47 Dhansukh Bhawan books and stories free download online pdf in Gujarati

ડરવાની મજા માણો. ૪૭ ધનસુખ ભવન - ફિલ્મ રીવ્યુ

કેટલીક ફિલ્મ જોવા માટે હિંમતની જરૂર પડે અને કેટલીક ફિલ્મ જોયા પછી ઘરભેગા થવા હિંમતની જરૂર પડે! જે લોકો કહે છે કે ગુજરાતીમાં કંઇક નવું થવું જોઈએ એ દરેક લોકો માટે જબરું પિક્ચર આવ્યું છે ૪૭, ધનસુખ ભવન!

ઘરબેઠાં હોલિવુડનું તીરથ કર્યું હોય એવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક, સાઉન્ડ ઇફેક્ટ અને વિઝ્યુઅલ્સ એવા કે ક્યાંક શ્વાસ થંભાવી દે તો ક્યાંક રૂંધાવી દે!

આ વન શોટ ફિલ્મ એની મહત્વની ખાસિયત છે! ક્યાંય કટ ન આવ્યો હોય એવુંજ લાગે અંત સુધી! સાલું સીટમાંથી ઊભું થવાનું મન ન થાય! કોઈએ Don't Breathe જોઈ હોય તો ખ્યાલ આવે કે ક્યાંક શ્વાસ થંભી જાય છે જોતાં-જોતાં અને ક્યાંક ચીસ ફાટી પડે છે!

હોરર નથી પણ હોરરથી જરાય ઉતરે નહીં એવી આપણી પ્રયોગાત્મક અને પહેલી ગુજરાતી વનશોટ ફિલ્મમાં ડાયરેકટર-રાઇટર નૈતિક રાવલે બહુજ ચીવટપૂર્વક ફિલ્મને વિન્ટેજ લૂક આપ્યો છે! એમનો આ પ્રયાસ ખરેખર બિરદાવવા લાયક છે!

પ્લોટ: Dhaval, a young man along with his elder brother Rishi and Rishi's friend Shyam comes to visit his old house over a weekend. The motto is to sell out old goods along with the house itself as soon as possible. They have figured out that they do not have electricity in the house. Shyam goes back to the main city and brings some rechargeable batteries so that they can spend the night and next day wrap up the things. Meanwhile back in the house, Dhaval finds the strange sound in the house and asks Rishi to go and check, Rishi goes to the upper floor of the house and disappears. What follows are the series of mishaps throughout the night. Dhaval is not able to figure out whether there is a ghost or a Robber in the house who is doing everything or maybe there is a whole new perspective of the whole story only.

કેટલાંક પ્રેક્ષકોને રીતસર બાઉન્સ થાય અને કેટલાંકને સીધેસીધી હૃદય સોંસરવી ઉતરી જાય એવી અદ્ભૂત વિઝ્યુઅલ્સ અને સાઉન્ડનો ઉપયોગ કરનારી પહેલી ગુજરાતી ફિલ્મ છે ૪૭, ધનસુખ ભવન!

મજા તો બીજી એ વાતમાં છે કે 'અંધાધૂંધ' જેમ અંત તો તમે જે નક્કી કરો એ! નૈતિક રાવલ હંમેશા કઈંક નવું આપવા પ્રયત્ન કરે છે! આ પહેલાં તેમની ફિલ્મ 'જે પણ કહીશ એ સાચું જ કહીશ' ને વિવિધ કેટેગરીમાં અઢળક એવોર્ડ્સ મળેલાં છે!

નૈતિક રાવલને તેની પહેલી ફિલ્મ ૨૦૧૦માં મળી હતી, જેનું નામ હતું 'ચાર', જે એક નવા યુગની ક્રાંતિકારી ગુજરાતી ફિલ્મ હતી. આ ફિલ્મ તે વર્ષે શ્રેષ્ઠ વાર્તા, શ્રેષ્ઠ પટકથા, શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ ફિલ્મતરીકે વિવિધ એવોર્ડ મેળવેલ. તેમણે ગેલોપ્સ ટોકીઝ નામે પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું, જેની હેઠળ તેમણે જાહેરાત, દસ્તાવેજી ફિલ્મ અને કોર્પોરેટ્સ ફિલ્મ્સ પણ બનાવ્યાં છે. તેમની ટૂંકી ફિલ્મો હંમેશા પ્રેરણાદાયક હોય છે. નૈતિક રાવલ 2006માં બીજી વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મ 'જે પણ કહીશ એ સાચુજ કહીશ'ની સાથે ધૂમ મચાવી હતી. આ ફિલ્મ ફરી બધા રેકોર્ડ્સ તોડી વિવિધ કક્ષામાં- શ્રેષ્ઠ સ્ક્રીનપ્લે, શ્રેષ્ઠ સંપાદન, શ્રેષ્ઠ પૃષ્ઠભૂમિ, શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ અભિનેત્રી એમ 5 એવોર્ડ્સ મેળવ્યા હતા.

હા, આ ફિલ્મ ક્યાંક ખેંચાય છે અને ઘટનાઓ રિપીટ થતી લાગે છે પણ એજ સમયે સાઉન્ડ ઇફેક્ટ તમને જકડી રાખે છે!

ફિલ્મમાં ઋષિ વ્યાસ અને શ્યામ નાયર એમનાં પાત્રોમાં બંધ બેસે છે. અને આખી ફિલ્મમાં જેનો શરૂઆતથી અંત સુધી અભિનય છવાઈ જાય છે એ છે ગૌરવ પાસવાલા! બબલે સંવાદ ઓછાં આવ્યાં છે પણ કન્ફ્યુઝન, ગડમથલ, ડર, શરમ, અસમંજસ અને નિર્દોષતા જેવાં ભાવ ચહેરા પર બખૂબી ઉપસાવી પ્રેક્ષકોને જકડી રાખવામાં ગૌરવ સફળ થયાં છે! વિવિધ એવોર્ડ ફંક્શનમાં બેસ્ટ એકટરનાં એવૉર્ડ આ વખતે એમનાં જ નામે રહેશે એવો અભિનય કરનાર ગૌરવ આ પહેલાં હૉલિવુડ અને બૉલીવુડની ફિલ્મ્સ પણ કરી ચૂક્યા છે.

'જે પણ કહીશ એ સાચું જ કહીશ' જેવી સસ્પેન્સ થ્રિલર આપનાર ગેલોપ્સ ટોકીઝ તરફથી કરાયેલાં નવતર પ્રયોગ સમી '૪૭, ધનસુખ ભવન'ને થિયેટરમાં અનુભવો અને ડરવાની મજા માણો!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED