બેટા મુંબઈ તો અહીંથી ઘણું દૂર થાય.અહીંથી જતા ઘણા દિવસ લાગી જાય.જો કોઈ ગામમાંથી જતું હોઈ તો તેમની સાથે હું તારી જેસલમેર જવાની વ્યવસ્થા કંઈક કરું છું.ત્યાંથી મુંબઈ જવા માટે કંઈક મળી જશે.તમે અત્યારે અહીં મારા ઘરે આરામ કરો.
હું હમણાં જ ગામમાં જઈ તપાસ કરી આવું છું.
************
સાહેબ અહીં આ દુકાન પર રિયા રહેતી હતી.અને છેલ્લા એક વર્ષથી તે દેખાય નથી રહી.મેં તેને શોધવાની ઘણી કોશિશ કરી પણ તે મળી નથી રહી.
સાહેબ મને લાગે છે,કે લાલજી શેઠ અને આ મગન
જાણે છે,કે રિયા ક્યાં છે.એ મને ઘણા સમયથી પોલીસ ફરિયાદ કરવાની પણના પાડી રહ્યા હતા.
ઇન્સ્પેક્ટર સાહેબ અમને કઈ ખબર નથી રિયા ક્યાં છે.મેં ઘણા સમય પહેલા રિયાને અહીં સમોસા બનાવા માટે મારી દુકાનમાં રાખી હતી.તેની પાસે રેહવા માટે કોઈ જગ્યા ન હતી.તો મેં એને રેહવા માટે પણ જગ્યા આપી હતી.પણ અચાનક તે દિવસ તે ચાલી ગઈ.
તે ગમે ત્યાં જતી તો મને કહીને જતી પણ તે દિવસે મને પણ કઈ જાણ કર્યા વગર ચાલી ગઇ.તે ક્યાં ગઈ શું કરે છે,અત્યારે મને કંઈ ખબર નથી સાહેબ.
તમે આ દુકાનમાં શું કરી રહ્યા છો.હું તો આ શેઠ નો મિત્ર છું,સાહેબ.મને તો આ બાબતે કઇ ખબર જ નોહતી.અચાનક એક દિવસ લાલજીનો ફોન આવીયો અને મને વાત કરી ત્યારે મને બધી વાતની ખબર પડી.
મેં કુંજને કહ્યું હતું,કે હું તને રિયા ગમે ત્યાંથી શોધી
આપીશ.મેં શોધવાની કોશીશ કરી,પણ સાહેબ રિયા કોઈ જગ્યાએ મળતી નથી.
નહીં સાહેબ આ બંને ખોટું બોલી રહિયા છે,તેમને ખબર છે,રિયા ક્યાં છે.પણ તે બોલી નથી રહ્યા.
તમે બંને દુકાન બંધ કરી મારી ગાડીમાં બેસો.તમારે પોલીસ સ્ટેશન આવું પડશે.મગનો અને લાલજી ડરી રહ્યા હતા.ડરતા ડરતા બંને ગાડીમાં બેઠા થોડીજ વારમાં પોલીસ સ્ટેશન આવી ગયું.આ બંનેની પુરેપરી પૂછપરસ કરો.
પણ,સાહેબ તમે મારી વાત પર વિશ્વાસ તો કરો.
અમને કઈ ખબર નથી.ચટાક કરતી મગનાના ગાલ પર એક પડી.મગનાને કઈ અસરનો થઈ પણ લાલજી ધ્રુજવા લાગીયો.સાહેબ રિયા ક્યાં છે,અત્યારે કઈ જગ્યા પર છે.અમને તેની કોઈ માહિતી નથી.
તું કેમ એટલો બધો ધ્રુજી રહ્યો છે,ચટાક કરતી લાલજીના ગાલ પર એક પડી.સાહેબ મને કઈ ખબર નથી.ફરી એક ચટાક કરતી લાલજીના ગાલ પર પડી.
સાહેબ તમે અમને વગર વાંકે મારી રહ્યા છો.ઇન્સ્પેક્ટર સાહેબ લાલજીનો એ રીતે કાન મરડ્યો કે લાલજી બરાડા પાડવા લાગીયો.સાહેબ મારો કાન રેહવા દો,હું તમને બધી વાત કરું છું.
એક વર્ષ પહેલાંની વાત છે,રિયાને મળવા પહેલો કુંજ મારી દુકાન પર આવીયો હતો.તેને આ મગનો જોઈ ગયો.અમને ડર હતો કે રિયાને કુંજ હવે જલ્દી અહીંથી લઈ જશે.એક દિવસ મગનો સવારે મારી દુકાન પર આવીયો અને મને રિયાને મોસીન પાસે
લઈ જવાની વાત કરી.
મોસીન કોણ છે?
મુંબઈમાં રેડલાઈટ એરિયાનો દલાલ છે,સાહેબ..!!!
મારી દુકાનના પૈસા ભરવાના હજુ ઘણા બાકી હતા.
હું મગનાની વાતમાં આવી ગયો અને મેં અને મગનાએ સાથે મળી રિયાને મોસીન પાસે મેકલી દીધી.જે પણ થયું એ રૂપિયાની લાલચમાં આવીને અમે પગલું ભર્યું,અમને માફ કરી દો...
ફરી મગનાને અને લાલજીને ચટાક ચટાક કરતી
બંનેના ગાલ પર પડી.નરાધમો એક કોમળ ફૂલ જેવી છોકરીને તમે વેશ્યા બનાવી દીધી.તેનું કોઈ નથી એમ માની તમે તેને એક રેડલાઈટ એરિયામાં ધકેલી દીધી.
એ છોકરી એ તમારા પર વિશ્વાસ કર્યો.અને તમે તેની સાથે દગો કર્યો.તમને તો કડકમાં કડક સજા થવી જોઈએ.અને હા,આ મોસીન ક્યાં મળશે.
સાહેબ અમને ખબર નથી,પણ રેડલાઈટ એરીયામાં
તેનું નામ બોવ મોટું છે.તમે નામ આપશો એટલે તરત જ તમને તે મળી જાશે.ચાલ તું જ અમારી સાથે આવ અને તારી સાથે પોલીસ છે,તે મોસીનને ખબર પડવી જોઈએ નહીં.
પણ,સાહેબ તે મને મારી નાખશે.મને જીવતો નહીં રહેવા દે.મેં તેમની પાસેથી પૈસા લીધા છે.મારે તે રૂપિયા તેને આપવા પડશે તો જ તે રિયાને ત્યાંથી છોડશે નહિ તો નહીં.
તે કેટલા લીધા હતા?
વીસ લાખ રૂપિયા સાહેબ..!!!મેં અને લાલજી એ બંને એ તેમાંથી લીધા હતા.પણ,સાહેબ મારી પાસે અત્યારે એક પણ રૂપિયો નથી.
કુંજ,મગનો અને પોલીસ ઇન્સ્પેક્ટર ત્રણે મોસીન પાસે જવા નીકળ્યા.કુંજને થઈ રહ્યું હતું.રિયાએ લાલજી પર વિશ્વાસ કર્યો અને તેનો એક સમયે ફાયદો પણ લીધો.રિયા મળે તે પછી હું બંનેને નહીં છોડું.
આજ કુંજને અંદરથી પીડા થતી હતી અને બહારથી ખુશી કેમકે એકબાજુ રિયા મળવાની તેને ખુશી હતી.
અને એકબાજુ તેને એક વેશ્યા બનાવી દીધી એનું દુઃખ પણ હતું.
ક્રમશ....
લેખક -કલ્પેશ દિયોરા
આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...
મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.
મો-8140732001(whtup)