Featured Books
શ્રેણી
શેયર કરો

ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૧૨

" હું જલ્દી ત્યાં આવું છું. તું ફઈ નું ધ્યાન રાખજે" આમ કહીને આસ્થા એ ફોન કટ કર્યો.
તેના ચહેરા પર ચિંતા જોઈને મિસિસ સ્મિથ બોલ્યા," શું થયું , આસ્થા ?"
" ફઈ ની તબિયત ખરાબ છે . મને જલ્દી પાછા જવું પડશે." આસ્થા એ ચિંતા થી કહ્યું.
" ઓકે આસ્થા. પણ તું જ્યારે ફ્રી થાય ત્યારે ફરી જોસેફ ને મળવા જરૂર આવજે. મને લાગે છે કે જોસેફ તારી મદદ થી ફરી થી નોર્મલ થઈ શકશે." ડોક્ટર એ કહ્યું.
" હા ડોક્ટર, પણ અત્યારે તો મારે જવું જ પડશે." આસ્થા એ કહ્યું. તે અને મિસિસ સ્મિથ મેન્ટલ હોસ્પિટલ ની બહાર નીકળ્યા.
આસ્થા એ મિસિસ સ્મિથ ના ઘરે થી પોતાનો સામાન લીધો ને તે બંને બસ સ્ટેશન ગયા. મિસિસ સ્મિથ એ આસ્થા નો હાથ પકડ્યો ને કહ્યું," ફરી થી મળવા આવીશ ને ?"
" હા ગ્રેની, હું જરૂર થી આવીશ. તમે તમારું ધ્યાન રાખજો." આસ્થા બોલી.
" આસ્થા, મને તો આ બધું શું થઈ રહ્યું છે તે નથી ખબર પણ અમુક સત્યો ન જણાવા મળે તેમાં જ સૌની ભલાઈ છે. બાકી તો તું સમજદાર છે. ધ્યાન રાખજે તારું." મિસિસ સ્મિથ એ આસ્થા ના કપાળ પર કીસ કરતા કહ્યું.
આસ્થા તેમની વાત સાંભળી ને વિચાર માં પડી ગઈ. ત્યાં બસ ઉપડવાની સુચના મળતા આસ્થા બસ માં બેસી ગઈ. તેણે મિસિસ સ્મિથ ની વિદાય લીધી.
********************
આસ્થા જ્યારે રાયપુર પહોંચી ત્યારે બપોર ના ૩ વાગ્યા હતા. આસ્થા એ બસ સ્ટેશન ઉતરીને મોહિત ને ફોન કર્યો. મોહિત ગાડી થી આસ્થા ને લેવા આવ્યો.
મોહિત ની ગાડી માં બેસતા આસ્થા બોલી," ફઈ કેમ છે ? અચાનક તેમને શું થયું ?"
મોહિત એ કહ્યું," હું કાલે રાત્રે તારા ઘરે જ રોકાઈ ગયો હતો. સવાર ના શૈલા એ મને જગાડ્યો . તે ખુબ ગભરાયેલી હતી. તેણે મને કહ્યું કે ફઈ બગીચા પાસે ના રૂમ માં બેભાન હાલતમાં છે.‌હુ ને શૈલા રૂમ માં ગયા ને ફઈ ને જગાડવાની કોશિશ કરી પણ કોઈ અસર ન થઈ. પછી મેં એમ્બ્યુલન્સ બોલાવી ને ફઈ ને હોસ્પિટલ માં લઈ ગયા. ડોક્ટર એ તેમને બોટલ ચઢાવી પછી થોડી વાર રહીને તે ભાન માં આવ્યા પણ.." મોહિત આટલું બોલીને ચુપ થઈ ગયો.
" પણ શું ?" આસ્થા એ પુછ્યું
" તે કશું બોલતા નથી. કોઈ વાત નો જવાબ આપતા નથી. બસ ચુપચાપ બધા ની સામે જોયા કરે છે. ડોક્ટર નું કહેવું છે કે તેમને કોઈ વાત નો આધાત લાગ્યો છે. થોડા સમય માં કદાચ તે નોર્મલ થઈ જશે."
મોહિત એ કહ્યું.
" હે ભગવાન, આ બધું શું થઈ રહ્યું છે !!" આસ્થા ની આંખો માં પાણી આવી ગયા.
" હિંમત રાખ, આસ્થુ. બધું સારું થઈ જશે . આપણે ફઈ ને સારા માં સારા ડોક્ટર ને બતાવીશું. ડોક્ટર એ તેમને રજા આપી દીધી છે.તે ઘરે આવી ગયા છે." મોહિત એ એક હાથ થી આસ્થા નો હાથ પકડતા કહ્યું.
આસ્થા ખુબ ભાવુક થઈ ગઈ હતી. મોહિત તેને સાંત્વના આપી રહૃાો હતો. ત્યાં આસ્થા ના ફોન ની રીંગ વાગી.
આસ્થા એ હળવે થી પોતાનો હાથ મોહિત ના હાથ માંથી છોડાવી દીધો. અમર નો ફોન હતો.
આસ્થા બોલી," હેલ્લો"
" તું ક્યાં છે, આસ્થા ?" અમર એ કહ્યું.
" અમર , હું બસ હમણાં ઘરે જ પહોંચું છું. તું પણ ઘરે આવી જા." આસ્થા એ કહ્યું.
અમર એ ફોન કટ કરી નાખ્યો. અમર નું નામ સાંભળીને મોહિત નું મોઢું બગડી ગયું. પણ તે કશું ન બોલ્યો.
આસ્થા ઘરે પહોંચી ને સરલાબેન ને મળવા ગઈ. સરલાબેન અંદર ના રૂમ માં પલંગ પર સુતા હતા. આસ્થા એ તેમની બાજુ માં ખુરશી પર બેસી ગઈ. શૈલા પણ ત્યાં જ હતી.
આસ્થા એ સરલાબેન નો હાથ પકડ્યો ને તે સાથે તેમણે આંખો ખોલી. આસ્થા ને જોઈને તેમની આંખો માં થોડી ચમક આવી.
આસ્થા એ કહ્યું," ફઈ, તમે જલ્દી ઠીક થઈ જશો."
સરલાબેન ને કંઈક કહેવું હતું પણ તે બોલી ન શક્યા. તેમની આંખો માંથી આંસુ નીકળી આવ્યા. આસ્થા એ તેમના આંસુ લુછતા કહ્યું," ફઈ જલ્દી બધુ સારું થઈ જશે " આટલું બોલતાં આસ્થા પોતે રડી પડી. તે રડતા રડતા રૂમ ની બહાર જતી રહી.
થોડી વાર રડ્યા પછી આસ્થા સ્વસ્થ થઈ. મોહિત એ કહ્યું," કાલે આપણે ફઈ ને નજીક ના શહેર માં આવેલી હોસ્પિટલમાં લઈ જઈશું. ત્યાં ના ડોક્ટર પપ્પા ના મિત્ર છે ને ખુબ હોશિયાર છે. તેમની ટ્રીટમેન્ટ થી ફઈ બરાબર થઈ જશે."
" થેંક્યું , મોહિત " આસ્થા એ કહ્યું.
" અરે ગાંડી, આપણે વરચે સોરી ને થેંક્યું કયાર થી આવી ગયું !!" મોહિત એ આસ્થા ની આંખો માં જોતા કહ્યું.‌
ત્યાં શૈલા બોલી," આસ્થા, તને તારાપુર માં શું જાણવા મળ્યું ?"
આસ્થા એ બધી વાત કરી.
મોહિત એ કહ્યું," આસ્થા, હવે તારે આ બધા માં ન પડવું જોઈએ. તારા ફઈ ની આવી હાલત પછી પણ તું અહીં રહેવા માંગે છે ?!!"
" પણ હું સત્ય ની ઘણી નજીક છું.‌એકાદ કડી મળી જાય તો આખી ગુંચ ઉકેલાય જશે." આસ્થા એ કહ્યું.
" આસ્થા, ફઈ નહોતા ઈચ્છતા કે અહીં તું રહે. આવી હાલત માં અહીં રહેવું યોગ્ય પણ નથી. કાલે આપણે પાછા જતા રહીશું. ત્યાં શહેરમાં ફઈ ને ટ્રીટમેન્ટ પણ સારી થશે." મોહિત એ કહ્યું.
" પણ મોહિત .." આસ્થા બોલી.
" આસ્થા, ફઈ થી વધીને તારા માટે શું છે ?" મોહિત એ કહ્યું.
" ઓકે. કાલે આપણે જતાં રહીશું." આસ્થા કચવાતા મને બોલી.
" હું જાવ છું. થોડું કામ છે. સાંજે આવું છું." મોહિત એ કહ્યું.‌ તે ઘર ની બહાર જતો રહ્યો.
શૈલા અંદર પોતાના રૂમમાં જતી રહી. આસ્થા વિચારતી બેઠી હતી.‌ ત્યાં તેના ફોન પર મેસેજ આવ્યો.‌ અમર નો મેસેજ હતો કે " બહાર મેદાન પાસે દસ મિનિટ માં આવ"
આસ્થા એ " ઓકે " કહૃાું ને તે શૈલા ને હમણાં આવું છું કહીને નીકળી ગઈ.
આસ્થા મેદાન પાસે પહોંચી ત્યારે અમર પહેલે થી ત્યાં ઉભો હતો. સાંજ ના પાંચ થઈ ગયા હતા.
આસ્થા અમર ની પાસે આવી. બંને એક પળ એકબીજા ની સામે જોઈ રહૃાા .
આસ્થા બોલી," અમર, તું ઘરે કેમ ન આવ્યો ?"
" મને એક ખાસ વાત તને જણાવી હતી." અમર એ કહ્યું.
" શું ?" આસ્થા બોલી.
" ડીએનએ ટેસ્ટ નો રિપોર્ટ આવી ગયો છે. તે નેગેટિવ છે. " અમર એ કહ્યું.
આસ્થા બોલી," તેનો અર્થ કે તે કંકાલ પપ્પા નો તો નથી જ"
" અને કાલે રાત્રે મારા પર હુમલો થયો હતો." અમર એ કહ્યું.
આસ્થા બોલી," તું બરાબર તો છે ને ? કોણે કર્યો હુમલો ?" આસ્થા એ ચિંતા થી પુછ્યું.
" હા, હું ઠીક છું. મને લાગે છે કે હુમલો કરનાર વ્યક્તિ તારા ઘર માંથી જ કોઈ છે." એમ કહીને અમરેલી બધી વાત કરી.
" તને કેમ એવું લાગે છે કે તે મારા ઘર માંથી જ કોઈ છે ?" આસ્થા એ પુછ્યું.
" એક તો આ જોકર ની ટોપી મળી ને બીજું મેં સવારે તપાસ કરી હતી હુમલો કરનાર વ્યક્તિ તારા ઘર તરફ જ ભાગ્યો હતો." અમરે કહ્યું.
" પણ કોણ હોઈ શકે ?" આસ્થા એ કહ્યું.
" જલ્દી ખબર પડી જશે. પણ તને ત્યાં કંઈ માહિતી મળી?" અમરે પુછ્યું.
આસ્થા એ બધી વાત કરી. અમર એ કહ્યું," આસ્થા, તે આ બધું ઘરે કહ્યું ?"
" હા " આસ્થા એ‌ જવાબ આપ્યો.
" હવે તું કોઈ પણ માહિતી શેર કરતા પહેલા મને પુછજે. મને ડાઉટ છે કે ગ્રેની નું ખુન કરનાર ને મને મારવા આવનાર વ્યક્તિ એક જ છે.‌તે કદાચ તારા ઘર માંથી જ કોઈ છે." અમરે કહ્યું.‌
આસ્થા બોલી," મને તો કંઈ જ નથી સમજાતું. મોહિત કાલે મને અને ફઈ ને લઈને જવાનું કહે છે."
" ના આસ્થા, હવે આપણે સત્ય ની નજીક છીએ. તું આવી રીતે બધું અધુરું મુકીને ન જઈશ." અમર એ કહ્યું.‌
" મને પણ નથી જવું પણ ફઈ ની તબિયત ખરાબ છે. એમની ટ્રીટમેન્ટ માટે પણ જવું પડશે." આસ્થા એ કહ્યું.
" આસ્થા, તું શું ઈચ્છે છે ? તું ખરેખર આ ઘર ને અને મને મુકીને જવા ઈચ્છે છે ?" અમર એ આસ્થા ના ગાલ પર હાથ મુકીને તેની આંખો માં જોતા કહ્યું.
આસ્થા અમર ની આંખો માં જોઈ રહી. બંને વરચે નહિવત અંતર હતું. આસ્થા એ અમર ના હોઠ પર પોતાના હોઠ મુકી દીધા. બંને એકબીજા માં ખોવાઈ ગયા. થોડી રહીને આસ્થા અમર થી અલગ થઈને બોલી," અમર, હમણાં તો મને જવું પડશે . પણ હું જલ્દી પાછી આવીશ. આ મારું પ્રોમિસ છે." આટલું બોલતાં આસ્થા ની આંખો ભીની થઈ ગઈ. તે દોડતા ત્યાં થી જતી રહી. અમર સ્તબ્ધ થઈને આસ્થા ને જતા જોઈ રહૃાો.‌
મોહિત દુર ઉભો આ દશ્ય જોઈ રહૃાો હતો. તે થોડી વાર પહેલા જ પાછો આવ્યો હતો. રસ્તા માં આસ્થા ને જોઈને તેનો પીછો કર્યો. આસ્થા ને અમર ને આટલા નજીક જોઈને તેને ખુબ ગુસ્સો આવ્યો.
તે મન માં બોલ્યો," હવે આ અમર ને રસ્તા માંથી હટાવો જ પડશે" ને ગુસ્સા માં દાંત પીસી નાખ્યા.
**************
ઘરે પહોંચી ને આસ્થા સીધી બાથરૂમ માં જતી રહી. તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. થોડી વાર રડ્યા પછી તે સ્વસ્થ થઈને મોઢું ધોઈને બહાર આવી. શૈલા તૈયાર થઈને તેના રૂમ માંથી બહાર આવી તે બોલી," હું માર્કેટ થઈને આવું છું. રાત ના જમવાનું બનવા માટે કેટલીક વસ્તુઓ લેવાની છે."
" ઓકે." આસ્થા એ ફિક્કું હસીને કહ્યું.
શૈલા ના ગયા પછી આસ્થા સરલાબેન ને જોઈને આવી તો તે ગાઢ નિંદ્રા માં હતા. આસ્થા એ તેના મમ્મી નો કબાટ ખોલ્યો ને તે પોતાના કપડા કબાટ માંથી કાઢવા લાગી. ત્યાં અચાનક તેના હાથ થી કબાટ ના ખાના ની ઉપર રહેલી એક કળ ખસી ગઈ. તે સાથે એક ખાનું ખોલી ગયું.
આસ્થા નવાઈ થી જોઈ રહી. તેણે ખાના માં હાથ નાખ્યો તો એક ડાયરી મળી આવી. આસ્થા નું દિલ જોર જોર થી ધડકી રહ્યું . તેણે ઘ્રુજતા હાથે ડાયરી ખોલી તો‌ તેના પહેલા જ પાને લખ્યું હતું.
" માય ડિયર ડાયરી"
નીચે રોઝી ના હસ્તાક્ષર કરેલા હતા.
*****************
હેલ્લો મિત્રો, તમારા પ્રતિભાવો જરૂર થી આપજો... આભાર..