premkuj - 8 books and stories free download online pdf in Gujarati

પ્રેમકુંજ - (ભાગ-8)

પ્રેમકુંજ (ભાગ-૮)

આ મારા હાથના સમોસા અને જલ્દી પાછળના બારણેથી કુંજ તું નીકળી જા મને ડર લાગે છે.હવે થોડી જ વારમાં લાલજી દરવાજો ખટખટાવશે કેમકે બહાર સમોસા ખાલી થઈ ગયા હશે....

હા,બસ હું જાવ જ છું...

બાય... બાય...રિયા...!!

બાય કુંજ....!!

થોડી જ વારમાં લાલજી એ દરવાજો ખટખટાવ્યો 
હા,બસ લાવી સોમાસા.દોડીને જલ્દી રિયા એ સમોસા આપીયા.થોડી વાર પછી તેને હાશકારો થયો.
તે જલ્દી જલ્દી ઉપરની રૂમમાં ગઇ.મનમાં જ હસી રહી હતી.કુંજના સ્પર્શનો આનંદ હજુ પણ રિયા લઇ રહી હતી.

ખરેખર તો પ્રેમ શું છે તે માણસને ખબર જ નથી હોતી.બસ આપણે માની લઈએ છીએ કે આ પ્રેમ છે.લાગણીઓને કઈ રીતે દર્શાવવી તે આપણું પોતાનું પ્રોજેક્શન અને વ્યક્તિગત અનુભવ પર આધાર રાખે છે.જેમને પણ પ્રેમ થયો હશે તેઓ કહી શકશે કે આ એવી લાગણીઓ છે જેને શબ્દોમાં ઢાળી શકાય જ નહીં.

જ્યારે તમે પ્રેમમાં હોવ છો ત્યારે મગજ એવો જ સ્ત્રાવ પ્રવાહીત કરે છે,જેવો કોઈ ડ્રગ્સ લેવાથી થાય છે. એટલા માટે જ પ્રિયપાત્રને આપણે ભૂલી શકતા નથી.તેના કારણે જ આપડે તેને શણે શણે યાદ કરવી છીયે.

પેટમાં પતંગિયા ઉડતા હોય આ કહેવત ફક્ત કહેવા પૂરતી નથી.જ્યારે પણ તમે એ વ્યક્તિ પાસે હોવ ત્યારે જે તીવ્ર આવેગ અને અદભૂત રોમાંચ અનુભવાય છે તે શરીરમાં વધી જતા એડ્રેનિલના કારણે છે.એને રોકવા મુશ્કેલ છે.અને એને રોકવા પણ ન જોઈએ એ જ એકબીજાને નજીક લાવવામાં અને પ્રેમમાં વધારો કરે છે.

આજ રિયા ખુશ હતી બેડ પર એક પગ સાથે બીજા પગને સ્પર્શ કરીને કુંજના સપના જોઈ રહી હતી.

શું કુંજ મને પ્રેમ કરશે...?
શું હું કુંજને પ્રેમ કરી શકીશ..?

શું કુંજ મારો મિત્ર જ બનવા માંગે છે કે મને પ્રેમ પણ કરે છે..?નહીં એ તો તારો મિત્ર જ છે.!!એણે તો તને કહ્યું...

નહીં નહીં કુંજ મારો મિત્ર નથી હું કુંજની મિત્ર છું એવું એણે કહ્યું.હું તો કુંજને પ્રેમ કરું છું.એ તો મારો મોહન છે.હું કુંજ વિના નહીં રહી શકું બસ મારે કુંજ જોઈએ
હવેની મારી જિંદગી હું કુંજ સાથે વિતાવવા માંગુ છું.
અને કુંજ મને પ્રેમ કરશે.મને તેને પર વિશ્વાસ છે..

કુંજના વિચારમાં ને વિચારમાં સવાર પડી ગઈ.રિયાને ખબર પણનો પડી...

"કુંજ તને જોઈને ઉડી ગયું મારુ ચેન,
 તરસે છે જોવાની હવે તને...

પણ દિલ ની આ વાત હવે,
તને કહેવી કેમ"

કુંજની વાત કરું તો એ અત્યારે મુંબઈની એક સારામાં સારી કોલેજમાં અભ્યાસ કરી રહીયો હતો.કુંજના પિતાજીને મીઠાઈની દુકાન હતી.મુંબઈમાં કુંજના પિતાજીનો બિઝનેસ સારામાં સારો ચાલતો હતો.
કુંજ સુખી પરિવારનો હતો.તેનામાં ગુણ પણ એવા જ હતા.

કુંજની કોલેજની બાજુમાં જ લાલજીની સમોસાની દુકાન હતી.કુંજ અઠવાડિયામાં બે થી ત્રણ વાર લાલજીની દુકાને સોમસા ખાવા આવતો.કુંજ પહેલા આવતો તો લાલજી એક જ હોઈ  દુકાનમાં પણ આજ તેણે એક છોકરીને લાલજીની દુકાનમાં જોય.

કુંજ ટેબલ પર બેઠો હતો.અચાનક કોઇએ કહ્યું એક ડીશ કે બે એ અવાજ રિયાનો હતો.કુંજે પાછળ ફરી રિયાની સામે જોયું તેના અવાજમાં જેવો આનંદ હતો તેવો આનંદ તેના ચહેરા પર કુંજને દેખાણો નહીં.

કુંજે રિયા સામે જોઇને કહ્યું એક ડીશ.!!!!
રિયા એ તરત જ કુંજની સામે સમોસાની એક ડીશ મુકી.કુંજ રિયાને એ રીતે જોઈ રહીયો હતો કે આ પહેલા આવી છોકરી કામ પર તેણે જોઈ નોહતી.

કુંજને થયું આ છોકરી અહીં મજબુરીથી કામ કરતી હોઈ એવું લાગે છે.રિયાના ચહેરા પરથી દેખાતુ હતું કે તે કોઈ પીડા સહન કરી રહી છે,અને ઘણા સમયથી તે કોઈ સામે હસીનો હોઈ એવું લાગતું હતું.તે શા માટે અહીં કામ કરતી હશે.દેખાવમાં તો કોઈ સારા ઘરની
છોકરી હોઈ એવું લાગી રહીયું છે.જે હોઈ તે મને શું?
મને શું ફરક પડે?મારે શું તેને સાથે લેવા દેવા?તે ક્યાં મારી બહેન છે?હું તો એને જાણતો પણ નથી?
હું શા માટે મદદ કરું એની..?સમોસાની ડીશ પરથી ઉભો થઇ હું મારા ઘર તરફ ગયો....

કુંજને આજ પથારીમાં નિંદર નોહતી આવી રહી.
શા માટે ?કેમ?એ તો ખબર નહીં પણ કુંજને આજ એમ થઈ રહ્યું હતું કે મારે તે છોકરીની મદદ કરવી જોઈએ.હું તેની મુસ્કાન ફરી લાવી શકું છું.હું એ કરી
શકુ કેમ નહીં...?હું તેની મદદ કરવા માંગતો હતો.મારી કોઈ અંગત મિત્ર નોહતી પણ કેમ જાણે મને તેના પ્રયતે આજ ભાવ જાગી રહીયો હતો.હું તેને એ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માંગતો હતો.તેના ચહેરા પર હંમેશા માટે મુસ્કાન રહે તેવી મારી જિગાશા હતી.મને લાગી રહયું હતું કે તે મારી રાહ જોઈ રહી છે...

આજ ફરીવાર હું લાલજીની દુકાન પર સોમસાની ડીશ ખાવા ગયો.ફરી મને તેણે એ જ કહ્યું કે એક ડિશ કે બે...?પણ આજ તે મને ત્રાસી નજરે જોઈ રહી હતી...

ક્રમશ...

લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અને અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

વોટ્સપ કરી શકો....


ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા


આપનો ખુબ ખુબ આભાર...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED