The dark secret - part 13 books and stories free download online pdf in Gujarati

ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૧૩

આસ્થા ડાયરી સામે જોઈ રહી. તે મોટી દળદાર ડાયરી હતી. સમય ની સાથે તેના પાનાં પીળા પડી ગયા હતા.
આસ્થા ને નહોતી ખબર કે તેના મમ્મી ને ડાયરી લખવાનો શોખ હતો. આસ્થા એ વિચાર્યું કે આ ડાયરી ના દ્વારા મને મમ્મી ના જીવન વિશે જણાવવા મળશે. પણ આસ્થા જાણતી ન હતી કે આ ડાયરી તેના જીવનમાં નવો તુફાન લાવવાની હતી.
આસ્થા એ ડાયરી વાંચવાની શરૂઆત કરી.
*******************
માય ડિયર ડાયરી,
આમ તો નાનપણ થી મારી દરેક વાત ને દરેક લાગણી હું મારી મમ્મી સાથે શેર કરતી આવી છું. થોડી મોટી થયા પછી જોસેફ ની સાથે શેર કરવા લાગી હતી.
પણ આજે જોસેફ મારા થી બહુ દુર જતો રહ્યો છે. મેં જ તેને દુર કર્યો.‌જોસેફ મારા માટે ફીલ કરે છે ને મને ચાહે છે જ્યારે હું તેને મારો સૌથી સારો દોસ્ત માનું છું.
જોસેફ નું મારી લાઈફ માં એક અલગ જ સ્થાન છે. પણ હું તેને પ્રેમ નથી કરતી. એટલે જ મેં જોસેફ ને મારી લાઈફ માંથી દુર જતા રહેવાનું કહ્યું. હું ખોટી તો નથી ને , ડાયરી ??
તારી પાસે સાચું જ બોલીશ . જોસેફ ને મારા થી દુર કરવાનું એક કારણ બીજું પણ હતું. તે કારણ મહેશ છે.
મહેશ બધી બાબતે સારો છે. મને ખુબ ચાહે છે. પણ તેના પ્રેમ માં એક જુનુન છે. એક પ્રકાર નું પાગલપન છે. હજી કાલ ની જ વાત કરું તો હું માર્કેટ ગઈ હતી. પાછા આવતી વખતે બાજુ માં રહેતો અમિત મળી ગયો. મારા હાથ માં ઘણો સામાન હતો . તેણે મને બાઈક પર લિફ્ટ આપવાની વાત કરી. મેં ઘણી ના પાડી પણ તેણે આગ્રહ ચાલુ રાખ્યો. અંતે હું તેની પાછળ બેસીને ઘરે આવી.
મહેશ મને તેની બાઈક પર થી ઉતરતા જોઈ ગયો. તેની સામે તો કંઈ ન બોલ્યો પણ પછી તે ખુબ જ ગુસ્સે થયો. તેણે ગુસ્સામાં જોર થી મારો હાથ પકડી લીધો ને તેના લીધે મારા હાથ પર કાળો ડાધ થઈ ગયો ને તેણે કહ્યું કે," મને જરા પણ પસંદ નથી કે તું કોઈ બીજા પુરુષ સાથે વાત પણ કરે." તેની આંખો માં જે જુનુન ને આક્રોશ મેં જોયા તે જોઈને હું ડરી ગઈ.
હું મહેશ નુ આવું રૂપ જોઈને સ્તબ્ધ થઈ ગઈ. ને પછી રાત્રે તે જ મહેશ મારા હાથ પર નો ડાધ જોઈને રડી પડ્યો ને બોલ્યો," સોરી, પણ હું તને કોઈ બીજા સાથે નથી જોઈ શકતો." તેણે મારો હાથ ચુમી લીધો. હું તેને સમજાવતી રહી કે મને તેના સિવાય બીજા કોઈ માટે પ્રેમ નથી .
મહેશ તો મારી કોઈ પણ વાત ન સાંભળતા મને વળગીને નાના બાળક ની જેમ સુઈ ગયો. મહેશ નો આ પઝેસિવ નેચર ને જુનુન મને પહેલા બહુ ગમતા હતા પણ હવે ક્યારેક મને ડર લાગે છે. અત્યાર સુધી મહેશ એ જોસેફ ને મારી દોસ્તી સામે કોઈ વિરોધ નથી કર્યો પણ જો તેને ભુલ થી પણ ખબર પડી જાય કે જોસેફ મને ચાહે છે તો પછી તે શું કરે તે મને જ ખબર નથી. એટલે જ મેં જોસેફ ને મારા થી દુર જતા રહેવાનું કહ્યું. તેના ગયા પછી મને બહુ એકલતા લાગે છે. મહેશ સારો પ્રેમી ને પતિ છે પણ તે મારો દોસ્ત હજી સુધી નથી બની શક્યો. હું તેની સાથે ખુલ્લા મન થી બધી વાત શેર નથી કરી શકતી.
. ડાયરી, હવે તું મારી બેસ્ટ ફ્રેન્ડ છો . હું તારી સાથે મારી બધી વાતો શેર કરીશ. મારી એકલતા ની સાથીદાર હવે તું છો મારી ડાયરી. મારા દરેક સિક્રેટ હવે હું તારી સાથે શેર કરીશ. હવે હું જાઉં હમણાં મહેશ આવશે . મને તેના માટે નાસ્તો બનાવવાનો છે. જલ્દી મળીશુ .બાય..
****************
આટલું વાંચ્યા પછી આસ્થા એ વિચાર્યું કે જોસેફ અંકલ ના ગયા પછી મમ્મી એ ડાયરી લખવાની શરૂઆત કરી હતી. તેણે આગળ વાંચવાનું શરૂ કર્યું.
******************
આગળ ના પાના પર રોઝી એ મહેશ ના મમ્મી પપ્પા ના મૃત્યુ વિશે ને પોતાની મમ્મી ના મૃત્યુ વિશે લખ્યું હતું. સરલાબેન સાથે ના મતભેદ ની વાતો લખી હતી. મહેશ સાથે થતી નાની મોટી નોક ઝોક ને ક્યારેક આવતી જોસેફ ની યાદ વિશે લખ્યું હતું.
પછી ના પાના પર રોઝી એ મેરેજ ના ચાર વર્ષ પછી ની ઘટના લખી હતી.
****************
મારી ડિયર ડાયરી,
ગયા અઠવાડિયે જ મેરેજ ને ચાર વર્ષ થયાં. મહેશ ને મેં આખો દિવસ ખુબ જ આનંદ થી પસાર કર્યો. બસ એક વાત નું દુઃખ છે કે હજી અમે બે જ છીએ. મને હવે બાળક જોઈએ છીએ. મેરેજ ના ચાર વર્ષ વીતી ગયા છતાં મારી ગોદ સુની છે. મહેશ તો આ વાત પર બહુ ધ્યાન નથી આપતો . પણ મેં એને મેરેજ એનીવૅસરી પર ડોક્ટર પાસે જવા માટે માનવી જ લીધો.
અમે બંને એ ડોક્ટર પાસે ચેકઅપ કરાવ્યું. આજે અમારા બંને ના રિપોર્ટ આવી ગયા છે. મારા રિપોર્ટ નોર્મલ છે પણ મહેશ ના નોમૅલ નથી. તેના માં ખામી છે . આ રિપોર્ટ જોઈને ડોક્ટર એ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે," મહેશ ના પિતા બનવાના ચાન્સ ૨૦ ટકા જ છે. તેને નિયમિત દવા લેવી પડશે."
આ વાત હું મહેશ ને કેવી રીતે કહીશ ? મહેશ તો ચેકઅપ કરવા પણ પરાણે તૈયાર થયો હતો. તે તો એવું જ માને છે કે મારા માં કોઈ જ ખામી નથી. આજે મને મમ્મી ની અને જોસેફ ની બહુ યાદ આવે છે. કોઈ મારી નજીક નું વ્યક્તિ મારી પાસે નથી કે જેની સાથે હું મારી પ્રોબ્લેમ શેર કરી શકું. મને મહેશ જોડે વાત કરવી જ પડશે.
ડાયરી, મને હિંમત આપ કે હું મહેશ ને સચ્ચાઈ જણાવી શકું . જિસસ , મહેશ ને હિંમત આપજો કે તે સચ્ચાઈ ને સહન કરી શકે.
બાય , ડાયરી
*******************
આસ્થા આ વાંચીને ચોંકી ગઈ . તેણે આતુરતા થી પછી નો પાનો ફેરવ્યો ને આગળ વાંચવા લાગી. તે પાના પર બીજા દિવસ ની તારીખ મારેલી હતી.
ડાયરી..
આજ થી પહેલા મહેશ નું આવું રોદ્ર સ્વરૂપ મેં ક્યારેય જોયું ન હતું. રાત્રે મેં મહેશ નો સારો મુડ જોઈને વાત કરી.
મેં અચકાતા કહ્યું," મહેશ, રિપોર્ટ આવી ગયા છે."
" મેં તો તને પહેલા જ કહ્યું હતું કે બધુ નોર્મલ જ આવશે. તું ખોટી ચિંતા કરે છે." મહેશ બેફિકારાઈ થી બોલ્યો.
" મારા રિપોર્ટ નોર્મલ છે પણ .." મેં અચકાતા કહ્યું.
" પણ શું ?" મહેશ એ અકળાઈને પુછ્યું.
" તારા રિપોર્ટ નોર્મલ નથી. ડોક્ટર એ કહ્યું કે તારા પિતા બનવાના ૨૦ ટકા જ ચાન્સ છે. તારે ટ્રીટમેન્ટ કરાવી પડશે." મેં આખરે કહી દીધું.
" વોટ નોનસેન્સ !!" મહેશ એ પાસે રાખેલ ફ્લાવર પોટ ફર્શ પર ફેંકી દીધો.
હું એકદમ હેબતાઈ ગઈ હતી. મહેશ મારા તરફ ધસી આવ્યો. ને તેણે મારા હાથ જોર થી પકડી લીધા. તેની આંખો માં આક્રોશ હતો.
તેણે કહ્યું ," હું કોઈ ટ્રીટમેન્ટ નહીં કરાવું. મારા માં કોઈ ખામી નથી."
મેં હિંમત કરીને કહ્યું," પ્લીઝ મહેશ, સમજવાની કોશિશ કર. મને માં બનવું છે. તને મન નથી થતું કે આપણું એક બાળક હોય. જેની કિલકારી થી આ ઘર આખું ગુંજી ઉઠે. તું તો દિવસભર કામ માં રહે છે પણ અહીં આ સુના ઘર માં મારો દમ ઘુંટાય જાય છે. " અને હું રડી પડી.
મારા આંસુ થી મહેશ પીગળી તો ગયો પણ તેણે જીદ હજી પણ છોડી નહીં. કાલ રાત થી અત્યાર સુધી અમારા વરચે કોઈ વાત નથી થઈ. ઓ જિસસ, મહેશ નું મન પીગળે ને તે ટ્રીટમેન્ટ માટે હા પાડી દે.
બાય ડાયરી
******************
આ વાંચીને આસ્થા ની આંખો માં પાણી આવી ગયા. તેણે ધ્રુજતા હાથે આગળ નો પાનો ફેરવ્યો ને વાંચવાનું શરૂ કર્યું. ત્યાર પછી નું લખાણ ઘણા સમય પછી નું હતું.
*****************
મારી ડિયર ડાયરી,
તને થયું હશે કે હું આટલા દિવસ ક્યાં ગાયબ થઈ ગઈ હતી. તને હું ભુલી ન હતી. પણ પરિસ્થિતિ એવી ગુંચવાઈ ગઈ હતી કે મને સમય જ ન મળ્યો.
મારા આંસુ ને આજીજી નો કોઈ ફાયદો નથી થયો.મહેશ ટ્રીટમેન્ટ કરવા માટે તૈયાર ન જ થયો. તેને આ બાબત તેના પૌરુષત્વ પર પ્રહાર જેવી લાગે છે. તે એમ જ માને છે કે તેના માં કોઈ કમી નથી.
હવે તો તે પહેલાં થી પણ વધારે શંકાશીલ થઈ ગયો છે.‌ હમણાં થી તે તાંત્રિક ની પાસે જવા લાગ્યો છે ને ત્યાં થી કોઈ ને કોઈ પડીકી લઈને આવે છે ને મને પરાણે ખવડાવે છે. એક વાર તો તે મને પણ તે તાંત્રિક પાસે લઈ ગયો હતો . તે તાંત્રિક ની વાસના ભરી નજર જોઈને હું તો ત્યાં થી ભાગી ગઈ હતી.
મહેશ ની અંધશ્રદ્વા વધતી જાય છે. મેં થોડો સમય ડોક્ટર એ મહેશ માટે લખેલી દવા તેના ખાવામાં ભેળવીને ચોરી છુપી થી આપી પણ તેનાથી કોઈ ફાયદો થયો નથી.
તે પોતાનો પૌરુષત્વ સાબિત કરવા મન ફાવે ત્યારે મારી નજીક આવે છે ને ઈચ્છા અનિચ્છાએ મને મારું શરીર તેને સોંપવું પડે છે.કયારેક તો પોતાનું પૌરુષત્વ સાબિત કરવા તે ઘેરા જખ્મ પણ મારા શરીર પર કરી નાખે છે. તેના સ્પર્શ માં વ્હાલ કે સ્નેહ મને મહેસુસ થતો નથી.
આ મહેશ તે નથી જેની સાથે મેં લગ્ન કર્યા હતા. જેના સ્પર્શ થી મારા આખા શરીર માં ઝણઝણાટી પસાર થઈ જતી હતી . તેનો સ્પર્શ હવે મારા શરીર ને કાંટા ની જેમ ચુભે છે. છતાં હું તેના આપેલા દરેક જખ્મ સહન કરી લઉં છું પણ તે મન પર જે પ્રહાર કરે છે તે સહન થતાં નથી.
મારી નાની નાની વાતો નો ધ્યાન રાખતો ને મારી ચિંતા કરતો મહેશ ક્યાં ખોવાઈ ગયો‌ !! હવે તો તે વાતે વાતે ગુસ્સે થાય છે. મારા દરેક કામ માં કોઈ ને કોઈ ભુલ શોધી કાઢે છે. તે આ વાત સહન જ નથી કરી શકતો કે તેનામાં કોઈ ખામી છે.
હમણાં થી તે નાની વાત માં ઝધડો કરે છે ને મન ફાવે તેમ બોલે છે. ક્યારેક તો મારા પર હાથ પણ ઉપાડી લે છે. ક્યારેક રડતા રડતા મારી માફી માંગે ને કહે છે કે તું મને છોડીને ન જઈશ.
હું એને સમજાવી ને થાકી ગઈ કે હું ફક્ત તેને જ પ્રેમ કરું છું.‌પણ તેની અસલામતી ની ભાવના વધી રહી છે. તેના કામ પર પણ આ વાત ની અસર થઈ રહી છે. મેં એક વાર બાળક દત્તક લેવાની વાત કરી તો તેણે મને એક થપ્પડ મારી દીધી. મને મહેશ ની ચિંતા થાય છે.
હું થોડા દિવસ પહેલા મહેશ થી છુપાઈ ને એક મનોચિકિત્સક ને પણ મળી આવી . તેમનું કહેવું છે કે મહેશ ના મન ને પિતા ન બની શકવાની વાત થી બહુ મોટો આધાત લાગ્યો છે. તે ભયંકર તણાવ માં રહે છે .તેને લીધે આ બધી હરકતો કરે છે. તેમણે થોડી દવા લખી આપી છે. તે હું મહેશ ને ખાવામાં ભેળવીને આપી દઉં છું. પણ તોય કોઈ ફાયદો નથી થતો.
ડાયરી, આઈ સ્ટિલ લવ હિમ‌ . હું તેને આવી રીતે હારી ચુકેલો નહીં જોઈ શકું. દવા ની અસર થી તે સુઈ તો જાય છે પણ પછી તેની સ્થિતિ એવી ને એવી રહે છે.
તે હવે વધુ ને વધુ ગુસ્સા વાળો થાય છે. મારા સિવાય બહાર ના લોકો પણ તેના ગુસ્સા નો ભોગ બને છે. ડોક્ટર નું કહેવું છે કે આમ ને આમ રહૃાું તો મહેશ ની માનસિક હાલત વધુ બગડી જશે ને તેને કદાચ મેન્ટલ હોસ્પિટલમાં દાખલ પણ કરવો પડે.
હું આવું નહીં થવા દઉં. હું મહેશ ને ફરી થી નોર્મલ કરીને રહીશ.
બાય ડાયરી
****************
આસ્થા આટલું વાંચીને રડી પડી. તેણે ડાયરી બાજુ માં મુકીને પાણી પીવા રસોડામાં જતી રહી.
***************
આસ્થા સાથે ની મુલાકાત પછી અમર ઉદાસ હતો. ત્યાં તેને એક કેસ ના લીધે બાજુ ના ગામ માં જવાનું હતું.
તે કેસ નું કામ પતાવીને પોતાની પોલિસ ની ગાડી માં બેસતો હતો. ત્યાં તેના ફોન ની રીંગ વાગી. તેણે જોયું તો મિસિસ સ્મિથ નો ફોન હતો.
તેણે ફોન રિસીવ કર્યો ત્યાં મિસિસ સ્મિથ નો ગભરાયેલો અવાજ સંભળાયો. તે બોલ્યા," અમર, આસ્થા સાથે ની મુલાકાત પછી જોસેફ ની તબિયત વધુ બગડી છે. તે બસ એક જ વાત કરે છે કે આસ્થા ને બચાવી લો. નહિં તો તે તેને મારી નાખશે. મને તો બહુ ગભરાહટ થાય છે. પ્લીઝ , તું આસ્થા સાથે જ રહેજે. મેં તેને કોલ કર્યો પણ તેનો ફોન સ્વીચ ઓફ બતાવે છે."
" તમે ચિંતા ન કરો. હું હમણાં જ આસ્થા પાસે પહોંચી ને તમને ફોન કરું છું." અમર એ કહ્યું.
" બેટા, ધ્યાન રાખજે." મિસિસ સ્મિથ આમ કહીને ફોન કટ કરી નાખ્યો.
અમર એ આસ્થા ને ફોન કરવાની ટ્રાય કરી પણ ફોન બંધ જ બતાવતો હતો. તેણે જલ્દી થી આસ્થા પાસે પહોંચવાનું જ નક્કી કર્યું.
તેણે ગાડી સ્ટાર્ટ કરીને હાઈવે પર જવા દીધી.
તે થોડી સ્પીડ માં ગાડી ચલાવી રહ્યો હતો. અગાળ એક ભયંકર વળાંક હતો. અમર એ થોડી સ્પીડ ઓછી કરી પણ વળાંક પાસે થી એક ટ્રક ધસમસતી આવી રહી હતી. અમર એ ટ્રક ને જવા માટે સાઈડ આપી પણ ટ્રક તો સીધી અમર તરફ જ ધસી આવી. ટ્રક ના ડ્રાઈવર નો ઈરાદો સારો નહોતો લાગી રહૃાો.
હાઈવે ની બંને બાજુ ગાઢ જંગલ હતું. અમર એ પોતાને બચાવવા ગાડી હાઈવે માર્ગ થી ઉતારીને જંગલ વિસ્તારમાં જવા દીધી. ત્યાં એક ઝાડ સાથે અમર ની ગાડી અથડાઈને બંધ પડી ગઈ. અમર બેભાન થઈને સ્ટેરીંગ પર ઢળી પડ્યો.
ટ્રક નો ડ્રાઈવર સ્પીડ ને કંટ્રોલ ન કરી શક્યો ને વળાંક પર આવતી એક બીજી ગાડી સાથે જોર થી તેની ટ્રક અથડાઈ ગઈ. તે ગાડી નો કચ્ચરઘાણ થઈ ગયો ને ટ્રક નો આગળ નો ભાગ આખો દબાઈ ગયો હતો. ટ્રક નો ડ્રાઈવર ત્યાં જ મરી ગયો .
**********************
હેલ્લો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી રહી છે તે જરૂર થી જણાવજો..



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED