lagnni vyatha books and stories free download online pdf in Gujarati

લગ્નની વ્યથા

ગિરિધરભાઈ દિકરો મહેશ આજે પચીસ વર્ષનો થયો. દિકરા ને પારણાવા માટે હવે ગિરિધરભાઈ ઠેકાણુ જોવા લાગે છે.

ગિરિધરભાઈ છોકરો મહેશ બહું ભણ્યો નહીં પણ સાત પાસ થયો, થોડો શ્યામ વર્ણ દેખાવે થોડો ઠીક ઠાક, ઊંચાઈ પણ થોડી, બૉડી માં પાતળો એટલે ખાસ કહી તો જોતા ગમે નહીં એવો મહેશ. આમ તો સાવ સીધો સાદો એટલે પ્રેમ શું તે ખબર નહીં. છોકરીઓ સાથે વાત કરવામાં બહુ દૂર ભાગે આવો એક ગામડામાં રહેતો મહેશ.

ગિરિધરભાઈ તેના સંબંધી ને ફોન કર્યો. હલ્લો જય શ્રી કૃષ્ણ. મેં વાત કરી તી મહેશ ના જોણ ની તો સામે વાળાએ કોઈ જવાબ આપ્યો. હા હા સામે વાળા એમ કહેશે કે.
છોકરો ભણેલો ગણેલો છે.? 
નોકરી કરે છે.? 
શહેર માં બંગલો છે.? 
મોટી ગાડી છે.? 
જમીન છે.? 
એક નો એક છોકરો હોય તો અમે આગળ વધી. હવે તમે ક્યો ગિરિધરભાઈ જોણ બહું ઊંચું છે તેમનું. તમારી પાસે જમીન થોડી, શહેર માં બંગલો નથી, ગાડી નથી, નોકરી નથી તો મહેશ નું કરવું બહુ મુશ્કેલ છે. ગિરિધરભાઈ હતાશ થયા પણ છોકરા ને પારણાવો તો પડશે. એટલે બીજા સંબંધી ને કહ્યું કોઈ આછું પાતળું ઠેકાણુ હોય તો જણાવશો.

આમ મહેશ માટે છોકરી શોધવામાં પાંચ વર્ષ વીતી ગયા પણ કોઈ છોકરી વાળા એ હા ન પાડતા. ગિરિધરભાઈ ને બહુ ચિંતા થવા લાગી. રોજ ભગવાન ને પ્રાર્થના કરવા લાગ્યા હે ભગવાન મારો એક નો એક છોકરા નું શું થાશે. તમે અમારી સામુ જુઓ.

એક સંબંધી નો ફોન આવ્યો. ગિરિધરભાઈ સાંભળો તમારી માટે સારા સમાચાર છે.
કહો કહો...
મહેશ માટે એક ઠેકાણુ છે. આપણી નાત નથી પણ છોકરી બહું સારી છે. તે પછાત વિસ્તાર થી પછાત છોકરી છે. અને હા લગ્ન માટે થોડો ટેકો એટલે સહાય કરવી પડશે જો તમે કેતા હોય તો વાત આગળ વધારુ. હા હા મારા દીકરા નું થતું હોય તો નાત જાત કે પૈસા નું જોવાનું ન હોય તમ તમારે વાત આગળ વધારો. જો ગિરિધરભાઈ છોકરી વાળા ને એક લાખ અને લગ્ન નો ખર્ચ તમારે આપવો પડશે મારે કઈ નથી જોઈતું તમારા દીકરા નું થતું હોય તો. આવતી પહેલી તારીખ નક્કી કરે છે ત્યાં જાન લઈ જવાની.

મહેશ બહું ખુશ રહેવા લાગ્યો આખરે મારો વારો તો આવ્યો હવે હું પરણીશ. તે પહેલી તારીખ ની રાહ જોવા લાગ્યો.

ગિરિધરભાઈ પછાત વિસ્તારમાં છોકરી વાળા ને ત્યાં જાન લઈ ને ગયાં. સામે વાળા ને બધો ખર્ચ પેટે પચાસ હજાર આપ્યા ને વાત જે એક લાખ ની થઈ હતી તે પણ આપ્યા. મહેશ ના વાજતે ગાજતે લગ્ન થયા. પરણી ને જાન ઘરે આવી.

છોકરી સીધી સાદી મહેશ જેવી હતી એટલે થોડા દિવસ મા એક બીજા સમજી ગયા. મહેશ તેનું બહુ ધ્યાન રાખતો તેને બહુ પ્રેમ કરતો તેને જે જોઈ તે આપતો આમ તે છોકરી ને હવે તેનું જ ઘર છે એવું લાગવા લાગ્યું. બંને ખુશી ખુશી રહેવા લાગ્યા.

ત્રણ મહિના થયા એટલે છોકરી ના બાપ નો ફોન આવે છે. બેટા તું હવે અહીં આવતી રહે એક સારું ઠેકાણુ આવ્યુ છે સારા પૈસા મળે તેમ છે. રાતે નીકળી જા ને અહીં હું નથી રહેતો હું બાજુના ગામમાં રહેવા જતો રહ્યો છું. તું જટ આવી જા. છોકરી ના પાડે છે મને અહીં ગમે છે તે મને બહુ સાચવે છે. પણ બાપ સમ આપે છે જો તું નહીં આવે તો હું મરી જઈશ. એટલે તે રાતે કહ્યાં વગર ઘરે થી નીકળી જાય છે.

સવારે ખબર પડી કે વહુ તો ગઈ એટલે મહેશ તેને ફોન આપ્યો તો તે નંબર પર ફોન કર્યો તો રૂમમાં રીંગ વાગી સમજી ગયા કે ગઈ. ગિરિધરભાઈ સામે વાળા ને ફોન કરે છે તો ત્યાં ફોન બંધ બતાવે છે. ચિંતા કરવા લાગ્યા કે શું કરવું. પોલીસ ને જાણ કરવી કે ત્યાં જવું. એટલે બે ત્રણ જણા ને સાથે લઈ ગિરિધરભાઈ સામે વાળા ના ગામ જઈ તપાસ કરે છે તો તે તો બે મહિના થી બહાર રહેવા જતાં રહ્યાં છે. એટલે ધોયેલ મૂળા ની જેમ પાછા આવતા રહ્યા.

ત્યાં છોકરી તેના પિતા ને સમજાવે છે તે બહુ મને સાચવે છે. હું ત્યાં જવા માંગુ છું તમે મને જવા દો. પણ તેના પિતા તેને જવા નથી દેતા. તે ને અહેસાન થાય છે મારું સુખ તો ત્યાં છે. પાછી બીજા સાથે લગ્ન કરીશ તો બંને ની જીંદગી બગડશે. એટલે મહેશ જે પૈસા આપ્યા હતા તે લઈ રાતે નીકાળી મહેશ પાસે આવતી રહે છે. બધા પોલીસ સ્ટેશનમાં જઈ છોકરી ની જુબાની લખાવે છે ને તેના પિતા બીજે પારણાવા માંગે છે હું અહીં રહેવા માંગુ છું. આ લો મારા મેરેજ ના ડોક્યુમેન્ટ મારે તમારી પાસે થી સુરક્ષા અને સાથ જોઈએ છે. પોલીસ ખાતરી આપે છે. છોકરી ના પિતા લેવા આવે છે પણ પોલીસ આવી જતાં તેને ખાલી હાથે જતાં રહે છે.

આમ ફરી મહેશ ની ઘરે ખુશી સવાઇ ગઇ. બને પારિવારિક જીવન જીવવા લાગ્યા.

મારું એક સૂચન છે. તમારી દીકરી ને પૈસા, ગાડી, નોકરી, મકાન જોઈ ને ન આપો. તે છોકરા માં કેટલા સંસ્કાર છે તે જોવો. તેણે પાંચ વર્ષ મા શું કર્યું તે જોશો તો તમને બધું ખ્યાલ આવી જાસે. પૈસા આજ છે કાલે નથી સંસ્કાર અને કાબીલીયત હસે તો પૈસા આપ મેળે આવી જાસે.

જીત ગજ્જર 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED