પ્રેમકુંજ - (ભાગ-૩૮)


રિયા રૂમમાં ઉભી થઇ અને ચારે બાજુના દિવાલ પરના કુંજના લખેલા એક એક શબ્દ વાંચીને રડી રહી હતી.તે કુંજના સ્પર્શને કુંજ સાથેની પળોને યાદ કરી રહી હતી.

*************

કુંજ વરસાદ ખૂબ પડી રહ્યો છે,અહીંથી તારા ઘરે
અત્યારે જવું મુશ્કેલ છે.બધી જ જગ્યા પર પાણી છે.તું આજની રાત્રી મારા ઘરે જ અહીં રહી જા.કાલે તું તારા ઘરે સવારે જતો રહેજે.

સારું ઇન્સપેક્ટર સાહેબ...!!પણ કુંજને રિયાની જ ચિંતા હતી તે જલ્દી મુંબઈમાં રિયાને શોધવા માંગતો હતો.તે કોઈને કોઈ જગ્યા પર તો હશે જ.

ઇન્સપેક્ટર સાહેબને ને તો હા,પાડી પણ કુંજ મુશળધાર વરસાદ માં થોડીવારમાં ઇન્સપેક્ટર સાહેબના ઘરની બહાર નીકળી ગયો.અને મુંબઈ શહેરમાં રિયાને શોધવા લાગીયો.મુશળધાર વરસાદ પડી રહ્યો હતો.પણ કુંજ રિયાને પામવા આજ આતુર હતો.

રાત્રીના અગિયારવાગી ગયા હતા.કુંજ આગળ આગળ આગળ જઈ રહ્યો હતો.તે રિયાની યાદમાં એટલો પાગલ બની ગયો હતો કે તે ક્યાં જઈ રહ્યો હતો તે તેને પણ ખબર ન હતી.

રાત્રીનો રસ્તો સુમસામ હતો.આગળ વરસાદ પડી રહ્યો હતો.કઈ દેખાય રહ્યો ન હતું.કુંજ રોડની વચ્ચે જ ચાલ્યો જતો હતો.અચાનક સામેથી એક કાર આવી અને કુંજ સાથે ધડાક કરતી અથડાણી કુંજ ત્યાં જ પડી ગયો.વરસતા વરસાદમાં કારવાળા એ નીચે ઉતરી કુંજને ગાડીમાંબેસારી કુંજને હોસ્પિટલ લઇ ગયા.પણ કુંજના માથા માંથી લોહી બંધ થવાને નામ નોહતું લઈ રહ્યું.કુંજ બે ભાન અવસ્થામાં હતો.કુંજને જાણ પણ ન હતી કે આ બધું શું થઈ રહ્યું છે.

વહેલી સવારે ચાર વાગે અચાનક કુંજને હોંશ આવીયો.તે આજુ બાજુ જોઈ રહ્યો હતો.તેને કઈ સમજણ નોહતી પડતી કે તે અત્યારે ક્યાં છે.કુંજને હજુ પણ રિયાની જ યાદ આવતી હતી.કુંજ રિયાને મળવા માંગતો હતો.

સર તમારો અકસ્માત થવાથી તમારા માથા પર થોડી ઇજા થઈ છે.હવે તમારી તબીયત કેમ છે?

સારી છે,હું અત્યારે કઈ હોસ્પિટલમાં છું.તમે મને કહેશો?હા, કેમ નહિ...!!!તમે અત્યારે આનંદ હોસ્પિટલમાં છો.કુંજ તરત જ ઉભો થઇ ગયો.મને અહીં કોણ લાવીયું?કોઈ સર હતા,પણ અત્યારે તે દેખાય નથી રહ્યા.

લાલજીની દુકાન આ હોસ્પિટલથી થોડીક જ નજીક હતી.કુંજ જાણતો હતો તે આ હોસ્પિટલમાંથી ગમે તેમ કરીને બહાર નીકળવા માંગતો હતો

હું હવે જઈ શકું મારા ઘરે?

સર બહાર વરસાદ પડી રહ્યો છે.તમે નહીં જઈ શકો.
નહીં,હું કોઈ ટેક્સી કરીને ચાલ્યો જાશ.મારો ખ્યાલ રાખીશ.

ઓકે તો તમે જઈ શકો છો...!!!

