મરુભૂમીની મહોબ્બત - 5 Shailesh Panchal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

  • નિતુ - પ્રકરણ 53

    નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી...

  • સંઘર્ષ - પ્રકરણ 13

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

મરુભૂમીની મહોબ્બત - 5

@@@@@@ ભાગ : 5 @@@@@@
       
        તમારી જિંદગી જયારે કોઈ મોટા અચિવમેન્ટ તરફ આગળ વધતી હોય ત્યારે સંઘર્ષ પરાકાષ્ઠાએ હોય છે. મારી જિંદગી ના હસતાં ખેલતાં દિવસો પુરા થયાં હતાં અને જબરદસ્ત કશ્મકશ મારી સામે આવી રહી હતી.

          હું ફક્ત એક મેઈલ ની રાહ જોઇ રહ્યો હતો.

          મારુ દિલ મહેક માટે તલસી રહ્યું હતું.

મારી બહેન મિતલે મારા માથામાં રીતસર ના ઘણ ફટકાર્યા હતાં એમ કહું તોય અતિશયોક્તિ ન કહેવાય. 

           મહેક શાપિત ઔરત છે..

          મહેક રાજકુમારી મુમલનો બીજો અવતાર છે..

છટ.... ડેમ ઈટ... જે ચીજ મને પલ્લે ના પડે એનાં વિશે કોઈ વાત કરે ત્યારે મને ખતરનાક ગુસ્સો આવતો. મારા દિમાગ ની નસો ફાટવા લાગતી.પણ, અહીં સવાલ મારી મહોબ્બત નો હતો. મહેક ના જીવન આસપાસ ઘુમરાતી દરેક ઘટનામાં મને રસ પડે એ સ્વાભાવિક હતું. એટલે, સૌથી પહેલાં મે મિતલ પાસે થી રાજકુમારી મૂમલ ની લવસ્ટોરી સાભળી..

          લોદરવા ની રાજકુમારી મૂમલ...

         રાજસ્થાન ની સૌથી પાણીદાર રાજપૂતાણી...

         હિન્દુસ્તાન ની સૌથી ખુબસુરત યુવતી...

જે લોકો બાળમેર ,જેસલમેર ગયાં હશે એમને આ નામ અજાણ્યું નહીં લાગે... મારવાડ ની અસંખ્ય ટ્રકો ની પાછળ... ગાડીઓ પર લોકો ગર્વથી લખાવે છે...મારવાડ રી મૂમલ..

જેસલમેર થી દશ કિ.મી ના અંતરે આવેલ લોદરવા એ ભાટી રાજપૂતો ની જૂની રાજધાની... લોદરવા ની રાજકુમારી મૂમલ ની ખ્યાતિ એ જમાનામાં સમગ્ર રાજપૂતાના મા ફેલાયેલી હતી. આજે પણ રાજકુમારી મૂમલનો ખંડિત મહેલ પોતાના અવશેષો સાચવીને બેઠો છે.

      રાજકુમારી મૂમલ યુધ્ધ કૌશલ્ય મા નિપૂણ હતી. તલવાર બાજી મા એ પુરુષો ને હંફાવતી અને સૌદર્ય મા એ ઈન્દ્ર ની અપ્સરાઓ ને હરાવતી... એની પ્રસિધ્ધ દુર સદુર વિસ્તરેલી હતી. કાછ નદીના કિનારે વસેલું લોદરવા....બિલકુલ નદીને સામે કિનારે મૂમલ નો મહેલ... એ મહેલ ના જે થોડાઘણા ખંડેર બચ્યા છે એને આજે મૂમલ રી મેડી કહે છે. એ મહેલમાં પહોચવુ અજાણ્યા લોકો માટે દુષ્કર હતું. ઘણાં રાજકુમારો મૂમલને મેળવવા આવતાં અને પરાજય પામી ચાલ્યાં જતાં.

           એક વખત અમરકોટ (હાલ પાકિસ્તાન) નો રાજકુમાર મહેન્દ્રસિંહ પોતાના મિત્ર હમીર સાથે શિકાર ની તલાશ મા કાક નદી સુધી પહોંચી જાય છે... 

      એ સમયે કાક નદીમાં વિપુલ જલરાશિ રહેતી.(હાલ..એ નદી ભૂગર્ભ મા છે અને એ જગ્યાએ વિરાન રેગીસ્તાન છે)..બેય મિત્રો નદીના આ કાઠે આરામ કરતાં હોય છે અને અચાનક એમની નજર સામે કાઠે જાય છે..

          રાજકુમારી મૂમલ ની ભવ્ય મેડી નિહાળી તેઓ સ્તબ્ધ થઇ જાય છે.( વાચકમિત્રો, મારી ખાસ ભલામણ છે કે જયારે તમે જેસલમેર જાઓ ત્યારે લોદરવા અચૂક જજો અને મૂમલ ની મેડી ના ખંડેર અવશેષો ની મુલાકાત અવશ્ય લેજો...ભારત ની સૌથી સુંદર યુવતીની ટ્રેજેડી એ ખંડેરો મા જોવા મળશે...) 

            રાજકુમારી મૂમલ બારીએથી બે અજાણ્યા પુરુષો ને નિહાળે છે અને દાસી ને એમની સેવા માટે મોકલે છે. દાસી જમવાનું લયીને તરાપા વાટે સામે પાર જાય છે. આ મહેમાનગતિ થી પ્રસન્ન થયેલ મહેન્દ્રસિંહ દાસીને પુછે છે કે અહીં કોણ રહે છે...? બદલામાં દાસી મૂમલ ના સૌદર્ય ની તારીફ કરે છે.." હે રાજા.... શું તમે રાજકુમારી મૂમલ નું નામ નથી સાભળ્યુ..? આખાય માઢ (મારવાડ) પ્રદેશમાં ચોમેર એના રુપ ની ચર્ચા થાય છે. સમગ્ર રાજપૂતાના ના પરાક્રમી પુરુષો એને પામવા મથે છે.એ આયના સામે ઉભી રહી જાય તો આયનો ફૂટી જાય... એ પૂનમ ની રાત્રે બહાર નીકળી જાય તો ચાદ છુપાઈ જાય... એની તલવાર મા વીજળી નો ચમકારો વરતાય....

         દાસી ના મુખેથી આવી પ્રસંશા સાભળી બેય મિત્રો લલચાય છે.તેઓ દાસી આગળ મૂમલ ને મળવાની તૈયારી બતાવે છે. દાસી કહે છે કે મૂમલ ની મેડીમા ફક્ત સ્ત્રીઓ જ રહે છે.. અહીં પુરુષો નો પ્રવેશ શકય નથી... હા..લગ્ન માટે દેશભરના પુરુષો અહીં આવે છે.. કોઈ પરાસ્ત બની પાછાં ચાલ્યા જાય છે... કોઈ મોત ને ભેટે છે...તમારે આવવું હોય તો તમારા જીવ ના જોખમે આવી શકો... હા.. તમે એકવાર બધી પરિક્ષા માથી પાર ઉતરશો... તો મૂમલ સદાય ને માટે તમને વરશે....

          સૌથી પહેલાં મહેન્દ્રસિંહ નો મિત્ર હમીર જાય છે.. દાસી ની પાછળ... પાછળ... સામે પાર મેડી મા પ્રવેશ કરતાં પહેલાં એક વિશાળ ચોક આવે છે... દાસી હમીર ને ત્યાં ઉભો રાખી પોતે મહેલમાં ચાલી જાય છે... ચોક ની બેય તરફ દરવાજા છે..હમીર આગળ વધવા જાય છે ત્યાં જ સામે થી એક સિંહ આવે છે... અને... આગળ એક અજગર લાબો થઈ ને સૂતો હોય છે... હમીર ગભરાઈ જાય છે અને પાછો મહેન્દ્રસિંહ જોડે જતો રહે છે...

          હવે, મહેન્દ્રસિંહ તૈયાર થાય છે.. તે પોતાના હાથમાં ભાલો લયીને આગળ વધે છે.. પરંતુ,જેવો એ સિંહ ઉપર ભાલા નો ઘા કરે છે કે બીજી જ હકિકત બહાર આવે છે...એ નકલી સિંહ હોય છે. એની અંદર ભુસુ ભરીને એને અસ્સલ પ્રતિકૃતિ જેવો બનાવાયો હોય છે.. મહેન્દ્રસિંહ સિંહ ઉપર ઘા કરી ભુસુ બહાર કાઢી નાખે છે.. હવે, એને સમજાય છે કે આ આખીય રમત ચાલાકીથી ઉભી કરવામાં આવી હોય છે... એ જ પ્રકારે નકલી અજગર ના ટુકડા કરી એ આગળ વધે છે... આગળ જતાં, પાણી થી ભરેલ જગ્યા આવે છે... આગળ વધવું હોય તો એ પાણી ઉપરથી પસાર થવું જ પડે... બીજો કોઈ રસ્તો જ નહોતો...મહેન્દ્રસિંહ ને આમાં પણ કશોક ભેદ લાગ્યો... એ સોપારી ચાવવાનો શોખીન હતો અને પ્રવાસ મા સતત પોતાની ગાઠે બાધીને રાખતો... એણે હાથમાં સોપારી લયીને પાણીમાં છૂટો ઘા કર્યો... ટણણ...ટણણ...એવો અવાજ થયો... હકિકતમા એ પાણી નહોતું.. કાચ ની ફર્શ હતી.. પરંતુ, મીસગાઈડ કરવા એને પાણી જેવો આકાર અપાયો હતો... 

    આવી અસંખ્ય પરિક્ષા પાર કરીને મહેન્દ્રસિંહ રાજકુમારી ની સામે પહોચ્યો ત્યારે એનાં પગ નીચે થી જમીન સરકવા લાગી .મૂમલનું સૌદર્ય નિહાળી ને મહેન્દ્રસિંહ ના મુખેથી નીકળેલા પહેલાં શબ્દો હતાં...

            " ના કોઈ મંદિરમાં આવી મૂરત હશે....ના સંસાર આવી બીજી કોઈ સૂરત હશે...."

    અંધારી રાતમાં વીજળી ચમકી હોય એવું મૂમલ નું રુપ હતું.
એનાં લાબા વાળ છેક નિતંબ થી નીચે થી સરકીને પગની પાની સુધી એવી રીતે પથરાયેલા હતા.. જાણે, કાળી નાગણો લબકારા મારતી હોય એવું દ્રશ્ય ખડું થતું...એનું આખુંય બદન ખજૂરાહોના શિલ્પ જેવા વળાંક ધરાવતું હતું. પીપળ ના પાન જેવી એની પાતળી કમ્મર જોઈને ભલભલા ની મતિ ભ્રમિત થઈ જાય.. એની મોટી સુંદર આખોની કાતિલ અદા જ એને વિશ્વની સૌથી અનન્ય સ્ત્રી મા સ્થાન અપાવતી હતી..
      
         મહેન્દ્રસિંહ ને લાગ્યું કે એની દાસીએ જે પ્રસંશા કરી એ કેટલી અધૂરી હતી.. સાચે જ મૂમલ જેટલી રુપાગના સમગ્ર રાજપૂતાના મા નહોતી..

        "પધારો... વીર.... આપની ચાલાકી અને શુરવીરતા પર હું વારી ગયી છું..." મૂમલે એની બાજુમાં પડેલ પલંગ ઉપર બેસવાનો ઈશારો કરતાં કહ્યું..

        પણ, અમરકોટ નો આ રાજા ખરેખર તીક્ષ્ણ બુદ્ધિશાળી હતો. એણે ફટ દયીને પલંગ ઉપર પોતાના ભાલા થી પ્રહાર કર્યો... આખોય ભાલો ગાદલાં ફાડીને સોસરવો નીકળી ગયો...એ પલંગ ની નીચે એક વિશાળ ખાડો હતો.. એની અંદર સળગતા અંગારા હતાં.. સતત તાપણી પ્રજજવલિત રહેતી... જે પણ રાજકુમાર પલંગ પર બેસવા જતો એ આગમાં હોમાઈ જતો...આ રીતે અત્યાર સુધીમાં અસંખ્ય પુરુષો નો એ પલંગે ભાગ લીધો હતો.. આ મૂમલ ને પામવાની સૌથી છેલ્લી શરત હતી.. મહેન્દ્રસિંહ એમાંથી પાર ઉતર્યા..

     અત્યાર સુધી તેજસ્વી જણાતી રાજકુમારી ના ચહેરા પર અચાનક જ નમ્રતા આવી.. એણે અમરકોટ ના રાજા ના ચરણ સ્પર્શ કર્યા. મૂમલ ના ગોરા ગાલ ઉપર પહેલી વાર શરમ ના શેરડા ફૂટયા...

     એ આખી રાત મૂમલ મહેન્દ્ર એ સાથે વીતાવી.

બીજા દિવસ ની સવારે મહેન્દ્રસિંહ અમરકોટ જવા નીકળ્યો ત્યારે મૂમલે રોકાઈ જવા વિનંતી કરી..

     રાજકુમારી મૂમલ ની જિંદગી ની ટ્રેજેડી ની એ શરુઆત હતી.
     અમરકોટ નો એ રાજા સાત રાણીઓનો ધણી હતો.
           ઉપરાંત, એ એક જવાબદાર રાજવી હતો.

મૂમલ માથે આભ તૂટી પડયું હતું. એ એક ગર્વિષ્ઠ રાજપૂતાણી હતી. અસંખ્ય નવયુવાનો ને એણે લજ્જિત કર્યા હતા. મોત ને ઘાટ પણ ઉતાર્યા હતાં. પોતાની જાતને એણે એ કક્ષાએ મુકી હતી કે કોઈ સામાન્ય માણસ એની બરાબરી ન કરી શકે.

    આજે એની બરાબરી કરનારો મહાવીર એને મળ્યો.. પરંતુ, એ આનંદ.. એ પ્રેમ માત્ર એક સપનું હતું. એનાં પહેલાં જ એનાં પ્રેમી નો પ્રેમ કુલ સાત સ્ત્રીઓ મા વહેચાયેલો હતો.. અલબત્ત, એ જમાનામાં બહુપત્નિવત એક નોર્મલ બાબત ગણાતી.. અરે...ઘણી પત્ની હોવી એ તો એક પ્રકારે ગર્વ નો વિષય બની રહેતો.

       પરંતુ, રાજકુમારી મૂમલ નો ગર્વ ખંડિત થયો હતો.

આખરે એણે મહેન્દ્રસિંહ પાસે થી એક વચન માગ્યું.. કે મને અમરકોટ થી લોદરવા અવારનવાર મળવા આવવું..

     પ્રેમ વિરહમાં વધે છે.તરસ બેબાકળી બને છે.

મૂમલ મહેન્દ્ર ની પ્રેમકથા મા પણ આ જ નિયમ કામ કરવા લાગ્યો...દુર ગયાં બાદ તલપ વધતી ગઈ... બેય પક્ષ બેબાકળા બન્યાં.. મહેન્દ્રસિંહ અવારનવાર લોદરવા આવવા લાગ્યો.. એનાં આગમન થી મૂમલ ની મેડી રંગીન બની જતી.મૂમલ ના શરીરમાં કપુર ની સુગંધ રેલાતી અને રાજા એ સુગંધમા પોતાનું અસ્તિત્વ ડુબાડી દેતો...

    જયારે તેઓ અલગ પડતાં.. એ પછીના દિવસો બેય જણ માટે તરસી હરણી સમાન બની રહેતા.. ખાવાપીવા થી માડીને રાજકાજ ના કામ ઉપર અસર થતી...

   છેવટે, મહેન્દ્રસિંહે આનો ઈલાજ શોધ્યો..એક ચીતલ નામ ની સાઢણી તૈયાર કરી.. એ સાઢણી ટ્રેઈન થયેલી હતી...ખૂબ જ ઞડપથી એ રાત્રે રણમાં દોડતી અને એક પ્રહર વીતે એટલામાં તો એ અમરકોટ થી લોદરવા નું અંતર કાપી નાખતી.. મહેન્દ્રસિંહ તરફથી એનાં માટે સ્પેશિયલ કાળજી રખાતી.

     મૂમલ માટે આનંદ ના દિવસો શરુ થયાં.. કેમ કે એનો ભરથાર એને રોજ મળતો હતો પરંતુ, આ આનંદ વધું દિવસ ટકી શકયો નહીં.

      મહેન્દ્રસિંહ આખી રાત મૂમલ ની મેડીએ રહીને વહેલી સવારે અમરકોટ પહોંચી જતો. પરંતુ, આ દરમિયાન તે હંમેશા નાની રાણી ના કમરામાં જયીને ચુપચાપ સૂઈ જતો..આ દરમિયાન એનું માથું હંમેશા ભીનું રહેતું.. કેમ કે, મૂમલ ની મેડી કાક નદીને પેલે પાર હતી એટલે, રાત્રે એણે તરીને જવું પડતું.. અને, વળતાં પણ તરીને આવવું પડતું.. નાની રાણી ને એક બે વખત આ ભીના વાળ ધ્યાનમાં આવ્યા પરંતુ, એણે કશી ચર્ચા ન કરી...

  હવે બન્યું એવું કે સૌ રાણીઓએ નાની રાણી વિરુદ્ધ ફરિયાદ કરી કે એના લીધે રાજા એમનાં ઉપર ધ્યાન નથી આપતાં.. ફરિયાદ મહેન્દ્રસિંહ ના પિતા વિશળદે સુધી પહોંચી.. વિશળદે એ નાની રાણી સાથે વાતચીત કરી તો જાણવા મળ્યુ કે રાજા આખી રાત બહાર રહે છે અને સવારે ઘેર આવે છે..

      વિશળદે જમાનાનો ખાધેલ માણસ હતો.. એણે વાતવાતમાં જાણી લીધું કે મહેન્દ્રસિંહ સવારે આવે ત્યારે એના વાળ ભીના હોય છે... એણે રાણીને ફરમાવ્યું કે હવે પછી જયારે રાજા આવે ત્યારે એનાં વાળ નીચોવી એક વાટકીમાં પાણી ભરવું... જેટલું આવે એટલું...

     રાણીએ આ હુકમ નું પાલન કર્યું.. વીશળદે એ પાણી ચાખ્યુ અને બોલી ગયાં...અરે..આ તો કાક નદીનું પાણી છે..મતલબ, મહેન્દ્રસિંહ માયાવી રાણી મૂમલ ના ચક્કર મા ફસાયો છે...

     બધી રાણીઓને જયારે ખબર પડી કે મહેન્દ્ર સિંહ રોજ રાત્રે સાઢણી પર સવાર થઈ રેગીસ્તાન ચીરી રાજકુમારી મૂમલ ને મળવા જાય છે ત્યારે તેઓ ની અંદર ઈર્ષ્યા ની આગ ભભૂકી ઉઠી..એમણે સાઢણી ના પગમાં કાટા ખોસીને નિષ્ક્રિય બનાવી દીધી...

        આ તરફ મહેન્દ્ર સિંહ મૂમલ ને રોજ રાત્રે બીજા પ્રહરમાં મળવાનો કોલ તોડવા નહોતો માગતો એટલે, એણે બીજા ઉટની સવારી કરી.. પરંતુ, ઉટ એટલી ઞડપી લોદરવા પહોંચી ન શકયું.રેગીસ્તાન મા ભટકતું રહ્યું.

        આ તરફ મૂમલ રાજકુમાર ની રાહ જોઈને થાકી ગઈ હતી. એને થયું કે હવે મહેબૂબ નહીં આવે એટલે પોતાની બહેન સાથે એ સૂઈ ગઈ.. કમનસીબે એની બહેન પુરુષ ના કપડાં પહેરીને મજાક મસ્તી કરતાં કરતાં જ મૂમલ ને ચીપકીને સૂઈ ગયી હતી.

        વહેલી સવારે મહેન્દ્રસિંહ છેવટે લોદરવા પહોચ્યો. એ મૂમલ ના ખંડમાં ગયો તો એણે જોયું કે પોતાની પ્રિયતમા પરપુરુષ ની બાહોમાં સૂતી છે...મહેન્દ્રસિંહ ના હાથમાં રહેલું ચાબુક ત્યાં જ પડી ગયું... અરેરે... ઔરત ની જાત... એક રાત રાહ ન જોઈ શકી..? 

      કોઈ જાગે એ પહેલાં તો રાજા વળતો અમરકોટ જવા નીકળી ગયો.. ગુસ્સામાં ને ગુસ્સામાં...

        સવારે મૂમલ જાગે છે અને પોતાના કમરામાં પડેલ ચાબુક ને જુવે છે અને પામી જાય છે કે ચોક્કસ અનહોની બની છે...એ એક સેવક ને અમરકોટ મોકલે છે અને સંદેશો કહાવે છે કે એ રાત્રે મારી સાથે મારી બહેન સૂતી હતી... તમે મને આવીને મળો...નહીતર, હું મળવા આવીશ..

       મહેન્દ્રસિંહ ને હવે આવા સંદેશા અસર નથી કરતાં.. એનું ઘવાયેલુ હદય વધું ઘવાય છે...મૂમલ ના વિરહમાં એનું શરીર સુકાતુ જાય છે.. આ તરફ મૂમલ ની હાલત પણ એવી થાય છે. પ્રેમ નો સૌથી મોટો શત્રુ વહેમ હોય છે..

     છેવટે, મન મક્કમ કરી ને મૂમલ અમરકોટ જવાનો નિર્ધાર કરે છે અને તે મહેન્દ્રસિંહ ને સંદેશ કહાવે છે..મહેન્દ્રસિંહ ને આ સંદેશો મળતાં એવો અહેસાસ થાય છે કે મૂમલ ની પ્રિત સાચી છે એટલે જ તે આટલે સુધી આવી રહી છે... પણ, મૂમલ પોતાને પ્રેમ કરે છે એ ચકાસવા માટે રાજા એક સંદેશો મૂમલ ને કહેવડાવે છે...કે સાપ કરડવાથી મહેન્દ્રસિંહ નું મૃત્યુ થયું છે... આ સંદેશો મળતાં જ મૂમલ એક પળનો વિચાર કર્યા વગર આપઘાત કરી જીવન ટુકાવે છે...આ તરફ મહેન્દ્રસિંહ ને મૂમલ ના આપઘાત ના સમાચાર મળતાં એ પાગલ થઈ જાય છે.. કહેવાય છે કે રાજા છેલ્લી અવસ્થામાં... હે મારી માઢ રી મૂમલ... એવું બબડતો બબડતો રેગીસ્તાન મા ભટકતો અને પાગલ અવસ્થામાં જ મૃત્યુ ને ભેટયો...

        રાજસ્થાન ની સૌથી સુંદર યુવતીની એ કરુણાતિકા હતી. આજેય દર વર્ષે મૂમલ ની સ્મૃતિમાં જેસલમેર મા મીસ મૂમલ પ્રતિયોગિતા નું આયોજન થાય છે જે આપણી મીસ ઈન્ડિયા જેવી કોમ્પિટિશન હોય છે.. જેમાં, મારવાડ ની સૌથી રુપાળી છોકરીઓ ભાગ લે છે.. જેસલમેર મા મૂમલ પેલેસ નામની એક સુંદર હોટલ પણ છે.. પાકિસ્તાન સરકારે એક કરોડ ની ગ્રાન્ટ ફાળવી મીરપુર મા મૂમલ ની સ્મૃતિમાં એક મહેલ નું નિર્માણ કર્યું છે...

આ આખી દાસ્તાન મારી બહેન મિતલે  મને સંભળાવી.

     બપોર નો સમય હતો. અમે બેય ભાઈ બહેન જમીને બેઠાં હતાં. નર્સરી મા સન્નાટો હતો અને ગામમાં પણ સોપો પડી ગયો હતો. મિતલ ની બોલવાની સ્પીચ એટલી મીઠી હતી કે મને મજા પડી ગઈ. એણે પોતાની વાત પુરી કરી એટલે મે તરત જ પુછી લીધું..

    " પણ, એમાં મારી મહેક કયાં આવી... મિતા.."

    "ઓહોહો... ભાઈસાબ... મારી મહેક... સાચું કહું.. સ્મિત.. એ કોઈની નથી... એ રાજકુમારી મૂમલ નો બીજો અવતાર છે..એનાં સંપર્ક મા જે યુવાન આવે છે એ મોત ને ભેટે છે...મૂરખ, તને એટલું નથી સમજાતું કે આટલી કામણગારી છોકરી આ રણવિસ્તાર ના ગામમાં શું કરે છે..? "

        " મતલબ... આ એનું વતન હશે ને.." 

        "નો...એ લોદરવા થી આવી છે. એનો જન્મ લોદરવા થયેલ.. સ્હેજ મોટી થતાં જ એના પિતા ને એમના ભાઈઓ સાથે ઝઘડો થયો.. ત્યાં થી ભાગીને એ જેસલમેર ગયા... ત્યાં પણ મહેક ના સૌદર્ય માટે થઈ ને મોટા પાયે કત્લેઆમ થયેલી.. છેવટે, એના પિતા આ ગામમાં આવી વસ્યા.. અહીં આવ્યા બાદ પણ એક યુવાન એના ચકકર મા મોત ને ભેટયો છે અને અસંખ્ય છોકરાઓ બરબાદ થયાં છે..." મિતલ ચિલ્લાઈ ને બોલતી હતી..

        " ઓકે...માની લીધું.. પણ,વર્ષો પહેલા મરી ચૂકેલી રાજકુમારી મૂમલ નું આજની મહેક જોડે કનેક્શન કેમ 
ફીટ કરે છે..? "

     "આ માત્ર હું નથી કહેતી... સ્મિત...આ ગામમાં ઘણાં લોકો કહે છે. જેસલમેર ના અસંખ્ય લોકો પણ આવું જ માને છે કે મૂમલ પણ પુરુષો ને ભરખી જતી... મહેક પણ પુરુષો ને ભરખી જાય છે.."

         "વોટ આ જોક... મતલબ કે સુંદર હોવું ગુનો છે.."

          "ના..."

          "યસ... મિતા...તમે લોકો એવું કેમ નથી વિચારતાં કે મહેક ની પાછળ પડી જનારા પુરુષો પણ દોષિત હોઈ શકે.."

          "કેમ કે અમે મહેક ના પ્રેમ મા નથી.."

         ઓહ... દીદી.. પ્લીઝ, જસ્ટ કલ્પના કર... આજ સુધી મહેક તો હાથમાં હથિયાર લયીને કોઈને મારવા નથી ગયી ને...થેન્ક ગોડ કે એના ભાઈઓ બળવાન છે.. એનુ ફેમીલી પહોચેલુ છે.. એટલે, રિએક્શન તો આવવાનું..!"

          " મારા ભાઈ, મારે તારી સાથે કોઈ આરગ્યુમેન્ટ નથી કરવા....તારામાં જીગર હોય તો મહેક ને ઘરમાં ઘાલ... પણ, આ ગામમાં તારા માટે થઈ મારે કોઈ લફરું નથી વહોરવુ... સમજયો...." મિતલ બે હાથ જોડતા બોલી.

        અચાનક મારી આખોમા ચમક આવી ગઈ. હું અને મિતલ પલંગ ઉપર સામે સામે બેઠાં હતાં. મિતલ રાજકુમારી મૂમલ ની વાતો કરતી હતી એ દરમિયાન હું લેપટોપ ઓપન કરી સતત એમાં નજર નાખી રહ્યો હતો. અચાનક જ એક અગત્યનો મેઈલ આવ્યો અને મારું હદય ધડકવા લાગ્યું...

       ડિફેન્સ ડિપાર્ટમેન્ટ નો એ મેઈલ હતો..

મારે ઈમરજન્સી બાળમેર પહોચવાનુ હતું... એડ્રેસ હતું... હોટેલ સેવાસદન.....

         એક કુદકો મારી હું ઉભો થયો.

       " શું થયું...?  કયાં જાય છે..? " 

        " મારી મહેબૂબા મહેક ને મળવા..."

         "કે મૂમલ ની માફક કમોતે મરવા..."

          "કદાચ, એ પણ બને.."

          "બોલ ને...સાચું.."

          "મારી પાસે પહેરવા સારાં કપડાં નથી એટલે શહેરમાં જતો આવું ....તારે કાય મંગાવવુ નથી ને.."

          "ના..પણ, તારી પાસે ચાર જોડ કપડાં તો છે.."

          " જોયાં છે તે...બધાં જ જીન્સ છે...અને, ઉપરથી તમારા મલકનો તાપ.... આમેય માણસ મરી જાય.. પાછાં તમે કોઈ માસુમ છોકરી ને દોષ આપો...છટ્..." 

         "શટ અપ... નીકળ હવે... ફટાફટ આવજે.."

હું મિતલ ની રજા લયીને નીકળ્યો ત્યારે બહાર સખત લૂ હતી. મારી ચામડી જલતી હતી. મે ગરમી થી બચવા માટે માથે હાથરુમાલ નાખ્યો હતો. શરીર ના અંગો જાણે શેકાઈ જતાં હતાં.. આગ ની ભઠ્ઠીમાં ચાલતાં હોઈએ એવો અહેસાસ થતો હતો.

      આ મરુપ્રદેશ મા લોકો કેમ જીવતાં હશે..? એવો મને એક વિચાર આવી ગયો.અને.., આ મરુસ્થલ મા મારી મહેબૂબા કેમ જીવતી હશે.. એવો બીજો વિચાર પણ તુરંત જ આવ્યો.

      છેલ્લા બે દિવસ મા મે મહેક વિશે હજારો વિચાર કર્યા હતા અને એની જ વાતો સાભળી હતી. થોડા જ દિવસમાં મારી સગાઈ થઈ હતી એ છોકરી સાથે એક મેરેજ મા મારી મુલાકાત થવાની હતી. બેય પરિવાર નો આગ્રહ હતો કે નવી પેઢીના છોકરાઓ મળે.. એકબીજા સાથે વાતચીત કરે... તો.. ટુક જ સમયમાં લગ્ન વિશે વિચારી શકાય..

     એ છોકરી નું નામ હેતલ હતું.આ સંબંધ કર્યા બાદ મારા પિતા નું ગૌરવ વધ્યું હતું. આ સંબંધ વડે મારી શોહરત પણ વધી હતી.. કેમ કે, હેતલ આખાય ખાનદાન ની એકમાત્ર વારસ હતી... એટલે, હું બેય પક્ષ માટે કેન્દ્ર બિન્દુ હતો.

     જો કે, એ વખતે એ બેય પરિવાર ને કયાથી ખયાલ હોય કે હું એવાં કળણ મા ડૂબી ગયો હતો કે જયાથી ચાહીને પણ બહાર નીકળી નહોતો શકતો ....મારી જિંદગી ની આ સૌથી મોટી ટ્રેજેડી હતી... હું કુળ પર કલંક બનવા તૈયાર હતો પણ,મારી એ અનુપમ પ્રિયતમા ને છોડવા તૈયાર નહોતો.. એના દેહમાંથી ફેલાતી કપુર ની સુગંધ મારા અસ્તિત્વ સાથે ઓતપ્રોત થઈ ગઈ હતી..

       અચાનક મારા દિમાગમાં ઞબકારો થયો..

       કપુર ની સુગંધ....

      રાજકુમારી મૂમલ ના શરીરમાં થી પણ કપુરની સુગંધ આવતી.....

     માય ગોડ... મારું માથું ભમી રહ્યું