આસ્થા પાણી પી ને સ્વસ્થ થઈને આવી. સાંજ ઢળવા આવી હતી ને અંધકાર ના ઓળા ધીમે ધીમે ઉતરી રહ્યા હતા. આસ્થા એ લાઈટ ચાલુ કરી. તેને આગળ વાંચવાની ઉત્સુકતા પણ હતી ને ડર પણ લાગી રહૃાો હતો. મન ને મક્કમ કરીને તેણે આગળ વાંચવાની શરૂઆત કરી.
હવે નું લખાણ લાંબા સમય પછી નું હતું.
*******************
માય ડિયર ડાયરી,
આજે હું બહુ ખુશ છું. અંતે જિસસ એ મારા જીવન નો અંધકાર દુર કર્યો. આઈ એમ પ્રેગનન્ટ. જેની રાહ હું આટલા વર્ષો થી જોતી હતી તે ખુશી મારા દરવાજે પહોંચી આવી. મહેશ તો આ ખબર સાંભળીને બહુ જ ખુશ થયો. તેણે તો મને ઊંચકી લીધી ને ચુંબનો થી નવડાવી દીધી.
કેટલા સમય પછી મને મારો મહેશ મળ્યો !! તેના ચહેરા પર નું હાસ્ય ને આંખો ની ખુશી જોઈને મારું દિલ ખુશ થઈ ગયું. બસ હવે આ ખુશી કાયમ નું સરનામું કરીને અમારા ઘરે રહે એવી જ જિસસ ને પ્રાર્થના છે.
ડાયરી, એક વાત એવી છે જે હું તારા થી છુપાવી રહી છું પણ કેટલીક વાતો ન કહેવાય તેમાં જ બધા ની ભલાઈ હોય છે. હું તૈયાર થવા જાઉં છું. આજે ઘણા સમય પછી હું અને મહેશ બહાર ડીનર લેવા જવાના છીએ.
બાય ડાયરી..
*****************
આસ્થા આગળ વાંચવા લાગી.હવે નું લખાણ આસ્થા ના જન્મ સમય નું હતું.
****************
માય ડીયર ડાયરી,
આજે તું એક નવી રોઝી ને મળવાની છે. એક માં ને આજે તું મળવાની છો. એક માં નો મારી અંદર જન્મ થયો છે. નર્સ એ જ્યારે તે નાનકડી ઢીંગલી ને મારા ખોળામાં આપી ત્યારે મને મારી આટલા સમય ની પીડા ભુલાઈ ગઈ. તેની માસુમ આંખો માં હું ખોવાઈ ગઈ. તેના કોમળ અને નાજુક હાથો નો સ્પર્શ મને રોમાંચિત કરી ગયો.
જ્યારે તે મારી છાતી એ વળગી ત્યારે મને મારા માતૃત્વ નો અને મારા સ્ત્રીત્વ નો અહેસાસ થયો. મારા માંથી જ જન્મેલો મારો જ એક અંશ જે મારી શ્રદ્ધા ને આસ્થા નું પ્રતીક છે. આથી તે નાનકડી ઢીંગલી નું નામ મેં આસ્થા રાખ્યું છે. મારા જેવી જ આંખો ને મારા જેવો જ ચહેરો બધા કહે છે કે આ તો બીજી રોઝી છે. પણ બસ જિસસ ને એ જ પ્રાથૅના છે કે મારી આસ્થુ ને મારા જેવી પીડા ને દુઃખ ન મળે.
મહેશ ની તો તે બહુ લાડકી છે. આસ્થા ને જોયા વિના મહેશ ને ચેન પડતું નથી. આજે મને લાગે છે કે મારું કુટુંબ પુણૅ થયું છે. બસ હવે આ ખુશી કાયમ માટે મારા ઘર માં રહી જાય એવી જ ઈચ્છા છે.
આસ્થા રડી રહી છે. હું જાઉં છું. પછી મળીશું.
બાય ડાયરી
******************
ત્યાર પછી ના પાનાં ઓ પર આસ્થા ની નાની નાની વાતો, તેનું ચાલતા શીખવું, તેના તોફાનો બધી નાની નાની વાતો નું વર્ણન હતું. આસ્થા આ બધું વાંચતા ક્યારેક હસતી તો ક્યારેક તેની આંખો ભીની થઈ જતી. પછી નું લખાણ ઘણા સમય પછી નું હતું.
*************
ડાયરી,
મને લાગે છે કે મારા નસીબ માં સુખ લખાયું જ નથી. મારું બધું જ છીનાવાઈ ગયું. એક પળ માં મારું બધું છિન્ન ભિન્ન થઈ ગયું.
કેટલાય સમય થી મન પર બોજો લઈને ફરું છું. આજે આ બોજો ઉતારી દેવો છે. કદાચ ભુલ મારી જ હતી પણ તેની આટલી મોટી સજા મળશે એવી મને ખબર ન હતી.
આસ્થા ૩ વર્ષ ની થઈ ગઈ છે. આ ૩ વર્ષ સુખ અને આનંદ ની છોળો વચ્ચે કેમ પસાર થયા તે જ ખબર ન પડી પણ મારી ખુશી ને કદાચ મારી જ નજર લાગી ગઈ.
જે સત્ય ને મેં આટલા સમય થી છુપાવ્યું હતું તે મહેશ ની સામે આવી ગયું. આજે હું મારી જિંદગી નું સૌથી મોટું સત્ય કહીશ તને, ડાયરી..
મને ખબર છે કે મેં બહુ મોટી ભુલ કરી છે ને કદાચ તે પાપ પણ ગણાય.
આજ થી ૩ વર્ષ પહેલાં ની વાત છે. બાળક ન થવાને લીધે મહેશ ની માનસિક સ્થિતિ વધુ ને વધુ બગડી રહી હતી. તે પોતાની ખામી સ્વીકારી શકતો ન હતો.
એક બપોરે મને ફોન આવ્યો કે મહેશ ને પોલીસ સ્ટેશન માં લઈ જવામાં આવ્યો છે. હું ઉતાવળ માં પોલીસ સ્ટેશન એ પહોંચી ત્યારે મને જણાવા મળ્યું કે મહેશ શરાબ પીને બાઈક ચલાવી રહ્યો હતો. મહેશ ક્યારેક ડ્રીન્ક કરતો હતો પણ ભાન ભુલી જાય એટલી હદ સુધી ક્યારેય તેણે ડ્રીન્ક કર્યું ન હતું.
તેની બાઈક થી એક ભાઈ નો અકસ્માત થયો હતો ને તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તે ભાઈ ને ફેક્ચર આવ્યો હતો ને થોડી ઈજા થઈ હતી. હું મહેશ ને મળીને તેને ખુબ ઠપકો આપ્યો. મહેશ એ મારી માફી માંગી ને ફરી થી આવું નહીં થાય તેમ કહૃાું.
મને ખબર હતી કે મહેશ નહીં સુધરે. તે ભાઈ ને પણ મળવા હોસ્પિટલમાં ગઈ પણ તેણે કેસ પાછો ખેંચવા બહુ મોટી રકમ માંગી હતી. પછી હું મહેશ નો એક ફ્રેન્ડ જે વકીલ હતો. તેને મળવા ગઈ. તેના ઘરે હું પહોંચી ત્યારે તે એકલો જ હતો.
તેણે મને સારો આવકાર આપ્યો ને હું હોલ માં સોફા પર જઈને બેઠી. મેં તેને બધી વાત કરી. તેણે શાંતિ થી મારી વાત સાંભળી ને પછી મારી બાજુમાં સોફા પર આવીને બેઠો. તેણે મારી પીઠ પર હાથ મુકયો ને કહ્યું," ભાભી, તમે ચિંતા ન કરો. હું બધું સાચવી લઈશ. બસ તમે પણ મને સાચવી લેજો."
હું તો એકદમ ચોંકી ગઈ ને તેનાથી દુર જવા પ્રયત્ન કરવા લાગી પણ તેની મને જોર થી પકડી લીધી હતી ને મારી સાથે જબરદસ્તી કરવા લાગ્યો . મેં ગુસ્સામાં આવીને ત્યાં સોફા પાસે પડેલો ફ્લાવર વાઝ તેના માથા પર મારી દીધો ને ભાગતી ત્યાં થી નીકળી ગઈ.
મારી આંખો માંથી આંસુ નીકળી રહ્યા હતા ને મારું મગજ ભમી રહ્યું હતું ને તેના લીધે રસ્તા માં એક પથ્થર સાથે હું અથડાતાં પડી ગઈ ને મારા નસીબ ને દોષ દેતી હું ઉભી થવા જતી હતી ત્યાં એક હાથ મારા તરફ લંબાયો. મેં માથું ઉચું કરીને જોયું તો તે જોસેફ હતો.
હું એક પળ તેની સામે જોઈ રહી પછી મેં તેનો હાથ પકડી લીધો. તેણે મને ઉભી કરી. આટલા સમય પછી જોસેફ ને જોઈને મને બહુ ખુશી મળી. તેણે સર્કસ માં કામ કરવાનું શરુ કર્યું હતું ને તેના શો માટે થઈને અહીં આવ્યો હતો.
તેણે મારું પહેલા થી ઉતરી ગયેલું શરીર ને આંખો પાસે ના કુંડાળા જોઈને પુછ્યું," રોઝ, તું ઠીક તો છે ને ?"
હું તેના સવાલ નો જવાબ ન આપી શકી. મેં તેનો જવાબ ન આપતાં કહ્યું," ચાલ, મારા ઘરે . આપણે બેસીને વાતો કરીશું."
તે તૈયાર થઈ ગયો. ઘરે આવીને તેણે મહેશ ની પુછા કરી ને મેં તેને કશું ન જણાવ્યું.
જોસેફ એ મારો હાથ પકડીને મારી આંખો માં જોતા પુછ્યું," તું ખુશ તો છે ને , રોઝ ?"
હવે મારી હિંમત તુટી ગઈ હતી. આટલા સમય થી હૃદય માં દબાવેલી વેદના આંસુ સાથે વહેવા લાગી. હું જોસેફ ને વળગીને રડી પડી.મે રડતા રડતા મારી જિંદગી ની કડવી સચ્ચાઈ તેને કહી દીધી. મહેશ નો ખરાબ વ્યવહાર ને મારું કથળતું જતું લગ્ન જીવન બધી જ વાત મેં તેને કહી દીધી. મહેશ ના જેલ જવાની વાત પણ કરી દીધી.
જોસેફ મારા માથા પર હાથ ફેરવતો રહ્યો ને મારી બધી વાત શાંતિથી સાંભળતો રહૃાો.
થોડી વાર પછી મને અહેસાસ થયો કે હું જોસેફ ને ભેટી ને બેઠી હતી એટલે હું એક ઝાટકા સાથે તેનાથી અલગ થઈ ગઈ.
જોસેફ એ કહ્યું ," રોઝ, તું ચિંતા ન કર. હું મહેશ ને જેલ માંથી છોડાવી લઈશ."
" મહેશ તો છુટી જશે પણ તેનો આ વ્યવહાર તો નહીં જ સુધરે. જ્યાં સુધી બાળક નહીં આવે ત્યાં સુધી બધું બરાબર નહીં થાય " મેં કહ્યું.
જોસેફ એ મારો હાથ પકડી લીધો ને કહ્યું," રોઝ, હું બધું ઠીક કરી દઈશ. તને દુઃખી નહીં થવા દઉં."
જોસેફ ના લાગણીસભર સ્પર્શ થી મારું મન પીગળી ગયું. હું તેને ભેટી પડીને આજે મને થયેલા મહેશ ના ફ્રેન્ડ ના કડવા અનુભવ ની વાત કરી દીધી.
આ સાંભળી ને જોસેફ ને ખુબ ગુસ્સો આવ્યો. તે ગુસ્સામાં તે ફ્રેન્ડ ને મારવા માટે જવા લાગ્યો. મેં તેનો હાથ પકડીને રોકી લીધો.
મેં કહ્યું," જોસેફ, મારી લાઈફ માં આમ પણ ઘણા પ્રોબ્લેમ છે. પ્લીઝ, તું કંઈ એવું ન કરતો કે જેથી હું વધારે મુશ્કેલી માં મુકાય જાવ."
જોસેફ અટકી ગયો ને તેણે મારો ચહેરો હાથ માં લીધો ને કહ્યું," મારા લીધે કયારેય કોઈ તકલીફ તારી લાઈફ માં નહીં આવે. આ મારો પ્રોમિસ છે."
જોસેફ નો પ્રેમસભર સ્પર્શ ને તેની આંખો માં છલકાતો મારા માટે નો પ્રેમ જોઈને મારું મન પીગળી ગયું. કેટલાય સમય થી મારું મન કોઈ ના સ્નેહ ભર્યા શબ્દ સાંભળવા તરસતું હતું. હું તેને ભેટી પડી.
થોડી વાર પછી જોસેફ એ મને અળગી કરવાની કોશિશ કરી પણ આજે હું તેનાથી દુર જવા નહોતી માંગતી.મને હુંફ ને લાગણી ની જરૂર
હતી. મને જોસેફ ની પાસે સલામતી નો અનુભવ થઈ રહૃાો હતો. ઘણા સમય પછી કોઈ પોતાની વ્યક્તિ ના પાસે હોવાનો અહેસાસ થઈ રહ્યો હતો.
સાંજ ઢળવા આવી હતી ને ઢળતા સુરજ ના સોનેરી કિરણો અમારા બંને પર પડી રહૃાા હતા.
અંતે જોસેફ નો સંયમ પણ તુટી ગયો ને તેના હાથ મારા શરીર પર લપેટાઈ ગયા. જોસેફ ને હું ભાવનાઓ માં વહી ગયા. જોસેફ નો વર્ષો થી દબાયેલો પ્રેમ મારા પર વરસી પડયો ને તે પ્રેમ માં હું તણાતી રહી. મને સાચા ખોટા નું ભાન ન રહ્યું .
સવારે જ્યારે મારી આંખ ખોલી ત્યારે જોસેફ જતો રહ્યો હતો. મને કાલ રાત ની વાત યાદ આવતા મન માં પસ્તાવો ને ગિલ્ટ ફીલ થવા લાગ્યું. મારા મન માં હમેશા મહેશ જ રહૃાો છે પણ તે ક્ષણે હું નબળી પડી ગઈ તે વાતે મને બહુ ગુસ્સો આવી રહ્યો હતો.
તે રાત્રે જોસેફ ને મેં મારું શરીર સોંપી દીધું હતું. મને ખબર છે કે મેં ખુબ ખોટું કર્યું. એક પરણેલી સ્ત્રી નો પરપુરુષ સાથે નો સંબંધ એક પાપ જ છે. મહેશ સાથે પણ મેં દગો કર્યો હતો.
હું સીધી બાથરૂમ માં ગઈને રડી પડી. બાથરૂમ માં જઈને શાવર ચાલુ કરીને ઉભી રહી ગઈ. હું મારા શરીર ની સાથે ગઈ કાલ રાત ની યાદ પણ સાફ કરવા માંગતી હતી પણ મારી ભુલ ખુબ મોટી ને ભયંકર હતી. નાહીને હું જ્યારે બહાર આવી ત્યારે મને ટેબલ પર એક લેટર મળ્યો.
લેટર માં લખ્યું હતું.
રોઝ..
હું તને કયારથી ચાહું છું તે મને પણ ખબર નથી. મેં તને હંમેશા ઝંખી છે. મારા દિલ માં હંમેશા તું રહી છે ને તું રહેવાની છે. તારી ખુશી માટે થઈને હું કંઈ પણ કરવા તૈયાર છું.
કાલ ની રાત જે થયું તે નહોતું થવું જોઈતું હતું. તું મારી હંમેશા કમજોરી રહી છો. કાલે હું મારી જાત પર સંયમ ન રાખી શક્યો ને તું પણ નબળી પડી ગઈ. તે રાત એક ખુબસુરત યાદ બનીને હંમેશા મારા દિલ માં એકબધ રહેશે.
મને ખબર છે કે તે તારી એક ભુલ હતી. તું હંમેશા મહેશ ને ચાહતી હતી ને હજી પણ એને જ ચાહે છે. હું તારી જિંદગી માં દખલ પણ નહીં દઉં. હું હવે તારી નજર સામે પણ નહીં આવું કે જેથી તને ગિલ્ટ ફીલ થાય.
હું હંમેશા માટે તારી જિંદગી માંથી જાઉં છું. તું ચિંતા ન કરીશ તારો સિક્રેટ મારી પાસે સલામત રહેશે.
રોઝ તું હંમેશા ખુશ રહેજે ...
જોસેફ..
હું ધ્રુસકે ધ્રુસકે રડી પડી. થોડી વાર પછી મારું ધ્યાન ટેબલ પર પડેલા કાર્ડ પર ગયું. તે કોઈ વકીલ નું કાર્ડ હતું. જોસેફ એ મને કહ્યું હતું કે તેનો એક ઓળખીતો વકીલ છે જે મારી મદદ કરશે.
હું તે વકીલ ને મળવા ગઈ ને તેની મદદ થી મહેશ ને જેલ માંથી છોડાવ્યો ને તે ભાઈ સાથે પણ સમજુતી કરીને આ કેસ પાછો લેવડાવી લીધો.
મહેશ નુ વર્તન ત્રણ ચાર દિવસ તો સારું રહૃાું પણ ફરી તે જેવો હતો તેવો થઈ ગયો. મને મન માં થયું કે હું તેની પાસે મારી ભુલ કબુલ કરી લઉં પણ તેનો ગુસ્સો જોઈને મારુ મન પાછું પડતું હતું.
મને ખુબ જ પસ્તાવો થઈ રહ્યો હતો. મેં ખાવાનું પણ ઓછું કરી નાખ્યું હતું ને દિવસે દિવસે હું કમજોર પડી રહી હતી. પણ મહેશ નુ ધ્યાન આ કોઈ વાત પર ન હતું.
તે તો બસ પોતાની દુનિયામાં વ્યસ્ત હતો. રાત્રે પણ શરાબ પીને ખુબ મોડે થી આવતો હતો. હું રડતા રડતા આખી રાત વિતાવતી. એક બાજુ ગિલ્ટ ને બીજી બાજુ મહેશ નો શુષ્ક વ્યવહાર હું મારી જિંદગી થી કંટાળી ગઈ હતી.
મેં એક દિવસ આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો. હું ઘર ની આગાશી પર ગઈ ને જિંદગી ને ટુંકાવી નાખવાનું નક્કી કર્યું.
મેં જેવું નીચે જોયું તેવા મને ચક્કર આવવા લાગ્યા ને હું બેભાન થઈને ત્યાં જ ઢળી પડી.
હું જ્યારે ભાનમાં આવી ત્યારે મહેશ મારી પાસે બેઠો હતો. હું હોસ્પિટલમાં દાખલ હતી. મહેશ એ મારા કપાળ પર કીસ કરતા કહ્યું," ડીયર, હું પિતા બનાવવાનો છું. યુ આર પ્રેગનન્ટ "
હું આ સાંભળી ને સ્તબ્ધ થઈ ગઈ પણ મહેશ ના ચહેરા પર ઘણા સમય પછી ખુશી જોઈ મારું મન ખુશ થઈ ગયું. મહેશ ખુબ ઉત્સાહ માં હતો ને તેના ચહેરા પર અનેરી ખુશી હતી.
મને મારો પહેલા વાળો મહેશ ઘણા સમય પછી દેખાયો !! મને લાગ્યું કે આ બાળક મારી જિંદગી માં આશા નું કિરણ બનીને આવ્યું હતું. મારી આસ્થુ મારી કુખ માં હતી.
મારી આસ્થુ મારા માટે નવી સવાર લઈને આવી હતી પણ એક કડવી સચ્ચાઈ ની કોઈ ને ખબર ન હતી...
*****************
આટલું વાંચતા તો આસ્થા ની આંખ માંથી આંસુ નીકળવા લાગ્યા. તે રડી પડી.
********************