Developed immunity books and stories free download online pdf in Gujarati

ડેવલપ ઈમ્યુનિટી

મિત્રો અત્યારે કોરોના મહામારી નો પિરિયડ ચાલી રહ્યો છે. બધા ના કહેવા પ્રમાણે કોરોના ની સેકન્ડ વેવ ખતરનાક છે. કોરોના ના કેસ ખૂબ જ વધી રહ્યા છે, ત્યારે આપણે આ સમય માં આપણી ઈમ્યુનિટી સ્ટ્રોંગ બનાવવી પડશે. જો આપણી ઈમ્યુનિટી સ્ટ્રોંગ હશે તો આપણે આપણી જાતને કોરોના થી બચાવી શકીશું. અને અગર કોરોના આવી પણ ગયો તો એની સામે સ્ટ્રોંગ બની લડત આપી શકીશું.

તો આપણે શું કરવાનું છે આપણી ઈમ્યુનિટી સ્ટ્રોંગ બનાવવા, તો મિત્રો સૌથી પહેલાં તો આપણે પાણી અથવા તો કોઈ પણ લિક્વિડ ચાહે લીંબુ સરબત, નાળિયેર પાણી અથવા જ્યુસ ખૂબ જ વધારે પ્રમાણમાં લેવા નું છે. શક્ય હોય ત્યાં સુધી નવશેકું પાણી પીવા નું રાખવું. કોઈ પણ પ્રકાર ના સૂપ નો ભોજન માં સમાવેશ કરવો. ઝિંક, આયર્ન, વિટામિન સી વિટામિન ઈ વગેરે નો દિવસ દરમ્યાન ભોજન માં તથા નાસ્તા માં સમાવેશ કરવો. ખાટા ફળો વધારે પ્રમાણમાં લેવા કારણ કે તેમાંથી વિટામિન સી મોટા પ્રમાણમાં મળી રહે છે જે ઈમ્યુનિટી બુસ્ટર કહેવાય છે.

કેપ્સિકમ, બ્રોકોલી, લસણ, ડુંગળી, આદુ, પાલક, બદામ વગેરે નો ઉપયોગ કરવો. તેમજ કોઈ પણ એક પ્રકાર નો ખોરાક ન લેતાં તેમાં બધા જ પ્રકારના ખોરાક નો ભોજન માં સમાવેશ કરવો. જેમ કે ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, ચોખા તેમ જ દાળ તથા આખા કઠોળ નો ઉપયોગ કરવો. મતલબ કે જમવામાં સૂપ, શાક - રોટલી, દાળ - ભાત, કઠોળ, સલાડ એમ ડિફરન્ટ વસ્તુઓ નું કોમ્બિનેશન લેવું. દૂધ લેવું તેમ જ ફ્રૂટ તથા લીલા શાકભાજી ખૂબ વધારે પ્રમાણમાં લેવા. પ્રોબાયોટિક એટલે કે દહીં કે ફરમેન્ટેડ ફૂડ ( આથાવાળી વસ્તુઓ) નો પણ ઉપયોગ કરવો જે આપણા શરીરમાં ગુડ બેક્ટેરિયા બનાવવામાં મદદ કરે છે. બધા જ પ્રકાર ના સીડ્સ અને નટ્સ એટલે કે ડ્રાયફ્રૂટ અને બીજ જેમ કે સનફ્લાવર સીડ ( સૂરજમુખી) , પમ્પકિન સીડ (કોળાના બીજ) , મેલન સીડ્સ, અળસી, તલ, સિંગદાણા વગેરે માંથી સારા એવા પ્રમાણમાં પ્રોટીન તથા વિટામિન ઈ મળી રહે છે.
મિત્રો આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણી પાસે આયુર્વેદ છે. ધન્વંતરિ જેવા દેવે આપણને આયુર્વેદ ની અમૂલ્ય ભેટ ધરી છે. અને આપણા વડીલો એ આપણી રસોઈ માં જે મસાલા ની ભેટ આપી છે એ બધા મસાલા પણ અદભૂત ઔષધિ છે. આ બધા મસાલા આપણ ને રસોઈ માં સુગંધ તથા સ્વાદ તો આપે જ છે પરંતુ આપણને સ્વાસ્થ્ય પણ બક્ષે છે. જેમ કે આદુ, તજ, લવિંગ, ઈલાયચી, કાળા મરી, અજમો, હળદર, વરિયાળી આ બધા ઈમ્યુનિટી બુસ્ટર છે. અને કોરોના ને હરાવવામાં પણ સક્ષમ છે એ સાબિત થઈ ગયું છે. મીઠો લીમડો, કડવો લીમડો એ પણ સ્વાસ્થ્ય વર્ધક છે, અને હા મિત્રો આપણા આંગણા ની શોભા અને જેને આપણે માતા તરીકે પુજીએ છીએ એ તુલસી ને કેમ ભુલાય? એને તો આપણી આરોગ્યદાત્રી કહી શકાય તો બસ મિત્રો આ બધી વસ્તુઓ ને આપણી રૂટિન લાઈફમાં - આપણી ડેઈલી લાઈફમાં સામેલ કરી લેવાની. પૂરતા પ્રમાણમાં ઉંઘ લેવાની, સાત થી આઠ કલાક ની ઉંઘ જરૂર લેવાની કારણ કે ઉંઘ પણ આપણી ઈમ્યુનિટી વધારવામાં સહાયતા કરે છે. નિયમિત પ્રાણાયામ તથા યોગને આપણા જીવનનો ભાગ બનાવી લેવાનો.
And one important thing is always positive mind રાખવાનું, જીવન માં હકારાત્મકતા કેળવવાની , પોઝિટિવ થિંકિંગ, પોઝિટિવ વાતો, પોઝિટિવ મેસેજિસ બસ આ બધા પર ધ્યાન વધારે કેન્દ્રિત કરવાનું because કોઈ પણ સારી કે ખરાબ પરિસ્થિતિ નું નિર્માણ પહેલાં મગજ માં જ થાય છે.
So જોયું મિત્રો કેટલું ઈઝી છે ઈમ્યુનિટી અચીવર બનવાનું.
Get start with it.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED