પ્રેમકુંજ - (ભાગ-૫) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમકુંજ - (ભાગ-૫)

પ્રેમકુંજ-(ભાગ-૫)

એજ ઘડીએ રિયાને ઝબકારો થયો શું તે કુંજ તો નહીં હોઈને?તે જલ્દી બેડ પરથી ઉભી થઇ અને બારીની બહાર જોયું.

વરસાદ વધી ગયો હતો પણ ત્યાં કોઈ વ્યક્તિ હોઈ એવું રિયાને લાગી રહયું હતું. શું તે કુંજ નહીં હોઈને...

આવા વરસાદમાં તે ત્યાં શુ કરતો હશે.નહીં રિયા એ કુંજ નહીં હોઈ. બહાર વરસાદ પણ વધારે છે.રિયાનું મન કંઈક અલગ જ વિચારી રહીયું હતું.લાલજી અત્યારે છે નહીં મને કોઈ કેહવા વાળું પણ નથી કે અત્યાર તું ત્યાં ન જા...

મારે એક વાર જઈને જોવું છે તે વ્યક્તિ કુંજ નથીને...

હું આજ ફરી વાર જીન્સ અને ટીશર્ટ પહેરી ત્યાર થઈ

મને ખબર નોહતી કે તે કુંજ છે કે કોઈ બીજી વ્યક્તી પણ મારે તે વ્યક્તિને મળવું હતું. હું તે વ્યક્તિનો

ચેહેરો જોવા માંગતી હતી....

હું જલ્દી જલ્દી દાદર ઉતરી નીચે ગઇ શટર ખોલિયુ

અને સામેની બાજુ દોટ મૂકી મારા શરીરના ધબકારા વધી ગયા હતા.વરસાદથી હું પલળી ગઇ હતી. મારુ શરીર ઠંડીને લીધે ધ્રુજી રહીયું હતું. હું કુંજને મળવા માંગતી હતી.કુંજને મળવા હું કઈ પણ કરી શકું તેમ હતી..

તે વ્યક્તિની આંખ બંધ હતી.હું થોડી તેની નજીક ગઇ

તેને જોતા જ હું બે ડગલાં પાછળ ખચી ગઇ એ કોઈ બીજું નહીં પણ કુંજ જ હતો..

શું કુંજ આવા વરસાદમાં પણ મારી રાહ જોઈ રહીયો હશે.હું તેની આંખ ઉઘડવા માંગતી હતી. પણ તે કુદરતના વાતાવરણમાં મનમોહિત હતો.હું થોડી વાર તેને સામે ઉભી રહી તેને જોઈ રહી તેના શરીર પરથી વરસાદનું ધીમે ધીમે પાણી પડી રહીયું હતું.

હું કુંજને કેહવા માંગતી હતી જો કુંજ હું તને મળવા આવી છું. તે મને કહ્યું હતું કે તું આવીશ જ હું તારા વગર ન રહી શકી કુંજ તું આંખો ખોલ કુંજ તું મારી સામે જો હું તારી આંખને જોવા માંગુ છું.હું તારી આંખથી તારા દિલમાં વચવા માંગુ છું.

ત્યાં જ સામે લાઈટનો પ્રકાશ થયો અને તે પ્રકાશ કુંજના ચેહરા પર પડ્યો ઝબક કરતી આંખ તેની ખુલી સામે કોઈ છોકરી હતી.એ એજ છોકરી હતી. કુંજ ઘણા દિવસથી તેની આવવાની રાહ જોઈ રહીયો હતો.આજ એકબીજાની આંખ મળી બંને એકબીજાને આંખથી પ્રેમની વાત વરસાદમાં કહી રહિયા હતા.

"એકબીજાને એક શબ્દ કહિયા વગર પ્રેમ થઈ જાય આ તો કેવો પ્રેમ"

મને ખબર હતી કે તું આવીશ જ ભલે એક દિવસ બે  દિવસ મારે તારી રાહ જોવી પડે.હું જાણતો હતો તું આવીશ જરૂર હું તારા આંખથી તારી દિલ ની વાત જાણતો હતો.તું કંઈક કહેવા માગતી હતી.પણ કહી નોહતી શકતી એવું તો શું હતું કે તું કહેવા માંગતી હતી અને તું કહી શકતી નહોતી.....

કુંજ આજ તને હું મળી એનો પહેલા જ દિવસે છે. તું આવો સવાલ નો કર હું તને મળવા માંગતી હતી પણ  કંઈક કારણથી હું તને મળી શક્તિ ન હતી.હું તને બારી માંથી જોતી હતી.પણ,હું તને મળવા આવી શકતી ન હતી.મને માફ કરી દે કુંજ.....

નહિ હું તારી પરિસ્થિતિને સમજતો હતો.તારે માફી માંગવાની જરૂર નથી.એક સવાલ પૂછું

હા,કેમ નહીં....!!!!

આપનું શુભ નામ..?

રિયા...!!!!

ઓકે રિયાજી આવું મસ્ત વાતાવરણ છે,અને તું રડે છે

એ આ વરસાદને જરા પણ ગમતું નથી.એ વરસાદ વરચવાનું બંધ કરી દેશે માટે તું પહેલી દુકાનમાં જે મુસ્કાન આપતી હતી.એ આજ ફરી એક વાર....

રિયા હસી પડી....

રિયા ઘણા દિવસ પછી આજ કોઈની સામે હસી હતી.તેને વરસાદમાં રમવાનું મન થતું હતું.કુંજનો હાથ પકડી આગળ ચાલવું હતું.

નથી કોઈ બંધન,નથી કોઈ વચન તો પણ છે

તને પણ અને મને પણ,

કેવો આ તારો-મારો પ્રેમ છે......

તારો છે રસ્તો અલગ, મારા છે બંધન જુદા

છતા પણ છે કોઈ અતૂટ સંબંધ લાગણીનો,

કેવો આ તારો-મારો પ્રેમ છે.....

કદીક વિચારુ છુ, ન વધુ આગળ તારી તરફ

પણ,છે કોઈ ડોર મજબૂત ઘણી, જે ખેંચી જાય છે દૂર મને તારા ભણી

કેવો આ તારો-મારો પ્રેમ છે.....

કહેવુ છે ઘણુ બધુ કુંજ,પણ મને ડર લાગે છે

ન નિભાવી શકુ તો દિલ જો તારુ તૂટશે તો આંસુ મારા પણ વહેશે,

કેવો આ તારો-મારો પ્રેમ છે.....

રિયાને હસતી કુંજ થોડીવાર જોઈ રહીયો.વરસતો વરસાદ અને ચાંદની જેવું મુખ બદન પરનો ઝરમર ઝરમર વરસાદ અને તેની ખુશ્બુ ઘણું બધું કહી જતું હતું.આજ કુંજને ઘણું બધું રિયાને કહેવું હતું.પણ ડર

અનુભવતો હતો.....

રિયા વરસાદ વધી રહીયો છે.તારે દુકાનમાં જવું જોઈએ.હા,કુંજ..!!!!પણ,એક શરત પર આ વરસાદમાં તું પણ અહીં નહીં રહે...

પ્રોમિસ રિયા...ફરી મળીશું આ જ જગ્યા પર ...

ચોક્કસ કુંજ....

જ્યાં સુધી રિયા દુકાનમાં ન ગઇ ત્યાં સુધી કુંજ તેને સામે જોઈ રહીયો..

રિયા ઉપર ગઈ તેની રૂમમાં ફરી એકવાર તેણે બારીની બહાર જોયું હજી પણ કુંજ ત્યાં જ ઉભો હતો અને બારીની સામે જોઇ રહીયો હતો...

રિયા એ બારી પરથી તેની પ્રોમિસ યાદ અપાવી.

થોડીવાર રહી ફરી બારી બહાર જોયું પણ કુંજ ત્યાં ન હતો.પણ રિયા તે જગ્યાને બારી પરથી નિહાળતી રહી......

ક્રમશ...

લેખક - કલ્પેશ દિયોરા

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ અને અલિશા અને સંકટ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001 (whtup)

વોટ્સપ કરી શકો....

ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા

આપનો ખુબ ખુબ આભાર...