જાણે-અજાણે (8) Bhoomi Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાણે-અજાણે (8)

ત્રણ વર્ષ પછી.....

જોતજોતામાં ત્રણ વર્ષ વીતી ગયાં, પણ નિયતિ માટે આ ત્રણ વર્ષ કાઢવા ખૂબ કપરાં હતાં. દરરોજ રોહનની યાદ અને યાદો માં તેની પાછી આવવાની આશ. પણ દરરોજ નિરાશા હાથમાં આવે અને નિયતિનું મન દુખાડે. પણ જ્યાં મન કોઈકને સોંપી દીધું હોય તો કોઈ મુશ્કેલી હરાવી ના શકે. અને આ જ હિંમત અને મક્કમતાથી નિયતિએ ત્રણ વર્ષનો લાંબો ગાળો પૂરો કર્યો.
આવવાની કોઈ આશ હતી નહીં પણ છતાં આજે મન બેચેન વધારે હતું. કશુંક સંકેત આપતું હતું. વાતાવરણ પણ બદલાય રહ્યું હતું અને વગર ઋતુનો વરસાદ વરસી રહ્યો હતો. અચાનક નિયતિનાં ફોનની રીંગ વાગી. કોઈક અજાણ નંબરથી રીંગ વાગી. નિયતિએ ફોન ઉપાડ્યો અને એક અવાજ આવ્યો હેલો.... ફોનમાંથી અવાજ નિયતિનાં કાન અને હ્રદય સુધી પહોંચી ગયો. કોઈક જાણીતો અવાજ છે... નિયતિએ વિચાર્યું અને એટલામાં ફરી અવાજ સંભળાયો "નિયતિ..... હું રોહન ".... બસ આટલું સાંભળતા નિયતિ ખુશીથી ઝુમી ઉઠી. શું બોલે તેનું પણ ભાન ના રહ્યું.
"રોહન... આટલાં વર્ષ તેં ફોન કર્યો... કેમ છે તું? લંડન જઈને તું તો મને ભૂલી જ ગયો. ના કોઈ ફોન ના મેસેજ.... બોલતો કેમ નથી! છેક હવે હું યાદ આવી?!... " નિયતિ એક શ્વાસે બોલી ગઈ.

"અરે શાંત શાંત .. મને તો બોલવા દે. આટલાં વર્ષોનો ગુસ્સો એકવારમાં જ ઉતારી દઇશ કે શું!.... અને બીજી વાત હું તારી કોઇ વાતનો જવાબ નહીં આપું. " રોહને વાત વધારી.

નિયતિ આશ્ચર્યથી "કેમ?!..... મારાંથી કશું ખોટું બોલાય ગયું? તું ગુસ્સે છે? કે બીજી છોકરી એ મારી જગ્યા લઈ લીધી છે તારાં જીવનમાં..!"

રોહને હસીને જવાબ આપ્યો "નાં મારી પાગલ ના.... એવું કશું નથી. હું તારી વાતનો જવાબ ફોન પર નહીં આપું કેમકે હું તને મળવા આવું છું....." નિયતિ આ વાત સાંભળી ઉછળી પડી . કોઈ જવાબ નહતો તેની પાસે. ફક્ત જગ્યા અને સમય પુછી ફોન મૂકી દીધો. દરેક વાતની તૈયારી નિયતિ એ ચાલું કરી દીધી. ત્રણ વર્ષ પછી રોહન સામે જવાનું હતું અને નિયતિ ઈચ્છતી હતી કે રોહન જ્યારે તેને જોવે તો પહેલાં વાળી નિયતિ જ જોવાં મળે. કોઈ બદલાવ નહીં અને રોબથી પોતાનાં જૂનાં દિવસો યાદ કરે.
છેવટે મળવાની ઘડી આવી ચુકી હતી. એક ગાર્ડનમાં નિયતિ રોહનની રાહ જોઈ રહી હતી. (જ્યાંથી વાતની શરૂઆત થઈ હતી ભાગ 1માં) સવારનો સમય હતો અને કૂણો તાપ. નિયતિને રાહ જોતાં અડધો કલાક વીતી ગયો પણ રોહનનાં કોઇ સમાચાર મળ્યા નહીં. નિયતિનું મન આજે સવારથી જ ગભરાઈ રહ્યું હતું. દિવસની શરુઆત પણ સારી નહતી થઈ એટલે ચિંતા થવાં લાગી.

"રોહન, ક્યાં છે તું! મને ચિંતા થાય છે. રોહન આવશે તો ખરો ને! મને એકલી તો નહીં મુકે? ત્રણ વર્ષ વીતી ગયાં છે, જો જો તેનાં માટે મહત્વતા બદલાય ગઈ હશે તો! આજે સવારથી મનને બેચેની પણ થાય છે. મારો શક હકીકતે ફેરવાશે તો હું પોતાને સાચવી નહીં શકું.....
પણ કયાં હક્કથી હું તેનાંથી આશા રાખું છું? મેં જ પહેલાં દિવસે શરતો મુકી હતી કે No friendship, no relationship and no expectation તો હવે હું કેવી રીતે પૂછું કે મારાં માટે શું વિચારે છે! (એક ઉંડો શ્વાસ ભરીને) ત્રણ વર્ષ વગર કારણે રાહ જોઈ છે અને આજે પણ કોઈ કારણની જરૂર નથી બસ એકવાર રોહન આવી જાય.." વિચારોની હારમાળા સતત ચાલવા લાગી હતી.
બસ એક પ્રશ્ન રોહન આવશે કે નહીં!


ક્રમશઃ