લવ ની ભવાઈ - 11 Dhaval Limbani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ ની ભવાઈ - 11

? લવ ની ભવાઈ -11 ☺️

નીલ - I Love You To My Jaan...યાર.. દિકા થોડી વાર રોકાઈ જા..હું નથી થાક્યો..મારે મોડું નહીં થતું. હું આરામ થી હોટેલ Find કરી લઈશ Dont Worry. તારા વિના મને મન નહી લાગે યાર.હું શું કરીશ અહીં એકલો એકલો આ Town માં? તું પ્લીઝ આજે મારા સાથે રહે ને..

( આમ નીલ જીદ કરવા લાગે છે ) ત્યાં જ અવની નીલ ને પોતાની તરફ ખેંચે છે અને હોઠ ઉપર એક તસતસતું ચુંબન કરે છે અને નીલ ને શાંત થઈ જા અમે કહી ને એ નીકળી જાય છે..

નીલ ને થોડી વાર તો કશી પણ ખબર ન પડી...બસ અવની ના એ તસતસતા ચુંબન વિશે વિચારે છે.

(નીલ રેસ્ટોરન્ટનુ બધુ બિલ ને એવુ પૂર્ણ કરી ને પોતાના માટે હોટેલ find કરે છે અને ત્યાં પહોંચી જાય છે પણ હજી સુધી એના મન મા એજ વિચાર ચાલી રહ્યું છે કે અવની એ મને !!!!! ત્યાં જ અવની નો.મેસેજ આવે છે )

યાર નીલ આજે મને ખૂબ જ મઝા આવી. તે મારો દિવસ સ્પેશિયલ અને યાદગાર બનાવી દીધો. નીલ લાસ્ટ માં જે કઇ થયું એ બદલ સોરી. i Hope કે તને કઇ ખોટુ નહીં લાગ્યુ હોય.બસ એ સમયે મારા મન મા જે આવ્યુ એ કર્યું.

નીલ - અરે અવની. મને કાઈ જ ખરાબ નહીં લાગ્યુ. બસ થોડુ નવીન લાગ્યુ. અત્યારે કંઈક અલગ જ felling છે , તું અત્યારે સાથે નથી તો પણ મને એવુ લાગે છે કે તું મારા સાથે છે , બસ તારા જ વિચારો અને તારી જ યાદ આવી રહી છે.

આમ બંને જણા પોતાની ભાવનાઓ, પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે અને એકબીજા ની felling વ્યક્ત કરે છે અને બને વાતો કરતા કરતા સુઈ જાય છે..

સવાર માં નીલ અવની ને મેસેજ કરે છે કે તું મને મુકવા માટે અહીં રેલવે સ્ટેશન પર આવ અને અવની નીલ ને મુકવા માટે રેલવે સ્ટેશન પર પહોંચી જાય છે. હવે અવની રેલવે સ્ટેશન પર પહોંચી તો ગઈ પણ નીલ કઈ જગ્યા એ ઉભો છે એ ને ખ્યાલ ન હતો એટલે માટે એ નીલ ને કોલ કરે છે પણ ફોન માં નેટવર્ક ના હોવાને કારણે નીલ નો ફોન લાગતો નથી.

અવની આમ તેમ જુએ છે પણ નીલ એક પણ જગ્યા એ દેખાતો નથી. પણ આપણો નીલ અવની ને પાછળ સંતાઈ ને જોઈ રહ્યો છે.

અવની આમ તેમ નીલ ને જોઇ રહી છે પણ નીલ ક્યાંય નજર ના આવતા એ એક બાકડા પર બેસી જાય છે અને નીલ ને ફોન કરવાનુ ચાલુ રાખે છે. એટલા માં જ પાસે બેસેલી એક છોકરી અવની ને બોલાવી ને કહે છે. સાંભળો છો !! એક છોકરો તમે અહીં આવ્યા ત્યાર થી તમને સંતાઈ ને જોઈ રહ્યો છે અને હસી રહ્યો છે. શુ આપ તેને ઓળખો છો ?

અવની પાછળ નથી જોઈતી કારણ કે અવની ને નીલ ની બધી આદત , એના Cloths અને style વિશે ખબર છે તો એ પેલી છોકરી ને પૂછે છે કે શું એ છોકરા ના વાળ ટૂંકા અને ઉભા છે ?

પહેલી છોકરી હા પાડે છે.

શુ એ છોકરા એ જીન્સ અને ટી - શર્ટ અને જેકેટ પહેર્યું છે ? અવની એ કહ્યું.

હા હા તમે સાચા છો.

શુ એ છોકરા એક હાથ માં ફોન છે બીજા હાથ માં ચશ્મા છે ? અને મોસ્ટ ઈમ્પોર્ટન્ટ એ એના જમણા હાથ ની આંગળીઓ હલાવી રહ્યો છે અને સાથે જ શુ એને જમણા હાથ માં watch પેહરી છે?

હા હા તમે એક દમ સાચા છો.પણ તમને એટલુ બધુ કેમ
ખબર એમના વિશે ? પેલી છોકરી એ પૂછ્યુ !

અવની - My Dear એ જે બોય છે એ મારો બોયફ્રેન્ડ છે અને એ અત્યારે ઘરે જઈ રહ્યો છે. હું એમને મુકવા માટે આવી છુ પણ એ અત્યારે મારી સાથે મસ્તી કરી રહ્યો છે.

ઓહ સોરી. મને ખબર ના હતી. ગર્લ એ કહ્યું.

અવની - અરે નો પ્રોબ્લેમ. ઇટ્સ ઑકે.
ત્યાંજ પેલી ગર્લ નો Husband આવે છે ઝરણા પાસે ( ઝરણા પેલી ગર્લ )

અવની - ઝરણા આ કોણ છે ?

ઓહ હા.. આ મારા Hubby છે.

અવની - ઓકે..મારી તમારી એક હેલ્પ જોઈએ છે. શુ તમે મારી હેલ્પ કરશો ?

ઝરણા - હા બોલો ને શુ હેલ્પ જોઈએ છે ?

અવની - મારે નીલ જોડે એક prank કરવુ છે તો તમે મને સાથ આપશો. મારે નીલ ને મારી સામે લાવવો છે.

(દૂર થી આ બધુ નીલ જોઈ રહ્યો છે અને વિચારી રહ્યો છે કે એની સામે આ બધુ શુ ચાલી રહ્યુ છે )

ઝરણા - હા કેમ નહિ ! બોલો શુ કરવાનુ છે ?

અવની - ઝરણા તુ એક કામ કર માનવ ને અહી મારી બાજુ માં બેસાડ. ( માનવ ઝરણા નો husband ) અને તુ મારી સામે ઉભી રહે. પછી આપણે થોડી ઘણી વાતો કરીએ..
પછી હુ અને માનવ સામે વાળા કોફી કાફે માં જઈશુ અને ત્યાં બેસીશુ. તો નીલ ને જેલેસી થશે અને એ ઓટોમેટીકલી બહાર આવી જ શે મારી સામે.
તો ઝરણા અને માનવ તમને કઇ પ્રૉબ્લેમ તો નથી ને ?

ઝરણા અને માનવ - અરે ના ના.. અમને તો આનંદ થશે.

આમ પણ અમારા મેરેજ ના બે વર્ષ જ થયા છે પણ આવો મઝાક નહીં કર્યો કોઈ સાથે તો મઝા આવશે અને હા thank you for your trust કે અજાણ હોવા છતા તમે અમને તમારી સાથે શામિલ કરો છો. ઝરણા એ કહ્યું.

અવની - અરે એમા Thank You ના કહેવાનું હોય. તમે મને જ્યારે પહેલી વાર કીધું ને કે એક બોય તમારી સામે જોઈ રહ્યો છે.ત્યાર થી જ મને તમારા પર વિશ્વાસ આવી ગયો હતો કે તમે કઇ રીતના person છો.

તો હવે આપણે prank સ્ટાર્ટ કરીયે ?

માનવ અને ઝરણા - હા ચાલો ચાલો.

ઝરણા અવની પાસે થી ઉભી થઇ જાય છે અને માનવ અવની ની બાજુ માં બેસી જાય છે. ( દૂર થી આ બધુ નીલ જોઈ રહ્યો છે )

થોડી ઘણી વાતો કરે છે ત્રણેય લોકો.

થોડી વાર પછી માનવ અને અવની ઉભા થાય છે અને કોફી કાફે તરફ ચાલવા લાગે છે. માનવ અને અવની ઝરણા ને bye bye કરી ને હાથ ને હવા મા લેહરાવે છે..

( દૂર ઉભેલા નીલ ને ગુસ્સો આવે છે કે અવની કોના જોડે કાફે માં જાય છે અને એટલી બધી ખુશ અને હસી હસી ને વાતો કોના જોડે કરી રહી છે. પહેલો વ્યક્તિ ને તો હુ પહેલી વાર જોઉં છુ. એ કોણ હશે ? નીલ ના મન માં ઘણા બધા પ્રશ્નો ઉદ્દભવે છે પણ એ દૂર થી બધુ જોઇજ રહયો છે )

અવનની અને માનવ કાફે માં પહોંચી જાય છે અને પાછળ નીલ ધીરે ધીરે એમની પાછળ ચાલે છે. માનવ અને અવની કાફે ના ટેબલ પર બેસી જાય છે અને નીલ ઝરણા પાસે જાય છે અને પૂછે છે.

Excuse Me તમે મને કહી શકો કે તમે અવની ને કઇ રીતે ઓળખો છો અને તમે કોણ છો ? અને સાથે જ પહેલો વ્યક્તિ કોણ છે ?

ઝરણા એ prank માં add કરતા કહે છે કે એ અવની નો બોયફ્રેન્ડ છે. પણ તમે કેમ આ બધુ પૂછી રહ્યા છો ? તમે કોણ છો.

નીલ કહે છે કે હુ અવની નો બોયફ્રેન્ડ છુ તો એ ક્યાંથી આવ્યો ?

અરે તમને નહી ખબર અવની અને માનવ તો છેલ્લા 5 વર્ષ થી સાથે છે , બનેં ની સગાઈ થવાની છે હમણાં.
અને જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી તો અવની એ મને તમારા વિશે કઇ જ નથી જણાવ્યુ તો પછી તમે શા માટે જૂઠુ બોલો છો કે તમે એના બોયફ્રેન્ડ છો ? ઝરણા એ કહ્યું.

નીલ - અરે યાર. શુ કહુ તમને ? કઈ નહી છોડો હુ હમણાં જ અવની પાસે જાવ છુ અને બધુ ક્લીઅર કરુ છુ.

નીલ ગુસ્સામાં લાલ પીળો થઈ ને અવની અને માનવ પાસે જાય છે અને ટેબલ પર જોર થી હાથ પછાડીને અવની ને કહે છે

આ બધુ શુ છે અવની ?
શુ કર્યું તે આ બધુ ?
મારા પ્રેમ માં શુ ખામી હતી કે તુ અત્યારે આમના જોડે બેઠી છે.
તને મારા કરતા પણ વધુ પ્રેમ કર્યો છે અને તે મારી સાથે આવુ કર્યું.

( વચ્ચે વાત નાખતા માનવ એ કહ્યું - ઓ હેલો કોની વાત કરી રહ્યા છો ? આ મારી ગર્લફ્રેન્ડ છે ઓકે. તમને કંઈક ગલતફેમી થઈ રહી છે. તમે અહીં અમને હેરાન ન કરો અને અહીં થી જાવ.)

(માનસી અને ઝરણા આ બધા મજાક ની મજા લઇ રહી છે)

નીલ- ઓ ભાઈ . હું નહીં તમે મારી અને અવની ની વચ્ચે આવ્યા છો સમજ્યા.અને અવની તું કેમ અહીં ચૂપચાપ બેઠી છે , તું તો કશું બોલ !!

અરે હું શુ બોલુ ? હવે જો તને ખબર પડી ગઈ છે તો હુ હવે નહીં છુપાવુ. હા માનવ મારો બોયફ્રેન્ડ છે અને હુ એને પ્રેમ કરુ છુ. તુ અહીં થી ચાલ્યો જા બસ.

એટલુ સાંભળતા જ નીલ બાજુ માં પડેલી ચેર પર બેસી જાય છે.બંને હાથ માથા પર રાખી ને નીચે જોવે છે. અવની , માનવ અને ઝરણા આ બધુ જોઈને હસવા લાગે છે. આ હસવાનો અવાઝ નીલ ને સંભળાય છે. એ પોતાનુ માથુ ઊંચુ કરી ને ઉપર જોવે છે તો ત્યાં આજુ બાજુ માં અવની , માનવ અને ઝરણા ઉભા છે અને હસી રહ્યા છે.નીલ ને થોડી વાર કશુ સમજાતું નથી કે શા માટે આ બધા લોકો હસી રહ્યા છે ? એને લાગે છે કે આ બધા મારા પર હસી રહ્યા છે અને મારો મઝાક ઉડાવી રહ્યા છે.

નીલ - યાર અવની તે આ મારા જોડે ખોટુ કર્યું છે. તે આ આવુ શા માટે કર્યું એ મને ખબર નહી પણ ભગવાન તને હંમેશા ખુશ રાખે એવી દિલ થી પ્રાર્થના કરીશ. ( એમ કહીને નીલ પાછળ ફરી ને ચાલવા લાગે છે. )

પાછળ થી એક હાથ આવે છે અને નીલ ના હાથ ને પકડે છે અને નીલ plz stop એવો અવાજ સંભળાય છે. નીલ ત્યાં જ ઉભો રહી જાય છે.અવની નીલ ની સામે જઇ ને બંને હાથ થી કાન પકડે છે અને સોરી કહે છે અને સાથે જ આખા prank વિશે જણાવે છે.આ સાંભળી નીલ ખુશ થઈ જાય છે અને અવની ને ભેટી પડે છે.

માનવ અને ઝરણા - ઓ મારા પ્રેમી પંખીડાઓ આ રેલવે સ્ટેશન છે ગાર્ડન નહીં. થોડું આજુબાજુ માં જુઓ. ( ત્યાર બાદ બધા લોકો સાથે બેસે છે. માનવ અને ઝરણા નીલ ની માફી માંગે છે કે તમને કશું ખોટું તો નથી લાગ્યુ ને ? )

અરે ના ના એમાં ખોટું શુ લાગે ? હા પણ થોડી વાર ગુસ્સો તો આવ્યો હતો. એમ નીલ એ કહ્યું.

બસ આમ તેમ ચારેય જણા વાતો કરે છે. એક બીજા ના નંબર લે છે ત્યાં જ વાતો કરતા કરતા નીલ ની ટ્રેન આવી જાય છે.માનવ અને ઝરણા બીજી ટ્રેન ની રાહ જોઈ રહ્યા છે માટે એ બંને અને અવની નીલ ને ટ્રેન ના ડબ્બા સુધી મુકવા જાય છે.

માનવ - અવની તારે નીલ ને કાંઈક આપવું હોય તો આપી શકે છે હો ! હું ને ઝરણા આંખ બંધ કરી દઈએ. હા હા હા
આ સાંભળી ઝરણા માનવ ને કહે છે કે શું તમે પણ.

બધા લોકો હસવા લાગે છે અને અવની નીલ ને એક hug કરે છે અને ગાલ પર હાથ ફેરવી પોતાનું ધ્યાન રાખવાનું કહે છે. એટલામાં જ ટ્રેન ની સીટી વાગે છે. નીલ અવની ની સામે જુએ છે અને અવની નીલ અવની ની સામે. ટ્રેન ધીરે ધીરે ચાલવા લાગી છે. બધા લોકો એકબીજા ને હવા માં હાથ લહેરાવી bye bye કહી રહ્યા છે.

