ધ ડાર્ક સિક્રેટ ભાગ ૩ Pooja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

ધ ડાર્ક સિક્રેટ ભાગ ૩

  તે જોકર આસ્થા સામે હસી રહૃાો. આસ્થા ચીસ પાડીને ફર્શ પર થી ઉભી થઈ ગઈ. તે દોડવા જતી હતી ત્યાં પલંગ ની નીચે થી એક હાથ બહાર આવ્યો. તેણે આસ્થા ના પગ પકડી લીધા . તેના તીક્ષ્ણ નખ આસ્થા ના પગ માં ખુંચી ગયા. આસ્થા નીચે ફર્શ પર પડી ગઈ.
      આસ્થા જોર થી બુમો પાડી રહી હતી."  હેલ્પ.. હેલ્પ.." ને પહેલો જોકર ખડખડાટ હસી રહૃાો હતો. આસ્થા પલંગ ની નીચે ખેંચાઈ રહી હતી. ત્યાં અચાનક આસ્થા ની આંખો ખુલી ગઈ.
       તે એક સપનું હતું. આસ્થા બેડ પર બેસી ગઈ. તેના ધબકારા વધી ગયા હતા ને તેનું આખું શરીર પરસેવા થી રેબઝેબ હતું. તેણે પોતાના પગ જોયા ને તેને ખાતરી થઈ ગઈ કે આ એક સપનું હતું.
        તે તરત બેડ પર થી ઉતરી ગઈ ને તેણે હળવે થી પોતાના બેડ નીચે જોયું. ત્યાં તેને જોકર ની ડ્રોઈંગ બનાવેલો કાગળ પડેલો મળ્યો. તેણે ગુસ્સામાં તે કાગળ ઉપાડયો ને ફાડીને તેને ડસ્ટબીન માં નાખી દીધો.
            આસ્થા પોતાના રુમ ની બહાર આવી. તેણે હોલ માં પડેલી ઘડિયાળ માં જોયું તો રાત ના ૧:૩૦ વાગ્યા હતા. તેણે શૈલા ના રૂમ માં નજર કરી તો તે ઘસઘસાટ સુતી હતી. તેને શૈલા ને ઉઠાડવુ યોગ્ય ન લાગ્યું. તે ધીમે થી કિચન તરફ ગઈ. તે ગ્લાસ માં પાણી ભરીને પીવા લાગી. કીચન ની એક બારી બગીચા તરફ પડતી હતી. તે બારી માંથી બગીચા પાસે નો રૂમ પણ દેખાતો હતો.
       બગીચા માં એક નાનકડો હીંચકો હતો. જે હવે તો કટાઈ ગયો હતો. આસ્થા ને તે હીંચકો બારી માંથી દેખાઈ રહૃાો હતો. આસ્થા ને યાદ આવ્યું કે તે નાની હતી ત્યારે તે આ હીંચકા પર બહુ બેસતી હતી. આસ્થા પાણી પીને  કીચન ની બહાર જવા ગઈ. ત્યાં તેને " કચુડ..કચુડ્." એવો અવાજ સંભળાયો. તેણે પાછળ ફરીને બારી તરફ જોયું. રાત ના શાંત વાતાવરણમાં આ અવાજ વધારે ભયંકર લાગી રહૃાો હતો. તેણે બારી ની બહાર જોયું તો તેની આંખો પહોળી થઈ ગઈ.
         બગીચા માં નાનો બલ્બ લાગેલો હતો. તે બલ્બ ના પ્રકાશ માં આસ્થા એ જોયું કે બગીચામાં પહેલા હીંચકા પર એક સ્ત્રી બેઠી હતી. તેણે સફેદ રંગ નો ઘુંટણ સુધીનો ફોકૅ પહેર્યો હતો. તેના લાંબા કાળા વાળ થી તેનો ચહેરો ઢંકાયેલો હતો. તે હીંચકા પર બેઠી હતી. તેના લીધે તે કટાયેલા હીંચકા માંથી અવાજ આવી રહ્યો હતો.
        આસ્થા એક પળ માટે ડરી ગઈ. તેને પોતાની નજર નો વ્હેમ લાગ્યો. પણ તે સપનું ન હતું. આસ્થા એ મન મક્કમ કર્યું . કીચન માં એક દરવાજો હતો જેનાથી બગીચા માં જઈ શકાતું હતું. આસ્થા એ એક ચાકુ હાથ માં લીધું ને તે બગીચા માં ગઈ. તે સ્ત્રી નુ માથું નમેલું હતું ને ચહેરો વાળ થી ઢંકાયેલો હતો. આસ્થા તે સ્ત્રી તરફ આગળ વધી. તેણે તેની નજીક જઈને પુછ્યું," કોણ છે તું?"
     તે સ્ત્રી એ કોઈ જવાબ ન આપ્યો. આસ્થા એ ફરી તે જ સવાલ પુછ્યો પણ તે સ્ત્રી એ કોઈ જવાબ ન આપ્યો.
