Gairsamaj books and stories free download online pdf in Gujarati

ગેરસમજ


ઝંખના - ખૂબ જ આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી ખૂબસૂરત યુવતી હતી. એમાં પણ એની સાદગી એની સુંદરતા ઓર વધારતી હતી. માતા - પિતા ના ઉચ્ચ સંસ્કાર અને સંવેદનશીલતા એને વારસામાં મળ્યા હતા. મોર્ડન યુગની હોવા છતાં તે બધા માં અલગ જ તરી આવતી. ગ્રેજ્યુએશન પુરું થયા બાદ સ્મિત સાથે તેનું સગપણ થયું. સ્મિત તેના વડીલો ની પસંદગી હતી. ઝંખના એ વડીલો ની પસંદગીને પોતાની પસંદગી બનાવી લીધી. સ્મિત પણ દેખાવડો અને વ્યક્તિત્વશાળી યુવક હતો. ભણીને અત્યારે એ એક અગ્રેસર કંપનીમાં ઉંચી પોસ્ટ પર હતો. પરંતુ બંનના સ્વભાવ અલગ હતા. ઝંખના ખૂબ જ હસમુખી અને રમતિયાળ હતી, બધા સાથે આસાનીથી ભળી જતી, જ્યાં જાય ત્યાં મિત્રો બનાવતી. નાની હતી ત્યારથી સ્કૂલ - કૉલેજ માં પણ એ બધી સ્પર્ધાઓમાં ભાગ લેતી અને અવ્વલ રહેતી. સ્મિત અંતર્મુખી હતો, ખૂબ જ ઓછું બોલતો. સ્મિત પણ ખૂબ જ લાગણીશીલ પરંતુ એ પોતાની લાગણી વ્યક્ત ન કરી શકે.

ઝંખના અને સ્મિત ના લગ્ન થઈ ગયા. બંને એકબીજા ની ખૂબ જ કાળજી રાખતાં. ઝંખના સ્મિત ની નાની - નાની વાતો ની પણ ખૂબ જ કાળજી રાખતી તો સ્મિત પણ ઝંખના ને કોઈ વાતે ઓછું ન આવે તે ધ્યાન રાખતો. બધા સંયુક્ત કુટુંબમાં રહેતા હતા પરંતુ ઝંખના એ ક્યારેય સ્મિત ને ફરિયાદ ની તક નહોતી આપી. ઝંખના સ્મિત ના કુટુંબ સાથે ખૂબ જ હળીમળી ગઈ. ઝંખના બધા ને લાગણી થી રાખે બધા માટે એને ખૂબ જ સ્નેહ, ઝંખના ક્યારેય કોઈ કામ ની ના ન કહે, કોઈને નિરાશ ન કરે, આખો દિવસ બધા સાથે હસે - બોલે ને મજાક કરે, ક્યારેય પણ ઝંખના નો મૂડ ખરાબ ન હોય. થોડા જ સમય માં ઝંખના બધા ની લાડકી બની ગઈ. ઝંખના જો ઘરમાં ન દેખાય તો કોઈ ને ચેન ન પડે.

ઝંખના ને હંમેશા અરમાન હતા કે કોઈ એની જિંદગી ને પ્રેમ થી ભરી દે અને સ્મિતે જાણે એને નવી જિંદગી આપી. અેના બધા જ સ્વપ્ન પૂરા થયા હતા. ઝંખના વે થતું કે હું આ દુનિયામાં સૌથી સુખી છું. ઝંખના ને સ્મિત માટે ખૂબ જ લાગણી હતી. ઝંખના ક્યારેય એની કોઈ વાત ન ટાળતી ક્યારેક સ્મિત કહેતો - ' થેંક્યુ મેડમ ' , ઝંખના કહેતી કેમ? સ્મિત કહેતો, ' મારી જિંદગી માં આવવા માટે, તું મારી જિંદગી માં ન આવી હોત તો મારું શું થાત ? તે મારી જિંદગી ને જીવન આપ્યું છે, તે મારી જિંદગી ને સ્નેહ થી ભરી દીધી છે ' . ને ઝંખના આ બધું સાંભળી ખુશ થઈ જતી.

-- પણ ધીરે - ધીરે સ્મિત પઝેસિવ બનવા લાગ્યો. તે ઝંખના ને ખૂબ જ ચાહતો, પણ ઝંખના હવે એના સિવાય કોઈ ની સાથે હસે- બોલે કે વાત કરે તો એને ન ગમતું. સ્મિત ને લાગતું કે જાણે ઝંખના મારી અવગણના કરી રહી છે. એને થયા કરતું કે ઝંખના મારાથી દૂર ચાલી જશે તો ? પોતાના અંતર્મુખી સ્વભાવ ને કારણે સ્મિત સતત ડર અનુભવતો અને એક વખત તેણે પોતાના આ ડર - મનની વાત ઝંખના પાસે રજૂ કરી. ઝંખના એ એને ખૂબ સમજાવ્યો, સ્મિત ના મનનો ડર દૂર કરવા ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ એ નાકામિયાબ રહી.

-- અને પછી તો સ્મિત ના આવા વલણ ને કારણે ઝંખના ધીમે - ધીમે અંતર્મુખી બનતી ગઈ. બધા સાથે કામ પૂરતી જ વાત કરતી. આખો દિવસ હસતી - ખેલતી અને બધા સાથે મજાક - મસ્તી કરતી રહેતી ઝંખના ઉદાસ રહેવા લાગી. હવે એ ભાગ્યે જ કોઈ સાથે વાત કરતી. ઘરના સભ્યો માટે પણ ઝંખના માં આવેલું આ પરિવર્તન અસહ્ય હતું. ઝંખના સ્મિત નું મન રાખવા એની સાથે વાત કરતી પણ અંદરથી એ ટૂટતી જતી હતી. સ્મિત નો આવો અકારણ ડર અને આવું પઝેસિવ વલણ એની સમજમાં આવતું નહોતું - ઝંખના આખો દિવસ બસ વિચારો કર્યા કરતી અને એના કારણે માનસિક થાક અનુભવતી અને અને એની અસર એના શરીર પર પડી. શરીર માં તકલીફ વધવા લાગી. ઝંખના હવે મુરઝાયેલી લાગતી એને થતું હું તો કેવળ ઝંખના બની ને રહી ગઈ, મારા સુખી દામ્પત્ય જીવન ની - હસતા - ખેલતા પરિવાર ની અતૃપ્ત ઈચ્છા બનીને રહી ગઈ.

સ્મિત ઝંખના ને ખૂબ જ લાગણી થી રાખતો પરંતુ એની જા઼ણે ઝંખના ને અસર નહોતી થતી. સ્મિત હવે ઝંખના ની હાલત જોઇને ખૂબ જ અફસોસ કરતો પરંતુ એ ઝંખના ને કંઈ કહી ન શકતો - ને આ઼ખર એક દિવસ ઝંખના ને હોસ્પિટલમાં એડમિટ કરવી પડી. કોઈ જ રોગ પકડાતો નહોતો. ડોક્ટરો કહેતા હતા એના રોગનું કારણ માનસિક ટેન્શન છે. જ્યાં સુધી એ ટેન્શ રહેશે ત્યાં સુધી એકદમ સાજી નહીં થઈ શકે. ડોક્ટરે સ્મિત ને કહ્યું ઝંખના કોઈ અકથ્ય વેદના અનુભવે છે . એને માનસિક તણાવ માંથી માત્ર તમે જ બહાર કાઢી શકો તેમ છો, તમારે એવું કંઈક કરવું પડશે કે એ ફરીથી પહેલા જેવી ઝંખના બની જાય કારણ કે મૌન અને ઝંખના માટે અસહ્ય છે.

-- અને સ્મિત ઝંખના પાસે જઈને રડી પડ્યો. ' ઝંખના મારા કારણે જ તારી આવી હાલત થઈ છે. ઝંખના મને તો તારો પ્રેમ જોઈએ છે. મેં તને સમજવામાં ભૂલ કરી છે. મને માફ કરી દે હું તારા વિના નહીં જીવી શકું. '

ને હું તો આવી રીતે જીવી પણ નહીં શકું કે મરી પણ નહીં શકું ને જો મરી જઈશ તો ભૂત થઈ ને તારી પાસે આવીશ. ઝંખના એ કહ્યું મારી પણ ગેરસમજ થઈ છે મેં થોડી ધીરજ થી કામ લીધું હોત તો તારું મન બદલી શકી હોત પણ બસ હવે બધું બરાબર છે. હવે ચલ જલ્દી મને આપણા ઘેર લઈજા ને ઝંખના ના આંસુ સાથે સ્મિત માટે ની ફરિયાદો પણ વહી ગઈ.

આપણે હવે નવેસરથી જીવન ગોઠવવું છે, મુરઝાવું નથી લાગણી ના ફુલ થઈ મહેકતું છે.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED