સ્ત્રી ની બુદ્ધિ પગ ની પાનીએ ?? Dt. Alka Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રી ની બુદ્ધિ પગ ની પાનીએ ??

આંચલ અને અમન - સાથે ભણતાં બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ અને ધીરે - ધીરે દોસ્તી પ્રણય માં પલટાઈ ગઈ. બંને ઘણી વાર મળતા, સાથે બેસતા, વાતો કરતા, વિચારો ની આપ - લે થતી બંને સંસ્કારી ખાનદાન પરિવાર માંથી આવતા હતા. બંને સંસ્કારી હતાં આંચલ સંસ્કારી પરંતુ આધુનિક યુગ ની વિચારસરણી ધરાવતી હતી જ્યારે અમન આધુનિક ખરો પણ અમુક બાબતો પ્રત્યે તેની માન્યતા થોડી રૂઢિચુસ્ત, થોડી જૂનવાણી હતી.
એક વખત વાત વાત માં સ્ત્રી અને પુરુષ ના બોદ્ધિક સ્તર ની વાત થઈ. બંને વચ્ચે એ ચર્ચા ચાલી કે સ્ત્રી ની બુદ્ધિ પગ ની પાનીએ - એ વાત માં તથ્ય કેટલું ? આંચલ આ બાબત ની વિરોધી હતી. એ માનતી હતી કે આ માન્યતા સદંતર ખોટી છે. પુરુષ પ્રધાન સમાજ માં પુરુષો એ સ્ત્રી પર પોતાનું આધિપત્ય સ્થાપવા માટે ઉપજાવી કાઢેલી મનઘડંત વાહિયાત વાત અને એ પોતે પણ એક સ્ત્રી હતી તેથી એક સ્ત્રી વિશે ની આવી માન્યતા એ સહન નહોતી કરી શકતી તેથી એ આ બાબત ની ખૂબ જ વિરોધી હતી. જયારે અમન માનતો હતો કે, વડીલો એ કહ્યું છે તો એમાં તથ્ય તો હશે જ ને. ભલે જમાનો ગમે તેટલો સુધર્યો, સ્ત્રી સુધરી , રહેણી -
કરણી માં ફરક આવ્યો પરંતુ બુધ્ધિ ની બાબત માં તે ઠેરની ઠેર છે
અમન માનતો હતો કે સ્ત્રી ની બુદ્ધિ પગ ની પાનીએ તે વાત સો ટકા સાચી છે જ્યારે આંચલ માનતી હતી કે પુરુષ પ્રધાન સમાજ માં સ્ત્રીઓ ને નીચી દેખાડવા માટે આ કહેવત પ્રચલિત બની છે અત્યારે સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ આવી છે એવું કોઈ ક્ષેત્ર નથી જેમાં સ્ત્રીઓ નો ફાળો ન હોય પરંતુ અમન પોતાની વાત પર અડગ હતો
થોડા સમય માં બંને પરિવારો ની સંમતિ થી બંને ના લગ્ન ગોઠવાયા. લગ્ન પછી ઘરમાં સાસુ - વહુ ને સારૂં બનતું પરંતુ વખત જતાં નાની - નાની બાબતમાં તકરાર થવા લાગી, ક્યારેક ઝઘડો થાય. આંચલ અમન ને ફરિયાદ કરે મમ્મી નાની - નાની બાબતમાં કચ - કચ કરે છે. આંચલ ની ફરિયાદો વધતી ચાલી અમન કંટાળી ગયો, આવું કેમ? મમ્મી આવું કેમ કરે છે?? અને આખરે અમને કંટાળી ને અલગ થવાનો નિર્ણય લીધો.
આંચલ બસ બહુ થયું હવે આપણે અલગ રહીશું, બસ આપણે બંને જેથી આપણે આપણી Life આપણી રીતે જીવી શકીએ. આંચલ હસી પડી, અમન તું હંમેશા કહે છે ને કે સ્ત્રી ની બુદ્ધિ પગ ની પાનીએ? તો હવે મારી વાત ધ્યાન થી સાંભળ . અમન તું આ ઘરમાં 25 વર્ષ થી મમ્મી - પપ્પા સાથે રહે છે અને તારો આ 25 વર્ષ નો સંબંધ હમણાં જ જોડાયેલા નવા સંબંધ ના કારણે તૂટવાના આરે આવી ગયો. તારા મા - બાપ જેમની સાથે તું 25 વર્ષ થી રહે છે એમના થી તને દૂર કરતાં મને - એક સ્ત્રી ને 25 મહિના નો સમય પણ નથી લાગ્યો.
હવે બોલ અમન કોની બુદ્ધિ પગ ની પાનીએ ?? અને આંચલ તથા મમ્મીજી હસી પડ્યા, મમ્મીજી એ આ વાત માં સૂર પૂરાવ્યો - હા અમન હવે તારી પત્ની ને જવાબ આપ. અમન મૂંઝવણમાં પડી ગયો તો શું આ નાટક હતું? તમે બંને એ મળી મને બુધ્ધુ બનાવ્યો ? આંચલ બોલી હા મારા બુધ્ધુજી - મારે તમારી એ માનસિકતા દૂર કરવી હતી કે સ્ત્રી ની બુદ્ધિ પગ ની પાનીએ હોય છે, આના દ્વારા સ્ત્રી ની જે હાંસી ઉડાવાય છે એનો હું સખત વિરોધ કરું છું. સ્ત્રી ધારે તો ઘરને સ્વર્ગ બનાવી શકે છે, અને ધારે તો નર્ક. સ્ત્રી તો કુટુંબની - સમાજની, જીવન ની તારણહાર હોય છે એના માટે આવી વાતો કહેવી ઘૃણાસ્પદ છે. અમન બોલ્યો હા સાચી વાત છે હું જ ખોટો હતો. સ્ત્રીઓ માટે આવું વિચારનાર પર મને દયા આવે છે, હું પણ આમાંનો એક હતો એ વાત પર મને ખુદને નવાઇ લાગે છે. ચાલો મમ્મી, આંચલ હવે મને માફ કરી દો. આંચલે કહ્યું નહીં અમન મારે તમને નીચાજોણું થાય એવું નથી કરવું હું તો ફક્ત તમારી આ માનસિકતા જ દૂર કરવા માગતી હતી.