    આસ્થા એ હિંમત કરીને તેના ખભા પર હાથ મુકયો ને તે સાથે પહેલી સ્ત્રી એ આસ્થા સામે જોયું. તેના ચહેરા પર થી વાળ હટી ગયા ને તેનો ચહેરો જોઈને આસ્થા એ નવાઈ થી કહ્યું," મમ્મી"
    તે સાથે પહેલી સ્ત્રી ગુસ્સામાં બોલી ," ચાલી જા, અહીં થી " આટલું બોલીને તે સ્ત્રી હવામાં ઉડવા લાગી ને તે ઉડતા ઉડતા બગીચા પાસે આવેલા રૂમ માં અલોપ થઈ ગઈ.
     આસ્થા ," મમ્મી.. મમ્મી.." કહીને તેની પાછળ ગઈ. તે રૂમ ના દરવાજા પછડાવા લાગી. પણ તે રૂમ પર તાળું મારેલું હતું. અચાનક આસ્થા ના ખભા પર કોઈ નો હાથ મુકયો. આસ્થા પાછળ ફરીને જોયું તો શૈલા હતી.
       શૈલા એ કહ્યું," શું થયું ? તું આટલી રાતે અહીં શું કરે છે ?"
આસ્થા એ કહ્યું," મેં મારી મમ્મી ને જોઈ. તે અહીં હીંચકા પર હતી. પછી આ રૂમ માં જતી રહી."
    શૈલા એ આસ્થા ને શાંત કરતા કહ્યું," આસ્થા, તે કોઈ સપનું જોયું હશે."
     " ના, આ સપનું ન હતું. મને આ રુમ ખોલવો જ પડશે. જરુર આ રૂમ માં જ કંઈક છે." આસ્થા એ કહ્યું.
    " પણ.." શૈલા હજી કંઈક બોલવા જતી હતી. આસ્થા તે સાંભળવા ન રોકાઈ. તેણે ચાકુ શૈલા ના હાથ માં પકડાવી દીધું ને તે એક નાનકડો પથ્થર લઈ આવી.
     તે રૂમ પર લગાવેલું તાળું બહુ જુનું થઈ ગયું હતું. તે કટાઈ ગયું હતું. આસ્થા તે પથ્થર ને તાળા પર મારવા લાગી. થોડી વાર માં તાળું તુટી ગયું. આસ્થા એ શૈલા સામે જોતા કહ્યું," ટોચૅ છે ?"
    શૈલા એ પોતાની હાફ પેન્ટ ના ખિસ્સા માંથી ફોન કાઢ્યો ને તેની ફ્લેશ લાઈટ ચાલુ કરી. આસ્થા એ રૂમ નો દરવાજો ખોલી નાખ્યો. તે સાથે એક વિચિત્ર પ્રકાર ની વાસ આવવા લાગી. શૈલા અને આસ્થા રૂમ માં દાખલ થયા. રૂમ ની ફર્શ પર સુકાયેલા લોહી ના ડાધા હતા. ચારે તરફ ઘુળ ને કરોળિયા ના ઝાળા હતા.
     " ધ્યાન થી જોઈ લે. અહીં તારી મમ્મી નથી. મને લાગે છે કે આસ્થા તે અહીં આવીને ભુલ જ કરી છે." શૈલા બોલી.
    " મમ્મી એ મને એવું કહૃાું કે જતી રહે અહીંથી. તેણે એમ શું કામ કીધું હશે?"  આસ્થા એ પુછ્યું.
    " આસ્થા, આ તારો વ્હેમ પણ હોઈ શકે છે." શૈલા એ કહ્યું.
" ના, આ મારો વ્હેમ નથી." આસ્થા એ ગુસ્સામાં કહ્યું.
     " ઓકે, રિલેકસ. રાત ઘણી થઈ ગઈ છે. આપણે સવારે આ વિશે તપાસ કરીશું. " શૈલા એ કહ્યું.
    " પણ.." આસ્થા બોલવા ગઈ પણ શૈલા એ તેને સમજાવતા કહ્યું," હું તારી સાથે જ છું. આપણે ભેગા થઈને તારી મમ્મી ના ડેથ નું કારણ જાણીશું." શૈલા એ પ્રેમ થી સમજાવતા કહ્યું.
    આસ્થા શૈલા ને ભેટી પડીને રડવા લાગી. શૈલા એ તેને સાંત્વના આપી. થોડી વાર પછી સ્વસ્થ થયા પછી આસ્થા ને શૈલા રૂમ ની બહાર આવ્યા ને રૂમ ના દરવાજા બંધ કરીને ઘર માં જતા રહ્યા.
    શૈલા આસ્થા ની સાથે જ તેના રૂમમાં સુઈ ગઈ. શૈલા ને તો થોડીવાર માં ઉંધ આવી ગઈ પણ આસ્થા મોડે સુધી જાગતી રહી. અંતે તેને મોડે મોડે ઉંધ આવી ગઈ.
          ***********************
     સવાર ના આસ્થા ઉઠી ત્યારે તેને માથું ભારે લાગી રહ્યું હતું. તે ફ્રેશ થઈને હોલ માં આવી. શૈલા કીચન માં ચા ને નાસ્તો બનાવી રહી હતી. બંને નાસ્તો કરવા બેઠા ત્યારે આસ્થા એ રાત ના જોયેલા સપના ની વાત કરી.
     " તને અહીં આવ્યા પછી ફરી થી તે નાઈટમેર આવવા લાગ્યા" શૈલા એ કહ્યું.
   " હા , પણ આ નાઈટમેર ને આ ઘર સાથે જ જોડાયેલા છે.મને આ રહસ્ય  જાણવું જ પડશે." આસ્થા એ કહ્યું.
      આસ્થા ને શૈલા હોલ માં બેસીને નાસ્તો કરી રહ્યા હતા. ત્યાં અચાનક મેઈન ડોર ખુલી ગયો ને મોહિત એ અંદર આવતા કહ્યું," હેલ્લો, લેડીઝ"
      " ઓહહ, મોહિત તે તો એક પળ માટે અમને ડરાવી જ દીધા." આસ્થા એ કહ્યું.
    " તમે બે ડરપોક કેવી રીતે અહીં રહેશો !!!" મોહિત એ સોફા પર બેસતા કહ્યું.
   " અમે ડરપોક નથી. " શૈલા એ ચિડાઈને કહ્યું.
   " તે તો દેખાય જ છે. બાય ધ વે આસ્થુ, તારું ઘર ખુબ સુંદર છે." મોહિત ઘર માં એક નજર ફેરવતા કહ્યું.
   " અને એટલું જ રહસ્યમય છે." શૈલા એ કહ્યું.
" એટલે ?" મોહિત એ નવાઈ થી પુછ્યું.
      આસ્થા એ ગઈ રાત્રે થયેલી ઘટના મોહિત ને કહી. મોહિત ગંભીરતા થી સાંભળી રહૃાો પછી તેણે આસ્થા તરફ જોતા કહ્યું," આસ્થા, તું ખોટું ન લગાડે તો એક વાત કહું."
   આસ્થા બોલી," ઓહહ મોહિત, તું કયાર થી આટલો ફોર્મલ થઈ ગયો."
   " આસ્થુ, આ વાત જ એવી છે. કાલે જે ક્લાઈન્ટ મને મળ્યા હતા તે આજ ગામ ના હતા‌.  તે બહુ ફ્રેન્ડલી હતા. મેં વાતો વાતો માં આ ઘર ને તારા મમ્મી રોઝી વિશે પુછી લીધું." મોહિત એ કહ્યું.
   " પછી તે શું બોલ્યા ?" આસ્થા એ પુછ્યું.
" વેલ, તે તો આ ઘર નું નામ સાંભળીને ખુબ ગંભીર થઈ ગયા. તે બોલ્યા કે તારા મમ્મી રોઝી નો નેચર બહુ સારો હતો. તારા પપ્પા ના ડેથ પછી તેણે ખુબ મહેનત અને હિંમત થી તને સાચવતા હતા ને આ ઘર ને ચલાવતા હતા. પણ પછી ન જાણે અચાનક તેમના વર્તન માં બદલાવ આવી ગયો. તે કોઈ ની સાથે વાત પણ નહોતા કરતા ને અમુક લોકો તો એમ પણ માનવા લાગ્યા હતા કે..." મોહિત અટકી ગયો.
   " કે શું , મોહિત ?" આસ્થા એ આવેશ થી પુછ્યું.
"કે તારા મમ્મી ની મેન્ટલ કન્ડીશન બગડી ગઈ હતી. એકલા એકલા બોલ બોલ કરવું ને તેમનું વર્તન વિચિત્ર થઈ ગયું હતું. ને તેમના ડેથ પછી ગામ ના લોકો આ ઘર ને અપશુકનિયાળ માને છે. તેમનું ડેથ પણ કેવી રીતે થયું તે પણ કોઈ નથી જાણતું. કોઈ કહે છે તેમણે આત્મહત્યા કરી હતી પણ સાચું કોઈ નથી જાણતું." મોહિત એ વાત પુરી કરતા કહ્યું.
    હોલ માં એકદમ શાંતિ છવાઈ ગઈ. આસ્થા ની આંખો માંથી આંસુ નીકળી રહ્યા હતા. શૈલા એકદમ સ્તબ્ધ થઈ ગઈ હતી. મોહિત આસ્થા ને સમજાવા માટે તેની પાસે ગયો ને તેના ખભા પર હાથ મુકયો તે સાથે આસ્થા એ ગુસ્સામાં કહ્યું," મારી મમ્મી પાગલ નહોતી થઈ ને તેણે આત્મહત્યા પણ નહોતી કરી. તે ખુબ હિંમત વાળી અને જિંદાદિલ હતી. હું આ વાત સાબિત કરી ને રહીશ." તે સાથે આસ્થા ઉભી થઈને પોતાના રૂમમાં જતી રહી ને તેણે રૂમ નો દરવાજો બંધ કરી નાખ્યો.
     મોહિત અને શૈલા એકબીજા સામે સ્તબ્ધ થઈને જોઈ રહૃાા.
          ***********************

     તમારા પ્રતિભાવો જરૂર થી આપજો.. આભાર..