પ્રેમકુંજ - (ભાગ-૧૬)

પ્રેમકુંજ-(ભાગ-૧૬)

ઓકે રિયા હું જાવ છું.પણ મને તું પ્રોમિસ આપ કે ફરી ક્યારેક આ જગ્યા પર આપડે બંને મળીશું.

હા,કુંજ ફરી કયારેક શું કામ દરરોજ મળી શું પણ સમય પર કુંજ અને તું વહેલા આવજે આજની જેમ નહીં.બંને એકબીજાની સામે જોઇને હસવા લાગ્યા.

હા,રિયા.....બાય

રિયા કુંજને પ્રેમ કરવા લાગી હતી એકતરફી પ્રેમ કંઈક અલગ જ પ્રકારનો હોઈ છે.શું કુંજ મને યાદ કરતો હશે ?શું કુંજ મારી સાથે લગ્ન કરશે? સવાલ પર સવાલ થાય છે.

એક તરફી પ્રેમ જ સાચો પ્રેમ કહેવાય.જો એ જ પ્રેમ બંને તરફ થઈ જાય ત્યારે એ સંબંધ બની જાય છે! જો તમે પણ કોઈને એક તરફી પ્રેમ કરતાં હોય તો નિરાશ ના થશો.

કહેવું ઘણું ઘણુંય છે, બોલી શકાય નહીં,
બોલ્યા વિના એ કહી દે, શું એવું ના થાય કઈ

એક તરફી પ્રેમ હોય કે પ્રેમની પૂર્ણતા પામેલો સંબંધ. આ બંનેમાં રહેવું દરેકને ગમે છે.અપવાદોને બાદ કરતાં જવલ્લે જ કોઈ એવું હશે જે એક તરફી પ્રેમ કે સંબંધમાં જોડાયેલા નહિ હોય.કારણ કે દરેકને પ્રેમમાં રહેવું ગમે છે.એક બીજાને ગમતાં રહેવું ગમે છે.

સંબંધમાં જોડાયેલા વ્યક્તિઓ કદાચ અલગ થઈ જશે,પણ એક તરફી પ્રેમમાં રહેલા લોકોમાં ભાગ્યે જ કોઈ સામેના પાત્રને છોડી શકશે.વળી,સંબંધમાં રહેલા વ્યક્તિઓ એક સંબંધ તૂટતાં નવા સંબંધની શોધમાં પણ નીકળી જશે.જ્યારે એક તરફી પ્રેમમાં રહેનારા લોકો ત્યાંના ત્યાં જ જોવા મળશે. એમના દિલમાં એના પ્રિયપાત્ર માટેની વફાદારી રહેલી છે. “મારે બસ એને હજુ વધુ ને વધુ પ્રેમ કરવો છે. મારા પ્રિયપાત્રને ખુશ રાખવું છે. એને ગમતું કરવું છે. એનામાં જ ખોવાયેલા રહેવું છે. 

એ મને જસ્ટ ફ્રેન્ડ માને છે તો એમાં પણ હું ખુશ છું. બસ એ મારા જીવનમાં છે એ જ મારા માટે પૂરતું છે. ક્યારેક તો એ મારા પ્રેમને સમજશે ? ક્યારેક તો એ મારા પ્રેમનો સ્વીકાર કરશે ?બસ આ બધી ભાવનાઓના કારણે એક તરફી પ્રેમ કરનારા પોતાના પ્રિય પાત્ર સાથે જોડાયેલા રહે છે.

અને એમને ગમે છે આ રીતે રહેવું.પોતાના પ્રિયપાત્રના મિત્ર બનીને રહેવું,રોજ એની આંખો સામે આવવું, રોજ એ વ્યક્તિ સાથે વાતો કરવી,એનો ચહેરો જોવા તડપવું, એનો અવાજ સાંભળવા વ્યાકુળ થઈ જવું, એ કોઈ ચિંતામાં હોય તો એની મૂંઝવણ દૂર કરવાના અથાગ પ્રયત્નો કરવા. 

એ વ્યક્તિ માટે કંઈપણ કરી છૂટવું.એક તરફી પ્રેમીઓને આ બધી બાબતો કોઈ બંધન નથી લાગતી. એમને ગમે છે આમ કરવું. ઘણાં લોકો આવા એક તરફી પ્રેમીઓને પાગલ પણ કહે છે.પણ એક તરફી પ્રેમમાં પાગલ થવું પણ લાઝમી છે.એમને જરૂર છે એમના એક તરફી પ્રેમને સંબંધમાં બદલવાની. અને એ પ્રેમને સંબંધમાં બદલવા માટેના તમામ પ્રયત્નો એક તરફી પ્રેમ કરનારા કરતાં જ રહે છે.

એક તરફી પ્રેમમાં એક આશા રહેલી હોય છે. અને એજ આશા એ પ્રેમીઓના જીવવાનું કારણ બને છે. રોજ સવારે એક નવી આશા સાથે ઉઠવું. પોતાની જાતે જ નક્કી કરી લેવું કે “આજે હું મારા પ્રેમની રજૂઆત કરીશ” અને રાત થતાં સુધીમાં પણ એ રજૂઆત ન થવાનું દુઃખ ના થવું. રાત્રે સૂતા પહેલા પણ એજ સંકલ્પ સાથે સુઈ જવું. સપનામાં પણ પોતાના પ્રિય પાત્રને જોવું. આ બધી ઘટનાઓ એક તરફી પ્રેમમાં રહેનાર જ અનુભવી શકે.

સંબંધ સુધી પહોંચેલા પ્રેમીઓએ પણ એક તરફી પ્રેમની મઝા તો માણી જ હોય. સંબંધ જોડાઈ ગયા પછી પણ એ સાથે હોવાના દિવસો કરતાં સાથ મેળવવા માટે ઝંખતા દિવસોને વધુ યાદ કરતાં હોય છે.

એક તરફી પ્રેમમાં રહેનાર વ્યક્તિ પોતાના પ્રિયપાત્રને મળતાં પહેલા બધી જ તૈયારીઓ એકાંતમાં રહી અને કરતું હોય.પણ જ્યારે એ પોતાના ગમતાં વ્યક્તિને મળે ત્યારે જાણે એ બધું જ ભૂલી જાય.અને ભૂલી ના જાય તો પણ એ તૈયાર કરેલું કંઈજ બોલી નથી શકતું.ત્યારે વ્યક્તિનો ડર નથી હોતો,પણ પોતાના પ્રિયપાત્રને ખોઈ ના બેસવાનો ડર હોય છે.અને ત્યારે આપણી લાગણીઓ,આપણી ઈચ્છાઓ,આપણી ભાવનાઓને દિલના કોઈ ખૂણામાં આપણે દબાવી દેતાં હોઈએ છીએ 

પ્રેમમાં જીતવું જરૂરી નથી હોતું,જીવવું જરૂરી હોય છે. અને એટલે જ એક તરફી પ્રેમ કરનારા દિલ ખોલીને પ્રેમ કરી શકે છે,દિલ ખોલીને જીવી પણ શકે છે,બસ પોતાના પ્રિયજન સામે જતાવી નથી શકતાં.

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અને અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

ATULCHADANIYA 1 માસ પહેલા

Verified icon

Vasu Patel 2 માસ પહેલા

Verified icon

Nidhi Mehta 2 માસ પહેલા

Verified icon

Daksha 2 માસ પહેલા

Verified icon

Bhaval 2 માસ પહેલા