પ્રેમકુંજ - (ભાગ-૧૫)

પ્રેમકુંજ-(ભાગ-૧૫)

કહેવાય ને કુંજ કે હું મારી ગિર્લફ્રેંડને મળવા જાવ છું..
બંને હસી પડીયા.ચાલ ઉપર અહીં મારી રૂમ નથી ઉપર છે...

હા,મને ખબર છે પહેલી બારી વાળીને...!!!
હા, મને યાદ છે રિયા આપડી પહેલી મૂલાકાત
મને એમ કે તું ભૂલી ગયો હશ.ના એ કેવી રીતે ભૂલુ તે મને કેટલા દિવસ સામેના બાકડા પર બેસારો.ત્રણ દિવસે તો તું મને મળવા આવી.

જોવું તો પડે ને તારામાં કેટલી સહનશક્તિ છે.
હા,તો તે જોઈ લીધી ને...!!!

હા,એટલે જ તો હું તને મળવા આવી નહીં તો તારી
સામું પણ જોવેત નહીં.

ઓહ રિયા જી...!!!

હા,તો તું ઘરે કોઈને કહીને આવીયો હશને કે હું મારી ગર્લફ્રેંડને મળવા જાવ છું.

નહીં ઘરે કોઈને કહીને આવીયો નથી.રિયા મારા મોમ અને ડેડ બંને આરામમાં ગયાને હું પાછળના દરવાજા પરથી નીકળી ગયો.અને અહીં પાછળના દરવાજે થી અંદર આવીયો.

તે કોઈ તારા રૂમમાં નહીં આવે..?

નહીં..!!!

એક વાર મારા મોમ અને ડેડ તેની રૂમમાં જય ઊંઘ લે પછી સવારે જાગે કેમકે એને કામ જ એટલું હોઈ છે.તું ચિંતાનો કર એ કોઈ મને નહીં ગોતે.મને નાનપણની આ રીતે બહાર જવાની ટેવ છે.

તું નાનપણમાં તારી ગર્લફ્રેંડને મળવા જતો..?

નહીં રિયા હું મારા મિત્રો સાથે રમવા જતો.અને આજ તને મળવા આવીયો છું..!!!

સરસ રૂમ છે રિયા..!
થેનક્સ કુંજ..!!આ સામે જે ફોટો દેખાય છે.કૃષ્ણ અને રાધાનો એ હું નાની હતી ત્યારે ફરવા ગઇ ત્યાંથી
લાવી હતી.અને આ મારુ નાનકડું અલાર્મ છે.એ મને સવારે વહેલા જગાડે છે.

આ ફોટો રિયા..
હા,એ મારા નાનપણનો છે.સૌથી ઉપર જે છે એ મારા દાદા અને દાદી છે.એ પછી મારા ડેડ અને મોમ બંને
મારી મમ્મીએ મને તેના હાથમાં તેડી છે એ હું.રિયાને રડવું નોહતું તો પણ રડવું આવી ગયું.

કેમ રિયા તું રડે છે..?
કુંજ હું આ ફોટામાંથી એક જ જીવીત છું મારા મમ્મી અને પપ્પા એ હું નાની હતી ત્યારે જ મને મૂકીને ચાલ્યા ગયા કુંજ.અને દાદા દાદી ગયા એને ઘણા વર્ષો થઈ ગયા.હું એક જ છું મારુ કોઈ નથી કુંજ..!!

કુંજ રિયાની થોડો નજીક ગયો.રિયા તું ચિંતા ન કર હું છું ને..?હું તારી બધી જ ઇચ્છા પૂરી કરીશ.

કુંજ હું તને વાત કરવા નોહતી માંગતી કેમ કે મને ડર હતો કે હું તને આ વાત જણાવીશ તો તું મારી સાથે મિત્રતા નહિ રાખ.એટલે મેં તને કહી નોહતી પણ એક દિવસ ખબર તો તને પડશે જ ને એ વાતથી આજ મેં તને કહયુ કુંજ...

કુંજ તું મારી સાથે મિત્રતા તો રાખીશને..?
હા,રિયા કેમ નહીં..!!!

રિયા મને જાણ નોહતી કે તારા માં-બાપ આ દુનિયામાં નથી નહીં તો હું તને આ ફોટો જોઈને સવાલ જ નો કરેત.હું માફી માંગુ છું રિયા.અને મિત્રતા તો આપડી ગમે તેવો સમય આવે રહેશે જ રિયા હું તને વચન આપું છું.

રિયા થોડીવાર કુંજના ખોળામાં માથું મૂકી રડતી રહી.
કુંજ મેં અત્યાર સુધી બોવ સહન કર્યું છે.હવે મારી સહનશક્તિ પણ પુરી થવા આવી છે.ઇશ્વરે મને કષ્ટ આપીયુ એમાં એનો વાંક નહીં હોઈ મારો જ કંઈક વાંક હશે આ જન્મમાં નહીં તો એ પહેલાંના જન્મમાં મેં પાપ કરીયા હશે એટલે જ આવી જિંદગી ઈશ્વરે મને આપી હશે...

રિયા બોલી રહી હતી અને કુંજ સાંભળી રહીયો હતો.
થોડી જ વારમાં રિયાનું ધ્યાન ઘડિયાળ પર ગયું.રાત્રીના બે વાગી ગયા હતા.કુંજ હવે તારે જવું જોઈએ.એક વાર ઘડીયાળ સામે તો જો.

નહીં રિયા આજ તારી પાસે જ રહેવાનું મને મન થાય છે.તારાથી અલગ થવાનું મન નથી થતું.હું અહી જ રશ અને સવારે વહી જશ.

નહીં કુંજ સવારે વહેલા લાલજી આવશે અને તારે મોડુ થઇ જશે તો તે તને જોઈ જશે તો મારે પણ અહીંથી વિદાઈ લેવી પડશે.તારે અત્યારે જ અહીંથી જવાનું છે.

ઓકે રિયા હું જાવ છું.પણ મને તું પ્રોમિસ આપ કે ફરી ક્યારેક આ જગ્યા પર આપડે બંને મળીશું.

હા,કુંજ ફરી કયારેક શું કામ દરરોજ મળી શું પણ સમય પર કુંજ અને તું વહેલા આવજે આજની જેમ નહીં.બંને એકબીજાની સામે જોઇને હસવા લાગ્યા.

હા,રિયા.....બાય

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અને અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Bharati Ben Dagha 3 અઠવાડિયા પહેલા

Verified icon

ATULCHADANIYA 1 માસ પહેલા

Verified icon

Parul Chauhan 2 માસ પહેલા

Verified icon

Vasu Patel 2 માસ પહેલા

Verified icon

Daksha 2 માસ પહેલા