પ્રેમકુંજ - (ભાગ-૩૨)


આજ કુંજને અંદરથી પીડા થતી હતી અને બહારથી ખુશી કેમકે એકબાજુ રિયા મળવાની તેને ખુશી હતી.
અને એકબાજુ તેને એક વેશ્યા બનાવી દીધી એનું દુઃખ પણ હતું.

********

રિયા મને દૂરથી જોશે તો તે દોડતી દોડતી મારી પાસે આવશે.મને કહેશે મને ખબર હતી.કુંજ તું એક દિવસ તો મારી પાસે મને શોધતો શોધતો તું આવીશ જ.હું ઘણા સમયથી તારી રાહ જોઈ રહી હતી.દિવસ રાત તને યાદ કરી રહી હતી.તારા વિના હું રહી શક્તિ ન હતી.

તું આવ કે,ના આવ,હું તારી રાહ જોઈશ,ખળ ખળ વહેતા ઝરણાની સાક્ષીએ દૂનિયાને ભૂલીને,મારા અસ્તિત્વ ને તારા વગરના ઘનઘોર એકાંત વચ્ચે સ્થગિત કરી નાખ્યું છે.ચાર દિવાલો અંદર ઉઠતા ચિત્કારો,આર્તનાદો,ને વિશ્વાસ છે.તું આવીશ..!!!તું આવીશ...!!!તું ચોક્કસ આવીશ મને એક દિવસ લેવા માટે.આજ એ દિવસ આવી ગયો કુંજ.મારા પડકારો મારી લાજ આજ ઇશ્વરે રાખી અને તને અહીં બોલાવ્યો.કુંજ હું હવે તારાથી દૂર થવા નથી માંગતી.

હા,મને ખબર હતી જ કે રિયા તારા જવાનું કોઈ કારણ હોઈ શકે.નહિ તો તું મને એ રીતે છોડીને કેવી રીતે જઈ શકે.આજ કુંજ રિયાને મળવા આતુર હતો.
પ્રેમ જ્યારે કોઇને કઈ કહ્યા વગર જયારે વિખરાય જાય.અને તેની યાદમાં બંને તડપે એ પછીનું બંનેનું 
મળવું એ પ્રેમ કરતા પણ વધારે એકબીજા પ્રયત્યે લાગણીના ભાવ જોવા મળે છે.

એકબીજા પ્રયત્યે લાગણી કયારે થાય.એ શાંત હોય અને મૌનનો અર્થ તેમને સમજ પડે,મારા શરીરનાં સ્પર્શની નહીં,પણ મારી આંખોની ભાષા તેને સમજ પડે.કોઇ કારણ વિના તું મારી તરફ જોવે મારી આંખ ભરાય અને તું ખાલી કર્યા કરે.વારંવાર મારે બહાનું શોધવુ ના પડે તારી સાથે વાત કરવાનું અને તું સામેથી જ મને સાદ આપે.કોઇ પણ શરત વિના-બંધન વિના તું મારો સ્વિકાર કરે એ જ પ્રેમ પરનો એકબીજાનો લાગણી પ્રેમ.

પણ,પુરુષ એક એવું વ્યક્તિત્વ છે,કે જેના હૃદયમાં ધરબાયેલ ડૂમો તેના આંસુઓની ખારાશ કરતાં
વધુ વજનદાર હોય છે..!!આજ કુંજે રેડલાઈટ 
એરિયામાં ઇન્સપેક્ટર અને મગનાની સાથે પગ મૂક્યો.

ક્યાં છે,મોસીન તેને અહીં બોલાવ?મગનો દોડીને જલ્દી અંદર ગયો.આવ મગના કેમ આજ અહીં આવાની જરૂર પડી.જાણ કરી દીધી હોત તો અમારા માણસો ત્યાં જ આવી જાત.

નહીં સાહેબ મેં હમણાં જ એક છોકરીને અહીં મેકલી તેને મારે અહીંથી લઈ જાવી છે.

શું નામ છે તેનું?

રિયા..!!!

તે નહીં મળે તેને અહીંથી દૂર મેકલી દીધી છે.અને તને
કીધું પણ છે કે એકવાર મોસીન પાસે કોઈ પણ છોકરી આવે તેને ફરી પાછી લેવા આવું નહિ.

હા,મને યાદ છે,અને હા જો તારે રિયાને જોતી હોઈ તો મેં તને આપીયા હતા,રૂપિયા એના કરતા પાંચ ગણા થશે.ત્યાં જ ઇન્સ્પેક્ટર સાહેબ અંદર આવી ગયા.

શું તું બોલી રહ્યો છે,રિયાને અહીંથી બહાર નીકળવા માટે પાંચ ગણા રૂપિયા તારે જોઈએ છે.અત્યારે જ તેને અહીંથી બહાર નીકાળ.

પણ,પણ,સાહેબ મારી વાત તો સાંભળો રિયા જો અહીં હોત તો તમને જોઈને હું આપી દેત.પણ રિયા અહીં છે જ નહીં.

તો ક્યાં છે રિયા?

રાજેશ ખત્રીની હવેલી એ..!!પહેલા અહીં હતી પણ હજુ હમણાં જ એક અઠવાડિયા પહેલા જ અમે તેને રાજેશ ખત્રીની હવેલી એ મેકલી છે.

રાજેશ ખત્રીની હવેલી ક્યાં આવી?

સાહેબ રાજસ્થાનના જેસલમેરમાં ખત્રી સાહેબની હવેલી છે.તે અહીં ઘણીવાર છોકરી પસંદ કરી અહીંથી લઈ જાય છે.અને તેની હવેલીમાં જ રાખે છે.રિયા તેની હવેલીમાં જ હશે.તે ખત્રીની હવેલીને જોઈ છે?નહીં સાહેબ મેં નથી જોઈ.

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

***

રેટ કરો અને રિવ્યુ આપો

Deboshree B. Majumdar 1 અઠવાડિયા પહેલા

Sandy 1 અઠવાડિયા પહેલા

Heena Suchak 2 અઠવાડિયા પહેલા

Kajal diyora 2 અઠવાડિયા પહેલા

Jigisha 2 અઠવાડિયા પહેલા