Side effect of Corona books and stories free download online pdf in Gujarati

Side effect of Corona

"Side effects of Corona"

"સાઈડ ઈફેક્ટ આેફ કોરોના"

મિત્રો અત્યારે કોરોના ને લઈને લોકો માં ખૂબજ ડર વ્યાપેલો જોવા મળી રહ્યો છે, ચારેય બાજુ એક ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ આપણે શાંત ચિત્તે વિચારીએ તો આ એટલું પણ ઼ભયાનક નથી જરૂર છે માત્ર ભય ને છોડી ને તેને સામનો કરવાની મક્કમતા કેળવવાની ક્યું કિ ડર કે આગે જીત હ. આજે આપણે આ ખતરનાક બિમારી ની ઉજળી બાજુ જોવાની છે. ડેન્જર ને આપણા માટે જણસ ( કિંમતી દાગીનો ) બનાવવાનું છે., અને આપણા માટે - ભારતીય માટે આ હરગીઝ મુશ્કેલ નથી.

જેમકે આપણે જાણીએ છીએ કે અત્યારે કોરોના નામની મહામારી એ હાહાકાર મચાવ્યો છે. જેને લઈને દુનિયા આખી ત્રાહિમામ પોકારી ગઈ છે. ઈતિહાસમાં પહેલી વખત એવી ઘટના ઘટી છે કે દેશ સંપૂર્ણ પણે lockdown છે. પબ્લિક થી ભરેલા રહેતા મોલ્સ અને થિયેટરો બંધ પડ્યા છે. વાહનો અને લોકો થી ધમધમતા રસ્તાઓ કીડીયારા ની જેમ ઉભરાતી પબ્લિક ના બદલે આજે સૂમસામ પડ્યા છે - ભેંકાર દીસે છે. બાળકો ની હઁસી અને કિલકારીઓથી ગુંજતા પાર્ક, દોસ્તો ની મીઠી મજાક - મસ્તી ની મહેફિલ સમા સિટીંગ એરિયા હોય કે કાફે સેન્ટર, જોગિંગ કરનાર ની ચહલકદમી વાળા જોગિંગ પાર્ક, સિનિયર સિટીઝન થી શોભતા સીટીંગ પાર્ક બધું આજે સૂમસામ ભાસે છે. ચારે બાજુ આસપાસ - ચોપાસ સ્મશાનવત્ શાંતિ પ્રસરી છે.

પણ જેમ દરેક વસ્તુ ની બે બાજુ હોય છે એવી જ રીતે કોરોના ની વિકરાળ પાસા ની સાપેક્ષ બીજી સાઈડ એટલે કે કોરોના ની side effect જોઈએ તો tight schedule માં busy માણસ - ઘડિયાળ ના કાંટે દોડાદોડી કરતો માણસ આજે પોતાના ઘરમાં પોતાના પરિવાર સાથે કિલ્લોલ કરે છે. પરિવાર માટે બિલકુલ ટાઈમ ન આપી શકનાર working people નો ટાઈમ આજે only for પરિવાર માટે જ છે. બધા એ સાથે મળી સુંદર રમતો રમવી, કેરમ, uno, snake & leaders ( સાપસીડી) , અંતાક્ષરી અથવા તો સાથે exercise કરવી., બધા સાથે મળી પૂજા - પાઠ કરે છે. ખરેખર ઘર - ઘરમાં સુંદર દ્રશ્યો જોવા મળે છે આજે what's app પર કોઈ ના પણ status માં આખો પરિવાર આ રીતે રમતો ને ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે. હોટલો ને snack points બંધ છે, zomato - swiggy બંધ છે. લોકો healthy ખોરાક લઈ રહ્યા છે તેથી લોકો ની health પણ સારી થઈ જશે.

બસ - રેલવે બંધ છે, રસ્તા બંધ છે તેથી પ્રદૂષણ ઘટી રહ્યું છે. હવા શુધ્ધ થઈ રહી છે. પક્ષીઓ ના કલરવ સંભળાઈ રહ્યા છે. ધરતી પર pollution નું સ્તર ઘટી જશે. Due to Corona lockdown "OZON" Layer is started recovering itself.

કોરોના ના ડર ને કારણે બધા ભગવાનને યાદ કરી રહ્યા છે, એ રીતે જોઈએ તો લોકો આધ્યાત્મિક બની રહ્યા છે.

અંત માં સરકાર સતત પ્રયત્ન કરી રહી છે કોરોના ને અટકાવવા માટે અને જો આ જ રીતે આપણે બધા lockdown નું પાલન કરીને ઘરમાં રહીશું તો ચોક્કસ કોરોના ને ભગાવવમાં સફળ થઈશું. આખો દિવસ આપણે ઘરમાં positive thinking કરવાનું છે અને એના કારણે ચારે બાજુ positive vibration spread થશે અને આ રીતે કોરોના ને પણ હરાવી શકીશું.

So friends thinking about advantages of Corona, don't fear from Corona, Stay home stay safe...........


Come on don't afraid of Corona we must support lockdown and defeat Corona.


હમ હોંગે કામયાબ ........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED