આહા! વેકેશન.... Dt. Alka Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સૌરાષ્ટ્રની રસધાર-બોળો

    વૈશાખ મહિનાને બળબળતે બપોરે, ખોખરાના ડુંગરામાં બફાયેલો ઘોડેસ્...

  • ખજાનો - 41

    ( આપણે જોયું કે તે મૂર્છિત માણસ બીજું કોઈ નહીં પરંતુ સોમાલિય...

  • ભીતરમન - 40

    તુલસી મારો પ્રેમ પામીને તરત બોલી, મારી સાચી વાતને પણ તમે તરત...

  • ફરે તે ફરફરે - 22

    ફરે તે ફરફરે - ૨૨   જે ધુન ઉપર મારા પગમા જોમ આવી ગયુ હત...

  • નાયિકાદેવી - ભાગ 29

    ૨૯ વિધિની રમત ગંગ ડાભી અને સારંગદેવ સોઢાની ઓળખાણ સોમનાથની જા...

શ્રેણી
શેયર કરો

આહા! વેકેશન....

આમ તો અત્યારે બધી જ સ્કૂલોમાં વેકેશન પડી ગયું છે. બાળકો અને વાલીઓ બધા હાશકારો અનુભવી રહ્યા છે. ધોમ - ધખતા વૈશાખી તડકામાં જાણે અચાનક શ્રાવણી વાદળી વરસી પડી... એટલું રિલેક્સેશન લાગતું હશે ખરું ને ? હું પણ એક વાલી છુ અને હું પણ અત્યારે આમાંથી પસાર થઈ રહી છું.
પણ - પણ - પણ.... શું બાળકો ખરેખર વેકેશન માણી રહ્યા છે? ફૂલ ટાઇમ મસ્તી?? _ _ _ આપણે નાના હતા ત્યારે વેકેશનમાં કેવી મજા કરતા. વેકેશનનો પર્યાય એટલે ' મામા નું ઘર ' , ક્યારે વેકેશન પડે અને ક્યારે મામા ના ઘેર ઊપડી જઈએ? અને ઘેર હોઈએ તો પણ ઘરમાં તો કોણ રેહતું? બસ_ શેરીઓની રમતો... યાદ છે બધાને? એ સંતાકૂકડી, લખોટી, ગિલ્લી-ડંડો, ભમરડો, કોડી, દોરડા-કૂદ, ઈંડા-ચોર, કુંડાળા.... વગેરે. આવી તો કેટલીયે રમતો.. અરે આ લખતાં - લખતાં જાણે કે એ બધું નજર સામે દ્રશ્યમાન થાય છે. ( ચોપડા તો માળીયા માં) ચોપડા નો કબાટ સ્કૂલ ના છેલ્લા દિવસે બંદ થાય તો સ્કૂલ શરૂ થાય ત્યારે ખોલવાનો But તે હિ નો દિવસો ગતાં :
અત્યાર ના બાળકો ના વેકેશન જોઉં છું તો ખરેખર દયા આવે છે શું આ વેકેશન છે? અત્યારે આપણે મોડર્ન - સ્માર્ટ વાલીઓ વેકેશન ક્યારે પડે એની રાહ જોઈ ને જ બેઠા હોઇએ છીએ. જેવું વેકેશન પડે કે તરત જ બાળક ના extra summer classes ચાલુ થઈ જાય. Spoken English, magic of maths, smart hand writing, & extra dance and skill activities, જેવા સ્કૂલવાળા બાળકોને છોડે કે તરત જ આપણે બીજા દિવસ થી જ એમને સ્માર્ટ extra vacation classes માં ભરતી કરાવી દઈએ છીએ અને પછી શરૂ થઈ જાય છે બાળકોની extra march.... પાછા ખુશ થતાં - થતાં બીજા બધા ને કહીએ કે મારું બાળક તો mind - developing course કરે છે. અરે યાર, mind develop કરવા માટે એને કે એના mind ને કાંઈક સ્પેસ તો આપો કોઈ પણ વસ્તુનાં વિકાસ માટે એને સમય આપવો જરૂરી છે. આપણે જાણીએ છીએ - સમજીએ છીએ કે - ભૂખ લાગી છે - સ્વાદિષ્ટ પકવાન ખાવું છે તો ગેસ પર એ તૈયાર થાય કમ સે કમ એટલી રાહ તો જોવી જ પડશે. સુંદર બંગલામાં રહેવા જવું છે તો પાયા થી માંડી એ મકાન તૈયાર થાય એટલી રાહ તો આપણે જોવી જ પડે છે. અરે મહાન વૈજ્ઞાનિકો, બુદ્ધિજીવીઓ પણ અવકાશમાં એક ઉપગ્રહ છોડવા માટે મહિનાઓ કે વર્ષો નો સમય રિસર્ચ માં આપે છે ત્યારે ઉપગ્રહ - satellite લોન્ચ થાય છે પણ આપણે આપણા બાળક ના મગજરુપી satellite ને દુનિયા ના અવકાશમાં બસ ફટાફટ મૂકી દેવો છે - નથી તો કાંઈ મહેનત કરવી કે નથીતો કોઈ જાત નું રિસર્ચ કરવું બસ આ મહિનાનું વેકેશન છે એમાં તારે સ્કૂલ નું special vacation નું homework પૂરું કરવાનું, spoken English માં રેડી થઈ જવાનું, maths કવર કરી લેવાનું અને dance, swimming અને sports માં અવ્વલ બની જવાનું. આપણે એમને summer camp & summer class ના રૂપાળા વાઘા પહેરાવી દઇએ છીએ પણ એ ચેક કરવાની દરકાર પણ નથી કરતા કે આ રૂપાળા વાઘા એમને અંદરથી ક્યાય ચુભતા તો નથી ને??
હમણાં મારી દીકરી એ મને પૂછ્યું કે મમ્મી તમે વેકેશન મા કેવા ક્લાસ કરતા? ત્યારે મેં એને આપણા વેકેશન ની વાત કહી, કેવી રમતો રમતા. બધા ફ્રેંડસ સાથે મળીને વાતો કરીએ, રમત રમીએ કે પિકનિક જઈએ, નદી - તળાવ કાંઠે કે વગડા માં જતાં રહીએ, મામા ના ઘરે જતા.... મેં કહ્યું કે અમારા વખતે તો આવા કોઈ ક્લાસીસ હતાં જ નહીં તમે તો lucky છો તમને તો classes ની facility મળે છે. તો મને કહે મમ્મી પહેલા બધાં આટલા telented હતા?.... Vacation માં books તો કબાટ માં પેક કરી દેતા કોઈ સમર ક્લાસ તો attend જ નહોતા કરતા છતાં આટલા બધાં મહાન scientists, ડૉક્ટર અને એંજીનિયર બનતાં - તો શું એની comparison માં અમે એટલે કે અમે અત્યારના students ડફર છે? Lucky તો તમે લોકો હતાં કે તમને ખરા અર્થમાં વેકેશન મળતું અમને તો એક સ્કૂલ પુરી થાય છે તો classes ના નામે બીજી સ્કૂલો ચાલુ થઈ જાય છે અમને તો ક્યારેય without ટાઇમ ટેબલ જીવવા જ નથી મળતું આટલા વાગે જાગી ને આટલા વાગે રેડી ને પછી સ્કૂલ ને ક્લાસ. કાશ! અમને પણ તમારા જેવું વેકેશન મળતું હોત! ને મારી આંખ માં આંસુ આવી ગયાં ખરેખર, વિચારવા જેવી બાબત છે કડવું છે પણ સત્ય છે

સમજાય તેને વંદન ન સમજાય તેને અભિનંદન...