The dark secret - 9 books and stories free download online pdf in Gujarati

ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૯

આસ્થા નવાઈ થી મિસિસ સ્મિથ સામે જોઈ રહી. તે બોલી," પણ શું થયું તેમને ? મારા મમ્મી ને જોસેફ ને કેવી રીતે ઓળખે છે ?"
મિસિસ સ્મિથ એ કહ્યું," તું બેસ શાંતિ થી. હું તને બધી વાત કરું છું" આસ્થા ને મિસિસ સ્મિથ સોફા પર બેઠા.
મિસિસ સ્મિથ એ જુની યાદો તાજી કરતા કહ્યું," તારી મમ્મી રોઝી અમારા પાડોશમાં જ રહેતી હતી. તે અને તેની મમ્મી બસ બંને જણા જ હતા. રોઝી અને જોસેફ નાનપણ થી સારા મિત્રો હતા. બંને સાથે રમતા, ને લડતા ને ઝધડતા પણ સાથે. રોઝી તો ઢીંગલી જેવી લાગતી હતી . તેની ભોળી આંખો જોઈને જોસેફ હંમેશા પીગળી જતો ને તેની દરેક જીદ પુરી કરતો. સમય વીતતો ગયો ને બંને મોટા થયા. રોઝી ના મમ્મી ની તબિયત સારી રહેતી ન હતી. રોઝી મોટી થઈને વધુ સુંદર અને સમજદાર બની ગઈ હતી. તે કોલેજ પણ કરતી હતી ને સાંજ ના સમયમાં જોબ પણ કરતી હતી. મારો જોસેફ પણ હીરો થી ઓછો નહોતો . જોસેફ ના દિલ માં રોઝી માટે લાગણી હતી. તે રોઝી ને ચાહવા લાગ્યો હતો પણ નસીબ માં કંઈક અલગ જ લખાયું હતું." આટલું બોલીને મિસિસ સ્મિથ જરા અટક્યા.
આસ્થા ધ્યાન થી બધું સાંભળી રહી હતી. થોડી વાર પછી મિસિસ સ્મિથ એ આગળ વાત કરતા કહ્યું," રોઝી જ્યાં સાંજે જોબ કરતી હતી ત્યાં જ તેની મુલાકાત મહેશ સાથે થઈ. મહેશ નું કુટુંબ ગામ માં મોટું ગણાતું હતું. મહેશ ને પહેલી જ નજર માં રોઝી ગમી ગઈ હતી. તે રોઝી ની આસપાસ રહેવાના બહાના શોધ્યા કરતો હતો. પણ રોઝી ને ખબર હતી કે તે બંને નો ધર્મ અલગ હતો ને આર્થિક સ્થિતિ માં પણ ઘણો તફાવત હતો. તે મહેશ ને કોઈ ને કોઈ બહાને ટાળી દેતી હતી. પણ રોઝી ની આંખો માં મહેશ માટે નો પ્રેમ છલકાય જતો હતો.
મહેશ પણ ખુબ જીદી અને ઝુનુની હતો. તે એક દિવસ સીધો તારી નાની ના ઘરે પહોંચી ગયો. તે દિવસ મને આજે પણ યાદ છે. હું તારી નાની ના ઘરે તે દિવસે હાજર હતી." આટલું બોલતાં મિસિસ સ્મિથ ભુતકાળ માં ખોવાઈ ગયા.
******************
મિસિસ સ્મિથ ને રોઝી ના મમ્મી વાતો કરી રહ્યા હતા. ઘર નો દરવાજો અમસ્તો અટકાવેલો હતો. ત્યાં એક ધેરો પૌરુષી સ્વર સંભળાયો," શું હું અંદર આવી શકું છું ?"
આ અવાજ સાંભળી ને બંને જણા એ દરવાજા તરફ જોયું. એક ઉંચો, લાંબો ને મજબુત બાંધો ધરાવતો હેન્ડસમ છોકરો દરવાજા પાસે ઉભો હતો.
રોઝી ના મમ્મી બોલ્યા," આવ ને બેટા, પણ હું તને ઓળખી નહીં ?"
"જી, મારું નામ મહેશ મહેતા છે. હું આ જ ગામ માં રહું છું." તેણે અંદર આવીને કહ્યું.
" ઓહોહો, તું મહેતા સાહેબ નો દીકરો છે. બેસને ,દીકરા" રોઝી ના મમ્મી બોલ્યા. મહેશ ત્યાં પડેલી ખુરશી પર બેઠો.
" જી, હું કોઈ આડી અવળી વાત ન કરતા સીધી જ વાત તમને કહું છું. હું રોઝી ને ચાહું છું ને તેની સાથે લગ્ન કરવા માંગુ છું. તમે મારા પરિવાર વિશે તો જાણતા જ હશો. હું મારા વિશે તમને જણાવી દઉં. મારું ગ્રેજ્યુએશન પુરું થઈ ગયું છે. હું મારા પપ્પા ના બિઝનેસ માં સાથે છું ‌ . શરાબ કે સિગારેટ કે કોઈ બીજું વ્યસન નથી. રોઝી ને જિંદગી ભર ખુશ રાખવાનો હું પ્રયત્ન કરીશ. મને તેના ધર્મ થી કોઈ પ્રોબ્લેમ નથી. તેને હું મારો ધર્મ પાડવાનો પણ ક્યારેય ફોર્સ નહીં કરું. બાકી નો નિર્ણય હું તમારા પર છોડુ છું." મહેશ પુરા આત્મવિશ્વાસ થી બોલી ગયો. તેની આંખો માં રોઝી માટે નો પ્રેમ અને જુનુન સાફ દેખાય રહૃાા હતા.
એક પળ તો મિસિસ સ્મિથ ને રોઝી ના મમ્મી આ બધું સાંભળી ને ચોંકી ગયા. પછી થોડી વાર રહીને રોઝી ના મમ્મી બોલ્યા," આ બધા નિણર્ય આટલી ઉતાવળ માં ન લેવાય. પહેલા તો હું મારી દીકરી સાથે વાત કરીશ"
" હા, તમે શાંતિ થી વિચારીને જવાબ આપજો. પણ પ્લીઝ ફક્ત ધર્મ ને કાસ્ટ ને ધ્યાન માં લઈને નિર્ણય ન લેતા." આટલું બોલીને મહેશ બંને ને પ્રણામ કરીને જતો રહ્યો. તે જેવો ઘર ની બહાર નીકળ્યો એવી તેને સામે રોઝી મળી.
રોઝી મહેશ ને પોતાના ઘર ની બહાર નીકળતો જોઈને થોડી ચોંકી ગઈ પણ મહેશ રોઝી ની સામે રમતિયાળ સ્મિત કરીને જતો રહ્યો.
*****************
"પછી શું થયું ?" આસ્થા એ ઉત્સુકતા થી પુછ્યું.
" રોઝી ના મમ્મી આધુનિક વિચારો ધરાવતા હતા. તેમના માટે રોઝી ની ખુશી થી વધીને કંઈ ન હતું. મહેશ નો આત્મવિશ્વાસ ને રોઝી માટે નો પ્રેમ જોઈને તેમને મહેશ પર વિશ્વાસ આવી ગયો હતો. રોઝી એ પણ તેના મમ્મી પાસે મહેશ માટે ના પ્રેમ નો એકરાર કર્યો હતો. પણ મહેશ ના કુટુંબ માં રોઝી ને લઈને ઘણો વિવાદ થયો હતો. પણ મહેશ ની જીદ આગળ અંતે તે લોકો ઝુકી ગયા. અંતે રોઝી ને મહેશ ના લગ્ન થઈ ગયાં.
મારા જોસેફ નું દિલ તુટી ગયું હતું પણ તેણે હંમેશા રોઝી ની ખુશી માં જ પોતાની ખુશી જોઈ હતી. તેણે ખુશી ખુશી રોઝી ના લગ્ન માં ભાગ લીધો હતો. રોઝી ના મેરેજ બંને વિધિ થી કર્યો હતા. ખ્રિસ્તી વિધિ ને હિન્દુ વિધિ બંને વિધિ થી રોઝી અને મહેશ ના મેરેજ થયા હતા." આટલું બોલીને મિસિસ સ્મિથ ચુપ થઈ ગયા. તેમની આંખો ભીની થઈ ગઈ હતી.
" પછી શું થયું ?" આસ્થા એ હળવેક થી પુછ્યું.
" રોઝી ને મહેશ ની જિંદગી પાણી ના રેલા ની જેમ ખુશી ખુશી પસાર થઈ રહી હતી. રોઝી એ ધીમે ધીમે મહેશ ના મમ્મી પપ્પા ના દિલ જીતી લીધા હતા. એક મહેશ ની બહેન સરલા ના મન ને તે જીતી શકી ન હતી. જોસેફ પણ રોઝી ને ખુશ જોઈને ખુશ રહેતો પણ તેના દિલ નું દર્દ ફક્ત હું જાણતી હતી. તે ક્યારેક રોઝી ને મળવા જતો હતો ને મહેશ ને પણ જોસેફ ને રોઝી ની દોસ્તી થી કોઈ તકલીફ ન હતી. પણ જોસેફ એ આજીવન કુંવારા રહેવાનું જ નક્કી કર્યું હતું. મને તેના આ નિર્ણય થી ખુબ આધાત લાગ્યો હતો પણ જોસેફ પોતાના નિર્ણય પર મક્કમ હતો."
" બધું બરાબર જઈ રહૃાું હતું. પણ એક દિવસ હું ને જોસેફ ઘર માં વાત કરી રહ્યા હતા. હું જોસેફ ને મેરેજ માટે મનાવી રહી હતી ને જોસેફ ના જ પાડી રહ્યો હતો ને તેણે સ્પષ્ટ રીતે કહી દીધું કે તે હજી પણ રોઝી ને ચાહે છે. તે સમયે રોઝી ત્યાં આવી ગઈ. રોઝી ને આ સાંભળી ને ખુબ જ આધાત લાગ્યો.તે દોડીને બહાર જતી રહી ને તેની પાછળ જોસેફ પણ ગયો." મિસિસ સ્મિથ ભુતકાળ માં ખોવાઈ ગયા.
*********************
રોઝી ની આંખો માંથી આંસુ નીકળી રહ્યા હતા. ને તે ઝડપ થી જઈ રહી હતી. જોસેફ તેની પાછળ આવ્યો. ને તેણે રોઝી નો રસ્તો રોકતા કહ્યું," મારી વાત સાંભળ, રોઝ.." જોસેફ રોઝી ને રોઝ કહીને બોલાવતો.
" તે મને પહેલા ક્યારેય કેમ કશું ન કહૃાું ?" રોઝી એ ગુસ્સામાં પુછ્યું.
" રોઝ, મને ખબર હતી કે તું મહેશ ને પ્રેમ કરે છે. મહેશ તને પહેલી વાર મળ્યો ત્યારે તે આવીને જે રીતે ઉત્સાહ થી મને બધી વાત કરી હતી ત્યારે તારી આંખો માં મેં મહેશ માટે નું આકર્ષણ ને પ્રેમજોઈ લીધા હતા. આવું મેં મારા માટે ક્યારેય જોયું ન હતું. તારી ખુશી થી વધીને મારા માટે કંઈ જ નથી." જોસેફ એ હસતા કહ્યું.
રોઝી એ જોસેફ ની આંખો માં જોતા કહ્યું," પ્લીઝ જોસેફ, આટલો બધો પ્રેમ ન કરીશ મને. હું તને કંઈ જ આપી નહીં શકું."
" મને કશું જોઈતું પણ નથી. તું હંમેશા ખુશ રહે બસ એ જ મહત્વ નું છે." જોસેફ એ કહ્યું.
રોઝી એ કહ્યું," મારી વાત માનીશ. પ્લીઝ, તું અહીં થી દુર જતો રહે ને મેરેજ કરી લે. હું તને રોજ મારી આંખો સામે આવી રીતે નહીં જોઈ શકું . મને ગિલ્ટ મારી નાખશે." રોઝી રડી પડી.
" રોઝ, હું અહીં થી જતો રહીશ પણ મેરેજ તો નહીં કરું. તારે ગિલ્ટ ફીલ કરવાની જરૂર નથી. આ મારો નિર્ણય છે. તેમા તારો કોઈ વાંક નથી. હું હંમેશા ઈચ્છું છું કે તું રોઝ ની જેમ જ હંમેશા ખીલેલી અને હસતી રહે." જોસેફ એ રોઝી ના આંસુ લુછતા કહ્યું.
રોઝી તેને ભેટી પડી.
**************************
" બસ ત્યાર પછી અમે અહીં શિફ્ટ થઈ ગયા." મિસિસ સ્મિથ એ કહ્યું.
" તો પછી જોસેફ અંકલ નું મેન્ટલ હોસ્પિટલ માં જવાનું કારણ શું ?" આસ્થા એ પુછ્યું.
" આસ્થા.." મિસિસ સ્મિથ જરા વાર ચુપ રહૃાા ને પછી બોલ્યા," જે રાત્રે તારા મમ્મી નુ ડેથ થયું તે રાત્રે જોસેફ પણ ત્યાં જ હતો. તારા મમ્મી ની ડેથ બોડી સાથે જોસેફ પાગલ હાલત માં મળી આવ્યો હતો."
આસ્થા આધાત થી મિસિસ સ્મિથ સામે જોઈ રહી.
**************************
સરલાબેન નુ મન ખુબ જ બેચેન હતું. તેમણે ક્યારેય આસ્થા સામે રોઝી પ્રત્યે નો અણગમો વ્યક્ત કર્યો ન હતો. પણ આજે આવેશ માં આવીને તે ઘણું બધું બોલી ગયા.
સવાર થી તેમનું મન બેચેન થઈ રહૃાું હતું.તે મોહિત ને બોલ્યા," હું જરા મંદિર જઈને આવું." તે મંદિર જવા નીકળી ગયા.
મોહિત હોલ માં બેઠો હતો. તેના મન માં અમર માટે નો ગુસ્સો ઉછળી રહ્યો હતો. અત્યાર સુધી ના જીવન માં તેણે જે માગ્યું તે મળ્યું હતું અને હવે તે આસ્થા ને કોઈ પણ કિંમત પર ખોવા નહોતો માંગતો.
તે પોતાના વિચારો માં ખોવાયેલો હતો. હોલ માં એકદમ શાંતિ હતી. ત્યાં તેને એક અવાજ સંભળાયો," મોહિત.."
મોહિત એકદમ ચોંકી ગયો. અવાજ એકદમ જાડો ને ઘોઘરો હતો. મોહિત એ આસપાસ નજર ફેરવી પણ કોઈ ન હતું. તેને મન નો વ્હેમ લાગ્યો . થોડી વાર પછી કોઈ ના હસવાનો અવાજ તેને સંભળાયો. મોહિત ચોંકી ગયો.
તેણે આસપાસ જોયું. તેને હોલ ના એક ખુણે રાખેલો પહેલો ઢીંગલો દેખાયો. મોહિત ને એવું લાગ્યું કે જાણે તે ઢીંગલો તેની સામે હસી રહૃાો હતો. મોહિત ને થયું કે તે વધુ પડતું જ વિચારી રહૃાો હતો. તેને હવે હોલ માં બેચેની થવા લાગી . તેથી તે ઘર ની બહાર બગીચા તરફ ગયો.
બગીચા માં તેણે હીંચકા પર કોઈ સ્ત્રી ને બેઠેલી જોઈ. તેનુ માથું નીચું હતું.તેના વાળ થી તેનો ચહેરો ઢંકાયેલો હતો. તેણે ઘુંટણ સુધી નું ફ્રોક પહેર્યું હતું. તે ફ્રોક એ જ હતો જે આસ્થા એ પહેર્યો હતો. મોહિત ને થોડો ડર લાગ્યો.
તે સ્ત્રી હીંચકા પર ધીમે ધીમે ઝુલી રહી હતી. કાટ ને લીધે હીંચકા માંથી વિચિત્ર અવાજ આવી રહ્યો હતો. સવાર હોવા છતાં મોહિત થોડો ડરી ગયો.
તે બોલ્યો," શૈલા.. તું છે ?"
પણ કોઈ જવાબ ન આવ્યો. મોહિત ધીમે ધીમે હીંચકા પાસે આવ્યો ને તેણે તે સ્ત્રી ના ખભા પર હાથ મુકયો. ને તેનું માથું ઉંચું કર્યું. તે સાથે તે સ્ત્રીએ ઝાટકા સાથે માથું ઉચું કરીને જોયું. તે શૈલા જ હતી. તે મોહિત સામે જોઈને હસી રહી.
" તું ડરી ગયો ને " શૈલા એ હસતા કહ્યું.
" આ મજાક નો સમય નથી, શૈલા " મોહિત એ ગુસ્સામાં કહ્યું.
" હા, આ મજાક નો સમય નથી." શૈલા હિંચકા પર થી ઉભી થઈને મોહિત ની એકદમ નજીક આવી ને બોલી.
" તે આ કપડાં શું કામ પહેર્યા છે ?" મોહિત એ થોડા દુર જતા કહ્યું.
" કેમ ? હું સુંદર નથી લાગી રહી ?" શૈલા એ મોહિત નો હાથ પકડતા કહ્યું.
મોહિત એ હાથ છોડાવતા કહ્યું," શૈલા, ડોન્ટ ક્રોસ યોર લિમિટ"
" હજી તો મેં લિમિટ ક્રોસ પણ નથી કરી." શૈલા એ મોહિત ના હોઠ પર આંગળી ફેરવતા કહ્યું.
મોહિત શૈલા ની સામે જોઈ રહ્યો. શૈલા ના વાળ વિખરાયેલા હતા ને આંખો માં અજીબ જુનુન દેખાય રહૃાું હતું. આ શૈલા નહીં પણ કોઈ બીજી જ વ્યક્તિ મોહિત ને લાગી રહી હતી. મોહિત ને થોડો ડર લાગ્યો ને તે ત્યાંથી જવા લાગ્યો.
શૈલા એ તેનો હાથ પકડી લીધો ને હસતા હસતા બોલી," આસ્થા તને નહીં મળી. તે અમર ની પાસે જશે. ખોટા ધમપછાડા ન કરીશ."
મોહિત ને ગુસ્સો આવ્યો ને તેણે શૈલા ના વાળ જોર થી પકડી ને કહ્યું," આસ્થા મારી જ થશે. જોવ છું કોણ અમારા બે ની વરચે આવે છે!!"
શૈલા એ મોહિત ને ધક્કો માર્યો . મોહિત જોર થી જમીન પર પડી ગયો. મોહિત ને નવાઈ લાગી કે શૈલા માં આટલી તાકાત ક્યાંથી આવી.
શૈલા ના વિખરાયેલા વાળ હવા માં ઉડી રહૃાા હતા. તેની આંખો માં લાલાશ આવી ગઈ હતી. તેનું આખું શરીર ગુસ્સામાં કાંપી રહૃાું હતું. તેની આંખો માં જુનુન અને ગાંડપણ દેખાય રહૃાું હતું. તેનું આ સ્વરૂપ ભય લાગે એવું હતું.
એણે જુનુન થી કહ્યું," તું મારું નહીં થાય તો બીજા કોઈ નો પણ નહીં થવા દઉં." શૈલા ગુસ્સામાં ઘર માં જતી રહી.‌મોહિત સ્તબ્ધ થઈને તેને જતા જોઈ રહૃાો.
**********************

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED