ધ ડાર્ક સિક્રેટ ભાગ ૪ Pooja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

ધ ડાર્ક સિક્રેટ ભાગ ૪

રૂમ માં જઈને આસ્થા ૧૦ મિનિટ સુધી રડતી રહી ને તેનું ધ્યાન દિવાલ પર લાગેલા તેના ફેમિલી ફોટા પર પડ્યું.તેણે તે ફોટો હાથ માં લીધો. તેના મમ્મી ને પપ્પા ના ચહેરા પર હાથ ફેરવ્યો ને તે બોલી," મમ્મી, બધા તને ગલત સમજે છે પણ હું સત્ય જાણીને રહીશ."
         થોડી વાર રડ્યા પછી તેનું મન શાંત થતાં તે નાહવા માટે જતી રહી. નાહીને તે બાથરોબ પહેરીને બહાર આવી. તેણે કબાટ ખોલ્યો તો તેની નજર તેના મમ્મી ના ફ્રોક અને ગાઉન પર પડી. ત્યાં થોડી સાડીઓ પણ પડી હતી. રોઝી વધારે ફ્રોક જ પહેરતી હતી. આસ્થા ની નજર
સ્કાય બ્લ્યુ રંગ ના ફ્રોક પર પડી. તેના મમ્મી ને આ ફ્રોક બહુ જ પસંદ હતો ને આસ્થા ને પણ આ ફ્રોક પસંદ હતો.
       તેણે તે ફ્રોક હાથ માં લીધો ને તે પોતાના બાળપણ ની યાદો માં ખોવાઈ ગઈ. તેણે આજે આ ફ્રોક જ પહેરવાનું નક્કી કર્યું. આસ્થા જલ્દી થી તૈયાર થઈ ગઈ. તેના ખભા સુધી આવતા ભીના વાળ ખુલ્લા હતા. ઘુંટણ સુધી નું લાંબુ ફ્રોક તેને એકદમ પરફેક્ટ આવી રહૃાું હતું.
        તેની પાતળી કમર, સ્તનો નો ઉભાર અને ભરાવદાર નિતંબો ફ્રોક માં સ્પષ્ટ રીતે દેખાઈ રહૃાા હતા. તેણે વાળ ને ખુલ્લા જ રાખ્યા ને રૂમ ની બહાર આવી. હોલ માં મોહિત એકલો જ બેઠો હતો. મોહિત એ આસ્થા સામે જોયું તો એક પળ માટે તે જોતો જ રહી ગયો. આસ્થા હંમેશા જીન્સ અને ટી-શર્ટ જ પહેરતી હતી. આજે પહેલી વાર મોહિત એ તેને ફ્રોક માં જોઈ હતી.
   તેણે આસ્થા સામે જોઈને કહ્યું," વ્હુ આર યુ, મીસ? મારી દોસ્ત આસ્થુ ક્યાં ગઈ ?"
   આસ્થા એ કહ્યું," શટ અપ"
" સિરિયસલી યાર, તું આજે અલગ જ દેખાઈ રહી છે." મોહિત એ આંખ મારતા કહ્યું.
  " આ મારી મમ્મી ના કપડા છે. એટલે એવું લાગી રહ્યું છે. એની વે, શૈલા ક્યાં ગઈ ?" આસ્થા એ પુછ્યું.
   " શૈલા તેના રૂમ માં તૈયાર થવા માટે ગઈ છે." મોહિત એ કહ્યું.
" મોહિત , આપણે એક આંટો પહેલા બગીચા ની પાસે આવેલા રૂમમાં મારી આવીએ . કદાચ ત્યાંથી કંઈ જાણવા મળે. રાત ના તો અંધારા માં ખાસ કશું નહોતું મળ્યું." આસ્થા એ કહ્યું.
   " ઓકે" મોહિત એ કહ્યું. બંને જણા બગીચા ની પાસે આવેલા રૂમ તરફ ગયા. આસ્થા એ રૂમ ખોલ્યો તે સાથે વિચિત્ર વાસ આવવા લાગી. ચારે તરફ ધુળ ને કરોળિયા ના ઝાળા હતા. એક તરફ કુહાડી ને થોડો જુનો સામાન હતો. એક તરફ જુની ચોપડીઓ એક સ્ટેન્ડ માં ગોઠવેલી હતી. મોહિત એ તે ચોપડીઓ જોતા કહ્યું," તારા મમ્મી ને વાંચવાનો શોખ હતો ?"
  " હા , મમ્મી પપ્પા બંને ને શોખ હતો." આસ્થા એ કહ્યું.
આસ્થા જુનો સામાન જોઈ રહી હતી. તેમાં તેને એક બકસો મળી આવ્યો. તેણે તે બકસો ખોલ્યો તો તેમાંથી તેને એક જોકર ની ટોપી, જોકર ના  કપડા મળી આવ્યા. આસ્થા ને આ બધું જોઈને આંચકો લાગ્યો.
       તે કપડાં ની અંદર પ્રિન્ટ કરેલું હતું.
         " રેઈન્બો સર્કસ
            બેન્ચ નંબર ૩૩"
   આસ્થા નવાઈ થી આ બધું જોઈ રહી હતી. તેણે મોહિત ની તરફ જોતા કહ્યું," મોહિત, આ તે જોયું"
       મોહિત એ જોતાં કહ્યું," રેઈન્બો સર્કસ આ નામ મેં સાંભળેલું છે. "
આસ્થા એ પુછ્યું," ક્યાં ?"
   મોહિત વિચારમાં પડી ગયો પછી અચાનક તેને કંઈક યાદ આવતા કહ્યું," કાલે જ મેં પોસ્ટર મારેલું જોયું હતું. આ સર્કસ ગામમાં આવ્યું છે."
    " ઓહોહો, તો આપણે ત્યાં જવું જોઈએ. ત્યાંથી કોઈ વધારે માહિતી મળી શકે છે." આસ્થા એ કહ્યું.
   " એક મિનિટ, પણ આ કપડાં અહીં કેવી રીતે આવ્યા ? તારા ફેમિલી માંથી કોઈ સર્કસ માં કામ કરતું હતું ? " મોહિત એ પુછ્યું.
   " આઈ ડોન્ટ નો. હા પણ હું ફઈ ને આ વિશે પુછી જોવ" આસ્થા એ કહ્યું.
     બંને જણા તે રૂમ માંથી બહાર આવ્યા. આસ્થા નો પગ લપસી જતાં તે પડવા જતી હતી. ત્યાં મોહિત એ તેને પકડી લીધી. મોહિત એ બંને હાથ થી આસ્થા ને કમર માંથી પકડી હતી. મોહિત આસ્થા ની આંખો માં જોઈ રહૃાો હતો. મોહિત આસ્થા ને ઘણા સમય થી જાણતો હતો ને આસ્થા ને તે આની પહેલા પણ ઘણી વાર ભેટયો હતો.
         પણ આજે આસ્થા ના સ્પર્શ થી તેના શરીર માંથી એક ઝણઝણાટી પસાર થઈ ગઈ. આજે તેને આસ્થા માટે કંઈક અલગ જ ફીલ થઈ રહૃાું હતું. મોહિત એ અત્યાર સુધી આસ્થા ને એક મિત્ર તરીકે જ જોઈ હતી પણ આજે તેને આસ્થા માટે મિત્ર થી વિશેષ લાગણી આવી રહી હતી.
         અચાનક શૈલા નો અવાજ આવ્યો," ઓહોહો, તમે બંને અહીં છો . હું કયાર ની તમને લોકોને શોધું છું."
   આસ્થા એ મોહિત થી અલગ થતાં કહ્યું," અમે બંને આ રૂમમાં ગયા હતા." તેણે બધી વાત કરી.
    ત્રણેય જણા ઘર ની અંદર હોલ માં આવ્યા. આસ્થા પોતાનો ફોન લઈ આવીને તેની ફઈ ને ફોન લગાવવા લાગી. પણ નેટવર્ક બરાબર પકડાતું ન હતું. મોહિત થોડી થોડી વારે આસ્થા તરફ જોઈ રહૃાો હતો. શૈલા એ આ વાત નોટિસ કરી.
        શૈલા ને આ ગમતું ન હતું. તે મોહિત તરફ આકર્ષિત હતી. તેને એવું જ લાગતું હતું કે આસ્થા ને મોહિત વરચે દોસ્તી જ હતી પણ આજે મોહિત ની નજર માં તેને કંઈક અલગ જ દેખાય રહૃાું હતું. શૈલા ને આ જોઈને થોડી જલન થઈ રહી હતી.
      આસ્થા કંટાળી ને બોલી," પહેલા ફોન જ લાગતો ન હતો ને હવે ફોન લાગે છે તો ફઈ ઉપાડતા નથી."
   " પછી ટ્રાય કરજે ને આપણે એક કામ કરીએ. એકવાર તે સર્કસ માં જઈને આ વિશે તપાસ કરી જોઈએ. " મોહિત એ કહ્યું.
   " હેય, પહેલા મિસિસ ડીસોઝા ને પુછવું છે. તેમને આ વિશે કોઈ માહિતી હશે." શૈલા બોલી.
     " હા, ચાલો. પહેલા તેમને જ આ વિશે પુછી જોઈએ." આસ્થા એ કહ્યું. ત્રણેય જણા ઘર ને લોક કરીને મિસિસ ડીસોઝા ના ઘરે જવા નીકળ્યા.
      આસ્થા એ મિસિસ ડીસોઝા ના ઘર ની બેલ વગાડી તો એક છોકરી એ દરવાજો ખોલ્યો.
    આસ્થા એ કહ્યું," મિસિસ ડીસોઝા છે ?"
" ના , મેડમ બે દિવસ માટે બહાર ગયા છે." તે છોકરી એ જવાબ આપ્યો.
       આસ્થા, મોહિત ને શૈલા નિરાશ થઈને મોહિત ની કાર પાસે આવ્યા. અંતે તે લોકો એ સર્કસ માં જવાનું નક્કી કર્યું.
    રસ્તા માં મોહિત ને ફોન આવ્યો ને‌ તેને બિઝનેસ ના કામે જવાનું થયું. તે આસ્થા ને શૈલા ને સર્કસ પાસે મુકીને જતો રહ્યો.
    રેઈન્બો સર્કસ હજી થોડા દિવસ થી ગામ માં આવ્યું હતું. સવાર નો સમય હોવાથી ખાસ કોઈ ચહલપહલ નહોતી. ચારે તરફ મોટા મોટા તંબુ બાંધેલા હતા. એક તંબુ ની બહાર એક છોકરી ખુરશી પર બેઠી હતી. તેણે શૈલા અને આસ્થા સામે સ્મિત કર્યું. આસ્થા એ પણ હળવું સ્મિત આપ્યું.
    શૈલા અને આસ્થા તેની તરફ ગયા. આસ્થા એ કહ્યું," હેલ્લો, હું આસ્થા છું ને આ મારી ફ્રેન્ડ છે. અમે આ સર્કસ ના ઓનર ને મળવા માંગીએ છીએ. તમે અમારી મદદ કરશો ?"
  " હા, તમે લોકો સૌથી છેલ્લા તંબુ માં જતા રહો. તમને મિ. સિન્હા ત્યાં મળશે . તે જ આ સર્કસ ની જવાબદારી સંભાળે છે ‌." તે છોકરી સ્મિત કરતાં બોલી.
   " થેન્ક યુ.." આસ્થા એ તેની સામે જોયું.
