પ્રેમકુંજ - (ભાગ-૧) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમકુંજ - (ભાગ-૧)

પ્રેમકુંજ (ભાગ-૧)

હા, મારુ નામ રીયા..!!પૂરું નામ શર્મા રીયા દિનેશભાઈ,મારા માતા-પિતા હું જયારે નાની હતી ત્યારે જ મને છોડીને ઈશ્વર પાસે ચાલ્યાં ગયાં.
મારા માતા -પિતાએ પ્રેમ લગ્ન કરીયા હતા.એક બીજાને તે ખૂબ પ્રેમ કરતા હતા.પણ અમારા ઘરમાં એક બે રાક્ષસ હતા જેમણે મારા માતા-પિતાને ઘરની બહાર ફેંકી દીધા,અને અમે મુંબઈ આવી ગયા.હું અગિયાર વર્ષની હતી ત્યારે મારા માતા-પિતા મને છોડીને ચાલી ગયા...

હું મારા પપ્પાને કેહતી પપ્પા મારે એન્જિનિયર બનવું છે.મારા પપ્પા કહેતા હા,બેટા તને એન્જિનિયર બનાવીશ.મારુ એક સપનું હતું કે હું એન્જિનિયર બનું પણ આ ધરતીના માણસે મને વેશ્યા બનાવી દીધી.
છોકરીનું જીવન જ એવું છે કે અડધા સપના તો દિલમાં જ રહી જાય છે.એ કયારેય પુરા થતા નથી.

હું આ કહાનીમાં મારી નરક જેવી જિંદગીની તમને વાત કરી રહી છું.હા,હું એ પણ તમને કહી દવ કે હું મારી જિંદગીથી હંમેશા ખુશ હતી કેમકે મેં મારી 
જિંદગી માં જે પણ કર્યું તે મારી મરજીથી કર્યુ હતું કે નહીં કે કોઈને કહેવાથી.

હું એક સ્ત્રી છું,મારુ આ દુનિયામાં કોઈ નથી.હા,એ બાબતે મને થોડી તકલીફ પડી.પણ હું કયારેય ડરી નથી.મને મારા પર અને મારા કામ પર વિશ્વાસ હતો..

                               ૧.
                       
                       મુંબઈની સડક

મારી પાસે એટલા પૈસા ન હતા કે હું મુંબઈમાં કોઈ ઘરનું ભાડું ભરી શકું.મારા માતા-પિતા ગયા પછી હું ચાર મહિના તે ઘરમાં રહી શકી...

આજ મુંબઈની સડક પર હું એક બેગ લઈને નીકળી
મારી પાસે કોઈ ઘર નોહતું.કે રહેવા માટે કોઈ જગિયા પણ નોહતી.બેગમાં મારા માતા-પિતાનો ફોટો અને બે જોડી કપડાં હતા.આજ હું મુંબઈને નિહાળી રહી હતી.હું વિચારી રહી હતી કેવું મુંબઈ છે,અહીં કોઈને એકબીજાની સામું જોવાંનો પણ સમય નથી.

થોડે દુર સામેના રેસ્ટોરન્ટમાં હું ગઈ.રેસ્ટોરન્ટનો માલીક મારે સામે ટગર ટગર જોઈ રહીયો હતો.
તેમણે મારી પાસે આવીને કહ્યું...

શું લેશો સમોસા કે પફ....?

હું થોડીવાર તેની સામું જોઇ રહી અને તેને સામે હું હસી.સાહેબ મારી પાસે પૈસા નથી...!!!!

તે પણ થોડીવાર મારી સામે જોઈ રહીયો.તે મારી નજીક આવી બેઠો.તું જોવામાં તો કોઈ સારા ઘરેથી હોઈ એવું લાગે છે.અને તારી પાસે પૈસા નથી.
હા, હું હતી પણ હવે નથી.

તારે નોકરી જોઈયે છે...?
હા,છે એવું કોઈ કામ જે હું અહીં કરી શકું અને હા મારી રહેવાની વ્યવસ્થા પણ તમારે જ કરવી પડશે મારી પાસે રહેવા માટે ઘર નથી.

હા,અહીંની સાફ સફાઈ માટે મારે એક માણસ જરૂર છે.તું રહી શકે છો.

મેં એની સાથે પગારની વાતચીતનો કરી કેમ કે મારે રહેવાની જગ્યા જ્યોતિ હતી, અને મને ખબર હતી કે રહેવા માટે મુંબઇમાં જગ્યા મળવી મુશ્કેલ છે.

પણ,આ જ  મેં અહીં રહેવાની ભૂલ કરી એ મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ હતી.કેમ કે મેં દુકાનના માલિકને પેહેલા કહી દિધુ હતું કે મારુ અહીં કોઈ નથી હું એકલી છું.અને તે વાત એક વ્યક્તિથી બીજા વ્યક્તિ પાસે જતા વાર નથી લાગતી.

હું જે દુકાનમાં રહી હતી.એ દુકાના માલિક નું નામ લાલજી હતું.લાલજી બહુ સારો માણસ મને સારી રીતે રાખતો પણ ક્યારેક માણસનું મગજ પણ ઠેકાણે ના હોય એવું બને ઘણીવાર તે મારી ઉપર ગુસ્સો થતો પણ, તેનો ગુસ્સો થોડીવાર પછી શાંત થઇ જતો.

ધીમે ધીમે લાલજીની દુકાનમાં ચાર મહિના થઈ ગયા હવે ,મને લાલજી ઉપર પૂરે પૂરો વિશ્વાસ હતો.લાલજી ના કહેવાથી હું શહેરમાં ફરવા જતી કોઈ લાલજીનું શહેરમાં કામ હોય તો હું કરતી આવું....

આ વાત છે જાન્યુઆરી મહિનાની બીજી તારીખની રસોડામાં હું કામ કરી રહી હતી.લાલજી મારી પાસે આવ્યો મને કહ્યું રિયા સામે ટેબલ પર બેઠેલ વ્યક્તિને તું જાણે છે.

નહીં કેમ...!!!!

ક્રમશઃ

લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અને અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)