Premkuj - 24 books and stories free download online pdf in Gujarati

પ્રેમકુંજ - (ભાગ-૨૪)



કુંજ હું સદાય તને પ્રેમ કરતી રશ.તારો સ્પર્શ તારી યાદ હું કાયરેય નહીં ભૂલી શકું.મને ખબર નથી કુંજ આપણે ફરીવાર હવે મળશું કે નહીં પણ તને હમેશા માટે પ્રેમ કરતી રશ.મારામાં જીવ છે ત્યાં સુધી.


***********રૂમનંબર ૧૨૩********

ધીમે ધીમે રિયાને અહીં એક વર્ષ થઈ ગયું.પણ રિયાને અહીંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો મળતો ન હતો.કે કોઈ જોડે વાત કરવા પણ મળતી ન હતી.
રિયાની થોડાદિવસમાં જ ત્યાં એક બહેનપણી થઈ ગઈ હતી.તે પણ રિયા જેમ જ ત્યાં આવી હતી.તેના પણ માં-બાપ ન હતા.તે અહીંથી બહાર નીકળી ખૂલી જગ્યા પર કોઈ નાનકડું કામ કરી રાહતનો શ્વાસ લેવા માંગતી હતી.પણ અહીંથી નીકળવું શક્ય ન હતું.

રિયા અને પ્રિયા બંને અહીંથી નિકળવના ઘણા પ્રયતન કરી રહી હતી પણ દરેક વખતે તે નાકયાબ રહી હતી.

હજુ તો સવારની નિદંર પુરી નોહતી થઈ ત્યાં જ ડોરબેલ વાગ્યો તે હજી વીસકીના નશામાં જ હતી.
ડોરબેલ ખોલી અંદર આવવાનું કહ્યું.ચાલ આજ મારે ઘણું કામ છે.તારુ જલ્દી જલ્દી કામ પતાવ અને અહીં થી રજા લે...

પણ હું એ કામ માટે અહીં નથી આવ્યો....
તો...!!!પૈસા શું કામને બાપના બગાડે છો...!

તારુ નામ...?

આજ કયો વાર થયો ..?

બુધવાર..!!

મારુ નામ સ્નેહા....

તારી સરનેમ ...

જો હું એક રેડ લાઈટ એરિયામા રહેનાર છોકરી છું.મારુ નામ આજ સ્નેહા છે તો કાલ દિપીકા પણ હોય અને તે પછી કોઈને મનીષા પણ બતાવું પણ તારે મારા નામ સાથે શું લેવા દેવા તું તારુ કામ પતાવીને ચાલો જાને....

ના હું એક રીપોટર છું.અને હું તે જાણવા માટે અહીં આવ્યો છુ કે તમે લોકો શા માટે અહીં આવો છો.

એ રીપોટર સાહેબ..
પૈસા માટે...!!!એટલા માટે જ અમે અહીં છીએ અમને શોખ નથી.લે આ ગ્લાસમા છે થોડું પી તારુ મગજ ઠેકાણે પડે.

ના હું નથી પીતો ઓહ,સંસ્કારી છોકરો રેડલાઈટ એરીયામાં વહા,તારું નામ..?

મારુ નામ જાણીને તારે શું કામ છે.
વાહ રે રીપોટર સાહેબ..!!!અમારું નામ તમારે જાણવું છે ને તમારુ નામ અમને કહેવું નથી...

એવું નથી સ્નેહા ..!!!!

બસ કર પગલે,ચલ જવા દે ને અમારે તો આ દરરોજનું થયું બોલ તું શું પુછવા આવ્યો છે,મને હું તને તેના જવાબ આપું.

તું કયારથી આ ધંધામાં છે?

એક વષઁથી ...!!!

તું પણ એક રિપોટર છો અને હું પણ એક વેશ્યા છું તું પણ પૈસા માટે કામ કરે છો અને હું પણ પૈસા માટે કામ કરુ છુ.બસ આપણા બંનેના ધંધા અલગ છે.

તું આ ધંધો છોડી કેમ નથી દેતી હા ,મારે છોડવો છે.અને આજ થી જ..!!ચાલ તું મને ખાવાના ને રહેવાના પૈસા આપીશ.શું તું એક વેશ્યા સાથે લગ્ન કરીશ.બોલને રીપોટર કેમ ચુપ થઈ ગયો.હું એક વેશ્યા છું મને એ જ રહેવા દે ને.હા,મારે પણ એક સપનું હતું કે હું મોટી થઈને એન્જીનીયર બનીશ.પણ બધાના સપના થોડા પુરા થાય રીપોટર સાહેબ.

હું બે દિવસ પછી તને મળવા આવીશ..
એક છોકરાને લઈને તારી પાસે.તું બીજાને શું કામ બોલાવે છે.તું જ મારી સાથે લગ્ન કરને રીપોટર.?

ના, સ્નેહા મારા લગ્ન થઈ ગયા છે હું તારા માટે છોકરો શોધીશ અને તને ગમશે તેવો જ.હું એક પછી એક બધીજ છોકરીને આ ધંધા માંથી છુટકારો અપાવા માંગું છુ.જો તે છોકરી તૈયાર હોય તો.

રીપોટર બીજાની તો મને ખબર નથી પણ હું એક વેશ્યા માંથી કોઈની પત્ની બનવા તૈયાર છુ.સારુ હું જાવ છું બે દિવસ પછી એક છોકરાને હું મોકલીશ.
તું તેની સાથે વાત કરી લેજે..

હા, રીપોટર...!!!!

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED