@@@@@ ભાગ : 9 @@@@@
અમદાવાદ નું ઈન્વેસ્ટીગેશન ખતમ કરી હું અને હીના બાળમેર પરત ફર્યા હતા. અમે સીધા જ મિતલના ઘેર નિમ્બલા ગયા. સવાર ના પાચ વાગ્યા હતા.
આખી રાત ડ્રાઇવિંગ કરવાને લીધે હું થાકયો હતો. મને ઉઘવાની ઈચ્છા થઈ આવી પરંતુ, હીના જાગતી હતી ત્યાં સુધી સુવાનો સવાલ જ ન ઉઠે.. એ વળી પાછી બૂમો પાડવાની શરૂ કરે. " ઓહ.. સ્મિત.. હું એક છોકરી થઈ ને જાગુ છું અને તું..! " એથી મે મિતલ પાસે થી પાણી મંગાવી મોઢું ધોયુ. અમે અમારા સ્વાર્થ માટે આ બિચારા પતિ પત્ની ને પરેશાન કરી રહ્યા હતા.
મિતલ ના હાથ ની કડક ચાય પીધી.
સવારે સૂર્ય ઉગતાની સાથે જ અમે ફટાફટ સ્નાન વગેરે પતાવીને તૈયાર થઈ ગયા. અમારે જેસલમેર જવાનું હતું પરંતુ, શ્રીવાસ્તવ સાહેબ નો ઓર્ડર નહોતો આવ્યો. તેઓ અગત્યની મીટીંગમાં હતાં અને બપોર સુધી રિપ્લાય આપવાની એમનાં અંગત સેક્રેટરી એ ના પાડી હતી. હવે અમારે ફરજિયાત બપોર સુધી નિમ્બલા મા રોકાયા વગર છૂટકો જ નહોતો.
આખરે હીના એ વચ્ચે નો રસ્તો કાઢયો હતો.
" સ્મિત..! એક કામ કર... હું જેસલમેર જાઉં છું. તું અહીં બપોર સુધી રોકાઈ જા.. કશું પણ કામ હોય તો મને કોલ કરજે.હું પાછી આવી જયીશ.." હીના ના દિમાગ મા શું ચાલતું હોય છે એ તો મને પણ આજ સુધી નથી સમજાયું.
" એઝ યુ વિશ. ." મે કહ્યું.
હીના જેસલમેર જવા રવાના થઈ અને થોડીવાર મા જ મિતલ પોતાની બેય બેબીઓ સાથે તૈયાર થઇ ને બહાર આવી.
" અરે...તું કયી બાજુ..? "
" માત્ર હું એકલી જ નથી જતી. તારે પણ આવવાનું છે. તારી માશૂકા ની બહેન ના મેરેજ છે.."
" શું... તો તારે શું લેવા દેવા પણ..."
" અરે...આખાય ગામમાં આમંત્રણ છે..જમવા માટે.."
" ઓહ...અચ્છા.."
" અચ્છા ના બચ્ચા...તૈયાર થઈ જા...અને, ત્યાં જયીને સખણો રેજે..."
હું મનોમન મલકયો. આટલી વ્યસ્તતા વચ્ચે પણ કુદરત મને મહેક ને મળવાની તક આપી રહ્યો હતો.
હું ફ્રેશ થયો. જીન્સ ટી શર્ટ ઠઠાવ્યા. પરફ્યુમ છાટયુ.
" સ્મિત... તારા માટે છોકરી જોવા નથી જતાં આપણે.."
મિતલ ઘણીવાર હીના ની ભાષામાં વાત કરતી. મારા ઉપર એકચક્રી અધિકાર ભોગવતી.
* * * * *
બાળમેર ના ગામડામાં આવાં પ્રસંગ વખતે રંગત વધી જાય છે. એક વિશાળ મંડપ તળે લાલ પીળી પાઘડીઓથી શોભતાં ડોસાઓ એકત્ર થયાં હતાં. યુવાનો આખી રાત શરાબ મા મશગુલ રહ્યા બાદ દિવસે લથડતી ચાલે ગપ્પાં મારી રહ્યા હતા.
સ્ત્રીઓ નો અલગ વિભાગ હતો.
હું અને મિતલ જયારે મંડપમાં પ્રવેશ્યા ત્યારે સૌ ફાટી આખે અમને ભાઈ બહેન ને જોઈ રહ્યા.
મિતલે પોતાની ફેવરિટ પીન્ક સાડી પહેરી હતી જે એનાં દેહ સાથે એકદમ ફીટ બેસતી હતી. મે રેડ ટી શર્ટ અને બ્લૂ જીન્સ પહેર્યા હતાં.
મુખ્યદ્વાર આગળ જ મહેક ના પિતા ઉભાં હતાં. તેઓ સૌ મહેમાનો નું સ્વાગત કરી રહ્યા હતા. મિતલ ને જોઈને તેઓ એક ડગલું આગળ આવી ને બોલ્યા.." આવો...આવો... બહેન...! તમે પેલી તરફ જતાં રહો... મહેક....ઓ...મહેક... મિતલબેન ને જોડે રહી જમાડી લે..."
મારું હદય એક ધબકારો ચૂકી ગયું.
મારી અનુપમ માશુકા મારી સામે થી ચાલી આવતી હતી. એણે વાદળી કલરની ચણીયા ચોળી પહેરી હતી. વાળથી કેડ સુધીની ઓઢણી આસમાની કલરની હતી. કેડ ની ઉપર ચાદીનો ઝુમ્મર વાળો કંદોરો લટકતો હતો.એણે પોતાના શ્યામલ ચહેરા ઉપર આછો પાવડર છાટ્યો હતો. એની સંમોહક આખોમા એણે ડીપ મા કાજળ ઘસ્યુ હતું. એનાં રસભરેલ હોઠ ઉપર લિપસ્ટિક નો આછેરો ઢોળ ચઢાવ્યો હતો.
હું બાઘાની માફક એને જોઈ રહ્યો.
એ અને મિતલ મારી નજર સામે થી અદ્રશ્ય થયાં ત્યાં સુધી હું એની કામણગારી કાયા ને તાકી રહ્યો. જતાં જતાં એણે મારી સામે એક સ્મિત ફરકાવ્યુ હતું. હવે એને મળ્યા વગર મને ચેન નહોતું પડવાનું.
મે ફટાફટ જમવાનું ફીનીશ કર્યું..
જમણવાર જયા ચાલતો હતો એની પાછળ ઘાસચારો ભરેલ એક વાડો હતો. સૌ પાણી પીવા માટે ત્યાં જતા હતા. મને ખબર હતી કે મિતલ ને લયીને એ ત્યાં પાણી પીવા જરૂર આવશે.
તમે જયારે કોઈ ના પ્રેમમાં પડો છો ત્યારે સાનભાન અને વિવેક આપોઆપ ગુમાવો છો.
હું પાણી ના ચકલા આગળ જયીને ઉભો રહી ગયો.
થોડીવાર મા એ મિતલ ને લયીને ત્યાં આવી.
એણે મારી સામે જોયું.
મે એને ઈશારો કર્યો.
ઘાસચારા થી ભરેલા એ વાડામાં એક ખુણે ઓરડી હતી. એની અંદર ચાર, પૂળા તેમજ ગાયો ને ખવડાવવા માટે નું ખાણ પડેલું હતું.મે મહેક ને ત્યાં આવવા ઈશારો કર્યો.
મહેક ની આખમા ગુસ્સો તરી આવ્યો હતો.
હું ખરેખર મોટું રિસ્ક લયી રહ્યો હતો.
આ જાહેર જગ્યા હતી.એ વાત અલગ છે કે અહીં કોઈનું ધ્યાન ન હોય પરંતુ, કદાચ કોઈ આવી જાય તો બેય નું આવી બને....બની શકે કે મિતલ ઉપર પણ સવાલ ઉઠે.
પરંતુ, મારી બેચેની વધી રહી હતી.
મારે મહેક ને પુછવું હતું કે પેલાં યુવાન ના મોત નું અસ્સલ કારણ શું હતું..? સાચું કહું તો મને જલન થતી હતી કે કોઈ યુવાન મારી પ્રેમિકા ના પ્રેમ ખાતર મરી જાય કેમ...?
હું ઞડપથી એ ઓરડી મા ઘુસી ગયો.
મને વિશ્વાસ હતો કે મહેક ચોક્કસ આવશે..
ઓરડામાં ખાસ્સી ગરમી હતી. બપોર ની લૂ શરૂ થઈ હતી.
મને પરસેવો છૂટી રહ્યો હતો.
એટલામાં મહેક આવી.
" સ્મિત...! તારામાં બુધ્ધિ જેવું કશું છે કે નહીં...." એ બોલવા ગયી અને મે એને ગભરાઈ જાય એ હદે આલિંગન આપ્યું હતું...
બપોર નો અસહ્ય ઉકળાટ..... ઓરડામાં થતો બફારો... ઘાસચારો અને ખાણ ની બદબૂ.... બાજુમાં જમણવાર નો ગણગણાટ.... પાણી પીતા લોકો.... ખૂણામાં ફરતી બકરી... આ બધું ય એકતરફ રહી ગયું...
મારી પાસે મહેક હતી.
વિશ્વ ની સૌથી ખુબસુરત યુવતી...
મારે કશું જ જોઈતું નહોતું.. હું બધું જ ભૂલી ગયો હતો.
મારી ડયૂટી... મારું મિશન..હેતલ.....હીના....
એના બાહુપાશમાં મને જન્નત ફીકકી લાગી રહી હતી.
એનાં મા સમાઈ જવા માટે મે મારી જાતને વહેવા દીધી.
આ રીતે ખાસ્સો સમય વીત્યો.
" ઓહ...સ્મિત.... બસ હવે...તું તો ધરાતો જ નથી..."
એ મારાથી અલગ થઈ. પોતાના હોઠ અને ગાલ ઉપર રુમાલ ફેરવવા લાગી. મે ખરા બપોરે એના કોમળ ચહેરા ઉપર અત્યાચાર કર્યો હતો.
" ચલ...હવે હું જાઉં છું..." એ આગળ વધી.
મે એનો હાથ પકડ્યો...." મહેક.. મારે તને કશુંક પુછવું છે
" બોલ..."
" પ્લીઝ, તું ખોટું ન લગાડતી.."
" તું તો બહું લપ્પી.....બાપા "
" ઓકે....શું આ વાત સાચી છે કે આ ગામમાં કોઈ યુવાન તારા પ્રેમ ખાતર મરી ગયો હતો..."
મહેક મારી સામે તાકી રહી.
" આ વાત તને કોણે કહી...સ્મિત. ."
અમારી વાતચીત ચાલતી હતી એ દરમિયાન જ બૂમો સંભળાઈ ....મહેક....ઓ ....મહેક...
" મારે જવું પડશે..."
" એ વાત સાચી છે... મહેક..."
"હા..એ યુવાન મને પ્રેમ કરતો હતો...બાય.."
મહેક બહાર નીકળી ગઈ...
હું એને જતી જોઈ રહ્યો. મે એક ઉડો નિશ્વાસ નાખ્યો.
મારે મહેક ને બીજો સવાલ કરવો હતો કે શું તું એ યુવાન ને ચાહતી હતી...? પણ,મારી હિંમત ન ચાલી.
શું ખરેખર મિતલ ની વાત સાચી હતી..?
શું ખરેખર મહેક રહસ્યમય ઔરત હતી...?
મને મારી જાત પર ગુસ્સો આવતો હતો.