" તે રાત્રે થયું શું હતું ?" આસ્થા એ આવેશ થી પુછ્યું.
મિસિસ સ્મિથ એ કહ્યું," આસ્થા , મને નથી ખબર કે તે રાત્રે શું થયું હતું. જે પણ થયું હશે. બહુ ભયંકર ને ખરાબ થયું હશે. જોસેફ બગીચા ની પાછળ ના ભાગ માં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેના શરીર પર કોઈ ઈજા ન હતી. તે બે દિવસ સુધી બેભાન જ રહૃાો હતો. આ બે દિવસ માં પણ તે બેભાન હાલતમાં " રોઝી.." નું નામ જ લેતો હતો. જ્યારે તે ભાન માં આવ્યો ત્યારે તે બસ ગુમસુમ બેસી રહેતો. તેને ઘણા સવાલો પુછવામાં આવ્યા પણ તેણે કોઈ જવાબ ન આપ્યો. તે બસ ગુમસુમ બેસી રહેતો હતો. ક્યારેક તેને હિસ્ટેરીયા નો એટેક પણ આવવા લાગ્યો. ત્યારે તે " રોઝી " ના નામ ની ચીસો પાડીને ભાગવાની કોશિશ કરતો તેને કાબુ માં રાખવો અધરો થઈ જતો હતો. પછી તેને મેન્ટલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો. આટલા વર્ષો થી તે ત્યાં જ છે."
આટલું બોલતાં મિસિસ સ્મિથ રડી પડ્યા.
આસ્થા એ તેમના આંસુ લુછયા ને તેમને સાંત્વના આપ્યું.
મિસિસ સ્મિથ એ કહ્યું," ખબર નહીં મારા દીકરા ના નસીબ માં સુખ જ લખાયું નથી. "
" એવું ન વિચારો . ભગવાન સૌ સારું કરશે. કાયમી દુઃખ કોઈ ના જીવન માં નથી હોતું." આસ્થા એ કહ્યું.
મિસિસ સ્મિથ એ આસ્થા ના ચહેરા પર હાથ ફેરવ્યો ને કહ્યું," તું પણ તારી મમ્મી જેવી જ ડાહી ને સમજદાર છે."
" હું એક વાત પુછું?" આસ્થા એ કહ્યું.
" હા માય ચાઈલ્ડ. "મિસિસ સ્મિથ એ કહ્યું.
આસ્થા બોલી," ગ્રેની કેમ અચાનક અહીં આવ્યા હતા ?"
મિસિસ સ્મિથ એ કહ્યું," કારણકે જોસેફ તેમને મળવા માંગતો હતો. આટલા વર્ષો થી જોસેફ એ ક્યારેય કોઈ ને મળવા ની ઈચ્છા બતાવી ન હતી. પણ પહેલી વાર તેણે મેરી ને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે એકલો જ તેને મળવા માંગતો હતો. મેરી બે દિવસ સુધી તેને મળવા ગઈ. "
" શું વાત થઈ હતી બંને વરચે ?" આસ્થા એ પુછ્યું.
" મને નથી ખબર. મેં મેરી ને પુછ્યુ હતું આ વિશે પણ તેણે કહ્યું કે તે પહેલાં તારી સાથે વાત કરશે પછી જ બધી વાત કરશે. " મિસિસ સ્મિથ એ કહ્યું. આ સાંભળી ને આસ્થા થોડી નિરાશ થઈ ગઈ.
મિસિસ સ્મિથ એ કહ્યું," આસ્થા, નિરાશ ન થા. તે જ તો હમણાં કહ્યું હતું કે ભગવાન બધું સારું કરશે."
" હા , ગ્રેની. હવે થી હું તમને ગ્રેની કહીશ." આસ્થા એ સ્મિત કરતાં કહ્યું.
" સ્યોર માય ચાઈલ્ડ , હવે આપણે જમી લઈએ. તું આવવાની હતી એટલે મેં સવારે વહેલા જ રસોઈ બનાવી દીધી. બાકી મારા એકલા માટે રોજ જમવાનું બનાવવાનો મને ખુબ કંટાળો આવે." મિસિસ સ્મિથ એ કહ્યું.
" હા, ચાલો." આસ્થા એ કહ્યું.
કીચન અંદર ની તરફ આવેલું હતું. તેની સામે જ જોસેફ નો રૂમ હતો. આસ્થા ને મિસિસ સ્મિથ જેવા રૂમ પાસે પસાર થયા. મિસિસ સ્મિથ એ કહ્યું," આ જોસેફ નો રૂમ છે. હું રોજ તેની સફાઈ કરું છું એ ઉમ્મીદ માં કે એક દિવસ તે પાછો આવશે." તેમણે નિસાસો નાખતા કહ્યું.
" ગ્રેની, ઉમ્મીદ તો છેલ્લા શ્વાસ સુધી ન છોડવી જોઈએ. તમને વાંધો ન હોય તો હું એક વાર એમનો રૂમ જોઈ શકું ?" આસ્થા એ પુછ્યું.
" અફકોસૅ" મિસિસ સ્મિથ એ જોસેફ ના રૂમ નો દરવાજો ખોલ્યો.
રૂમ ખાસ્સો મોટો હતો ને સાફ ને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવેલો હતો. રૂમ ની એક તરફ પલંગ આવેલો હતો. બીજી તરફ લાકડા નો કબાટ ને ડ્રેસિંગ ટેબલ હતા. એક તરફ અટેચડ બાથરૂમ પણ હતું. પલંગ ની પાસે આવેલ સાઈડ ટેબલ પર એક ફોટો ફ્રેમ હતી.
આસ્થા એ ફોટો ફ્રેમ ઉઠાવી ને જોઈ તો તેમાં તેના મમ્મી રોઝી ની યુવાની નો ફોટો હતો. તેના મમ્મી ખડખડાટ હસી રહૃાા હતા.
" જોસેફ એ આ તસવીર લીધી હતી. તારા મમ્મી ના મેરેજ પહેલા ની આ તસવીર છે. જોસેફ ને આ તસવીર બહુ પસંદ હતી. તેણે પોતાની પાસે જ આ તસવીર રાખી લીધી હતી. " મિસિસ સ્મિથ એ જુની યાદો યાદ કરતાં કહ્યું.
આસ્થા એ સાચવીને ફોટો ફ્રેમ ત્યાં રાખી દીધી. તે ડ્રેસિંગ ટેબલ પાસે પહોંચી તો ત્યાં જોકર ની ટોપી, તેનું નકલી નાક, થોડો મેકઅપ નો સામાન પડેલો હતો. આસ્થા નવાઈ થી આ બધું જોઈ રહી.
તેણે પુછ્યું," આ બધું કેમ અહીં છે ?"
" મેં તને કહ્યું નહીં પણ જોસેફ સર્કસ માં કામ કરતો હતો. તે જોકર બનતો ને બધા ને ખુબ હસાવતો હતો. હું તને જોસેફ ના સર્કસ ના ફોટા બતાવું." મિસિસ સ્મિથ એ ઉત્સાહ થી કહ્યું ને તેમણે કબાટ માંથી એક આલ્બમ બહાર કાઢ્યું.
તે આલ્બમ માં જોસેફ ના જોકરના પોશાક માં પાડેલા ફોટા હતા. જોસેફ ને જોકર ના ગેટઅપમાં જોઈને આસ્થા ને આધાત લાગ્યો.
તે બોલી," શું આ જોસેફ અંકલ છે ?"
" હા, હું પણ પહેલી વાર તેને આવી રીતે જોઈને ઓળખી ન શકી. તેણે તો પોતાનું નામ પણ બદલાવી નાખ્યું હતું. તેને સર્કસ માં બધા મિ ફેડરિક ના નામ થી ઓળખતા હતા.." મિસિસ સ્મિથ હજી આગળ બોલતાં હતાં પણ આસ્થા નું માથું ઘુમવા લાગ્યું હતું. જોસેફ નો જોકર ના ગેટઅપમાં ફોટો તેના સપનામાં આવતા પહેલા જોકર સાથે મળતો આવતો હતો. આસ્થા ના આખા શરીરે પસીનો વળી ગયો ને તેને ચક્કર આવી ગયા. તે ત્યાં જ ઢળી પડી.
આસ્થા હોશ માં આવી ત્યારે તે પલંગ પર સુતી હતી. તે જોસેફ ના રૂમ માં જ હતી. મિસિસ સ્મિથ તેની બાજુમાં જ બેઠા હતા.
આસ્થા ઉભી થવા ગઈ પણ તેને ફરી ચક્કર આવવા લાગ્યા.
મિસિસ સ્મિથ એ કહ્યું," તું આરામ કર, આસ્થા."
આસ્થા એ કહ્યું," હું ઠીક છું. જરાક થાક ને લીધે ચક્કર આવી ગયા."
" હું તારા માટે ઠંડુ લઈ આવું."મિસિસ સ્મિથ એ કહ્યું. તે બહાર ગયા.
આસ્થા પાછી વિચારે ચડી ગઈ. તેને ખબર ન હતી પડતી કે આ બધું શું થઈ રહ્યું હતું.
મિસિસ સ્મિથ આસ્થા માટે ઠંડુ શરબત લઈને આવ્યા. આસ્થા એ શરબત પીતા કહ્યું," મને જોસેફ અંકલ ને મળવું છે . શું હું તેમને મળી શકું ?"
મિસિસ સ્મિથ નવાઈ થી એક પળ તેની સામે જોઈ રહૃાા પછી બોલ્યા," જોસેફ કોઈ ને મળતો નથી. તેનો કોઈ ભરોસો નહીં. કોઈ ના પર તે ગમે ત્યારે હુમલો પણ કરી દે છે. એક વાર તેણે હોસ્પિટલ ના સ્ટાફ ના માણસ ને લોહીલુહાણ કરી નાખ્યો હતો."
" મને ખાતરી છે કે તે મને જરૂર મળશે. પ્લીઝ, ગ્રેની. મને એકવાર તેમને મળવું છે." આસ્થા એ કહ્યું. તેની આંખો માં મક્કમતા હતી.
" ઠીક છે. આજે તો બપોર થવા આવી. હોસ્પિટલમાં સવાર નો જ સમય મુલાકાત નો હોય છે. કાલે આપણે જઈશું પણ આસ્થા હજી એકવાર તું વિચાર કરી લે.". મિસિસ સ્મિથ એ ગંભીર અવાજે કહ્યું.
" વિચારી લીધું છે. કાલે આપણે જોસેફ અંકલ ને મળવા જઈશું." આસ્થા એ દઢતા થી કહ્યું.
***************************
શૈલા ના આવા વર્તન થી મોહિત સ્તબ્ધ થઈ ગયો હતો. શૈલા તો ઘર માં જતી રહી પણ મોહિત ની હિંમત ઘર ની અંદર જવાની ન થઈ. તે બહાર જ બગીચામાં આંટા મારવા લાગ્યો.
થોડી વાર માં સરલાબેન આવી ગયા. તેમને જોઈને મોહિત ને થોડી નિરાંત થઈ. તે સરલાબેન સાથે અંદર ઘર માં ગયો. શૈલા એકદમ સામાન્ય થઈ ગઈ હતી. તેણે કપડા પણ બદલાવી નાખ્યા હતા.
તેનું વર્તન જોઈને મોહિત ને નવાઈ લાગી કે ક્યાં થોડી વાર પહેલા ની હિંસક ને જુનુની શૈલા ને ક્યાં અત્યાર ની શાંત શૈલા!!!
બપોરે ત્રણેય જણા એ સાથે જમી લીધું. થોડી વાર રહીને સરલાબેન ના ફોન પર રીંગ વાગી. આસ્થા નો ફોન હતો.
" હેલ્લો આસ્થા, તું બરાબર છે ને ? સવાર ના હું થોડું વધારે જ બોલી ગઈ . સોરી બેટા " સરલાબેન એ ફોન રિસીવ કરતા કહ્યું.
" ફઈ, સવાર ની વાત ને ભુલી જાઉં. તમે નારાજ ન થાઉં તો એક વાત કહું?" આસ્થા એ અચકાતા કહ્યું.
" બોલ ને" સરલાબેન એ કહ્યું.
" ફઈ, હું અહીં તારાપુર આવી છું. ગ્રેની ના ફ્રેન્ડ મિસિસ સ્મિથ ના ઘરે. હું ને અમર સાથે નીકળ્યા હતા પણ તે એકલો જ શહેરમાં ડીએનએ ટેસ્ટ માટે ગયો છે. હું અહીં મમ્મી ના ડેથ ને ગ્રેની ના ડેથ વિશે જાણવા આવી છું." આસ્થા એ કહ્યું.
આ સાંભળી ને સરલાબેન ને ખુબ ગુસ્સો આવ્યો. તે ઉંચા અવાજે બોલ્યા," આજ સુધી તું ક્યારેય મારી પાસે ખોટું નથી બોલી. આજે તું પહેલી વાર મારી પાસે ખોટું બોલી. મને બહું દુઃખ થયું ." સરલાબેન નો અવાજ ભારે થઈ ગયો હતો.
" પ્લીઝ ફઈ, આઈ એમ સોરી. પણ આ બધું સવારે જ નક્કી થયું ને ત્યારે તમને સમજાવી શકું એમ હું ન હતી . ફરી આવું નહીં થાય " આસ્થા એ આજીજી કરતાં કહ્યું.
" તું પાછી ક્યારે આવે છે ?" સરલાબેન એ પુછ્યું.
" કાલે બપોર સુધીમાં આવી જઈશ" આસ્થા એ કહ્યું.
" ઠીક છે " એમ કહીને ફોન મુકી દીધો.
સરલાબેન રડી પડ્યા. તેમનો રડવાનો અવાજ સાંભળીને મોહિત ને શૈલા તેમના રૂમ માં આવી ગયા. સરલાબેન એ બધી વાત કરી.
મોહિત એ કહ્યું," ફઈ, આ બધું પહેલા અમર ના લીધે થઈ રહૃાું છે. તે જ આસ્થા ને ખોટા રસ્તે લઈ જઈ રહૃાો છે."
" મેં નક્કી કર્યું છે કે આસ્થા કાલે આવશે પછી આપણે પાછા જતા રહીશું. આપણે આ મનહુસ ઘર માં કે આ ગામ માં રહેવું નથી." સરલાબેન એ દઢતા થી કહ્યું.
" હા ફઈ . આ જ યોગ્ય રહેશે." મોહિત એ મન માં ખુશ થતા કહ્યું.
તેણે શૈલા સામે જોયું ને કુટિલ સ્મિત આપ્યું. શૈલા મોહિત સામે જોઈ રહી.
**************************
આસ્થા એ અમર ને પણ પોતાના રોકાવાની જાણ કરી દીધી હતી.
સરલાબેન ના આગ્રહ ને લીધે મોહિત રાત્રે ત્યાં જ રોકાઈ ગયો.
અમર મોડી રાત્રે શહેર થી પાછો આવ્યો. રિપોર્ટ ને આવતા બે દિવસ લાગવા ના હતા. આખા દિવસ નો થાકેલો અમર ઘરે પહોંચી ને તરત જ સુઈ ગયો.
રાત ના અઢી વાગ્યે અમર ની ઉંધ અવાજ ના લીધે ખુલી ગઈ. તેને એવો આભાસ થયો કે તેના રૂમમાં કોઈ હતું. તેણે લાઈટ ચાલુ કરી પણ પાવર કટ થઈ ગયો હતો. ઘર માં અંધારું છવાયેલું હતું ને ઘર ની બહાર પણ રાત્રિ નો ગાઢ અંધકાર હતો.
અમર એ ફોન હાથ માં લીધો પણ તેની બેટરી લો હતી. એટલે સ્વિચ ઓફ થઈ ગયો હતો. અમર અંધારા માં તાકી રહ્યો ત્યાં તેના રૂમ ના એક ખુણા માંથી કોઈ ના હસવાનો અવાજ આવ્યો.
અમર એ કહ્યું," કોણ છે ત્યાં ?"
ફરી કોઈ ના હસવાનો અવાજ આવ્યો. અમર એ ગુસ્સામાં પુછ્યું," કોણ છે ત્યાં ?"
પછી એકદમ શાંતિ છવાઈ ગઈ. અમર અંધારા માં ધીમે ધીમે હોલ માં આવ્યો. તેણે ટેબલ ના ખાના માંથી ટોચૅ કાઢી. તેણે ટોચૅ ચાલુ કરીને ફરી તે રૂમ માં આવ્યો. તેણે ચારેબાજુ જોયું પણ કોઈ ત્યાં ન હતું. અચાનક કીચન માંથી વાસણ પડવાનો અવાજ આવ્યો. અમર કીચન તરફ ગયો. તેણે કીચન માં દાખલ થઈને ટોચૅ ના પ્રકાશ માં ચારે તરફ જોયું. વાસણ બધા વિખરાયેલા પડયા હતા. પ્લેટફોર્મ પર ચમચી ને ચપ્પુ વેરવિખેર પડ્યા હતા.
અમર એ પ્લેટફોર્મ ની દીવાલ તરફ જોયું તો તે ચોંકી ગયો. ત્યાં લાલ અક્ષરો થી લખેલું હતું.
" ગુડ બાય અમર "
અમર સ્તબ્ધ થઈને ઉભો હતો ત્યાં પાછળ થી કોઈ એ તેની ગરદન પકડી લીધી. અમર ના હાથ માંથી ટોચૅ પડી ગઈ. તેના ગળા પર ની ભીંસ વધવા લાગી. અમર નો શ્વાસ રુંધાય રહૃાો હતો. તે સાથે તે વ્યક્તિ ના અટ્ટહાસ્ય નો અવાજ રાત ની નિરવ શાંતિ માં ગુંજી રહ્યો હતો. અમર પોતાને છોડાવા પ્રયત્ન કરી રહૃાો હતો પણ સામે વાળા માં ખુબ જ તાકાત હતી.
અમર જેવો તંદુરસ્ત પોલીસ ઓફિસર પણ તેની પાસે નબળો પડી ગયો. અમર એ અંધારા માં જ પ્લેટફોર્મ પર હાથ મુકયો ને તેના સારા નસીબે તેના હાથ માં ચપ્પુ આવી ગયું.
તેણે ચપ્પુ થી તે વ્યક્તિ ના હાથ પર પ્રહાર કર્યો ને તે વ્યક્તિ ની ચીસ નીકળી ગઈ ને તેણે અમર પર ની પકડ છોડી દીધી ને તે અંધારા માં જ ત્યાં થી ભાગી ગયો.
અમર આખો પરસેવા થી ભીંજાઈ ગયો હતો. તેનો શ્વાસ ફુલાઈ રહૃાો હતો. આજે તેના નસીબ એ તેનો સાથ આપ્યો નહીં તો તેનુ મોત તેની સામે જ હતું. થોડી વાર રહીને તે સ્વસ્થ થયો. તે સૌપ્રથમ ઘર ની બહાર નીકળ્યો. હુમલો કરનાર વ્યક્તિ ઘર ના પાછળ ના ભાગ થી ભાગ્યો હતો. એટલે તે તરફ ગયો. અચાનક અમર ના પગ માં કંઈક આવ્યું. તેણે નીચા નમીને તે હાથ માં લીધું. તેણે ચંદ્ર ના આછા પ્રકાશ માં જોયું તો તે જોકર પહેરેતા હોય તેવી ટોપી હતી. અમર તે લઈને ઘર માં જતો રહ્યો.
**********************
હેલ્લો મિત્રો, તમારા પ્રતિભાવો જરૂર થી જણાવજો... આભાર..