પ્રેમકુંજ - (ભાગ-૨૩) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમકુંજ - (ભાગ-૨૩)

હું આવું જ છું.લાલજી શેઠ ધીમેથી કામ લેજો,કેમકે તે રિયાનો પ્રેમી છે.કોઈના પ્રેમમાં પાગલ માણસ ગમે તે કરી શકે છે.

આજુ બાજુમાં મેં બધી જગ્યા પર તપાસ કરી પણ કોઈ જગ્યાએ રિયા દેખાતી નથી શેઠ આપણે પોલીસની પાસે જવું જોઈએ.તેમની પાસે જઈને રિયાની વાત કરવી જોઈએ.

ત્યાં જ મગનાએ લાલજીની દુકાનમાં પગ મેકયો.
નહીં નહિ પોલીસ પાસે શું કામ જાવું રિયાને હું શોધી લાવીશ.

તમે કોણ?

હું લાલજી શેઠનો મિત્ર મગન..!!!અહીં સામે જ હું લાલપુરી બઝારમાં રવ છું.છેલ્લા પચીસ વર્ષથી કોણ ક્યાં કઈ જગ્યા પર છે.કોણ ક્યાં ગયું તે બધી જ માહિતી આ મગના પાસે હોઈ.મને પાંચ દિવસ સાહેબ
આપો હું રિયાને અહીં હાજર કરીશ.

થેન્ક્સ સાહેબ આપનો આભાર...!!!!
રિયા મળી જાય તરત જ મને જાણ કરજો આ મારા ઘરનું સરનામું છે.હું પણ તપાસ કરીશ.

રિયા આજ ધ્રૂસકે ધ્રૂસકે રડી રહી હતી.શું કરવું કઇ સમજણ નોહતી પડતી.અહીંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન હતો.કુંજને હું કેવી રીતે જાણ કરું કે હું અહીંયા છું.આ જગ્યાનું તો મને નામ પણ ખબર નથી.

હું એક વેશ્યા બની જાશ એ પછી કુંજ મને અપનાવશે.નહિ તે કયારેય નહીં અપનાવે.એક વેશ્યા સાથે કોણ લગ્ન કરવા તૈયાર થાય.અને મારે તો માં-બાપ પણ નથી.

કુંજ હું તારા પ્રેમમાં રાત દિવસ તડપુ છું.હું તારી સાથે લગ્ન કરવા માંગતી હતી.હું તારા વગર કેમ જીવીશ
કુંજ આઇ લવ યુ..!!!!!

આજ કુંજ પણ ઘરે વિચાર કરી રહીયો હતો.ક્યાં ગઈ હશે રિયા ?રિયા મને એકલો મેકીને કેવી રીતે જઈ શકે.એ શક્ય જ નથી.કઈ બીજું કારણ હોઈ શકે.રિયા જ્યાં પણ હશે ત્યાં મને યાદ કરતી હશે.તે મારા વગર નહીં રહી શકે.

રિયા તું કોઈ પણ જગ્યાએ હોઈ તું જલ્દી આવી જા.
નહીં તો હું નહિ રહી શકું.તારે જો આ રીતે જ મને મૂકીને જાવું તું તો તે મને પ્રેમ શા માટે કર્યો?
મને ખબર છે રિયા તું આવીશ જરૂર આવીશ તું મારા વગર નહીં રહી શકે.હું પણ તને ખૂબ પ્રેમ કરું છું.અને તું પણ મને.તું મને ભૂલવાનો પ્રયત્ન કરે તે શક્ય નથી રિયા.હું તને ગમે ત્યાંથી શોધીશ તું પાતાળમાં હશ તો ત્યાંથી તને લાવીશ.રિયા તું મારો પહેલો પ્રેમ છે.પહેલા પ્રેમને હું કેવી રીતે ભૂલી શકું.

ધીમે ધીમે દિવસો જઈ રહિયા હતા.પણ રિયા કોઈ જગ્યાએ મળતી ન હતી.મગનો પણ દિવસ પર દિવસ પાછળ જતો હતો.બસ દસ દિવસ આપો હું ગોતી આપીશ.આ બધું શું થઈ ગયું કેવી રીતે થઈ ગયું કુંજને કઈ વાત ખબર પડતી ન હતી.

પણ કુંજ બધી જ વાતને જાણવા માંગતો હતો તે દરરોજ આવી પહેલી વાર રિયા તેને મળવા આવી તે જ જગ્યા પર આવીને બારી પર નજર કરી બેસતો હતો.આજ આવશે રિયા કાલ આવશે રિયા કુંજ ઉમિદ છોડતો ન હતો.તેની જીવનમાં એક જ ઈચ્છા હતી કે રિયાને મેળવવાની.

રિયા રૂમ પર બેસી બેસીને થાકી ગઇ હતી.દરરોજ કોઈને કોઈ આવીને તેને મનાવી રહિયા હતા.પણ રિયા વેશ્યા બનવા માટે ત્યાર થતી ન હતી.આજ તે વિચારી રહી હતી કે આ રીતે જીવવું એના કરતા
જે રીતે મને આ લોકો કહે છે તે રીતે જીવું સારું.અહીંથી બહાર નીકળવું હોઈ તો મારે વેશ્યા બનવું જ પડશે.નહીં તો હું બહાર નહિ નીકળી શકું.

હા,હું ભલે એક વેશ્યા બનું પણ હું મારી રીતે જીવીશ.
મારુ મન કહે તેમ જ કરીશ.હું કોઈનાથી વેશ્યા નહિ બનું.હું મારા થકી એક વેશ્યા બનીશ.મારી જિંદગી હજુ ઘણી દૂર છે.હજુ ઘણા એવા પડાવ આવશે.
હું મારી જિંદગીથી હાર નહીં માનું.હું લડીશ જેવી પણ પરિસ્થિતિ હોઈ તેવી પરિસ્થિતિમાં જીવવા માટે પ્રયત્ન કરીશ.

રિયાને ત્યાં જ ઝબકારો થયો.રિયા કુંજનું શું થશે?
કુંજ મને માફ કરજે હું આ રસ્તે કયારેય પણ જવા માંગતી નોહતી પણ હું મજબુર છું.મારી પાસે કોઈ રસ્તો નથી.આ લોકોનો માર હું ક્યાં સુધી સહન કરીશ
હવે મારામાં શક્તિ રહી નથી.કુંજ મને માફ કરજે.
મારે નથી બનવું તો પણ હું એક વેશ્યા બનવા મજબૂર છું.

કુંજ હું સદાય તને પ્રેમ કરતી રશ.તારો સ્પર્શ તારી યાદ હું કયારેય નહીં ભૂલી શકુ.મને ખબર નથી કુંજ આપણે ફરીવાર હવે મળશું કે નહીં પણ તને હમેશા માટે પ્રેમ કરતી રશ.મારામાં જીવ છે ત્યાં સુધી.

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)