ભાગ : 11
મે જીવનમાં બીજી વાર જેસલમેર મા પગ મુકયો હતો.
અગાઉ ફક્ત ફરવા આવેલો.એ વખતે આખમા કુતૂહલ હતું..600 વર્ષ પુરાણો ભાટી રાજપૂતો નો કિલ્લો...પટવાની હવેલી..ગડીસર તળાવ... ડેઝર્ટ... આ બધું બે દિવસ મા જોઈને હું નીકળી ગયેલો...
અત્યારે હું જેસલમેર ની બજારમાં હતો.શહેરની મધ્યમાં હીનાએ એક હોટેલમાં રુમ બુક કરાવી હતી. જયાં સુધી ઈન્વેસ્ટીગેશન ખતમ ન થાય ત્યાં સુધી અમારે અહીં જ રહેવાનું હતું.
હું નિમ્બલા થી નિકળ્યો ત્યારે મે મિતલ ને તમામ હકિકતો થી વાકેફ કરી હતી. એ ટી એસ મા મારું સિલેક્શન થયું છે એ જાણી મિતલ પોરસાઈ હતી.એણે મને મહેક થી દુર રહેવા અને કેરિયર ઉપર ફોકસ કરવા ની મોટીમસ સલાહો આપી હતી. મારી એ લાડકી બહેન ને કયાં ખબર હતી કે મહેક મારાં અસ્તિત્વ મા ઓતપ્રોત થઈ ગઈ છે...!
જેસલમેર શહેરની આલિશાન હોટેલમાં પડયાં પડયા અમારે હવે ફક્ત એક વ્યક્તિ ની રાહ જોવાની હતી. એ વ્યક્તિ એટલે અમારા ચીફ શ્રીવાસ્તવ સાહેબ....! તેઓ જેસલમેર આવી રહ્યા હતા. મે એમને ટ્રેનિંગ દરમિયાન જોયાં હતા. એમની પાવરફુલ પર્સનાલીટી નો સૌને ડર લાગતો.નવાં ઓફિસરો નું સિલેક્શન એ સ્વયં કરતાં. મને પસંદ કરવામાં પણ એમનો જ ઓપિનિયન હતો.તેઓ ખુદ જેસલમેર આવી રહ્યા હતા એનો મતલબ કે કોઈ મોટું મિશન અમારી રાહ જોઈ રહ્યું હતું. હું એકસાઈટ હતો.હું સંપૂર્ણ ટ્રેઈન ઓફિસર હતો.પહેલા દિલ્હી અને પછી જમ્મુમાં મે મારી ટ્રેનિંગ પૂર્ણ કરી હતી. પરંતુ, હવે મારી પરિક્ષા ની ઘડીઓ હતી.ફર્સ્ટ ટાઈમ હું ટેરિરિઝમ અગેઈન્સ ના મિશનમાં પાર્ટ લેતો હતો.
રુમ નંબર 11 મા ,એક બેડ ઉપર લેપટોપ ખોલીને હું બેઠો હતો. હીનાએ કેટલાક પોઈન્ટ ટીક કર્યા હતા.. જે મારે વાચી લેવાનાં હતાં.
" સ્મિત... તું ફટાફટ આ પોઈન્ટ રીડ કરી લે..ત્યાં સુધી હું બાથ ફીનીશ કરું.." હીના પોતાની બેગ ખોલતાં બોલી
" રોજ સાજે ન્હાવુ જરૂરી છે.. હીના.."
" ઔફ કૌર્સ... આખા દિવસ નો થાક લાગે ને..."
" વાહ... એ ટી એસ ની ઓફિસર ને આખો દિવસ એ સી ગાડીમાં રખડવું છે...બ્રાન્ડ ના કપડા પહેરવા છે...કોકનુ દિમાગ ચાટવુ છે અને થાક પણ લાગે છે... વાહ.. વાહ.." મે હીનાની ખેચવાની ચાલુ કરી.
" એ તો તને હવે ખબર પડશે...સ્મિત... જયારે આતંકીઓ હાથમાં થી છટકી જશે ને...ઉપર કેવાં કેવાં જવાબો આપવા પડે છે... હજૂ તો સર ને આવવા દે...અમદાવાદ મોલના હુમલામાં જે લોકો મર્યા છે ને...એનાં જવાબદાર આપણે છીએ ....એવું આ દેશ ના નેતાઓ માને છે.તેઓ સણસણતા સવાલ કરે છે.. કમબખ્તો સીવીલીયન થઈ ને ડિફેન્સ ની મજાક ઉડાવે છે..." હીના કાયમ તીખી ભાષામાં જ વાત કરતી.
" હોય... એ તો ...એમને પ્રજા પાસે વોટ માગવા જવાનું છે... આપણે શું...? "
" એ જ છે ને...આપણે તો મરવા માટે જ મુકાયા છીએ.. ચલ હવે...મારું દિમાગ ખાવાનું બંધ કર...હું નાહી નાખું... ફટાફટ..." કહીને એ બાથરૂમમાં ઘુસી ગયી.
મારા ચહેરા પર એક સ્મિત આવી ગયું.
ગજબની છોકરી હતી....હીના....
એ કયારેય પોતાની લાગણીઓ ને કોઈની સાથે શેર ન કરતી.એક ઓફિસર તરીકે એની કમજોરીઓ ને એણે મનનાં કોઈ સાતમાં પાતાળમાં દાટી દીધી હતી. મને ખબર હતી કે આ કઠોર યુવતીની પાછળ એક પ્રેમાળ છોકરી વસે છે. જેને મારા પ્રત્યે અનહદ લાગણી છે.હું ઈચ્છતો હતો કે હીના ને કયારેય એ વાત ની ગંધ ન આવે કે હું મહેક ને ચાહું છું... નહીંતર, એ અંદરથી તૂટી જશે...
એ માસૂમ યુવતીના દિલ સાથે હું દગો કરવા નહોતો ઈચ્છતો...પણ,હીના ઉપર મને વિશ્વાસ હતો. એ મારા જેટલી બેચેન નહોતી. એ દેશ ની સૌથી બહાદુર દીકરી હતી.એ ટી એસ ની હોનહાર ઓફિસર અને અમારા ડિપાર્ટમેન્ટ નું ગૌરવ હતી.એની સાથે મજાક કરવાનો અધિકાર ફક્ત હું જ ભોગવતો...બાકી,તો સૌ એનાથી ફફડતા. એનું મુખ્ય કારણ હતું... એની કામ કરવાની સ્ટાઈલ....આગવી સુઝ થી એ કેસ ના મૂળમાં જતી અને ગજબ ના સોલ્યુશન લાવતી.એથી જ કદાચ, એ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ નું નાક હતી..
હું હીના ને છેતરી રહ્યો હતો...
ધડામ...કરતું બાથરૂમ નું બારણું ખુલ્યું અને હીના બહાર આવી.
એણે આખાય શરીર ફરતે ટુવાલ વીટ્યો હતો.માથાના ખુલ્લા વાળ એ વારંવાર ઝાટકવાનો પ્રયત્ન કરતી હતી. એનાં દેખાવડા ચહેરા પરથી પાણી ના ફોરા ટપકી રહ્યા હતા. લોશન ની સુગંધ વડે આખોય કમરો મહેકી ઉઠયો..
હું ફાટી આખે હીનાને જોઈ રહ્યો.
હીના ની નજર મારા ઉપર પડી.એક પળ માટે એની આખોના રંગ પલટાયા.ચાહત ની સરવાણી ફુટી અને પોતાના પ્રચંડ મનોબળ વડે એણે બધાં આવેગો દબાવી દીધાં.
" શું નફફટ ની જેમ જોઈ રહ્યો છે...? ". એ બોલી.
" તું પરમેશ્વર ના ઘર ની શ્રેષ્ઠ મુરત છો...હીના.."
" આઈ ડોન્ટ લાઈક..પોઈટ્રી...."
" આઈ નો વેરી વેલ...બટ,યુ આર સો બ્યુટીફૂલ.."
" મને પ્રસંશા પણ પસંદ નથી.."
" તો...શું પસંદ છે.. હીના.."
" પહેલા મને કપડાં ચેન્જ કરવા દે...પછી બતાવું..."
હીના એ જીન્સ ટી શર્ટ પહેર્યા અને પછી મારા બેડ પાસે આવી ઉભી રહી. એણે પોતાની બેગમાં થી રિવોલ્વર નિકાળી અને મારા માથે ટચ કરી..
" મને આ પસંદ છે..સ્મિત..." એ દાત કચકચાવીને બોલી
હું ખડખડાટ હસી પડ્યો.
જો કે એ વખતે મને અંદાજ નહોતો કે એક સમય એવો આવશે કે હીના મારા કપાળે રિવોલ્વર રાખવા માટે સીરીયસલી મજબૂર થઈ જશે ....અને,એનું કારણ હશે... મહેક...!