પ્રેમકુંજ - (ભાગ-૪) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમકુંજ - (ભાગ-૪)

પ્રેમકુંજ (ભાગ-૪)

આજ હું કુંજને મળવા માંગતી હતી.હું કાલે મળવાનો ગઈ તેની કુંજ પાસે માફી માંગવા માંગતી હતી.
વ્યક્તિને સમયની કિંમત ત્યારે જ સમજાય છે,કે તે 
સમય નીકળી જાય અને તેનું કામ રહી જાય.રિયા આજ એક એક મિનિટે બારીની બહાર જોઈ રહી હતી.કયારે કુંજ આવશે...!!!આજ નહીં આવે
નહીં આજ તે આવશે જ રિયાનું મગજ એક ભમરડાંની જેમ ફરી રહ્યું હતું.

ત્યાં જ દુકાનની સામે યેલો ટીશર્ટમાં કુંજ બારી પરથી
રિયાને દેખાયો.રિયા એ જલ્દી જલ્દી કબાટ માંથી
જીન્સ અને ટિશર્ટ પહેરી થોડી ગુલાબી લિપસ્ટિક કરી કાનમાં નાની બુટી પહેરી બારીની બહાર જોયું તો હજુ કુંજ ત્યાં જ હતો.રિયા ખુશ થઈ.જલ્દી જલ્દી દાદર ઉતરી નીચે ગઈ.....

ત્યાં જ સામે લાલજી મળીયો.રિયા સમોસા એક પણ નથી બહાર લોકોની લાઇન છે,તું શું કરે છો રસોડામાં જલ્દી જલ્દી બનાવ હાલ.

પણ,સાહેબ મારે બહાર...!!!!!રિયા એટલું જ બોલી શકી. 

શું કઈ તું બોલી...!!!

ના,સાહેબ જી
રિયાને તો ઘણું કહેવું હતું પણ અત્યારે મૌન રહેવામાં જ તેની ભલાઇ હતી.તે જલ્દી રસોડામાં ગઈ અને સમોસા બનાવવાનું શરૂ કરીયું.રિયાની આંખ માંથી 
ધર ધર આસું પડી રહીયા હતા.તે મનમાં ને મનમાં વિચારી રહી હતી કેવી જિંદગી મને ઈશ્વરે આપી છે.
એક વ્યક્તિને હું મળી શકતી નથી.ઇશ્વર તારે મને જો આવી જ જિંદગી આપવી હોત તો તારે મને સ્ત્રી નહીં પુરુષ બનાવાની જરુર હતી.

હું હજુ પણ કુંજને મળવા માંગતી હતી.સમોસા બનાવી ફટાફટ ઉપર ગઈ.મેં બારીની બહાર જોયું પણ ત્યાં કુંજ ન હતો.હું જલ્દી જલ્દી અગાશી પર ગઈ મેં બધી બાજુ જોયું પણ કુંજ મને કઈ દેખાયો નહીં.આજ હું નિરાશ હતી.મારી પાસે મોકો હતો કુંજને મળવા જવાનો અને હું જઈનો શકી.

આજ રિયાને લાલજી પર ગુસ્સો આવી રહીયો હતો.
પણ શું કરે રિયા ગુસ્સો કરવાથી કઈ ફાયદો થાઇ
એવું લાગતું ન હતું. રૂમમાં જઈને નિંદર લેવાની પસંદ કર્યું.

માં-બાપ અને જિંદગીમાં તમારું કોઈનો હોઈ ત્યારે જિંદગીની કિંમત તમને સમજાય છે.દુનિયામાં સાથે હોય તો બધુજ, સાથે ના હોય અને હજારો સંબંધ હોવા છતાં ખૂટે એ પાત્ર એટલે મારા પિતા,મને બોવ વહાલ કરતા.બાળપણ માં સાઇકલ માં બેસાડીને આખા ગામમાં ફેરવે અને મારા ચેહરા ઉપર મુસ્કાન આવી જતી એ જોઈને મારા પિતા ખૂબ ખુશ થતા.

મને સાઇકલ શીખતી વખતે હું પડી ના જાવ તે માટે પાછળથી પકડેલો મજબૂત હાથ આજ મને યાદ આવે છે.જ્યારે કોઈ મુસીબત કે દુઃખ આવે ત્યારે મારી માથે હાથ મૂકીને કહેતા તું ચિંતા ના કર હું છું ને.
કદાચ દુનિયામાં કોઈ દિવસ ઈશ્વર તમને જોવા મળે કે ના મળે પણ સવારે જ્યારે આંખ ખોલે અને સામે જીવતા જાગતા ઈશ્વર તમને જોવા મળે એનાથી વધુ ખુશી કઈ હોઈ.પણ મારા ભાગ્યમાં એ બધું ન હતું.
મને લાગતુ હતું કે આ બધું વિચારીને હું શું કરું..
મારી યાદો હું કોની સામેં વ્યકત કરું..

આજ મને નિંદર આવતી ન હતી.મને એવું લાગી રહીયું હતું કે કોઈ મારી નજીક આવી રહીયું છે.
પણ,હું તેની નજીક નથી જઈ રહી કોઇ મને પ્રેમ કરવા માંગે છે.પણ હું તેનાથી દુર જઈ રહી છું.હું શું કરું મને તેનું ભાન ન હતું.થોડી વાર મને થયું હું લાલજીની દુકાન છોડીને ચાલી જાવ.પણ,એ પછી હું ક્યાં રહશ.
મને ક્યાં ખબર છે કે કુંજ મને પ્રેમ કરે છે કે નહીં કંઈક બીજું પણ કામ હોઈ શકે.નહીં હું લાલજીની દુકાન છોડીને કઈ નહીં જાવ...

આજ શુક્રવારેની સવાર મસ્ત હતી.બહાર ઝરમર ઝરમર વરસાદ પડી રહીયો હતો.રૂમનું વાતાવરણ કંઈક અલગ જ હતું.થોડી આલચ મરડી હું ઉભી થઈ
બારીની બહાર જોયું મને કોઈ સામે દેખાય રહીયું હતું.આવા વરસાદમાં તે વ્યક્તિ ત્યાં શુ કરી રહીયો છે.વરસાદ ઝરમર ઝરમર શરૂ હતો તે વ્યક્તિનો સ્પષ્ટ ચહેરો દેખાતો નોહતો.જે હોઈ તે રિયા બેડ પર ફરી બેસી ગઈ.

ત્યાં જ તેને ઝબકારો થયો શું તે કુંજ તો નહીં હોઈને?
તે જલ્દી બેડ પરથી ઉભી થઇ અને બારીની બહાર જોયું......

ક્રમશ...

લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અને અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

વોટ્સપ કરી શકો....


ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા


આપનો ખુબ ખુબ આભાર...