પ્રેમકુંજ - (ભાગ-3)

પ્રેમકુંજ (ભાગ-૩)

કુંજ..... કુંજ......કુંજ .....!!!!!

તે વ્યક્તિ એ રિયા સામે જોયું પણ એ કુંજ ન હતો.
રિયાને થયું મારે જો મળવું જ હતું તો હું વહેલા વહી ગઈ હોત તો.પણ,જે થયું એ સારા માટે થયું હશે.
હું દુકાનમાં અંદર ગઈ બીજા માળ પર જઈને ફરી એક વાર બારીની બહાર જોયું કુંજ છે,તો નહીં ને પણ ત્યાં કોઈ ન હતું. મેં મારા શરીર પરના કપડાં બદલી રસોડા તરફ ધ્યાન કેન્દ્રિત કરીયું.

કોઈને તમારે પહેલી વાર મળવાનું હોઈ અને તે તમને નો મળે તો કેવો અફસોસ થાઈ એવો જ અનુભવ મને આજ થયો હતો.મને ખબર નહીં પણ તેને પ્રયતે મને આજ લાગણીનો અનુભવ થઈ રહીયો હતો.હું શા માટે કુંજ ને મળવાની ના પાડી રહી હતી.મારુ મન આજ કઈ કામ પર લાગતું ન હતું.મને થતું હતું શું કુંજ ફરી વાર તે જગિયા પર આવશે.એ આવે ત્યારે હું એને મળીશ કે કેમ..!!!!

સાસુ કવ તો લલાજીનો બક બક અવાજ સાંભળીને હું થાકી ગઈ હતી.કુંજ જે કઈ રહીયો હતો કે તારા ચહેરા પર ખોટી હસી છે તે થોડા અંશે સાચી વાત હતી.હું એક ઓરડામાં બંધક હતી.હું પંખી બની ઉડવા માંગતી હતી.મારે કોઈ સાથે વાત કરવી હતી.
મારે મારા દુઃખને કોઈ સાથે વ્યક્ત કરવું હતું.

મારે મારી જિંદગી આ રસોડામાં કામ કરીને બરબાદ કરવી ન હતી.હું કોઈને પ્રેમ કરવા માંગતી હતી.હું જેને પ્રેમ કરું તે વ્યક્તિ મને ખુબ પ્રેમ કરે.હું થોડી વાર ખોવાઈ ગઈ.ત્યાં જ રસોડામાં ડબાનો કોઈ ઘા કરીયો
એ કોઈ બીજું નહીં પણ લાલજી હતો.જયારે હું એને જવાબનો આપતી તૈયારે તે તેને હાથમાં કઈ પણ હોઈ તે રસોડામાં ઘા કરતો.મને નફરત થઈ ગઈ હતી તેનાથી પણ શું કરું.મારી પાસે બીજો કોઈ રસ્તો પણ ન હતો.

હું વિચારતી કે મને કોઈ પ્રેમ કરશે.મારી સંભાળ રાખવા કોઈ આવશે.પણ મને થતું એક કામવાળી સાથે કોણ પ્રેમની વાત કરશે.એ મને પૂછશે કે તારા માં બાપ ક્યાં તો હું શું જવાબ આપીશ.એ મને પૂછશે તારું ઘર ક્યાં.મારી પાસે ઘર નથી.હું મનમાં ને મન માં જ બોલતી રિયા તું સપના જોવાનું છોડી દે.અને હું એક ઊંડો શ્વાસ લઈ બધૂ ભૂલી જતી.

આજ સોમવાર મટીને મંગળવાર થયો હતો.મને આખો દિવસ કુંજના જ વિચારો આવતા હતા.તેના કારણે હું હજુ નિદરમાં જ હતી.સવારમાં સાત વાગે
લાલજી એ શટર ખોલ્યું અને શટરના અવાજ સાથે હું
ઝબકીને જાગી ગઈ.ફટાફટ હું રસોડામાં ગઈ અને મેં સમોસા બનાવવાના શરૂ કરીયા.

લાલજી રસોડામાં આવીને દરરોજ સમોચાનો ટેસ્ટ કરતો.આજ હજુ મેં બનાવવાની શરૂવાત જ કરી હતી.મને ખબર હતી કે આજ લાલજી મને ખિજાશે.
હું ડરતી હતી,હાફ તી હતી.એના છુટા ઘા પર મને ડર લાગતો હતો.પણ,આજ અચાનક સવારમાં કોઈ મહેમાન આવી ગયું અને લાલજી એ બહારથી એટલું જ કહ્યું કે કોઈ આવે તો ડીશ આપજે રિયા,હું ઘરે જાવ છું.

મેં ધીરે રહી ને કહ્યું હાજી ,સાહેબ...!!!!

પણ,આજ હું કુંજની રાહ જોઇ રહી હતી.મને ખબર નહીં હું શા માટે તેની રાહ જોઈ રહી હતી.આજ અચાનક તે મારી ખૂબ નજીક હોઈ તેવું મને લાગી રહીયું હતું.સાંજના પાંચ વાગી ગયા હતા.ગઈ કાલે તો મને કુંજે કહ્યું હતું કે હું આવીશ તું મને મળવા આવજે.પણ આજ તો કુંજે મને કહ્યું પણ નથી તો પણ મેં મારી રૂમની બારી માંથી ચાર થી પાંચ વાર જોઈ લીધુ હતુ.કુંજ છે,તો નહીં ને સામે.

આજ હું તેને મળવા માંગતી હતી.હું કાલે મળવાનો ગઈ તેની કુંજ પાસે માફી માંગવા માંગતી હતી.
વ્યક્તિને સમયની કિંમત ત્યારે જ સમજાય છે,કે તે 
સમય નીકળી જાય અને તેનું કામ રહી જાય.રિયા આજ એક એક મિનિટે બારીની બહાર જોઈ રહી હતી.કયારે કુંજ આવશે...!!!આજ નહીં આવે
નહીં આજ તે આવશે જ રિયાનું મગજ એક ભમરડાંની જેમ ફરી રહ્યું હતું.

ક્રમશઃ

લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અને અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

વોટ્સપ કરી શકો....


ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા


આપનો ખુબ ખુબ આભાર...

***

રેટ કરો અને રિવ્યુ આપો

Bhavesh Sindhav 57 મિનિટ પહેલા

Varsha Satikuvar 17 કલાક પહેલા

Nidhi Mehta 1 દિવસ પહેલા

Neelam Luhana 2 દિવસ પહેલા

kartik patel 6 દિવસ પહેલા