પ્રેમકુંજ - (ભાગ-૨૫)

રીપોટર બીજાની તો મને ખબર નથી પણ હું એક વેશ્યા માંથી કોઈની પત્ની બનવા તૈયાર છુ.સારુ હું જાવ છું બે દિવસ પછી એક છોકરાને હું મોકલીશ.
તું તેની સાથે વાત કરી લેજે..

હા, રીપોટર...!!!!

*******

મુંબઈની નગરીમાં આજ સનાટો હતો.રાજેશ રેડલાઈટ એરીયામા પગ મુકયો થોડો ખચકાતો હતો કેમકે તે પહેલી વાર અહીંથી પસાર થઈ રહ્યો હતો.

પણ તેને યાદ હતું રીપોટરે કહ્યું તેમ રુમ નંબર ૧૨૩માં તારે જવાનું છે.નીચે પૈસાની કચકચ કર્યા વગર સ્નેહા નામની છોકરીને મળવાનું છે.રાજેશે રિપોટરે કહ્યું તેમ જ કર્યું .તે ૧૨૩ નંબરના દરવાજા પાસે ગયો.થોડીવાર ઊભો રહી દરવાજો ખટખટાવ્યો.

કોણ છે અલા રાત્રે ત્રણ વાગે તો શાંતિથી સુવા દે આંખો દિવસ તો હખ નથી લેવા દેતા….
હું …હું …હું …રાજેશ….!!!!

કોણ રાજેશ…..!!!પહેલા રીપોટર સાહેબ મને અહીં મેકલો છે.

ઓહ તો બોલને મોં મા મગ ભરા છે.
તરત જ સ્નેહા એ દરવાજો ખોલ્યો.સ્નેહા મનમાં ને મનમાં બોલી વાહ શું વસ્તુ મેકલી છે રીપોટર સાહેબે…

બોલ..!!
શું કામ છે મારુ અને અહીંયા તું કેમ આવ્યો છો.
આપનુ નામ  સ્નેહા….સ્નેહા …!!!
હા …હા મારુ નામ સ્નેહા અને તું એટલો બધો ધુણ નહી મને બીક લાગે છે.વાત કર હું તને ખાઈ નહી જાવ…!!!!!

રિ..રિ…રિપોટરે કહ્યું છે કે તું મારી જોડે લગ્ન કરીશ….
સ્નેહા હસવા લાગી.શું તુ બોલી રહ્યો છે.હું તારી સાથે લગ્ન કરુ એમ તને ખબર છે ને હું કોણ છું…!!

હું ૧૨૩ રુમ નંબરમાં રહેતી એક વેશ્યા છું.
આ મારુ ઘર નથી અને તને એ પણ કઈ દવ કે એક વષઁથી આજ મારુ ઘર છે.અને અહીં જ રવ છું.

હા, સ્નેહા મને ખબર છે.મને રિપોટરે બધી જ વાત કરી છે.વાહ રે રીપોટર તું તો મારાથી પણ હોશિયાર નીકળ્યો.

સારુ..!!!

તારુ નામ શું છે?

રાજેશ ખત્રી..!

જો ખત્રી તને કહી દવ એક વષઁથી મે કોઈને પ્રેમ નથી કર્યો.એ પહેલાં મારા જીવનમાં એક છોકરો હતો.હું તેને હું ખૂબ પ્રેમ કરતી હતી.મને ખબર નથી તે ક્યાં છે અને આજ હું પ્રેમને નફરત કરુ છું.મને ખબર નથી કે હવે હું તને પ્રેમ કરી શકીશ કે નહી.તને જોઈને આજ પણ મને ખીંચ ચડે છે.કેમકે હું આજ પણ એ જ જગ્યા એ ઊભી છું,જયા લોકો મને વેશ્યા કહીને બોલાવે છે.

હું બહાર નીકળીશ તો મને લોકો ટગર ટગર જોશે કેમકે મે એક વષઁ સુધી આજ કરુ છુ.કોઈ મને પાસે આવીને કહેશે કે ચલ ,તો તુ ડઘાઈનો જતો કેમકે લોકો તો કહેતા રહેશે હું તારી સાથે આવવા તૈયાર છુ.
હું તને એ નથી પુછતી કે તું શું ધંધો કરે છે?તારો પગાર શું છે?

હું તને એટલુ જ પુછવા માંગું છું કે તું મને,બે ટાઈમ ખાવાનું તો આપીશને.કેમકે હું પણ એક સ્ત્રી છું એટલું તો મારે પુછવાનો અધિકાર છે જ ને..!!!

હા,સ્નેહા ….
બોલ કયારે તું મને અહીંથી લઈ જા છો.
કાલે આજ સમયે તું તારી વસ્તુ પૈક કરીને રાખજે …

મારી વસ્તુમાં તો કઈ ખાસ નથી બસ આ બે જોડી કપડા છે. તું આવી જજે…
હા,સ્નેહા…!!!

તું તૈયાર રહેજે…!!!!!!!

થોડીવારમાં જ કોઈનો દરવાજા પર અવાજ આવીયો..

હેલો…કોણ...!!!!! …હેલો …કોણ ..!!

હું રીપોટર..!!

આવ અંદર બેસને બોલ રિપોટર...!!!!

છોકરો આવ્યો તો ?કેવો લાગીયો તને પસંદ આવીયો કે નહીં?

હા,થોડી વાર પહેલા જ ગયો અહીંથી ..!
અરે રીપોટર એકદમ ફટકો છે ફટકો પેહલી નજરે મને પ્રેમ થઈ ગયો.

શું વાત કરે છે..!!

અરે મજાક કરુ છુ,એક વષઁથી કોઈ સાથે મને પ્રેમ નથી થયો ને હવે પહેલી નજરે પ્રેમ થાય.રિપોટર તું પણ મારી મજાકને પ્રેમ કરવા લાગ્યો.

રહી વાત પહેલાની શું નામ છે તેનું..?

રાજેશ…ખત્રી..!!

હા..હા એ જ..!!! તેને કઈ દેજે તે મને કહ્યું તેમ જ સવારમાં ત્રણ વાગે હાજર થઈ જાય અને તેને ૧૨૩નંબરના ઉપરનાં રુમમાં આવવાની જરુર નથી હું જ નીચે આવી જશ.જે પણ થશે એ તારા પ્લાન મુજબ જ થશે.કોઈ ગરબડ થાવી જોઈએ નહીં.

હા…..સ્નેહા ..!!

હા, રિપોટર તને કહી દવ મારુ નામ સ્નેહા નથી ઓરીજનલ નામ રીયા છે.હવે પછી રીયા કહી ને બોલાવજે..!!!હા, તો હું જાવ છું..!

રૂક રૂક..રિપોટર..!!!હા,બોલો રિયા જી? 

તું શું કામ મારી જ મદદ કરવા માંગે છે.અહીં તો ઘણી બધી છોકરી છે.તે મને જ પસંદ કેમ કરી.

હું આમતો ઘણા સમયથી આ કામ કરૂં છું.હું આજથી દસ દિવસ પહેલા અહીં આવીયો હતો.હું તારા રૂમ પાસેથી પસાર થયો.મેં તારી આંખમાં આસું જોઈયા.
મને ખબર નથી તું શા માટે રડતી હતી.તું કોને સંભારી રડતી હતી.પણ મને તને જોઈને તારા પ્રયતે દયા આવી.હું તને અહીંથી બહાર નીકળવાની પુરે પુરી કોશિશ કરીશ.

ઓકે રિપોટર...!!કાલે સવારે ત્રણ વાગે..!

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

ATULCHADANIYA 1 માસ પહેલા

Verified icon

Parul Chauhan 2 માસ પહેલા

Verified icon

Vasu Patel 2 માસ પહેલા

Verified icon

Bela Bela 2 માસ પહેલા

Verified icon

Nidhi Mehta 2 માસ પહેલા