Chal Man Jeetva Jaiye books and stories free download online pdf in Gujarati

ચલ મન જીતવા જઈએ - ફિલ્મ રીવ્યુ

2017માં ઘણી સારી ગુજરાતી ફિલ્મસ આવી. પણ 2017નાં અંતમાં આવેલી ગુજરાતી ફિલ્મ 'ચલ મન જીતવા જઈએ' મારુ મન જીતી મારા હૃદયમાં આનંદ ભરી દીધો પણ એ સાથે જ અફસોસ અને દુઃખ બંને થયાં કે 'Tiger Zinda Hai' જેવી ફિલ્મ પાછળ ધૂમ પૈસા બરબાદ કરનારી આપણી ગુજરાતી પ્રજા બધીજ રીતે આટલી ઉત્કૃષ્ટ ફિલ્મને સાવ આવી રીતે પ્રતિસાદ આપશે કે કેટલીક જગ્યાએ એના શૉ પણ કૅન્સલ થાય?

હું સવાલ પૂછું છું એ દરેક લોકોને જે પોતે ગુજરાતી હોવાનો ગર્વ કરે છે કે શા માટે લોકો ચીલાચાલુ ફિલ્મ પર અને ચવાઈ ગયેલાં અને એકની એક ઍક્ટિંગ કરતાં કલાકારની ફિલ્મ લગાતાર જોય છે એને આ ઉત્તમ ફિલ્મને આમ જાકારો આપે છે? જો આવું કરશોને દોસ્તો, તો સારી ગુજરાતી ફિલ્મ માત્ર મુંબઇ અને વિદેશોમાં જ રીલીઝ થશે અને પછી જોજો તમે સાવ બકવાસ ફિલ્મ! કેમકે તમારો ટૅસ્ટ ખરાબ થયો એમાં માત્ર તમારો જ વાંક નથી! એ દરેક લોકોનો છે જેમણે તમને સ્વાદિષ્ટ ભોજનની જગ્યા એ રસ્તા પર મળતી માખીઓથી ભરેલી ગંધાતી લારીઓ પરનાં નાસ્તાની આદત પડાવી છે! ખાખરાંની ખિસકોલી શું જાણે અખરોટનો સ્વાદ!

શરમ જેવી ચીજ હોય તો થોડું લજાઓ... અને આ ફિલ્મ જોયા પછી નક્કી કરો કે તમારે શુ કરવું જોઈએ. ક્યાં ગયા એ બધા લોકો જે ગુજરાતી ફિલ્મને અને ભાષાને બચાવવા માંગે છે..? ક્યાં ગયા એ સોશિયલ મીડિયાનાં કહેવાતા પ્રમોશન પેજ અને ગ્રુપ્સ? ક્યાં ગયા એ ફિલ્મની કોલમ લખતા અને રિવ્યૂ કરતા લેખક, પત્રકારો અને રેડિયોનાં આર.જે? કે પછી પ્રીમિયરની ટિકિટ નથી આવી એટલે નથી લખાયું,બોલાયું કે છપાયું!

આ તો આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં નસીબ સારા છે કે 'ચલ મન જીતવા જઈએ' ગુજરાતીમાં બની બાકી કદાચ હિન્દીમાં બનત તો આપણે ગર્વ કરવાની એક તક ચોક્કસ ગુમાવી બેસત! આ ફિલ્મ ગુજરાતી ભાષાની 'ધ સીક્રેટ' (The Secret) છે! દિપેશ શાહ(Dipesh Shah)ને આ ફિલ્મ લખવા, ડાયરેકટ અને પ્રોડ્યુસ કરવા બદલ જેટલી દાદ આપો એટલી ઘટે!

ફિલ્મ સંઘવી પરિવાર પર આવેલી અણધારી આફત પર છે જે પરિસ્થિતિનો સામનો કરવા અને યોગ્ય નિર્ણય લેવા આખું પરિવાર એક છત નીચે દલીલ કરી રહ્યું છે એને એમની જાણ બહાર આ તમાશો આખી દુનિયા જોઈ રહી છે!

જોવાનું તો એ રહ્યું કે આક્ષેપો, દલીલો અને અહમનાં ઘર્ષણ વચ્ચે સુવિધા ઇચ્છતું મન અને લાગણીઓની મૂડી સાચવેલ હૃદય ધબકતું રાખી પોતાની જાત સાથે સ્પર્ધા કરવાની કપરી પરિસ્થિતિમાં પોતાનાં પારકાં અને પારકાં પોતાનાં કઈ રીતે બની જાય છે!

દરેક મેનેજમેન્ટનાં વિદ્યાર્થીઓએ આ ફિલ્મ ખાસ જોવી જોઈએ કેમકે આ માત્ર ફિલ્મ નથી એક અનુભવ છે! ઇન્ડીવિડ્યુલ ઍન્ડ ગ્રુપ ડીસીઝન મેકિંગ, કૉનફ્લિકટ, ટીમ વર્ક, રેશનાલીસમ, બ્રાન્ડ વૅલ્યુ, ફેમિલી વેલ્યૂ, ક્રેડિટ, ન્યુ વેન્ચર, કોન્ફિડન્સ, પર્સનાલિટી, કોમ્યુનિકેશન, બૉડી લેંગ્વેજ઼, સ્ટ્રેસ/ટાઈમ/ફન્ડ/બિઝનેસ મેનેજમેન્ટ, બિઝનેસ એથિક્સ, સ્ટેક હોલ્ડર્સ ઇન્ટરેસ્ટ, ટ્રસ્ટ ઑફ કસ્ટમર્સ, કેલ્ક્યુલેટિવ રિસ્ક, ફોરકાસ્ટિંગ, સ્ટ્રેટેજીક મેનેજમેન્ટ, બેકવર્ડ ઍન્ડ ફોરવર્ડ પ્લાનિંગ, મોટિવેશન, ઇનિસિયેટિવ, ઇનફલૂઅન્સ, ઓપોર્ચ્યુનીટી જેવાં મેનેજમેન્ટનાં એ બધાંજ ટોપીકસ કે જે #BBA & #MBA નાં વિદ્યાર્થીઓ ફિલિપ કોટલર, કે.અસ્વથપ્પા કે અઝહર કાઝમીની બુક્સમાં વાંચે છે એનો સચોટ નિચોડ આ ફિલ્મમાં છે એ પણ રીયલ એક્ઝામ્પલ સાથે! એ સાથે પારિવારીક મૂલ્યો, એકતા, સપનાં, સિદ્ધાંત, નિશ્ચયનું મૂલ્યાંકન, સંસ્કાર વગેરે તો ખરુંજ!

વસંત સંઘવી (Dharam Gohil), દિપીકા વસંત સંઘવી (Anahita Jahanbaksh), પલ્લવી વસંત સંઘવી (Sheetal Pandya), વિરેન વસંત સંઘવી (Hemen Chauhan), ગુણી સંઘવી (Anupama S Masand), સૂર્યકાંત સંઘવી (Rajiv Mehta), દેવ સૂર્યકાંત સંઘવી (Krishna Bharadwaj), નિરંજન સંઘવી (Harsh Khurana), રસીલા નિરંજન સંઘવી (Ruddrrakshii Gupta), અનન્યા નિરંજન સંઘવી (Ketkie Jayashree Parekh), અભિષેક નિરંજન સંઘવી (Karan Bhanushali) અને એ સાથે ફિલ્મનાં દરેક પાત્રનું ઊંડાણ, અભિનય ફિલ્મને ઉત્તમ અને આપણી પસંદગીને યોગ્ય ઠેરવી ખરેખર સારી ફિલ્મ જોયાનો સંતોષ બક્ષે છે!

Dharmendra Gohil, Anupama S Masand, Krishna Bharadwaj અને Hemen Chauhan તેઓનાં અભિનય સાથે પાત્રની સહજતાને જે સચોટતાથી ખીલવી છે એ માટે Hats Off! ખુદને પોતાની જાતથી સ્પર્ધામાં મૂકી અંદરથી ઝંઝોળી આતમને મૂંઝવતાં પ્રશ્નોનાં સચોટ જવાબ આપતી

આ ફિલ્મનું મ્યુઝિક, ડાયરેક્શન, સિનેમટોગ્રાફી, સ્ટોરી, એક્ટિંગ બધુંજ પ્રેક્ષકને ફિલ્મમાં એવા ઇનવોલ્વ કરી દે છે કે ફિલ્મનાં ઇન્ટરવલમાં કોઈ બહાર નથી જતું! વડીલ સાથે ફિલ્મ જોવા આવેલ સંતાનો ફિલ્મ પુરી થયા પછી વડીલનો હાથ પકડી લે છે જેથી એ વડીલની થાકેલી આંખોમાંથી આંસુ ન ટપકી જાય!

લાખોનાં ખર્ચા પછી પણ ઘરમાં પ્રેમ ન મળે તો કયો ડાયરેકટર/પ્રોડ્યુસર ફિલ્મ ગુજરાતમાં રિલીઝ કરવાની હિંમત કરશે? આ ફિલ્મ જોયા વિના જો ગુજરાતી ફિલ્મ કે ઇન્ડસ્ટ્રીનાં માપતોલ કરશો તો વાંક તમારો રહેશે!

આ પારિવારીક ફિલ્મને ગુજરાતનો પ્રેક્ષક પરિવાર કેટલો પ્રેમ આપશે એ આવનારો સમયજ બતાવશે પણ જો એ પ્રેમમાં ઉણપ આવી તો આજ ફિલ્મનો બીજો ભાગ જોવા મુંબઇ જવાની તૈયારી રાખજો કેમકે જે વ્યક્તિ જે વસ્તુ માટે લાયક જ ન હોય એમને એ વસ્તુ આપવાનો કશો અર્થ ખરો?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED