Chasani - Film Review books and stories free download online pdf in Gujarati

ચાખી લો આ ચાસણી અને ભરી દો તમારી જિંદગી મીઠાશથી - ફિલ્મ રીવ્યુ

એક સંતાન તરીકે શું તમે તમારા માતા-પિતા વચ્ચે પ્રેમ હોવાનું અનુભવ્યું છે? જો લગ્ન થયાં હોય તો, એક પતિ કે પત્ની તરીકે તમે તમારા જીવનસાથીને પ્રેમ કરો છો?
જો જવાબ મળતાં થોડી પણ વાર લાગે તો આગળ વાંચો!

'ક્યાં ફસાઈ ગઈ હું તમારાં સાથે લગ્ન કરીને?' 'આ તો હું ઘર સાચવીને બેઠી છું બાકી કોઈ માથાંની મળી હોતને તો ખબર પડત!' આવું ક્યારેય સાંભળ્યું છે આસપાસ કે ઘરમાં? સાંભળ્યું જ હશે કેમકે ત્યાગ અને સમર્પણમાં માનનાર આ દેશમાં જ્યાં મરજી વિરુદ્ધનાં લગ્ન થયાં હોય ત્યારે જીવન સાથે તો માત્ર સમજૂતી જ કરવાની રહેતી હોય છે ત્યારે આવી ફરિયાદો સામાન્ય કહેવાય!

એક સમયે જીવનમાં બધુંજ હોય છે પણ 'પ્રેમ' અને લાગણીઓ ખૂટી પડતાં હોય છે! બધાં પુરુષને રાજા બનીને રહેવાનું ગમે પણ પત્ની કે પ્રેમિકાને દાસી બનાવી રાખે! એમની લાગણીઓ, એમનાં સ્વપ્ન, એમની ઇચ્છાઓનું શું? પતિનો એટલો પ્રભાવ હોય ઘરમાં કે પત્ની પોતાની ભાવતી કેક પણ ખાઈ શકે નહીં!

Married for 25 years now, Ramnik has a picture-perfect life despite never experiencing true love. On the other hand, 25-year-old Rahul has just lost the love of his life. A chance meeting of the two takes them on a journey of discovering the true meaning of love.

પત્નીને દાસી સમજનારાં પુરુષપ્રધાન ભારતમાં કેટલીયે સ્ત્રીઓ પોતાનાં અરમાનોની ચિતા સળગાવી અંદરોઅંદર બળતી રહે છે! તેમને નથી મળતો કંઈ પસંદગીનું કરવાનો હક ને નથી મળતો પોતાની વાત રજૂ કરવાનો હક! એમને મળે છે માત્ર 'પતિ પરમેશ્વર'ની ગુલામી જે તેઓ પોતાનો પત્નીધર્મ સમજી જીવનભર કોઈ અપેક્ષાઓ વગર નિભાવતી રહેવા છે!

બહુ હવળા અંદાઝમાં જીવનની જલેબીમાં ખૂટતી ચાસણી કેમ ઉમેરવી એ જાણવા માટે ફિલ્મ ખાસ જોવી!

'ચાસણી' એ એક એવા જ કપલની વાત છે જેઓ પતિ-પત્ની તો છે પણ 'મિત્ર' નથી!

વાસંતી વહુ (Sejal Shah) બહુ કહ્યાગરી પત્ની છે અને પતિ (Manoj Joshi) ઝવેલર્સનો માલિક! લગ્નનાં 25 વર્ષે, પાર્કમાં આવતો યુવાન (Divyang Thakkar) એમને અહેસાસ કરાવે છે કે તેઓ પત્નીને દાસી જ સમજે છે, પ્રેમ તો કરતાં નથી!

વાત કરવા માંગતી પત્ની અને મોબાઈલમાં વ્યસ્ત પતિ શું સમાજમાં નથી જોવા મળતાં?

પત્નીને વાગ્યું હોય કે એ બીમાર હોય ત્યારે પોતાનાં ખાવા-પીવા કે દવાની ચિંતા પણ પત્ની કેમ છે એની દરકાર ન રાખતાં પતિ ગલીએ ગલીએ મળી રહેશે!

કોઈ પતિ તેની પત્નીને પોતાનાં અંદાઝમાં પ્રેમ કરે તો એને વેવલાઈવેળામાં ખપાવી પુરુષ પોતાનો અહમ પોષતો હોય છે!

'ચાસણી' ફિલ્મનાં ગીત અને VFX સરસ!

'એ ...ક...ર..સ...ન...! આટલા મોટા ઘરમાં બેઠો એકલો એકલો તું...'વાળી સિક્વન્સમાં જલસો પડી જાય છે! બાપ-દીકરી વચ્ચેનો સંવાદ સરસ!

મનોજ જોશી અને સેજલ શાહ જેવાં અનુભવી અને કસાયેલા કલાકારો ફિલ્મને પરિપક્વતા બક્ષે છે! Ojas Rawal as always Best! દિવ્યાંગ અને Mayra Doshi good! મસ્ત પાડોશી આશિષ ભટ્ટ! Director duo Abhinn and Manthan’s attempt at creating a meaningful yet light-hearted film yields a decent outcome, while the very talented Tapan Vyas’ cinematography adds a lot of value to Chasani. The film also has some amazing dialogues, which will linger in your minds long after you have left the theatre.

પ્રેમને નકારીને મર્દ બનવામાં કોઈ સાચી મર્દાનગી નથી! અને લાગણી વગર તો કશુંજ નથી આ દુનિયામાં! તો દર્શાવો લાગણી અને કરો પ્રેમ પારાવાર! તો ચાખી લો આ ચાસણી અને ભરી દો તમારી જિંદગી મીઠાશથી...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED