પ્રેમકુંજ - (ભાગ-૩૭)


એક સવાલ કરું કુંજ તને?

હા,કેમ નહીં સર..!!

રિયા રેડલાઈટ એરિયામાંથી પાછી આવીને તને મળી પણ જાય ખરી,પણ એ પછી તું એની સાથે લગ્ન કરીશ કે કેમ?

સર કેમ નહીં?હું રિયાને આજ પણ એટલો જ પ્રેમ કરું છું..!!સેક્સને પ્રેમ સાથે કઈ લેવા દેવા નથી ઇન્સ્પેક્ટર સાહેબ.સેક્સ એ થોડિક ક્ષણ માટેનો આનંદ છે.પણ પ્રેમ નિરંતર છે.

*************

જો રિયા મને ફરી મળશે તો હું તેને ખુશી ખુશીથી પ્રેમ કરીશ.અને સાહેબ એકવાત બીજી પણ કે રિયા તેની ઈચ્છાથી એ જગ્યા પર ગઇ ન હતી.તેને ત્યાં ધકેલી દેવામાં આવી હતી.એ જવા પણ નોહતી માંગતી પણ
આ લોકો એ તેને જાણ બહાર મેકલી દીધી.એ વાત હું જાણું છું ચતા હું રિયાને છોડીને ચાલ્યો જાવ તો ઇન્સ્પેક્ટર સાહેબ આ દુનિયામાં પ્રેમની ઈજ્જત ન રહે.

લોકો કહેશે ભલેને જે કેહવું હોઈ તે કહે મને જરાય ફરક પડતો નથી.મારુ ધ્યાન એ જ તરફ હું કેન્દ્રિત કરીશ કે હું રિયાને ખૂબ પ્રેમ કરું છું.અને રિયા પણ મને ખુબ પ્રેમ કરે છે.

કુંજ,રિયા શાયદ મળે કે ન મળે પણ આ ઇન્સ્પેક્ટર સાહેબ તને હંમેશા યાદ રાખશે.કે દુનિયાની પરવા કર્યા વગર તું એક સ્ત્રીને ખૂબ પ્રેમ કરતો હતો અને તેની સાથે તું લગ્ન કરવા માંગતો હતો.

સાહેબ સ્ત્રી કોઈ વસ્તુ નથી.કે કોઈ રમકડું નથી કે તે રમકડું તૂટી જાય એટલે તેને ફેંકી દઈએ.તેને પણ એક દિલ છે.તેને પણ કોઈના પ્રત્યે પ્રેમ,લાગણી હોઇ છે.

હા,કુંજ તારી વાત સાથે હું સહમત છું.પણ કુંજ મને નથી લાગતું કે રિયા અહીં કહી હોઈ આપણે બધી જ જગ્યાએ તપાસ કરી.પણ રિયા મળતી નથી.મને એવું લાગે છે,કે રિયાને કોઈને કોઈ મળી જ ગયું હશે મુંબઇ લઈ જવા માટે.આપણે હવે મુંબઈ જઈ ને તપાસ કરવી જોઈએ.

હા,ઇન્સ્પેક્ટર સાહેબ મને પણ એવું લાગી રહ્યું છે.
મને હતું કે રિયા મને અહીં મળી જાશે પણ આ જગ્યા
જોઈને એવું લાગી રહ્યું છે,કે રિયાને અહીં શોધવી મુશ્કેલ છે.


બસ ..!!!બસ...!!! અહીં બસ ઉભી રાખો.મારે અહીં ઉતરવાનું છે.પણ,તમારે તો આગળ ઉતરવાનું હતું ને.નહીં સાહેબ અહીં જ ઉતરવાનું છે.કુંજ અને રિયા એક વાર આ જગ્યા પર ફરવા આવિયા હતા.આજ તે જગ્યા રિયાને જોતા યાદ આવી ગઇ.રિયા ત્યાંથી લાલજીની દુકાનનો રસ્તો જાણતી હતી.તે જલ્દી ત્યાં જવા માંગતી હતી.તે બસની નીચે ઉતરી.

બસની નીચે ઉતરતા જ રિયા એ લાલજીની દુકાન તરફ દોટ મૂકી.રિયા જલ્દી જલ્દી કુંજને મળવા માંગતી હતી.તે કુંજને બથ ભરીને રડવા માંગતી હતી.કુંજ પાસે તે માફી માંગવા માંગતી હતી.

નહીં પગમાં ચપલ કે નહીં તેના શરીરની જરા પણ પરવા બસ રિયા તેના પ્રેમને પામવા માંગતી હતી.
પ્રેમમાં જયારે કોઈ એકબીજાને કહી કહીયા વગર છુટા પડે.એ પ્રેમીને એકબીજાને ઘણુ કેહવું છે.પણ તે મનથી જ વાત કરતા હોઈ છે.પણ જયારે ઘણા સમય પછી બંને એકબીજાને મળે ત્યારે એકબીજા પ્રયતે પ્રેમની પર બંને પ્રેમ કરે છે.

અચાનક રિયા અટકી અને ઉભી રહી ગઈ.રિયાને થયું હું કુંજને મળવા તો જાવ છું.પણ શું કુંજ હજુ પણ મને પ્રેમ કરતો હશે કે નહીં?શું કુંજ હજુ પણ મારી રાહ જોઈ રહયો હશે કે નહીં.

નહીં મારે કુંજને ન મળવું જોઈએ એની જિંદગીને મારે બરબાદ ન કરવી જોઈએ.શું તે એક વેશ્યા બનેલી છોકરી સાથે લગ્ન કરવા તૈયાર થશે.ક્યારેય નહીં.કોણ એવું છોકરો હશે જે આવી સ્ત્રી સાથે લગ્ન કરે.

હે ઈશ્વર તે મને તારી પાસે કેમ ન બોલવી લીધી.તારે ધરતી પર મને આજ રીતે તડપતી રાખવી હતી તો.
મને કોણ કરશે હવે પ્રેમ?હે ઈશ્વર કોણ ત્યાર થશે મારી સાથે લગ્ન કરવા?હે ઈશ્વર હું એમ નથી કહી રહી કે મારે કુંજ જોઈએ છે.હું કોઈને પ્રેમ કરવા માંગુ છું.હું તે વ્યક્તિને ખૂબ પ્રેમ કરીશ.પણ આ રીતે મને રસ્તે એકલી રળઝળતી મને ન મુક મારે ફરી તે જગ્યા જોવી નથી કે તે જગ્યા પર જવું નથી.

રિયા પાસે રેહવા માટે કોઈ રસ્તો હતો નહિ.તેને ફક્ત લાલજીની દુકાન જ દેખાય રહી હતી.તે ફરી દોડી
અને લાલજીની દુકાન પાસે આવી ઉભી રહી.તે ઘડીભર લાલજીની દુકાન સામે જોઈ રહી.લાલજીની દુકાન બંધ હતી.તે પાછળના દરવાજેથી તેની રૂમમાં ગઈ.

ઉપર જઈને જોયું તો હજુ પણ રિયાનો સામાન જેમ હતો તેમ જ પડ્યો હતો.આજુબાજુ નજર કરી ચારે બાજુ દિવાલ પર કુંજે લખ્યું હતું.રિયા તું ક્યાં છે?
રિયા હું તને મળવા માંગુ છું.રિયા તું મને મુંકીને કેમ જઈ શકે.રિયા હું તને ખૂબ પ્રેમ કરું છું.આઈ લવ યુ રિયા...!!!!લખાણ લખીને કુંજે ચારેય બાજુની દીવાલ ભરચક કરી દીધી હતી.એ દીવાલની ચારે બાજુથી રિયા...રિયા...રિયાના આજ પણ કુંજના અવાજ આવી રહયા હતા.

થોડીવાર એ કમરાને રિયા નિહાળતી રહી.તે દીવાલને જોતા જોતા કુંજની યાદમાં રિયા ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી.મને ખબર છે કુંજ તું મને પાગલની જેમ શોધતો હશ.પણ આ દુકાનના શેઠજ મને દગો દીધો એ તને ક્યાંથી ખબર હોઈ.હું એ લાલજીને છોડવાની નથી.
થોડા રૂપિયા માટે તેણે મારે જિંદગી સાથે ખેલ ખેલીયા છે.કુંજ આજ હું તને પ્રેમ પણ કરવાને લાયક નથી.
હું તારી પાસે આવવા માંગુ છું.પણ હું તને જોશ તો હું રહી નહી શકુ,તને હું કોઈ દુઃખમાં નાખવા નથી માંગતી કુંજ.

રિયા રૂમમાં ઉભી થઇને ચારે બાજુના દિવાલ પરના કુંજના લખેલા એક એક શબ્દ વાંચીને રડી રહી હતી.તે કુંજના સ્પર્શને કુંજ સાથેની પળોને યાદ કરી રહી હતી.

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

***

રેટ કરો અને રિવ્યુ આપો

Heena Suchak 2 દિવસ પહેલા

Shital Vithlani 4 દિવસ પહેલા

Jigisha 4 દિવસ પહેલા

Shetal Shah 5 દિવસ પહેલા

Chirag Radadiya 5 દિવસ પહેલા