પ્રેમકુંજ (ભાગ-૯)
હું તેની મદદ કરવા માંગતો હતો.મારી કોઈ અંગત મિત્ર નોહતી પણ કેમ જાણે મને તેના પ્રયતે આજ ભાવ જાગી રહીયો હતો.હું તેને એ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માંગતો હતો.તેના ચહેરા પર હંમેશા માટે મુસ્કાન રહે તેવી મારી ઈચ્છા હતી.મને લાગી રહયું હતું કે તે મારી રાહ જોઈ રહી છે...
આજ ફરીવાર હું લાલજીની દુકાન પર સોમસાની ડીશ ખાવા ગયો.ફરી મને તેણે એ જ કહ્યું કે એક ડિશ કે બે...?પણ આજ તે મને ત્રાસી નજરે જોઈ રહી હતી.તે મને કંઈક કેહવા માંગતી હતી પણ તે કહી નોહતી શક્તિ એવું મને લાગી રહીયું હતું.શાયદ હું પણ તેની સાથે વાત કરવામાં ડર અનુભવતો હતો.
આજ મારે તેની સાથે વાત કરવી હતી.એ જ્યાં સુધી બહારનો આવે ત્યાં સુધી હું ત્યાં બેસી રહેવાનો હતો.
પણ તે બહાર આવી જ નહીં.
થોડી વાર પછી લાલજી તેને કઈ કહી રહીયો હતો.
મને સમજાતું નોહતું પણ જોર જોરથી તેને કંઈક લાલજી કહી રહયો હતો.મને લાલજીને થોડુ કંઈક કહેવાનું મન થયું પણ હું શાંત જ રહયો અને એમાં જ મારી ભલાઇ હતી.કેમ કે હું લાલજીની દુકાનમાં જ પંખા નીચી પવન ખાય રહીયો હતો...
લાલજી હવે જોર જોરથી બોલી રહીયો હતો.મને સંભળાય રહ્યું હતું.આ વાત છે જાન્યુઆરી મહિનાની બીજી તારીખની રસોડામાં તે કામ કરી રહી હતી.લાલજી તેની પાસે ગયો અને કહ્યું તું સામેના ટેબલ પર બેઠેલ વ્યક્તિને તું જાણે છે.
નહીં કેમ...!!!
તું બહાર આવ તારી તે રાહ જોઈ રહીયો છે.એ તને જોવા માંગે છે.જ્યાં સુધી તને જોશે નહીં ત્યાં સુધી એ અહીં થી નહીં જાય.
પણ,હું તેને જાણતી પણ નથી સાહેબ.
પણ,એક વાર બહાર આવામાં રિયા તને શું પ્રોબ્લમ છે.આ દુકાનમાં કસ્ટમર ઉભા ઉભા ખાઈ છે.અને તે ભાઈ સાહેબ મોટામાં મોટું ટેબલ લઈને રાજાની જેમ બેઠો છે.રિયા મને ખબર છે,તે તારી સામે જોવે ત્યારે તું શરમાઈ છે,મેં તને જોઇ છે.
સારું હું આવું છું,રિયા હાથ પાણીથી ધોઈ તે જલ્દી બહાર ગઈ.હું સામેના ટેબલ પર જ બેઠો હતો.
રિયા તે ટેબલ પાસે આવી અને મને કહ્યું હું તમને જાણતી નથી પણ આ રીતે અમારી દુકાનમાં આવીને બેસવું નહીં.અહીં ક્સ્ટમર ઉભા ઉભા જમે છે.અને તમે બસ એમ જ બેઠા છો તે યોગ્ય નથી.
હું થોડી વાર તેની સામે જોઈ રહીયો.મને અહીં બેસવાનો શોખ નથી હું તો ફક્ત ને ફક્ત તને જોવા માટે અહીં આવું છું.અને આ તારી દુકાનના સમોસા છે ને એનો ટેસ્ટ પણ મને જરા પણ પસંદ નથી.પણ,તારો જે ચહેરો છે ને તે ઉદાચ છે.તે ચહેરા પર હું એક મુસ્કાન લાવા માંગુ છું,બસ મારે બીજું કંઈ નથી જોતું.
રિયા થોડી વાર મારી સામે જોઈ રહી...!!!
હેલો મારુ નામ કુંજ છે,હું આજ સાંજે પાંચ વાગે
રોડની સામેની બાજુ તમારો ઇંતજાર કરીશ.
નહીં હું તે જગ્યા પર નહીં આવું....!!!
મને તમારા પર વિશ્વાસ છે,કે તમે તે જગ્યા પર આવશો.તમે મારી વાતને ટાળશો નહીં.
એક દિવસ બે દિવસ મેં તેનો ઇંતજાર કરીયો મને હતું કે તે આવશે જ મને મળવા અને એક દિવસે વરસતા વરસાદમાં તે દોડતી દોડતી મારી પાસે આવી અને તેણે તેનું નામ મને મારા કાનમાં કહીયું...
રિયા....!!!!!
હા,એ પછી મારી અને રિયાની મૈત્રીની શરૂવાત થઈ.
હું તેને જાણવા માંગતો હતો.હું તેનો ચહેરો ખુશ જોવા માંગતો હતો.આજ રસોડામાં રિયાને મળી
હું ખુશ હતો કેમકે રિયા એ હસતા હસતા મને કહ્યું કે કુંજ હું તારી મિત્ર બનવા તૈયાર છું.
ક્રમશ...
લેખક -કલ્પેશ દિયોરા
આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અને અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...
મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.
મો-8140732001(whtup)
વોટ્સપ કરી શકો....
ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા
આપનો ખુબ ખુબ આભાર...