Marubhumi ni mahobbat books and stories free download online pdf in Gujarati

મરુભૂમી ની મહોબ્બત - 3

@@@@@ ભાગ - 3 @@@@@

બાળમેર જિલ્લા ના રણવિસ્તાર ના ગામ ના ધોરા પર એક અજાણી યુવતી સાથે હું સ્મિત  દિલ ખોલીને વાત કરી રહ્યો હતો. એ સવાર કેટલી સોહામણી હતી..! 
           મહેક એક ઞાટકા સાથે ઉભી થઇ ત્યારે મને લાગ્યું કે ઉતાવળ મા કશુંક બફાઈ ગયું છે..! સાચું કહું તો હું મને પ્રેમ કરતાં નથી આવડતું. રહેણી કહેણી મા હું ખુબ જ સ્પષ્ટ માણસ છું એટલે, દાવપેચ બિલકુલ ફાવતા નથી. મે મારુ અંતર એ રુપયૌવના સામે ખોલી નાખ્યું હતું.
    
          "મને લાગે છે.. હવે, મારે જવું જોઈએ.."એ પોતાના ચણીયા પરથી રેત ખંખેરી બોલી.

           "પણ, મારી વાત હજું પુરી નથી થઈ.." 

          "ઓહ...સ્મિત... તું ખુબ જ જકકી છો.."

          "હું કોશિશ કરીશ કે તું મારી બનીને રહે.." 

મારા શબ્દોથી એ ખડખડાટ હસી હતી. માય ગોડ....એનાં દાત કેટલા શ્વેત હતાં..! ખબર નહીં, આ યુવતીને જયારથી હું મળ્યો હતો ત્યારથી એનાં એક એક અંગો મને પૃથ્વી ની આઠમી અજાયબી સમા લાગતાં.

           "એમાં હસવા જેવું શું છે... મહેક.."

            "તમે પુરુષો આટલાં અધીરા કેમ બની જાઓ છો એ જ મને નથી સમજાતું...સ્મિત... અગર, મારી ઈચ્છા ન હોત તો તું મને સ્પર્શ પણ ન કરી શકયો હોત.. મે તને મારી નજીક આવવા દીધો.. કેમ કે, હું તને ચાહું છું. જયારે પહેલી વાર તે આ ગામમાં પ્રવેશ કર્યો અને મે તને જોયો.. એ જ પળથી તું મને પસંદ છે... હજુય તારે મારા મોઢે શું બોલાવવુ છે.. એ જ મને નથી સમજાતું..."

            "સોરી.. પણ, મને આવાં ફીલીન્ગસ કોઈ પ્રત્યે નથી થયાં... તું સૌથી અલગ છે... મહેક...."

          "ચલ.. ચલ... હવે.. બહું થયું. કોઈ જોઈ જશે ને તો બધાં ફીલીન્ગસ બહાર આવી જશે..." કહીને એ ફટાફટ ધોરા નીચે ઉતરવા લાગી. હું એને જતી જોઈ રહ્યો.

      મારી એ સુધરી ગયેલી સવાર હતી. બગાસું ખાતાં પતાસું મોઢામાં આવી જાય એવુ કશુંક બન્યું હતું. સૂર્ય ધીમે ધીમે ઉપર ચઢી રહ્યો હતો. રેતીના કણ સોનાની માફક ઞગારા મારતાં હતાં.એપ્રિલ મે મહીનામાં આ ગામડામાં તાપ વેઠો તો ખ્યાલ આવે કે રેગીસ્તાન શું ચીજ છે..? સવારે નવ વાગ્યે તો ગરમી શરૂ થઈ જાય.
             હું મહેક ના વિચારો મા જ ધોરા પરથી નીચે ઉતરી રહ્યો હતો.મારુ રોમેરોમ અકથ્ય સંવેદના થી ઉછાળા મારતું હતું. રોમાંચ ની ચરમસીમાએ રહેલું હદય જોરશોરથી ધડકતું હતું. મારી જિંદગી કોઈ સામાન્ય નહોતી એટલે, આવી લાગણીઓ માટે મારી જિંદગી મા કોઈ જ સ્થાન નહોતું.

        મારી જિંદગી મા મે લગભગ મોજશોખ પામી લીધા હતા. કોલેજ દરમિયાન જ અસંખ્ય લફરાં કરેલા અને ઢગલાબંધ મારપીટ કરેલી.હું તોફાની હતો.એના પરિણામે કોઈ સાથે મને અંગત લગાવ ન થતો. મારા પિતાએ કોલેજમાં હતો ત્યારથી મારી સગાઈ નક્કી કરી નાખી હતી. કદાચ, ટુક જ સમય મા મેરેજ ની વાત પણ નક્કી થાય. મારા પિતા જબરા હતાં.ભરાવદાર ચહેરો.. પાણીદાર મૂછો.. લાલઘૂમ આખો.... આખાય ગામમાં એમનો ગજબનો વટ પડતો. કોઈ એમનો બોલ ઉથાપી ન શકતું. મે પણ નક્કી કરી રાખ્યું હતું કે મારા પિતા જયાં નક્કી કરે ત્યાં મારે પરણી જવું... હું ગમે તેટલાં આધુનિક માહોલમાં ઉછર્યો હોઉ પણ, મારા પિતા વિરુદ્ધ જવાની મારી હિંમત નહોતી.

         પણ.....પણ... આજે હું જે યુવતીની બાહુપાશમાં ખેલી આવ્યો હતો એ યુવતી માટે હું ભગવાન થી પણ લડી જવા તૈયાર હતો. જો કે મને ખબર હતી કે ઈશ્વર સામે લડવું આસાન હોય છે પણ,મારા પિતા જેવા વટ વચન ખાતર મરી જનાર લોકો સામે લડવું કયારેય આસાન નથી હોતું.

          વિચારો મા ને વિચારો મા હું ચાલ્યો જતો હતો. હવે હું ગામમાં પ્રવેશ કરી ચૂક્યો હતો.ગામ સાધારણ હતું. અગાઉ જણાવ્યું તેમ લગભગ ઘરો કાચા માટીના હતાં.થોડાંક મકાનો જેસલમેર ના પથ્થરો વડે બનેલા હતાં. એ મકાનો મા કદાચ ગામ નું "ક્રીમ "વસતું હતું.

           આગળ જતાં એક લાલ પીળી પાઘડી ઓથી સજજ એક ટોળું બેઠેલું જણાયું. હું સ્હેજ ખચકાયો. એ સૌ મારી સામે ટીકીટીકી ને જોઈ રહેલા. હજું તો થોડાં સમય પહેલાં એમનાં જ ગામની યુવતી સાથે મે પ્રણયફાગ ખેલ્યો હતો એથી મને થોડી અપરાધભાવ ની લાગણી થઈ આવી.

        "કયાથી આવો છો...? " એક પાતળી કાયા ધરાવતા પચાસેક વર્ષ ના ડોસાએ ઉભાં થઈ ને પુછ્યું.

           "ગુજરાત થી...."

          "અહીં કોનાં ઘેર આયા છો..? " 

          " નર્સરી મા..

          "આમ કયાં ગયા હતાં. .!" 

હવે મને સાચ્ચે જ ગુસ્સો ચઢયો હતો. આ કમબખ્ત ડોસાઓ મને શું સમજતાં હતાં..!  બતાવી દયીશ.. સાલ્લાઓ ને... .હું દાત કચકચાવીને મનોમન બોલ્યો.

            "બસ...આમ જ ટહેલવા...

            "અહીં ટહેલવા જેવું કાય નથી.. હવે પછી આ તરફ જવાની કોશિશ ન કરતાં.... જાવ..." પેલો મારી સામે તીરછી નજર ફેરવી બોલ્યો.

           મને અંદરથી ઝાળ લાગી ગઈ પરંતુ, મને ખ્યાલ આવી ગયો કે મહેક આ જ રસ્તે થી નીકળી હશે. આ લોકો ગુસ્સે ભરાય એ વ્યાજબી હતું. મે ભૂલ કરી જ હતી. અજાણ્યા ગામમાં એકલાં રખડવું એ પણ ગુનો જ હતો. મિતલ એટલે જ કદાચ મને એકલો જવા દેવા નહોતી માગતી.

           હું કશુંય બોલ્યા વગર આગળ ચાલ્યો. પાછળ થી એક બે યુવાનો કશીક કોમેન્ટ કરી હસ્યાં. મને અંદર થી આગ લાગી ગઈ હતી પરંતુ, મારે આ ગામમાં રોકાવું હતું... મારી એ અનુપમ સુદરી ખાતર.... એટલે, હું ચુપ રહ્યો.

                 નર્સરી પહોચ્યો ત્યારે મિતલ કપડાં ધોઈ રહી હતી. મને જોતાં જ એ ઉભી થઇ.

          " કયાં રખડે છે... અજાણ્યા ગામમાં..." 

           "આ તો મારા ગામ જેવું જ છે... ખરેખર.."

           " તો શું તું આ ગામ જોવા આવ્યો છે.."

           "નો...હું ગામનાં લોકોને જોવા આવ્યો છું.." 

            " જોઈ લીધા..."

             "હા...દિલમાં વસી જાય એવાં છે.."

             "ઓહો.... ભાઈસાબ... કાય લફરું નથી ને..."

હું મિતલની નજીક ગયો. એ મારી સામે જોઈ રહી. મે એક ઉડો શ્વાસ લીધો અને પુછી લીધું..." મિતલ.. એક વાત કહું" 

              "બોલ ને.... ભાઈ.."

              "તું આ ગામમાં કોઈ મહેક નામ ની છોકરી ને ઓળખે છે...? ..

         મારો એ પ્રશ્ન સાભળી મિતલના પગમાં કોઈએ બોમ્બ ફોડયો હોય એમ હેબતાઈ ગયી. જાણે ભૂત જોયું હોય એમ મારી સામે જોવા લાગી.

              "તું મહેક ને કયાથી ઓળખે.... સ્મિત...!

              "હું એને ચાહું છું. "

               "વ્હોટ..."

           "હા...અને, એની સાથે લગ્ન કરવા માગું છું. "

             "સ્મિત.... આર યુ મેડ...?"

            "હા...હું એનાં પ્રેમ મા પાગલ છું.."

            સ્મિત... તને ખબર છે.. તું શું બોલી રહ્યો છે..!"

            "મારે એ જોઈએ છે... મિતલ..."

           "તું એ ચૂડેલ ને કયાં મળ્યો... સ્મિત."

           "માઈન્ડ યોર લેન્ગવેજ.... મિતલ... તારા જેવી સંસ્કારી છોકરી ના મોઢે આ શોભતું નથી.. એ કોઈ ચૂડેલ નથી.. એ રાજસ્થાન ની સૌથી સુંદર યુવતી છે..."

           "અરે...મારા ભાઈ.. એ કાળી છોકરી મા તું શું ભાળી ગયો છે...તને ખબર નથી.. એ છોકરી શાપિત છે..."

           મિતલના શબ્દો થી મને ખરેખર હસવું આવી ગયું.. મિતલ જેવી એજયુકેટેડ યુવતીના મોઢે આવાં શબ્દો સાભળી મને નવાઈ લાગતી હતી...શું આ વિસ્તારમાં રહીને મિતલ ની માનસિકતા બદલાઈ ગઈ હતી...? 

           "મિતલ... પ્લીઝ... આવી ફાલતું વાતો બંધ કર... એ છોકરી મા મારો જીવ અટકેલો છે.."

          "તું મને પહેલાં એ જણાવ કે એ તને કયાં મળી. ? "

          "હું એને ફક્ત બે દિવસ થી જ ઓળખું છું પરંતુ, આ બે દિવસ મા મે બે યુગ જીવી લીધા છે... તારી જાણ ખાતર... હું હાલ એને જ મળીને આવી રહ્યો છું..." 

          " શું.... હે ભગવાન..! " 

મિતલના ચહેરા ઉપર ગભરાટ છવાયો.મને સમજાતું નહોતું કે મિતલ આવુ વર્તન કેમ કરે છે. ? 

             "તું.... તું એ શ્રાપિત ઔરત ને મળ્યો... સ્મિત....માય ગોડ... જરૂર એણે તારા પર મોહીની કરી હશે..?  "

           "એણે કોઈ મોહીની નથી કરી.. મિતા.... મારી બહેન... સમજ... એને હું પ્રેમ કરુ છું.."

            "એને કોઈ પ્રેમ નથી કરી શકતું... એને જે પણ પ્રેમ કરે છે એ બરબાદ થઈ જાય છે..." 

              "એ બધી જુના જમાના ની વાતો છે... મિતા"

              "તું નહીં સમજે... એણે તારા ઉપર વશીકરણ કર્યું છે.... મારે તારી નજર ઉતારવી પડશે... "

            મારું માથું ચકરાતુ હતું. મિતલ આ શું બોલી રહી હતી...! એ છોકરી શા માટે મારા ઉપર વશીકરણ કરે...? એમાં એને શું મળવાનું...? શું ખરેખર મહેક પાસે આવી કોઈ મોહીની હતી. મને એની મોહીની ચોક્કસ લાગી હતી પરંતુ, એની સુગંધી જુલ્ફો, એનો મોહક ચહેરો, એની આખો, એના હોઠ, ગળું, ગાલ, તલ.... એ બધાની મોહીની લાગી હતી.. અને, મારી બહેન મિતલ વશીકરણ ની વાત કરતી હતી.

   મહેક વિશે એવી કયી બાબતો આ ગામમાં ચર્ચાતી હતી કે જેનાં કારણે મિતલ જેવી આધુનિક યુગની છોકરી પણ આ બધું માનવા તૈયાર થઈ ગઈ હતી..! 

      આ હકિકત જાણ્યાં વગર મને ચેન નહોતું પડવાનું..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED