સપના સાકાર કરવાના ૧૦ પગલા Hardik Solanki દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના સાકાર કરવાના ૧૦ પગલા

સપના સાકાર કરવાના ૧૦ પગલા

સપના. એક એવી ચીજ જે પામવા માટે ઘણા લોકો દિવસ-રાત એક કરી નાખે છે. હકીકત માં સપના તો એજ છે જે તમને ક્યારેય સુવા ના દે. સ્વામી વિવેકાનંદે કહ્યુજ છે કે, ‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો.’ આ વાંચતા હશો ત્યારે વાલીઓ પાસે પોતાના ૧૦ કે ૧૨ માં ધોરણમાં ભણતા બાળકોનું પરિણામ આવી ચુક્યું હશે. આજ એવો પડાવ હશે જ્યાંથી બાળક પોતાની જિંદગીની રાહ બદલશે. જ્યાંથી એ પોતાના કે માં-બાપે જોયેલા સપના સાકાર કરવા સફળતા તરફ જતી પગદંડીનો રસ્તો પસંદ કરશે. એટલેજ સપના સાકાર કરવાના ૧૦ પગલા તમારી સમક્ષ મુકું છું.

૧. માનસિકતા V/S જ્ઞાન:

સૌથી પહેલા આપને એ સમજવું રહ્યું કે સપના સાચા કરવા માટે આપને બે જુદી-જુદી લાક્ષણીકતાઓની જરૂર પડે. તે માટે આપણે સાચું જ્ઞાન અને હકારાત્મક માનસિકતા હોવી જરૂરી છે. ઘણા લોકો માનસિકતા ને બાજુએ મુકીને સપના જોતા હોય છે જે અંતે સપ્નાજ રહી જાય છે.

આપણે જોઈ શકીએ છીએ કે હકારાત્મક વિચારો વડેજ લોકો હિમાલય પર ચડી શકે છે. હકીકત માં કોઈ પણ કામ પર પાડવામાં ૩/૪ માનસિકતા અને ૧/૪ જ્ઞાન ની જરૂર પડે છે.

સાચું જ્ઞાન મેળવવું સહેલું છે, જે કામ પાર પડવાના છો એ માટે તમે જરૂરી કળા શીખી શકો છો. પણ એ માનસિકતા છે જેની વડે લોકોને લડવાનું છે.

એક વિજેતા જેવી માનસિકતા ઘડવા માટે દ્રઢનિશ્ચય અને ઇચ્છાશક્તિ કેળવવી જરૂરી છે.

૨. તમારા જીવન નો હેતુ જાણો:

ઘણા લોકો જીવન માં પાછળ એટલા માટે રહી જાય છે કે એના જીવનનો કોઈજ હેતુ હોતો નથી. ગાડી-બંગલા મેળવવા એ કોઈ હેતુ નથી, પરંતુ ઘણા લોકોના સપના ગાડી-લાડી પૂરતા સીમિત હોય છે!

જો જીવન ના હેતુ વિશે જાણવું હોય તો પોતાની જાત ને થોડા સવાલ પૂછો. એક એવી યાદી બનાવો કે જીવન માં તમે શું પામવા માગો છો ને શું નહી. એ લાગણીઓ,લોકો,વિચાર-વસ્તુ કે તમે જે વિચારો એ હોઈ શકે.

બીજી એક એવી યાદી બનાવો જેમાં તમને નડતા પરિબળો નોંધો. પછી એ વિચારો કે તમે મરી ગયા પછી તમારા વિશે તમારા કુટુંબીજનો, મિત્રો કે સગા-વ્હાલા શું વિચારશે? મને ખબર છે એક આ બહુ વિચિત્ર લાગશે પણ આવી રીતે વિચારવું એ પ્રેરણાદાયી પણ છે. તમારા મર્યા પછી લોકો લોકો માત્ર રડે એવું નાહી પણ તમને ફરી ફરી યાદ કરે એ માટે કોઈક સબળ પાસું હોવું જોઈએ.

અંતે, તમારા જીવનનો હેતુ થોડા વાક્યોમાં લખો. એની પ્રિન્ટ કાઢી તમે રોજ જોઈ શકો એવી જગ્યાએ એને ચોટાડી દો.

૩. પ્રેરણા મેળવો:

પ્રેરણા મેળવવાની ઘણી બધી રીત છે. પણ મારી સહુથી માંન્પાસન રીત છે ‘ડ્રીમ પોસ્ટર’. મતલબ કે તમને જીવન માં જે જોઈતું હોય એના ફોટો મેગેઝીન ક છાપા માંથી કાપી ક્યાંક ચોટાડી દો. રોજ તેને જુઓ અને વિચારો કે ટૂંક જ સમય માં એ વસ્તુ તમારી હશે.

બીજી રીત છે પ્રેરણાદાયી સુવિચારો. તમારા કામ ના સ્થળે તેને લગાવી દો. થોડો સમય ધ્યાન કરો. શાંત બેસો. તમને ગમતું સંગીત સાંભળો અને વિચારો કે તમારા જીવનમાં તમે શું બનવા માગો છો, શું પામવા માગો છો. કોઈક રમણીય જગ્યાએ પોતાની જાતને પરિવાર સાથે રમતા, આનંદ-પ્રમોદ કરતા કે વેકેશનની મજા માણતા કલ્પો.

૪. ધ્યેય/લક્ષ્ય:

જીવનમાં કોઈ પણ ધ્યેય નક્કી કરતા પહેલા કેટલીક બાબતો ધ્યાન માં રાખવા જેવી છે. ધ્યેય એવા હોવા જોઈએ જે તમને નિરંતર પ્રેરણા આપે અને અંતે તમે તેને પામી શકો. ધ્યેય ચોક્કસ, રીયાલીસ્ટીક, કર્મ-કેન્દ્રીય અને સમયાનુકુળ હોવા જોઈએ. જેમકે ડાન્સર કે સિંગર બનવું.

૫. ટૂંકા ગાળાના હેતુ નક્કી કરો:

સારી નોકરી મેળવવી કે પોતાનું ઘર હોવું એ ટૂંકા ગાળાના હેતુ હોઈ શકે. ટૂંકા ગાળાના હેતુઓ લાંબા ગળાના હેતુ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે. આ સમયે તમને તમારી નબળાઈ દૂર કરવી પડશે અને વ્યક્તિત્વ વિકાસ સાથે નવી કળા શીખવી પડશે જે તમને તમારા હેતુ પૂર્ણ કરવા કામ લાગશે.

૬. માઈલસ્ટોન સેટ કરો:

તમને જે મેળવવું છે એ મુજબ તમારી મંઝીલ ને પામવા પ્રયાસ કરવા પડે. જો કોઈને ડોક્ટર બનવું હોય તો એના માટે ડોક્ટર ની ડીગ્રી મેળવવી ફરજીયાત છે, જે ડોક્ટર બનનાર માટે એક માઈલસ્ટોન છે.

અહી જોઈ શકીએ છીએ કે સપના સાકાર કરવા માટે નાનામાં નાની વસ્તુઓનું પણ ધ્યાન રાખવું પડે છે.

૭. જુદા-જુદા કાર્ય નક્કી કરો:

હવે જે માઈલસ્ટોન નક્કી કરેલ છે એને જુદા-જુદા કાર્યમાં વિભાજીત કરો. આવું કરવાથી તમે પોતાનીજ પ્રગતિનું અવલોકન કરી શકશો. આ વાત આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ.

આપણો ધ્યેય સ્ટોક માર્કેટમાં ૧૦૦૦૦ રૂપિયાનું રોકાણ કરીને ત્રણ જ મહિનામાં ૧૦, ૦૦, ૦૦૦ રૂપિયા બનાવવાનો હોય તો પહેલો માઈલસ્ટોન એ છે કે “સ્ટોક માર્કેટ માં રોકાણ કેમ કરવું” એ શીખવું. હવે આ માઈલસ્ટોન ને જુદા જુદા કાર્ય માં વિભાજીત કરો. જેમકે રોકાણ કરવાની રીતો જાણવી. એ જાણવા માટે કોઈ વ્યક્તિની કે ઈંટરનેટ કે કોઈ બૂક ની મદદ લેવી. આપણે શીખતા જઈશું અને પોતાનું મૂલ્યાંકન કરતા રહીશું કે આપણે હવે ખરેખર રોકાણ કરાય કે નહી.

૮. સફળતામાં વિશ્વાસ:

જો સફળતા માં વિશ્વાસ જ નહી હોય તો સપના ને ભૂલી જાઓ. હમેશા હકારાત્મક અભિગમ કેળવો કે તમે જે કરો છો એ તમારા સારા માટે છે. ગુસ્સામાં પણ શાંત રહો. પોતાને પ્રેરણા આપતા રહો. તમારા સપના તમને જ સાકાર કરવાના છે એ યાદ રાખો. નહીતર એવું બનશે કે તમને બીજા ના સપના સાકાર કરવા પડશે. ચોઈસ તમારા હાથ માં છે.

૯. ખુદને પ્રશ્ન પૂછતાં રહો:

‘હું જે કરી રહ્યો/રહી છું એ બરાબર અને પુરતું જ છે’ એવું વિચારવું ક્યારેક વિક્ષેપ પેદા કરે છે. જો તમે તમારી પ્રગતિ થી ખુશ હોવ તો પણ તમારા સપના સાચા કરવાના કાર્યને હજુ કઈ સારી રીતે કરી શકો એ વિચારો. કામ તો બધાજ કરે છે. પણ સફળ લોકો એ કામ કંઇક જુદી રીતે કરે છે.

૧૦. આત્મબળ અને આત્મવિશ્વાસ :

આ બધાજ કોયડાનો એકજ ઉપાય છે – આત્મબળ અને આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ નથી તો કંઇજ નથી. લોકો પોતાના પર ઓછો ને બીજા પર વધુ વિશ્વાસ કરે છે.

અને ઘરના લોકોએ “તારાથી નહી થાય” એવું કહી કહી ને તેનું મનોબળ નબળું કરી નાખ્યું હોય તો સપના અધૂરા રહી જાય છે. પોતાનામાં વિશ્વાસ હોય તો હિમાલય પણ પગ નીચે આવી શકે છે એ યાદ રાખવુંજ રહ્યું.

તો મિત્રો, તમે તમારી કારકિર્દી વિશે નિર્ણય લીજ લીધો હશે. એટલું યાદ રાખજો કે તમે ક્યાંક બીજાના સપના સાકાર કરવા માટે પોતાના સપના ની બળી તો નથી ચડાવી દીધી ને? અગર એવું લાગે તો હજુ પણ સમય તમારા હાથ માં છે. તમેજ તમારા ભાગ્યવિધાતા છો.

***