The lockdown was successful books and stories free download online pdf in Gujarati

લોકડાઉન ફળ્યું





પલાશ અને પિયાનું લગ્ન જીવન ખૂબ જ સુખી હતું. પિયા સાસરામાં બધા સાથે સરસ હળીમળી ગઈ હતી. સંયુક્ત પરિવાર હતો, બધા એકબીજા ની ખૂબ જ કાળજી રાખતા હતા.
જીવન સુંદર રીતે પસાર થઇ રહ્યું હતું. સમયાંતરે બે બાળકો નો જન્મ થયો બાળકો ની કિલકારીઓથી ઘર ભર્યું ભર્યું લાગતું હતું. ઘર ના દરેક સભ્ય ને પિયા થી સંતોષ હતો. પિયા એ આવતાં વેંત ઘરની દરેક જવાબદારી ઉપાડી લીધી હતી. તે માતા - પિતા સમાન સાસુ - સસરા ને કોઈ વાતે ઓછું આવવા દેતી ન હતી. પલાશ પણ પિયા ના શાલીન અને સંસ્કારી સ્વભાવ થી સંતુષ્ટ હતો એને પણ પિયા માટે કોઈ જ ફરિયાદ ન હતી.
આમ તો પિયા ને પણ ઘર સામે કે પલાશ સામે કોઈ ફરિયાદ ન હતી. તે પણ ખુશ હતી કે તેને સમજદાર પતિ મળ્યો છે, પરંતુ તેને હંમેશા પલાશ થી એક ફરિયાદ રહેતી કે પલાશ ક્યારેય તેના માટે કંઈ ગીફ્ટ લાવતો નથી અને એને પૂરતો સમય પણ આપતો નથી. પિયા ઘણીવાર કહેતી પલાશ તમે ક્યારેક મારી પાસે બેસો, મારા માટે સમય કાઢો, ક્યારેક મારા માટે કંઈક ગીફ્ટ લાવો પણ પલાશ ને ગીફ્ટ લાવવાની આદત ન હતી તે કહેતો તારે જે જોઈએ તે તારી રીતે લઈ લેવાનું હું ક્યાં ના પાડું છું ? પિયા પલાશ ને કહેતી કે હું મારી રીતે બધું લઉં છું પણ તેમાં મને એટલી ખુશી નથી મળતી તમે જો મારા માટે કંઈક લઈને આવો ને તો ભલે એ વસ્તુ મામૂલી હશે તો પણ મારા માટે એ અનમોલ બની જશે. તમે મારા માટે ગીફ્ટ લઈને આવ્યા છો એ વાત ની ખુશી જ મારા માટે કંઈક ઓર હશે. પિયા ને એવી ખૂબ જ તમન્ના કે પલાશ એના માટે કંઈક સરપ્રાઈઝ ક્રિએટ કરે, એની સાથે શોપિંગ કરવા આવે. પિયા ગમે તે શોપિંગ કરે, કંઈ વસ્તુ લાવે તો કોઈ એને કાંઈ જ ન કહે. પલાશ કહે તારે માત્ર મને બિલ આપી દેવાનું તને તારી રીતે રહેવાની હું પૂરી સ્વતંત્રતા આપું છું. પણ પિયા ને આ વાત ખટકતી. એ પલાશ સાથે ક્યારેક થોડી રકઝક કરે, પછી મનમાં ને મનમાં દુઃખી થયા કરે.. ધીમે ધીમે સમય વીતતો ચાલ્યો. હવે તો બાળકો પણ મોટા થઈ ગયા હતા. પિયા નો સમય બાળકો ને સાચવવામાં, ભણાવવા માં અને ઘરનું કામકાજ કરવામાં પસાર થઇ જતો.

લગ્ન ની ૧૦ મી વર્ષગાંઠ આવી રહી હતી. પિયા વિચારતી હતી કે ૧૦ મી વર્ષગાંઠ નિમિત્તે એ પલાશ માટે સુંદર મજાની ગીફ્ટ લઈ આવશે. પલાશ ને ગીફ્ટ લાવવાની આદત નથી તો શું થયું એની ખુશી અને પ્રેમ જ મારા માટે શ્રેષ્ઠ ગીફ્ટ છે. આ વખતે તો પલાશ પણ વિચારતો હતો કે પિયા ની હંમેશા કમ્પલેન હોય છે કે હું એના માટે ગીફ્ટ નથી લાવતો તો આ વખતે ૧૦ મી વર્ષગાંઠ પર હું એને સુંદર ગીફ્ટ આપીશ અને આ વખતે તો શનિ - રવિ આવે છે તો એક દિવસ ઓફિસ નહીં જાઉં અને શનિ - રવિ બે દિવસ અમે સાથે વિતાવશું અને માઉન્ટ ની નાની એવી ટ્રીપ કરી આવશું, ખૂબ એન્જોય કરીશું.

અચાનક શહેરમાં કોરોના નો હાહાકાર ફેલાયો. મામૂલી લાગતો વાયરસ ધીરે ધીરે બધા ને તેના ભરડામાં લઈ રહ્યો હતો વધુ. સરકારે તેમાંથી બચવા માટે લોકડાઉન જાહેર કરી દીધું. લોકડાઉન માં પલાશ નો બિઝનેસ બંધ હતો. ઘરે થી કામ કરતો. દસમી એનીવર્સરી આવી, લોકડાઉન ના કારણે એનીવર્સરી ના દિવસે બંને એ સાથે મળી કેક બનાવી, બધા એ સાથે મળી એકબીજા ની મદદથી સુંદર મેનુ ઘરે જ રેડી કર્યું કારણ કે હોટેલ બંધ હતી. કેક કાપી બંને એ એકબીજા ને ખવડાવીને વિશ કર્યું. પલાશે પિયા ને આંખો બંધ કરી હાથ આગળ કરવા કહ્યું, પિયા એ આંખો બંધ કરી એટલે પલાશે રિંગ કાઢી પિયા ની આંગળી માં પહેરાવી દીધી અને પછી પિયા એ આંખો ખોલી તો પિયા ને એની આંખો પર વિશ્વાસ ન આવ્યો. એની આંખમાં આંસુ આવી ગયા પલાશ બોલ્યો અરે તુ રડે છે? મને તો એમ કે તુ ખુશી થી ઉછળી પડીશ અરે આ ખુશી ના તો આંસુ છે પિયા બોલી મને તમારા તરફથી ગીફ્ટ મળશે એવું વિચારવાનું જ મેં બંધ કરી દીધું હતું. મને લાગે છે કે હું ખુશી થી પાગલ થઇ જઈશ મને વધારે રડવું એટલે આવે છે કે મેં વિચાર્યું હતું કે આપણી એનીવર્સરી પર હું તમને સરપ્રાઈઝ આપીશ બેસ્ટ ગીફ્ટ આપીશ પણ આ લોકડાઉન આવ્યું અને મારું તો બજાર જવાનું જ રહી ગયું , પલાશે કહ્યું અરે ગાંડી તારી આ સ્માઈલ છે ને એ મારા માટે દુનિયા ની સૌથી કિંમતી ગીફ્ટ છે સમજી? પિયા શરમાતા બોલી મને તો લોકડાઉન ફળી ગયું, ગીફ્ટ મળી અને તમારો સમય પણ - તમને ક્યારેય મારા માટે સમય નહોતો પરંતુ અત્યારે તમે ઘરે જ હો છો અને મને કેટલી હેલ્પ કરો છો . પણ તમે લોકડાઉન માં ગીફ્ટ કઈ રીતે લાવ્યા? પલાશ કોલર ઉંચા કરતાં બોલ્યો એ જ વાત છે ને.. મારે તો આ વખતે સરપ્રાઈઝ આપવી હતી એટલે એની તૈયારી માટે થોડા દિવસ પહેલાં જ ગીફ્ટ લઈ આવ્યો અને વિચાર્યુ કે તને એનીવર્સરી ના સરપ્રાઈઝ આપીશ અને પછી લોકડાઉન આવ્યું પણ મારું કામ થઈ ગયું -પિયા ખુશ ખુશ થઈ ગઈ પલાશ મને તો આ લોકડાઉન ફળ્યું હો.......


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED