પ્રેમકુંજ - (ભાગ-૬)

પ્રેમકુંજ (ભાગ-૬)

રિયા ઉપર ગઈ તેની રૂમમાં ફરી એકવાર તેણે બારીની બહાર જોયું હજી પણ કુંજ ત્યાં જ ઉભો હતો અને બારીની સામે જોઇ રહીયો હતો...

રિયા એ બારી પરથી તેની પ્રોમિસ યાદ અપાવી.
થોડીવાર રહી ફરી બારી બહાર જોયું પણ કુંજ ત્યાં ન હતો.પણ રિયા તે જગ્યાને બારી પરથી નિહાળતી રહી.રિયા થોડી વાર રહી ભાનમાં આવી...

વરસાદ ધીમે ધીમે હવે બંધ થઈ ગયો હતો.રિયાને થયું હમણાં જ લાલજી આવશે તે જલ્દી જલ્દી સમોસા બનાવા લાગી. પણ યાદ તો રિયાને કુંજની જ આવતી હતી.આજ તે કુંજને મળીને ખુશ હતી.શાયદ કુંજ પણ ખુશ જ હશે.

પ્રેમ ક્યાં કયારે કઈ જગ્યા પર થઈ જાય તે કોઈને ખબર હોતી નથી.તમે જેને અનહદ પ્રેમ કરો છો તે તમારી સાથે લગ્ન કરશે કે નહીં તે પણ કહેવું મુશ્કેલ
હોય છે.પણ પ્રેમ થઈ જાય છે.

પ્રેમ કરવો સરળ છે પણ નિભાવો મુશ્કેલ!" પ્રેમ એટલી આકર્ષક વસ્તુ છે કે તેમાં બહુ જલ્દી પડી જવાય છે. પણ પ્રેમમાં પડ્યા પછી શું તમને જે તે વ્યક્તિ સાથે જીવનભર સાથે રહેવાની ઇચ્છા થાઇ છે? શું તમને તેવું લાગે છે કે તે તમારી માટે જ છે.

પણ,પેહલા પ્રેમમાં એવી તાકાત છે.કે કોઈની સાથે તમને પ્રેમ થાય એ પછી તમારા શરીરની ઉર્જા અને આનંદ એટલો વધી જાય છે કે તમે શું કરી રહયા છો એનું તમને ભાન પણ રહેતું નથી....

જ્યારે તમે તે વ્યક્તિ સાથે હોવ તો તમે તેવું લાગે કે તમે તમારા કોઇ નાનપણના મિત્ર કે કોઇ બહુ જ ખાસ વ્યક્તિ સાથે છો.તેની સાથે તમારે પરફેક્ટ બનવાની જરૂર નથી હોતી. તમે જેવા છો તેવા રહીને પણ તેના સાથમાં બહુ ખુશ હોવ છો. તમારે કંઇ છુપાવું નથી પડતું. તમે તમારા રહસ્ય કે કોઇ પણ નબળાઇ બહુ સરળતાથી કહી શકો છો. અને તેની હાજરી માત્રથી જ તમારા મનમાં તેવું લાગવા લાગે છે કે "હવે તમારા જીવનમાં બધુ બરાબર થઇ જશે!"

તમને તેના માટે ખાસ આદર હોય છે. તેના કેટલાક વિચારોથી તમે કોઇ પણ તર્ક કર્યા વગર જલ્દી જ સહમત થઇ જાવ છો. બીજા શબ્દોમાં હું કહું તો તે તમારું "માન" બની જાય છે. એટલું જ નહીં ધણીવાર તમારી વચ્ચે વિવાદ થાય છે ત્યારે તમે સાચા પણ હોવ છતાં પણ તમે પોતાની સાચા-ખોટાની ચિંતા કર્યા વગર પ્રેમને પ્રાધાન્ય આપો છો.

જ્યારે પ્રેમ અપરિપક્વ હોય છે ત્યારે હંમેશા તેમાં બંધન હોય છે. પણ જ્યારે પ્રેમ પરિપક્વ હોય છે ત્યારે તેમાં બંધનોની જરૂર જ નથી પડતી. તેમાં તેટલો વિશ્વાસ હોય છે કે તમને લાગે છે કે તમારે આ સંબંધમાં કોઇ બંધનને મૂકવાની કોઇ જરૂર જ નથી. તમારો તેનામાં વિશ્વાસ જ તમને તમામ ભયોથી મુકત કરી દે છે.

આવા સંબંધમાં શબ્દોની જરૂર જ નથી પડતી. તમારા એક સ્મિત માટે તે દુનિયાના તમામ સુખ છોડવા તૈયાર થઇ જાય છે. તમારે દર વખતે પોતાને વ્યક્ત કરવા માટે શબ્દોની જરૂર નથી પડતી તેની આંખોમાં જોઇને જ તમે એકબીજાના મનની વાત કહી શકો છો.

હા મને પ્રેમ થયો…!!

ના મને પૂછો કે કેમ થયો…બસ…પ્રેમ થયો…!!

એની પસંદગી સાથે પ્રેમ થયો…
એની અદા સાથે મને પ્રેમ થયો…

હા મને પ્રેમ થયો…!!
ખબર નહીં કેમ થયો…

બસ…પ્રેમ થયો…!!

બસ...પ્રેમ થયો...!!

લોકો કહે છે કે પ્રેમ આંધળો છે.કોઈ કહે છે પ્રેમ ગાંડો હોઈ છે.આજ હું કુંજના પ્રેમમાં આંધળી અને ગાંડી બની ગઈ હતી.

થોડી જ વારમાં લાલજી એ શટર ખોલીયું. સમોસા ત્યાર જ હતા.લાલજી એ મારી સામે જોયું.આજ મને 
જોઈને લાલજીને પણ થયું હશે કે આજ રિયા આટલી ખુશ કેમ છે.

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અને અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો..

***

રેટ કરો અને રિવ્યુ આપો

Neelam Luhana 4 કલાક પહેલા

Deboshree B. Majumdar 1 અઠવાડિયા પહેલા

Heena Suchak 2 અઠવાડિયા પહેલા

Shilpa S Ninama 2 અઠવાડિયા પહેલા

Kajal diyora 2 અઠવાડિયા પહેલા