કુંજ વરસતા વરસાદમાં લાલજીની દુકાન પર થોડીવારમાં જ આવી ગયો.પણ તેના માથામાંથી ફરી લોહી પડવા લાગીયુ હતું.અચાનક કુંજને ચક્કર આવા લાગીયા.તે લાલજીની દુકાની સામેના જ બાકડા પર બેસી ગયો.કુંજને કઈ દેખાય રહ્યું હતું.
તે ફરી ઉભો થયો.પણ કુંજમાં એટલી શક્તિ ન હતી કે તે ઉભો થઇને આગળ વધી શકે.

રિયા લાલજીની દુકાન પર જ હતી.હજુ તે કુંજની યાદને તાજી કરી રહી હતી.પ્રેમમાં પડવું મુશ્કેલ નથી પણ પ્રેમમાં પડ્યા પછી તે પ્રેમને નિભાવવો મુશ્કેલ છે.
રિયા કુંજના પ્રેમમાં તો પડી હતી પણ કુંજ મને આવી પરિસ્થિતિમાં અપનાવશે કે નહીં કે કેમ તેને સવાલ થઈ રહ્યા હતા.

નહીં રિયા તારે કુંજને એકવાર તો મળવું જ જોઈએ
જે હકીકત છે તે કુંજને તારે જણાવી જોઇએ.રિયાને આજ અંદરના અવાજ કુંજ તરફ આકર્ષિત કરતા કરી રહ્યા હતા.

રિયા તને આવો મોકો ફરીવાર કયારેય નહીં મળે.એકવાર છુટા થયા પછી ભેગા થવા ના સંજોગ બને તો એ સંજોગને ચૂકવું ન જોઇએ,કદાચ સારા સમય નો અણસાર પણ હોઈ શકે.

રિયાએ મનને મનાવી લીધું હતું કે ભલે કુંજ કઈ પણ કહે ભલે કુંજ મને ન અપનાવે પણ ભલે કુંજ મને ધક્કા મારી તેનાથી દૂર કરે તો પણ હું કુંજને એકવાર જરૂર મળીશ.

પણ,રિયાને ખબર ન હતી કે કુંજ તો રાત દિવસ તેને જ શોધી રહ્યો છે.જયારેથી રિયા મળી નથી ત્યારથી તે  એક ગાંડપણની જેમ શોધી રહ્યો છે.એ તો તને ફરી અપનાવા માંગે છે.કોણ સમજાવે રિયાને..!!

અચાનક આકાશમાં કડાકો થયો.વરસાદ બહાર ધોધમાર પડી રહ્યો હતો.રિયા ઉભી થઇને બારીની બહાર નજર કરી બહાર એટલો વરસાદ પડી રહ્યો હતો,કે કહી દેખાય રહીયું ન હતું.પણ અચાનક રિયાની નજર એક બાકડા પર બેઠેલ વ્યક્તિ પર ગઈ તેનો ચહેરો સ્પષ્ટ દેખાય રહ્યો ન હતો.

રિયાને કુંજ સાથેની પહેલી મુલાકાત યાદ આવી ગઈ.આવો જ મુશળધાર વરસાદમાં કુંજ સાથે રિયાને પહેલી મુલાકાત થઈ હતી.રિયાને થયું શું તે કુંજ તો નહીં હોઈ ને?નહીં કુંજ આવા મુશળધાર વરસાદમાં સવારે પાંચ વાગે અહીં શું કરે..!તે કદી ન હોઈ શકે.પણ,રિયા તારે ત્યાં જઈને તપાસ કરવી જોઈએ તે કુંજ તો નથી ને?

કુંજને ક્યાં ખબર છે,કે હું અત્યારે લાલજીની દુકાન પર છું,કુંજ આજ સુધી ત્યાં બેસીને મારી વાટ પણ ન જોઈ શકે.રિયા ફરી નીચે તે જ જગ્યા પર બેસી ગઈ.

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Balkrishna patel 5 દિવસ પહેલા

Verified icon

ATULCHADANIYA 1 માસ પહેલા

Verified icon

Parul Chauhan 1 માસ પહેલા

Verified icon

Vasu Patel 2 માસ પહેલા

Verified icon

Nidhi Mehta 2 માસ પહેલા