ્ટિક કરેલા હોઠ,

( અવની આંખો થી કાતરો મારે છે અને પોતાનુ ડોકું હલાવે છે અને સાતે જ નીલ ને મારવા માટે મુઠ્ઠી બંધ કરી મુક્કો તૈયાર કરે છે )

અરે અવની શુ તારીફ કરું એ ગર્લ ની ?એની એ મસ્ત મજા ની ચાલ , કોમળ કોમળ હાથ , હાથ માં મહેંદી , એના હવા માં ઉડતા ખુલ્લા વાળ અને ખાસ તો એની કાતિલ સ્માઈલ આહ હા શુ વાત કરું અવની તને એની !!! એને હા પાડી હોત તો કાલે જ હુ સગાઈ કરી લેત એની જોડે.

એટલું સાંભળતા જ અવની નીલ ને એક પેટ માં મુક્કો મારે છે એને ત્યાંથી એ પોતાના કામ પર લાગી જાય છે..

બસ આમ જ દિવસો ચાલતા રહે છે.બંને પોતપોતાનું કામ કરે છે , સાથે રહે છે અને આગળ વધે છે.

એક દિવસ અવની અને નીલ વચ્ચે મોટો ઝઘડો થાય છે અને એક બીજા બ્રેકઅપ સુધી પહોંચી જાય છે.

તો શું થશે આગળ..

એક સાઈડ નીલ ના મમ્મી પાપા એ અવની ને મળવા માટે ઘરે બોલાવી છે

બીજી બાજુ અવની અને નીલ વચ્ચે ઝઘડો થયો છે

હવે આગળ અવની અને નીલ ના મેરેજ થાય છે કે કઈ ક નવો જ ટ્વિસ્ટ આવે છે એ જોઈશું

? લવ ની ભવાઈ - 13 માં..?

આપ સૌ એટલી રાહ જોઇને મારી નવલ ને રસપૂર્વક વાંચો છે એ બદલ ખુબ ખુબ ધન્યવાદ...

એક ખાસ નોંધ - હમણાં મારો Birthday આવી રહ્યો છે
( 07 -05 ના રોજ ) તો હું આપના માટે એક નવા જ પ્રકાર ની નોવેલ મારા Birthday પર Publish કરીશ. એ નોવેલ માં અનોખો રોમાન્સ , રોમાંચ , ભરપૂર પ્રેમ , રહસ્ય ,નવા નવા ટ્વિસ્ટ અને સાથે જ એક અદ્ભૂત પ્રકારનો પ્રેમ જોવા મળશે.જેમાં કોમેડી છે , હાસ્ય છે અને સાથે જ અલગ અલગ પ્રેમ ની વાતો છે. તો બસ તમારે થોડોક જ wait કરવો પડશે.

પણ પણ પણ નોવેલ ના નામ નો wait ના કરાવતા હુ આપને એ નોવેલ નુ નામ કહી આપૂ છુ.

So એ નોવેલ નુ નામ છે !!!!!

? " નામ મેં ક્યાં રખ્ખા હે.."?

Thank U So Much All The Readers.
I really Thankful All Of You

? Mr.NoBody.?
for More Updates..
My Instagram Id - i_danny7
Facebook page - Mr Danny
Facebook Id - Danny Limbani