ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૫ Pooja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૫

આસ્થા એક પળ માટે ચોંકી ગઈ પણ પછી બોલી," ફઈ, તમે આ બધા માં માનો છો ?"
   " બેટા, તે રૂમ તારી મમ્મી ના મૃત્યુ પછી બંધ જ રાખવામાં આવ્યો હતો. ગામ ના લોકો માનતા હતા કે.." સરલાબેન બોલતાં અટકી ગયા.
   " શું ફઈ ?" આસ્થા એ અધીરાઈ થી પુછ્યું.
" કે તારી મમ્મી નો જીવ કોઈ બુરી શક્તિ એ લીધો હતા. તારા મમ્મી નુ વર્તન તેના મૃત્યુ ની પહેલા ખુબ જ વિચિત્ર થઈ ગયું હતું." સરલાબેન એ કહ્યું.
  " ફઈ, હું આ બધા માં નથી માનતી. જ્યાં સુધી મને સત્ય નહીં ખબર પડે ત્યાં સુધી હું અહીં જ રહીશ" આસ્થા એ કહ્યું.
  " ઠીક છે. તો હું પણ ત્યાં એક બે દિવસ માં આવું છું. હું તને હવે ત્યાં એકલી નહીં રહેવા દઉં." સરલાબેન એ મક્કમતાથી કહ્યું.
  " ભલે ફઈ. " આટલું કહીને આસ્થા એ ફોન કટ કરી નાખ્યો.
   શૈલા આ બધી વાત સાંભળી રહી હતી. તેણે આસ્થા નો હાથ પકડ્યો ને તેને હિંમત આપી. આસ્થા ને શૈલા ઘરે આવી ગયા.
  જમીને આસ્થા સુઈ ગઈ હતી. થોડી ઉંધ લીધા પછી આસ્થા ને સારું લાગી રહ્યું હતું. સુરજ ધીમે ધીમે ઢળી રહૃાો હતો. ને આકાશ આખું ગુલાબી રંગ થી રંગાઈ ગયું હતું. ઠંડો પવન ધીમે ધીમે વહી રહૃાો હતો.
     સંધ્યા ખુબ ખીલી હતી. આસ્થા એ બહાર નું વાતાવરણ જોયું ને તેને બહાર વોક પર જવાનું મન થયું. શૈલા ને વોક કરવાનો કંટાળો આવતો હતો. એટલે આસ્થા એકલી જ વોક કરવા નીકળી ગઈ.
    આસ્થા એ ગ્રીન રંગ નો ટોપ ને નીચે ટ્રેક પેન્ટ પહેરી હતી. પગ માં સ્નીકર પહેર્યા હતા. વાળ ને પોની ટેલ માં બાંધી લીધા હતા. આસ્થા નો ચહેરો ભરપુર ઉંધ કર્યા પછી તાજો ને ખીલેલો લાગતો હતો. તે ઘર ની બહાર નીકળી ને જેવી મિસિસ ડીસોઝા ના ઘર પાસે થી પસાર થઈ તેને નવાઈ લાગી.
       મિસિસ ડીસોઝા ના ઘર નો દરવાજો ખુલ્લો હતો. તેને થયું કે તે પાછા આવી ગયા હશે. એટલે આસ્થા તેમને મળવા ઘર ની અંદર ગઈ.
       તે ઘર માં દાખલ થઈ પણ હોલ માં કોઈ ન હતું. તેણે બુમ પાડી ," ગ્રેની" પણ કોઈ જવાબ ન મળ્યો.
   તેણે અંદર કીચન માં જોયું પણ ત્યાં પણ કોઈ ન હતું. તે બેડરૂમ માં ગઈ તો ત્યાં પણ કોઈ ન હતું. અચાનક બેડરૂમમાં તેનું ધ્યાન ટેબલ પર પડેલા એક આલ્બમ પર ગયું.