બસ આમ જ દિવસો વીતતા રહે છે.બંને પ્રેમી પંખીડાઓ મશગુલ થઈ ગયા છે એકબીજા માં.સમય ની રેખા આગળ આગળ ચાલી રહી છે. બંને પોત પોતાના કામ ની અંદર આગળ વધી રહ્યા છે અને બંને એકબીજા ની સાથે ખુશી થી રહી રહ્યા છે.

જેમ દરરોજ સવારે અવની અને નીલ એક બીજા ને મેસેજ કરે છે એમ એક દિવસ સવાર માં અવની નીલ ને મેસેજ કરે છે પણ નીલ નો કઈ રીપ્લાય આવતો નથી. અવની ને થાય છે કે નીલ કદાચ કામ માં બિઝી હશે એટલે મેસેજ નહીં કરતો હોય, એમ વિચારીને અવની કામ માં લાગી જાય છે.

ઘણો સમય વીતી જાય છે પણ અવની ને જે મેસેજ ની રાહ છે એ મેસેજ હજુ આવ્યો નથી. અવની એ હવે ચિંતા થાય છે અને એ નીલ ને કોલ કરે છે પણ નીલ કોલ રિસિવ નથી કરતો . અવની નીલ ને ઉપરાઉપર છ થી સાત વાર કોલ કરે છે પણ નીલ કોલ રીસીવ નથી કરતો.આમ ઘણો સમય પસાર થઈ જાય છે અને નીલ નો મેસેજ આવે છે.

" સોરી અવની તારો કોલ રીસીવ ના કર્યો એ માટે. Actully ઘરે અત્યારે મહેમાન આવ્યા છે તો કોલ પર ધ્યાન ના રહ્યું.
અને હા અવની મને જાણ ના થાય એમ પાપા એ એમના એક ફ્રેન્ડ ને બોલાવ્યા છે અને સાથે જ એમની વાઈફ પણ આવી છે અને નવીન વાત એ છે કે એમની એક ની એક છોકરી પણ આવી છે.

So મને લાગે છે કે કદાચ પાપા મારુ એ પેલી છોકરી જોડે નક્કી કરી નાખશે..

?ક્રમશઃ?

જેમ આપણે સ્ટોરી માં જોયું તેમ ઘણી વાર કોઈ અજાણ્યુ પણ આપણા માટે ખાસ બની જાય છે.એકબીજા ને માન, સન્માન અને સાથ આપો અને સાથે રહો બસ આનુ નામ જ જિંદગી છે.

હવે આગળ શું થાય છે એ જોઈશું આપણે
લવ ની ભવાઈ 12 માં.

બસ આમ જ તમારો સાથ, પ્રેમ આપતા રહો અને વાંચતા રહો લવ ની ભવાઈ.

અને હા જો તમને આ નોવેલ સારી લાગી હોય તો શેર કરવાનું ના ભૂલતા..

એક ખાસ નોંધ - હમણાં મારો Birthday આવી રહ્યો છે
( 07 -05 ના રોજ ) તો હું આપના માટે એક નવા જ પ્રકાર ની નોવેલ મારા Birthday પર Publish કરીશ. એ નોવેલ માં અનોખો રોમાન્સ , રોમાંચ , ભરપૂર પ્રેમ , રહસ્ય ,નવા નવા ટ્વિસ્ટ અને સાથે જ એક અદ્ભૂત પ્રકારનો પ્રેમ જોવા મળશે.જેમાં કોમેડી છે , હાસ્ય છે અને સાથે જ અલગ અલગ પ્રેમ ની વાતો છે. તો બસ તમારે થોડોક જ wait કરવો પડશે.

પણ પણ પણ નોવેલ ના નામ નો wait ના કરાવતા હુ આપને એ નોવેલ નુ નામ કહી આપૂ છુ.

So એ નોવેલ નુ નામ છે !!!!!

? " નામ મેં ક્યાં રખ્ખા હે.."?

Thank U So Much All The Readers.
I really Thankful All Of You

? Mr.NoBody.?
for More Updates..
My Instagram Id - i_danny7
Facebook page - Mr Danny
Facebook Id - Danny Limbani