" મારું નામ રીના છે." તે બોલી.
  " થેન્ક યુ રીના " આસ્થા એ કહ્યું ને તે અને શૈલા જતા રહ્યા.
        બંને જણા છેલ્લા તંબુ માં દાખલ થયા ત્યારે એક મોટી વયના વ્યક્તિ એક ખુરશી પર બેઠા હતા. તે કાગળ પર કંઈક લખી રહૃાા હતા. તેમણે શૈલા ને આસ્થા સામે જોયું ને કહ્યું," બોલો, તમને શું કામ છે ?"
  આસ્થા એ કહ્યું," મને થોડી માહિતી જોઈતી હતી."
" પ્લીઝ, તમે બેસો." તેણે ખુરશી તરફ ઈશારો કરતા કહ્યું.
    આસ્થા ને શૈલા સામે પડેલી ખુરશી પર બેસી ગયા. આસ્થા એ કહ્યું," તમે મિ સિન્હા છો ?"
  " હા, બોલો. તમને શું માહિતી જોઈએ છે ?" તેણે પુછ્યું.
આસ્થા એ પોતાની બેગ માંથી તે જોકર ના કપડા કાઢ્યા. ને તે બતાવતા કહ્યું," શું આ તમારા સર્કસ નું કોસ્ચયુમ છે ?"
   મિ સિન્હા એ ધારીને તે જોયું ને કહ્યું," હા, આ અમારું જ છે."
" તો શું તમે કહી શકો કે આ કોસ્ચયુમ કોનું હતું ?" આસ્થા એ પુછ્યું.
   " વેલ, હા કહી શકું . કારણકે આમાં બેન્ચ નંબર લખેલા છે.‌અમારી પાસે રેકોર્ડ માં લખેલું હોય છે કે કયા બેન્ચ નંબર કોના નામે છે.પણ તમે લોકો ને આ ક્યાં મળ્યું ?" મિ સિન્હા એ શંકા થી પુછ્યું.
   " વેલ મારા જુના ઘર ના સામાન માંથી મળ્યું એટલે જ મને જાણવું છે કે આ કોનું હતું." આસ્થા એ કહ્યું.
   " પણ અમે આ માહિતી શેર ના કરી શકીએ. તે નિયમ ની વિરુદ્ધ છે." મિ સિન્હા એ કહ્યું.
  " પ્લીઝ સર, આ માહિતી મારા માટે મહત્વ ની છે. " આસ્થા એ લાગણીશીલ થઈને કહ્યું.
  મિ સિન્હા એક પળ માટે શૈલા ને આસ્થા સામે જોઈ રહૃાા ને પછી કહ્યું," ઓકે તમે થોડી વાર અહીં બેસો. હું હમણાં આવું છું."
      મિ સિન્હા ના ગયા પછી આસ્થા ને શૈલા ચારે તરફ જોઈ રહૃાા હતા. ત્યાં એક મોટો આદમ કદ નો અરીસો હતો. ચારે તરફ અલગ અલગ ફ્રોક, રીંગ, જોકર ના કપડા ને હન્ટર ને વિવિધ વસ્તુઓ પડી હતી. શૈલા આ બધી વસ્તુઓ જોવામાં મગ્ન થઈ ગઈ. આસ્થા પોતાના વિચાર માં ખોવાયેલી હતી. ત્યાં તેને લાગ્યું કે કોઈ તેને બોલાવે છે.
        તેણે ઝબકીને જોયું. તો તેને લાગ્યું કે અરીસા માંથી " આસ્થા.." એવો તીણો અવાજ આવી રહ્યો હતો.
    આસ્થા તે અરીસા પાસે ગઈ ને તેણે અરીસામાં જોયું તો તેનુ પ્રતિબિંબ જ તેને દેખાયું.‌શૈલા તેનાથી થોડે દૂર ઊભી હતી ને તેનું ધ્યાન આસ્થા તરફ ન હતું. આસ્થા અરીસા માં જોઈ રહી ત્યાં તેના પ્રતિબિંબ ની જગ્યાએ એક આકૃતિ ઉપસી આવી. તે આકૃતિ માંથી એક જોકર નો ચહેરો ઉપસી આવ્યો. તે જોકર તે જ હતો જે આસ્થા ના સપના માં આવતો હતો. તેની લાલ લાલ આંખો હતી. તે તાકી તાકીને આસ્થા સામે જોઈ રહ્યો હતો. તેના હોઠ લાલ હતા.
       તે ભયંકર રીતે આસ્થા સામે હસી રહૃાો ને તેના તીક્ષ્ણ દાંત દેખાય રહૃાા હતા.  આસ્થા દુર જવા ગઈ તેવો જ તેણે આસ્થા નો હાથ પકડી લીધો. આસ્થા ચીસ પાડીને બેભાન થઈ ગઈ.
     આસ્થા ભાન માં આવી ત્યારે શૈલા તેની પાસે હતી. મિ સિન્હા ઉભા હતા. શૈલા બોલી," આર યુ ઓકે ?"
   આસ્થા બોલી," હા, "
" શું થયું આસ્થુ ?" શૈલા બોલી.
      " બસ એમ જ ચક્કર આવી ગયા હતા. " આસ્થા જુઠું બોલી.
આસ્થા એ મિ સિન્હા ની સામે જોયું ને પુછ્યુ ," તમને કોઈ માહિતી મળી ?"
  " તે કોસ્ચયુમ મિ. ફેડરીક નો હતો. તે વર્ષો પહેલાં આ સર્કસ માં જોડાયા હતા. પણ એક દિવસ અચાનક તે ગાયબ થઈ ગયા. " મિ સિન્હા એ કહ્યું.
  " ક્યાં ગાયબ થઈ ગયા ? તમારી પાસે કોઈ એડ્રેસ છે ? તે ક્યાં ના હતા ?" આસ્થા એ પુછ્યું.
  " ના, કોઈ એડ્રેસ નથી. તેણે પોતાનું નામ મિ ફ્રેડરીક કહ્યું હતું. બાકી કોઈ માહિતી અમારી પાસે નથી. એક વાત આશ્વર્ય ની છે. જ્યારે વર્ષો પહેલાં આ ગામ માં સર્કસ આવ્યું હતું ત્યારે જ તે કોઈ ને કંઈ કહ્યા વગર જતા રહ્યા હતા. મારી પાસે તો આટલી જ માહિતી છે." મિ સિન્હા એ કહ્યું.
   " થેંક્યું તમારી મદદ માટે" આસ્થા એ કહ્યું.
    આસ્થા ને શૈલા ત્યાંથી બહાર નીકળી ગયા. આસ્થા પોતાના વિચારો માં ખોવાયેલી હતી. ત્યાં તેના ફોન ની રીંગ વાગી. આસ્થા એ ફોન રિસીવ કર્યો તો સામે તેના ફઈ હતા. બંને જણા એ નોર્મલ વાત કરી પછી આસ્થા એ પુછ્યું," ફઈ, બગીચા પાસે ના રૂમ માંથી જોકર નું કોસ્ચયુમ મળી આવ્યું છે. તે કોનું છે ?"
   સામે થી સરલાબેન નો તરડાયેલો અવાજ આવ્યો ," તે રૂમ શું કામ ખોલ્યું !!?"
  " કેમ ફઈ તે રુમ માં શું છે ?" આસ્થા એ પુછ્યું.
" અરે મુર્ખ છોકરી, તે વર્ષો થી કેદ આત્મા ને મુક્ત કરી નાખી છે." સરલાબેન ચિંતા સાથે બોલ્યા. આ સાંભળી ને આસ્થા આશ્વર્ય માં પડી ગઈ.
      **********************
    તમારા પ્રતિભાવો જરૂર થી આપજો... આભાર...