      તે એક જુનું પુરાણું આલ્બમ હતું. આસ્થા એ તે આલ્બમ ખોલ્યું. ને તે જોવા લાગી. તેમાં મિસિસ ડીસોઝા ના ફોટા હતા. તેની સાથે તેના મમ્મી રોઝી , તેના પપ્પા મહેશ ના પણ ફોટા હતા. આસ્થા ધ્યાન થી ફોટા જોઈ રહી. એક ફોટા માં તેની મમ્મી રોઝી સાથે એક ખુબ જ હેન્ડસમ યુવાન હતો. આસ્થા ને નવાઈ લાગી કે આ યુવાન કોણ હતો. તે ધ્યાન થી ફોટો જોઈ રહી હતી.
          ત્યાં તેને પાછળ થી અવાજ સંભળાયો," વ્હુ આર યુ ? તમે  આમ કેમ ઘર માં આવી ગયા ?" અવાજ પહાડી હતો. કોઈ પુરુષ નો હતો.
   આસ્થા એકદમ ચોંકી ગઈ ને તેણે પાછળ ફરીને જોયું તો એક ઉંચો, કસાયેલા શરીર વાળો , હેન્ડસમ યુવાન ઉભો હતો. તેના ચહેરા પર કરડાકી હતી પણ તેની આંખો ખુબ ભાવવાહી હતી.
    પહેલો યુવાન પણ આસ્થા સામે જોઈ રહ્યો. બંને એક પળ એકબીજા સામે જોઈ રહૃાા . પહેલો યુવાન આસ્થા ની ભુરી આંખો માં ખોવાઈ ગયો. થોડી વાર પછી  આસ્થા ગુસ્સામાં બોલી," પહેલા તમે કહો . તમે કોણ છો ?"
    " હું ઇન્સ્પેક્ટર છું. " પહેલા યુવાન એ સ્મિત કરતાં કહ્યું.
" ઓહોહો, હું તમારી વાત કેવી રીતે માની લઉં ?" આસ્થા એ શંકા થી પુછ્યું.
    " આ જોઈ લો." પહેલા યુવાન એ પોતાનો આઇડેન્ટી કાર્ડ બતાવ્યો. આસ્થા એ કાર્ડ જોયો ને તે થોડી ઝંખવાઈ ગઈ.
   તે યુવાન બોલ્યો," હવે મિસ તમે જણાવશો કે તમે બીજા ના ઘરે શેની તાકાઝાકી કરો છો ?"
  " હું કોઈ તાકાઝાકી નથી કરતી . હું પડોશ માં રહું છું ને મિસિસ ડીસોઝા ને મળવા આવી હતી . ઘર ખુલ્લું હતું એટલે અંદર આવી પણ તે મને ન મળ્યા." આસ્થા એ થોડા રોષ થી કહ્યું.
   " આસ્થા, હું તો જસ્ટ મજાક કરતો હતો. " પહેલો યુવાન બોલ્યો.
" તમને મારું નામ કેવી રીતે ખબર છે ?" આસ્થા એ નવાઈ થી કહ્યું.
   " મને ગ્રેની એ તમારા વિશે વાત કરી હતી. તમને જોઈને લાગ્યું કે તમે જ આસ્થા હશો. " તે યુવાન એ હસતા કહ્યું.
  " તમે ..?" આસ્થા એ પુછ્યું.
" હું ઇન્સ્પેક્ટર અમર છું." તે યુવાન એ હાથ લંબાવતા કહ્યું. આસ્થા એ તેની સાથે હાથ મિલાવતા કહ્યું," તમે મિસિસ ડીસોઝા ના શું થાવ ?"
   " આમ જોવો તો કંઈ નહીં ને આમ જોવો તો તે મારા બધું જ છે. હું અનાથ હતો. તેમણે જ મને ભણાવ્યો છે. " તે યુવાન એ કહ્યું.
  " ઓકે." આસ્થા એ કહ્યું. હજી પણ તેનો હાથ પહેલા યુવાન ના હાથ માં હતો. આસ્થા એ ધીમે થી પોતાનો હાથ છોડાવી લીધો .
  " ગ્રેની ને હજી આવતા થોડા દિવસો લાગશે." અમર એ કહ્યું.
" ઓકે ઈ.અમર. હું જાવ. બાય " આસ્થા એ કહ્યું.
" કોલ મી અમર. મને લાગે છે કે તમે વોક માટે નીકળ્યા છો. કેન આઈ જોઈન યુ ?" અમર એ રમતિયાળ સ્મિત કરતાં કહ્યું.
  " વેલ. ઓકે" આસ્થા એ થોડા સંકોચ સાથે કહ્યું.
         અમર ઘર ને લોક કરીને આસ્થા સાથે વોક પર નીકળી ગયો. તે બંને જણા એક મોટો રાઉન્ડ મારીને પાછા ઘર તરફ આવતા હતા. અમર જ કયાર નો બોલે રાખતો હતો. પોતાના વિશે ને ગામ વિશે તે જાત જાત ની વાતો કરી રહૃાો હતો. આસ્થા ફક્ત તેને ટુંકા જવાબ આપી રહી હતી. અચાનક અમર ચાલતા અટકી ગયો ને બોલ્યો," લાગે છે કે તમને મારી કંપની પસંદ નથી આવી ?"
   આસ્થા બોલી," એવી કોઈ વાત નથી. "
" આસ્થા, આઈ નો અબાઉટ યોર મધર. જો હું કોઈ મદદ કરી શકું તો મને જરુર થી જણાવજો." અમર એ આસ્થા ની ભુરી આંખો માં જોતા કહ્યું.
     આસ્થા એક પળ તેની આંખો માં જોઈ રહી પછી તેણે નજર ફેરવી લીધી ને કહ્યું," ઓકે"
      બંને જણા ચાલવા લાગ્યા. આસ્થા નું ઘર આવી ગયું. આસ્થા એ કહ્યું," અમર, એક કપ કોફી લઈશ."
     અમર એ કહ્યું," કોઈ સુંદર છોકરી કોફી નું પુછે તો ના ન જ કહેવાય" આટલું કહીને તેણે આંખ મિચકારી.
    આસ્થા અમર ના મજાકિયા નેચર ને ઓળખી ગઈ હતી એટલે તેણે કહ્યું," બહુ હવા માં ન ઉડીશ." બંને હસી પડયા.
      અંધારું થઈ ગયું હતું. આસ્થા એ ઘર ની ડોરબેલ વગાડી ત્યાં જ મોહિત એ દરવાજો ખોલ્યો.
   તે બોલ્યો," ક્યાં જતી રહી હતી ? ફોન પણ ઘરે મુકીને ગઈ હતી." તે હજી બોલી રહૃાો ત્યાં તેનું ધ્યાન અમર પર પડ્યું . તે બોલતાં અટકી ગયો .
   આસ્થા બોલી," મોહિત, આ અમર છે. અને અમર , આ મોહિત મારો ફ્રેન્ડ છે."
    બંને એ હાથ મિલાવ્યા ને ઘર માં આસ્થા ને અમર દાખલ થયા. આસ્થા એ મોહિત ને શૈલા ને બધી વાત કરી. આસ્થા બધા માટે કોફી બનાવીને લઈ આવી. થોડી વાર પછી અમર કોફી પીને જતો રહ્યો.
        મોહિત ને અમર ખાસ પસંદ ન આવ્યો. અમર નું આસ્થા સામે જે રીતે જોવું ને આસ્થા નું અમર સાથે હસીને વાત કરવું તેને ગમ્યું નહીં. શૈલા એ પણ આ વાત ની નોંધ કરી કે મોહિત ને અમર પસંદ નથી.
   અમર ના ગયા પછી આસ્થા બોલી," અમર સારો વ્યક્તિ લાગે છે."
મોહિત એ ચિડાઈને કહ્યું," ગમે તેના પર ભરોસો ન કરાય"
" અરે પણ તે ઇન્સ્પેક્ટર છે. મને લાગે છે કે તે મારી મદદ કરી શકશે." આસ્થા બોલી.
  " આસ્થુ, તું બધા ને સારા જ માને છે પણ બધા સારા હોતા નથી. મને તો આ વધારે પડતો ચીપકુ લાગ્યો. બહુ વિશ્વાસ ન કરીશ" મોહિત એ કહ્યું.
      " ઓકે, જોઈશું. મને તો ભુખ લાગી છે. જમવાનો શો પ્લાન છે ?" આસ્થા એ કહ્યું.
  શૈલા એ કહ્યું," મને ખાસ ભુખ નથી. કીચન માં બ્રેડ બટર છે. તે મને ચાલ્યા જશે."
   મોહિત એ કહ્યું," મને પણ ખાસ ભુખ નથી. હું હવે જાવ છું. કાલે તમને લોકોને મળીશ."
    આસ્થા ને સમજાયું નહીં કે શૈલા ને મોહિત નો મુડ કેમ ખરાબ હતો. મોહિત જતો રહ્યો. શૈલા તેના રૂમ માં જતી રહી. આસ્થા એ થોડો નાસ્તો કરી લીધો.
              *******************
    રૂમ માં જઈને શૈલા એ રૂમ બંધ કરી દીધું ને તે રડી પડી. તેને સાંજ ની વાત યાદ આવી ગઈ. સાંજ ના મોહિત ઘરે આવ્યો ત્યારે શૈલા એકલી જ હતી. શૈલા એ બ્રાઉન રંગ ની શોટસૅ અને ઉપર રેડ ટી શર્ટ પહેર્યું હતું. તેના ટુંકા વાળ ખુલ્લા હતા. તે એકદમ સુંદર દેખાય રહી હતી.
       મોહિત અને શૈલા હોલ માં બેઠા હતા. વાતો કરી રહ્યા હતા. બંને એક જ સોફા પર નજીક બેઠા હતા. શૈલા એ અચાનક મોહિત નો હાથ પકડી લીધો. મોહિત એકદમ ચોંકી ગયો . શૈલા એ મોહિત ને કહ્યું," હું તને કંઈક કહેવા માગું છું."
   " હા બોલ ને " મોહિત એ કહ્યું.
" મોહિત, હું તારા માટે ‌ફીલ કરવા લાગી છું. મને તારા માટે  દોસ્ત થી વિશેષ લાગણી આવે છે." શૈલા એ મોહિત ની નજીક આવતા કહ્યું.
  મોહિત એક પળ માટે સ્તબ્ધ થઈ ગયો . તેણે શૈલા ને એ નજર થી ક્યારેય જોઈ ન હતી.
   મોહિત બોલ્યો," શૈલા, તું મારી સારી દોસ્ત છો . પણ મને બીજી કોઈ ફીલીગ નથી."
   શૈલા ની આંખો થોડી ભીની થઈ ગઈ. તે બોલી," ઈટસ ઓકે"
મોહિત એ શૈલા નો હાથ પકડી ને કહ્યું," હેય, આપણે હંમેશા સારા દોસ્ત રહીશું."
   શૈલા બોલી," હું એક વાત પુછુ. તું આસ્થા ને પ્રેમ કરે છે ?"
      મોહિત તેનો સવાલ સાંભળીને ચોંકી ગયો . તેણે શૈલા નો હાથ છોડી દીધો . તે કશું બોલ્યો નહીં.
   શૈલા મોહિત સામે જોતા  બોલી," તારી ખામોશી એ બધું કહી દીધું. " તે આટલું બોલીને રૂમ માં જતી રહી.
        આ વાત યાદ આવતા શૈલા ની આંખો ભીની થઈ ગઈ. તે રડી પડી.
       ***********************
   આસ્થા આજે થોડી થાકી ગઈ હતી. તેને શૈલા નું વર્તન વિચિત્ર લાગ્યું પણ તેણે સવારે વાત કરવાનું વિચાર્યું ને તે પોતાના રૂમમાં જઈને સુઈ ગઈ. અડધી રાતે આસ્થા ની ઉંધ પિયાનો ના અવાજ થી તુટી ગઈ. કોઈ ખુબ જ દર્દ થી ભરપુર સુર પિયાનો પર વગાડી રહૃાું હતું.
     આસ્થા બેડ પર થી ઉઠી ને હોલ માં આવી ને તેણે જોયું તો‌ તેના મમ્મી રોઝી પિયાનો વગાડી રહૃાા હતા. તેના ચહેરા પર દર્દ હતું. તેમણે સફેદ રંગ નું ફ્રોક પહેર્યું હતું. તેમની આંખો બંધ હતી.
   આસ્થા એ કહ્યું," મમ્મી.."
તે સાથે તેમણે આંખો ખોલી ને પિયાનો વગાડવાનું બંધ કર્યું . તેમણે આસ્થા સામે જોયું ને વ્હાલસોયુ સ્મિત કર્યું. તેમણે આસ્થા તરફ બંને હાથ લંબાવ્યા ને તેને પોતાની પાસે બોલાવી.
    આસ્થા તેમની સામે જોઈ રહી ને સંમોહિત થઈને તેમની પાસે જવા લાગી. તે હજી તેના મમ્મી થી થોડે જ દૂર હતી. આસ્થા તેની મમ્મી ને અડવા જ જતી હતી ત્યાં તેના મમ્મી નો ચહેરો લોહી થી લથપથ થઈ ગયો. તેના મમ્મી નું સ્મિત ખોવાઈ ગયું ને તે હવા માં ઉડવા લાગ્યા.
   આસ્થા બોલી," મમ્મી.."
પણ તેના મમ્મી ને કોઈ અજાણી શક્તિ ખેંચી રહી. ચારે તરફ એક અટ્ટહાસ્ય સંભળાવવા લાગ્યું. આસ્થા તેની મમ્મી ને પકડવાની કોશિશ કરવા લાગી પણ તેના મમ્મી હવા માં અદશ્ય થઈ ગયા ને તેની જગ્યાએ પહેલો જોકર ભયંકર અટ્ટહાસ્ય કરતો દેખાવા લાગ્યો. તેણે આસ્થા નો હાથ પકડી લીધો ને ખેંચીને લઈ જવા લાગ્યો.‌
       આસ્થા ચીસો પાડવા લાગી. પોતાને છોડાવા પ્રયત્ન કરવા લાગી પણ તે જોકર આસ્થા ને ખેંચીને બગીચા માં લઈ ગયો. આસ્થા ની કોમળ ચામડી માં તેના નખ થી છોલાઈ ગઈ હતી ને લોહી નીકળી રહ્યું હતું. તેણે આસ્થા પહેલા રૂમ પાસે પટકી દીધી ને તે સાથે આસ્થા ની આંખો ખોલી ગઈ.
      આસ્થા એ સપનું જોયું હતું. તે ગભરાઈ ગઈ ને ભયંકર રીતે હાંફી રહી હતી. તેણે પાણી પીધું ને થોડી સ્વસ્થ થઈ. તેણે પોતાના મમ્મી ના ફોટા સામે જોયું ને બોલી," આજે તો‌ તે રૂમ નો રાજા હું જાણીને જ રહીશ‌"
     તેણે પગ માં સ્લીપર પહેર્યા ને હાથ માં ટોચૅ લીધી ને ઘર ની બહાર નીકળી ને બગીચા તરફ જવા લાગી.
         ***********************
હેલ્લો મિત્રો, તમારા પ્રતિભાવો જરૂર થી જણાવજો.. આભાર..